અહીંથી તમે તારીખ ૦૬-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. મધ્ય
ગુજરાતમાં જનરલ મોટર્સ બાદ વધુ એક પ્રતિષ્ઠિત કંપનીના પ્લાન્ટને તાળા
વડોદરા જીલ્લામાં
પોર પાસે આવેલી સુઝલોન કંપનીએ પ્લાન્ટને તાળા મારી દીધા બાદ તેમાં ફરજ બજાવતા ૧૦૦
જેટલા કર્મચારીઓએ આંદોલન શરૃ કર્યુ છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે ૧૩ વર્ષ પહેલા આ
પ્લાન્ટની સ્થાપના થઈ હતી. પ્લાન્ટમાં અત્યાર સુધી પવન ચક્કી માટેના મોડેલ
બનાવવામાં આવતા હતા પરંતુ કંપની દ્વારા આ કામગીરી ચીનની એક કંપનીને સોંપી દેવામાં
આવી છે અને વડોદરા નજીકના આ પ્લાન્ટમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓની ટ્રાન્સફર દમણ
સ્થિત પ્લાન્ટમા ેકરી દેવામાં આવી છે.ટ્રાન્સફરના બદલામાં કર્મચારીઓના પગારમાં પાંચ
ટકાનો વધારો કરાયો છે.
૨. GSTમાં રાહત ના મળે તો આંદોલન કરવાની કાપડ બજારની ચીમકી
અમદાવાદ: જીએસટી અમલ થયાને એક મહિના કરતા પણ
વધુનો સમય થઇ ચૂક્યો છે. જીએસટીના અમલ બાદ આજે જીએસટી કાઉન્સિલની પ્રથમ બેઠક મળી
રહી છે. કાપડ બજાર સહિત વેપાર ઉદ્યોગજગત વિવિધ ટેક્િનકલ રાહતોની આશા સેવી રહ્યું
છે, જોકે શહેરના કાપડ બજારના કેટલાક માર્કેટના
વેપારીઓ સહિત સુરતના કાપડ બજારના કેટલાક વેપારી એસોસિયેશનો આજની કાઉન્સિલની
બેઠકમાં રાહત નહીં આપે તો ફરી એક વખત આંદોલનના માર્ગે જવાની રણનીતિ બનાવી રહ્યા
છે.
૩. 15 વર્ષની
ઉમરના બાળક વર્ગ 10, બોર્ડની
પરીક્ષા આપતા હોય છે ત્યારે અમદાવાદના 15 વર્ષીય
નિર્ભય ઠક્કરએ બી.ઇ.(ઈલેક્ટ્રિકલ) કોર્સ પૂર્ણ કર્યોં.
15 વર્ષની ઉમરના બાળક વર્ગ 10,
બોર્ડની
પરીક્ષા આપતા હોય છે ત્યારે અમદાવાદના 15 વર્ષીય નિર્ભય ઠક્કરએ
બી.ઇ.(ઈલેક્ટ્રિકલ) કોર્સ પૂર્ણ કર્યોં.
ઓક્ટોબરમાં, નિર્ભય ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
(જીટીયુ) નો સૌથી નાનો એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ બન્યો હતો.
જામનગરની રાજ્ય બોર્ડના વિદ્યાર્થી તરીકે વર્ગ
VII
ની પરીક્ષા
પાસ કર્યા બાદ, જ્યાં તેમના પિતાને એક ખાનગી ક્ષેત્રની
કંપનીમાં એન્જિનિયર કામ કરે છે, નિર્ભયે છ મહિનામાં 8 થી 10 નું અભ્યાસ પૂરો કર્યો હતો અને
અગ્યારમું અને બારમું ફક્ત ત્રણ મહિનામાં પૂરો કર્યો હતો. તેને પોતાનો
અભ્યાસ ઇન્ટરનેશનલ જનરલ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ પરીક્ષાઓ દ્વારા સંચાલિત માધ્યમિક
શિક્ષણનું પ્રમાણપત્ર (આઇજીસીએસઇ) દ્વારા પૂરો કર્યો છે, આ સિદ્ધિઓ એ છોકરાએ મળવી છે જેને કેજીમાં
શિક્ષકો દ્વારા નબળો કહ્યો હતો.
૪. યોગી
આદિત્યનાથે લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, પહોંચ્યા મ્યાનમાર
નવી દિલ્લી: લગભગ ચાર મહિના પહેલા યૂપીના મુખ્યમંત્રી
બનેલા યોગી આદિત્યનાથે શનિવારે દિલ્લીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યા
પછી લોકસભામાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તે ગોરખપુર સંસદીય વિસ્તારથી સતત
પાંચ વખતથી સાંસદ બન્યા છે.
તેમને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને
પોતાનું રાજીનામું સોંપ્યું હતું. યોગી આદિત્યનાથ હવે યૂપી વિધાનસભાનું સભ્યતા પદ
લઈ શકે છે. બસપામાંથી એક અને સપાના ત્રણ સભ્યોએ હાલમાં વિધાનસભામાંથી રાજીનામું
આપ્યું છે. માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથની સાથે તેમના બન્ને નાયબ
મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવ મૌર્ય આ ખાલી પડેલી જગ્યાઓ માટે પસંદગી થઈ શકે
છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. પાકિસ્તાનમાં ૨૦
વર્ષમાં પહેલા હિન્દુ પ્રધાન બનનાર દર્શન લાલ
પાકિસ્તાનમાં ૨૦ વર્ષ પછી પહેલી જ વાર કોઇ
હિન્દુ દર્શ લાલને ફેડરલ પ્રધાન બનાવવામાં આવશે. નવા વડા પ્રધાન શાહીદ અબ્બાસીએ
નવી કેબિનેટ બનાવી ત્યારે આ જાહેરાત કરી હતી. એક સરકારી અધિકારી અનુસાર, અબ્બાસીએ ૬૫ વર્ષના દર્શન લાલને પાક.ના ચાર
પ્રાંતો વચ્ચે સંકલન કરવાની જવાબદારી સોંપી હતી. દર્શન લાલ સિંધ પ્રાંતના ધોતકી
જિલ્લામાં મીરપુર માથેલોમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરે છે. દર્શન લાલ ૨૦૧૩માં
પાકિસ્તાન મુસ્લિમ લીગની ટિકિટ પર લઘુમતી ક્વોટામાંથી બીજી વાર નેશનલ એસેમ્બલીમાં
ચૂંટાયા હતા.
૨. ઈંગ્લેન્ડનું
'હાઉસ
ઓફ કોમન્સ'
દેશમાં સંસદીય પદ્ધતિથી લોકશાહી છે. રાજ્યોની
વિધાનસભાઓમાં અને સંસદમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેસે છે. આ ગૃહમાં બેસનારા
ધારાસભ્યો કે સાંસદોએ લોકોના પ્રશ્નો ઉઠાવવાના હોય છે. તેને જાહેર હિતના પ્રશ્નો
કહે છે. ચૂંટાયેલા સભ્યોને ગૃહની બેઠક મળવાની હોય તેની અગાઉ લેખિત પ્રશ્નો પૂછવાની
છૂટ હોય છે. વિશ્વભરની સંસદોમાં કોઈ સભ્યો કોઈના અંગત હિતના પ્રશ્નો ઉઠાવે તો તે
કેટલા વાજબી છે તેની વિશ્વભરના લોકતાંત્રિક દેશોમાં ચર્ચાનો વિષય છે. કેટલાક સભ્યો
લેખિત પ્રશ્ન પૂછે છે અને તે પ્રશ્નની ચર્ચા આવે ત્યારે ગેરહાજર પણ રહેતા હોય છે.
કોઈ ઉદ્યોગપતિને કયાં અને કેટલી જમીન આપવામાં આવી છે?
તેવો પ્રશ્ન પૂછીને તે સભ્ય ચર્ચા વખતે હાજર જ
ના રહે તો?-
શું માનવું?
જાહેર હિત વિરુદ્ધ અંગત હિતના મુદ પર આ દેશના
બૌદ્ધિકોમાં અને લોકતંત્રના અભ્યાસુઓમાં બહુ ઓછી ચર્ચા થઈ છે. સ્વતંત્રતા બાદ
ભારતમાં ઈંગ્લેન્ડમાં પ્રસ્થાપિત થયેલી સંસદીય લોકશાહી પદ્ધતિ અપનાવવામાં આવી છે.
સંસદીય લોકશાહીમાં સંસદ કે વિધાનસભાનું સર્વોપરિપણું તેનું હાર્દ છે.
લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અંગત હિતને
બાજુએ રાખી જાહેર હિતને જ પ્રાધાન્ય મળે તે રીતે વર્તવું જોઈએ તેવી તંદુરસ્ત
લોકશાહીમાં અપેક્ષા હોય છે. ટૂંકમાં ગૃહમાં ચર્ચા વખતે કોઈ કોન્ટ્રાકટરને લાભ થાય
તેવો પક્ષ લેવાના બદલે પ્રજાને કેવી રીતે લાભ થાય તે પ્રકારની ચર્ચા થવી જોઈએ.
વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટતી કેટલીક ખાનગી શાળાઓને લાભ થાય તેના બદલે સરકારી
શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ કેવી રીતે મળે તેની ચર્ચા થવી જોઈએ. કેટલીક વખત તો
તાલુકા કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો રોડના કોન્ટ્રાકટરો સાથે જ ભળી ગયા
હોય તેમ લાગે છે.
વર્ષો પહેલાં ગુજરાત વિધાનસભામાં એક
ધારાસભ્યની સંસદીય સચિવ તરીકે નિમણૂક થઈ. તેમને સરકારી રહેઠાણ અને બંગલો ફાળવવામાં
આવ્યો. બંગલાનો કબજો લીધા પછી નવા બનેલા સંસદીય સચિવને લાગ્યું કે, બંગલામાં ક્રોકરી અને વાસણો પૂરતાં નથી. તેમણે
સંબંધિત ઈજનેરને બોલાવી કહ્યું કે, 'બંગલામાં ક્રોકરી અને વાસણો પૂરતાં નથી. તેથી
બીજી ક્રોકરી અને વાસણો લાવો.'
સંબંધિત એન્જિનિયરે તે વખતના મુખ્યમંત્રીના
ધ્યાન પર સંસદીય સચિવે કરેલી માંગણીની વાત મૂકી અને કહ્યું કે, બધાં જ બંગલાઓમાં ક્રોકરી અને વાસણોની સરખા
પ્રમાણમાં જ ફાળવણી કરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ લેખિતમાં હુકમ કર્યો કે, 'સંસદીય સચિવને વધારાની ક્રોકરી કે વાસણો
ફાળવવા નહીં. તેમને જરૂર હોય તો તેઓ પોતાના અંગત ખર્ચે વસાવી શકે છે.'
એ વખતે ગુજરાતની આવી પરિસ્થિતિ હતી. આજે તેમ
નથી. ભારતે ઈંગ્લેન્ડની સંસદીય પ્રણાલિ અપનાવી છે તો ત્યાં શું પરિસ્થિતિ છે તે
જાણવું રસપ્રદ થઈ પડશે. ઈંગ્લેન્ડમાં લેખિત બંધારણ નથી છતાં ત્યાં જાહેરજીવનના
ધોરણો ઊંચાં છે. ત્યાં પણ જાહેર હિત અને અંગત હિતના સંઘર્ષના બનાવો બને છે, પરંતુ બ્રિટિશ પ્રજા જાગૃત હોઈ બધું જ બહાર
આવી જાય છે. ઈંગ્લેન્ડમાં ગેરરીતિઓ કે કૌભાંડો થતાં જ નથી એવું નથી પરંતુ
ઈંગ્લેન્ડના હાઉસ ઓફ કોમન્સ (લોકસભા) એ તેના ચૂંટાયેલા સભ્યો જાહેર હિતની અવગણના
કરી અંગત હિતની પુષ્ટીના કરે તે માટે ૧૯૪૭માં એક ઠરાવ પસાર કરીને કેટલાક પગલાં લઈ
માર્ગર્દિશકા નક્કી કરી છે.
હાઉસ ઓફ કોમન્સે ઠરાવ પસાર કરીને જાહેર કર્યું
છે કે, આ સભાગૃહના બહારની કોઈપણ સંસ્થા કે વ્યક્તિનું
કામ કે તેનાં હિતોની રખેવાળી ન કરતાં માત્ર તેમના મતવિસ્તાર અને દેશના જ હિતોની
પુષ્ટિ માટે પ્રયત્નશીલ રહેશે. આમ છતાં જો બહારની કોઈ સંસ્થા, જૂથ કે વ્યક્તિના હિતોની જાળવણી થાય તેવું
વર્તન કરશે તો તેમનું તેવું વર્તન સભાગૃહના મોભાને સુસંગત ગણાશે નહિ અને આવા વર્તન
બદલ જે તે સંસદ સભ્ય સામે કેસ ચલાવાશે.'
જોકે આટલી સતર્કતા છતાં ઈંગ્લેન્ડમાં ધાર્યું
પરિણામ ન આવતાં ઈંગ્લેન્ડનાં હાઉસ ઓફ કોમન્સે ફરી બે પ્રસ્તાવો પસાર કર્યા. તે
ઠરાવોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે, સભાગૃહ અથવા તેની સમિતિની ચર્ચા કે
કાર્યવાહીમાં સભ્યનું સીધું કે આડકતરું આર્થિક લાભ થાય તેવું હિત હોય તો તેણે
જાહેર કરવું પડશે. આ ઉપરાંત હાઉસ ઓફ કોમન્સના દરેક સભ્ય, સભ્યોના હિત અંગેની વિગતો રજિસ્ટ્રારને
લેખિતમાં જાણ કરવી પડશે.
આટલું કર્યા બાદ પણ ઈંગ્લેન્ડમાં નૈતિક્તાના
ધોરણો નીચે જતાં ૧૯૯૪માં ઈંગ્લેન્ડના તે વખતના વડાપ્રધાને જાહેર જીવનનાં
નૈતિક્તાના ધોરણોના સંબંધમાં અભ્યાસ કરી નક્કર પગલાં સૂચવવા સમિતી નીમી. ૧૯૯૫માં લોર્ડ
નોલનની સમિતિએ ૧૯૯૫માં સમિતિનો અહેવાલ રજૂ કર્યો. જેમાં અનેક ભલામણો કરવામાં આવી.
લોર્ડ નોલન સમિતિની ભલામણોને અનુલક્ષીને
સભાગૃહ પોતે જ પોતાનાં સભ્યો પર અંકુશ પ્રસ્થાપિત કરી શકે તે માટે હાઉસ ઓફ કોમન્સે
તેના સંસદ સભ્યો સામેની ફરિયાદોની તપાસ માટે એક વિશેષાધિકાર અને સભ્યોના ધોરણો
માટેની સમિતિ બનાવી. આ સમિતિના કાર્યક્ષેત્રમાં સંસદ સભ્યો સામેની નૈતિક્તા
વિરુદ્ધની ફરિયાદોની તપાસનો વિષય પણ સમાવી લેવાયો. ટૂંકમાં ઈંગ્લેન્ડમાં ત્યાંના
સાંસદો સામેની કોઈ ફરિયાદ હોય તો તેની પણ તપાસ થઈ શકે છે.
લોર્ડ નોલન સમિતિની ભલામણોને અનુલક્ષીને
સભાગૃહ પોતે પોતાના સભ્યો પર અંકુશ પ્રસ્થાપિત કરી શકે તે માટે હાઉસ ઓફ કોમન્સે
સભ્યો સામેની ફરિયાદોની તપાસ માટે પાર્લામેન્ટરી કમિશનર નામના એક અધિકારીની જગ્યા
ઊભી કરી છે. આ કમિશનર કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ જેવો સ્વતંત્ર હોદે ધરાવે છે.
તેઓ માત્ર ગૃહને જ જવાબદાર છે. સભાગૃહના કોઈ સભ્ય તેમની જાહેર ફરજો બજાવવામાં
ગેરરીતિ આચરે તો તે અંગેની ફરિયાદોની તપાસ અન્વેષણ આ કમિશનર કરે છે. કમિશનરને
તેમની તપાસ દરમ્યાન ન્યાયની કોર્ટની માફક કોઈની પણ જુબાની લેવાનો કે દફતર મેળવવાનો
અધિકાર પણ છે.
કમિશ્નરને તપાસણી દરમ્યાન જો ગેરરીતિ પુરવાર
થતી જણાય તો તે બાબત તેઓ સભાગૃહની વિશેષાધિકાર અને સભ્યોના ધોરણો માટેની સમિતિને
મોકલી આપે છે. આ સમિતિ તેના પર વિચારણા કરીને આગળ શું કાર્યવાહી કરવી એટલે કે, સભ્ય સામેના આક્ષેપ પુરવાર થાય તો તે સભ્યને
શું શિક્ષા કરવી તે સંબંધમાં સભાગૃહને ચોક્કસ ભલામણો કરે છે. આમ ઈંગ્લેન્ડમાં
ચૂંટાયેલા પ્રતિનિધિઓના નૈતિકતાના ધોરણો જળવાઈ રહે તે માટેના ત્યાંની પ્રજા પૂરતી
સજાગ છે ને તેને લઈને ત્યાં જરૂરી તમામ વિષેયાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે.
૩. ટ્રંપની મોટી જીત,
UN એ
નોર્થ કોરિયા પર લગાવ્યા કડક પ્રતિબંધ
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સપરક્ષા પરિષદે
ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ વધારે કડક કરવાના સંબંધમાં અમેરિકા દ્વારા તૈયાર
પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યો છે. એમાં નિકાસ પર પણ પ્રતિબંધનો
સમાવેશ થાય છે. જેનું લક્ષ્ય પ્યોંગયાંગને એક અરબ ડોલરના વાર્ષિક આવકનો સમાવેશ થાય
છે.
રમત
ગમત:-
૧. બ્રિટનનો મો ફરાહ સળંગ
૧૦મો ગોલ્ડ મેડલ જીતનારો વિશ્વનો પ્રથમ એથ્લીટ
સોમાલિયામાં જન્મેલા અને ૮ વર્ષની ઉંમરથી
બ્રિટનમાં સ્થાયી થયેલા મો ફરાહે લંડનમાં શરૃ થયેલી વર્લ્ડ એથ્લેટિક્સ
ચેમ્પિયનશીપમાં ૧૦,૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે
ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપ જેવી મેજર
ઈવેન્ટ્સમાં લાંબા અંતરની દોડમાં સતત ૧૦મો ગોલ્ડ મેડલ જીતનારા વિશ્વના સૌપ્રથમ
એથ્લીટ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે.
૨. ઇન્ડિયન ટીમને મોટો
ફટકો, જાડેજાને
ICCએ કર્યો સસ્પેન્ડસ, નહીં રમે ત્રીજી ટેસ્ટ
જડેજાએ આઈસીસીની કલમ 2.2.8 ના ભંગ મામલામાં દોષી ગણાયો છે. તેનો સ્પષ્ટ
અર્થ એ છે કે અયોગ્ય અથવા હાનિકારક રીતે કોઈ પણ ખેલાડી, ખેલાડીની સહાયક, ઐયર અથવા મેચ રેફરીની બાજુ બોલ અથવા કોઈ અન્ય
સાધનો જેવા કે પાણીના બોટલ વગેરેને ફેંકવું ખોટું છે.
૩. શ્રીલંકાના બેટ્સમેન કરૂણારત્નેએ
ફૉલોઑન દરમિયાન સેન્ચુરી કરી તોડી દીધા આ રેકોર્ડ્સ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના
ચોથા દિવસે શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન દિમુથ કરૂણારત્ને સેન્ચુરી કરી દીધી છે.
કરૂણારત્નના કરિયરની આ છઠ્ઠી સેન્ચુરી છે. કરૂણારત્નથી પહેલા કુશલ મેન્ડિસે ત્રીજા
દિવસે સેન્ચુરી કરી હતી. ફૉલોઑન રમવા આવેલી શ્રીલંકાની ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી
વખત થયુ જ્યારે ફૉલોઑન દરમિયાન ટીમના 2 બેટ્સમેન એક જ ઇનિંગમાં સેન્ચુરી કરી હોય.
૪. કરિયરની છેલ્લી રેસમાં ગોલ્ડથી
ચૂક્યો ઉસૈન બોલ્ટ
લંડન: દુનિયાના સૌથી ઝડપી દોડનાર સ્પ્રિંટર ઉસૈન બોલ્ટ વર્લ્ડ એથલેટિક
ચેમ્પિયનશીપ(WAC)માં પોતાનો ખિતાબ બચાવવામાં અસફળ રહ્યો. પોતાની વિદાય મૈચમાં તેઓ 100 મીટરની સ્પ્રિંટ રેસમાં ત્રીજા સ્થાન પર
રહ્યા હતા. દુનિયાની નજર શનિવારે મોડી રાત સુધી લંડનના ઓલિંપિક સ્ટેડિયમ પર હતી.
બોલ્ટના ચાહકો ગોલ્ડન કામયાબીની આશ લગાવીને બેઠા હતા. પરંતુ બોલ્ટને 9.95 સેકંડ સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો
પડ્યો. પહેલા બંન્ને સ્થાનો પર અમેરિકાના દોડવીરોએ કબજો કર્યો હતો.
આર્થિક:-
૧. જગતની સૌથી વધુ સ્ટેલ્ધ સમબરીન INS
કાલ્વારી
આ મહિને નૌકાદળમાં સામેલ થશે
ભારતીય નૌકાદળને આ
મહિનાના અંત સુધીમાં જગતની સૌથી વધુ અત્યાધુનિક કહી શકાય એવી સબમરીન 'આઈએનએસ કાલ્વરી' મળશે. કાલ્વરી ગણતરી જગતની સૌથી વધુ
સ્ટેલ્ધ સબમરીનમાં થાય છે. સ્ટેલ્ધ એટલે એવું શસ્ત્ર જે છેલ્લી ઘડી સુધી દુશ્મનના
રેડારમાં દેખાય નહીં અને ગુપ્ત રહી શકે. જગતની તમામ સબમરીનોમાં સૌથી વધુ ગુપ્ત
રહેવાની ક્ષમતા કાલ્વરીમાં હોવાનું સંરક્ષણ નિ
સ્કોર્પિયન ક્લાસ સબમરિન પ્રોજેક્ટ હેઠળ ભારત કુલ ૬ સબમરિન બનાવી રહ્યું છે, આ પ્રોજેક્ટને સાંકેતિક રીતે 'પ્રોજેક્ટ ૭૫' નામ આપવામાં આવ્યુ છે. એ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી પહેલી સબમરીન કાલ્વરી છે. કાલ્વરી એ તમિલ ભાષાનો શબ્દ છે. ખતરનાક ટાઈગર શાર્ક તમિલમાં કાલ્વારી તરીકે ઓળખાય છે. આ સબમરીન પણ દુશ્મનો માટે ખતરનાક સાબિત થશે.
સ્કોર્પિયન ક્લાસ સબમરિન પ્રોજેક્ટ હેઠળ ભારત કુલ ૬ સબમરિન બનાવી રહ્યું છે, આ પ્રોજેક્ટને સાંકેતિક રીતે 'પ્રોજેક્ટ ૭૫' નામ આપવામાં આવ્યુ છે. એ પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલી પહેલી સબમરીન કાલ્વરી છે. કાલ્વરી એ તમિલ ભાષાનો શબ્દ છે. ખતરનાક ટાઈગર શાર્ક તમિલમાં કાલ્વારી તરીકે ઓળખાય છે. આ સબમરીન પણ દુશ્મનો માટે ખતરનાક સાબિત થશે.
અન્ય:-
૧. ઇતિહાસમાં એવા 7 ભાઇ-બહેન, જેમણે અમર કરી દીધી
રક્ષાબંધન
રક્ષાબંધનનો તહેવાર ભાઇ-બહેનના અતૂટ બંધન અને
તેમની લાગણીઓનો તહેવાર છે. આ દિવસે બહેન, ભાઇના હાથમાં રાખડી નહીં પરંતુ
વિશ્વાસ-પ્રેમ-સ્નેહ બાંધે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે રક્ષાબંધન થોડાક
સમયથી નહીં પરંતુ હજારો વર્ષ જૂનો તહેવાર છે.
આ તહેવાર મનાવવાની શરૂઆત ક્યારથી થઇ તેની કોઇ
નિશ્ચિત તિથિ તો નથી પરંતુ તેની શરૂઆત વૈદિક કાળથી થઇ હોવાનું માનવામાં આવે છે.
રક્ષાબંધનની કથા મહાભારત સાથે પણ સંકળાયેલી
છે. જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યુ કે હું બધા સંકટોનો સામનો કેવી રીતે
કરી શકીશ? ત્યારે ભગવાન કૃષ્ણે તેમની અને તેમની સેનાની
રક્ષા માટે રાખડીના તહેવારની સલાહ આપી હતી.
કૃષ્ણ અને દ્રૌપદી સંબંધિત પ્રસંગમાં કહેવામાં
આવ્યું છે કે જ્યારે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો હતો, ત્યારે તેમની તર્જનીમાં ઇજા પહોંચી હતી.
દ્રૌપદીએ તે સમયે પોતાની સાડી ફાડીને તેમની આંગળીમાં પટ્ટી બાંધી દીધી હતી. આ દિવસ
શ્રાવણ મહિનાનો પૂનમનો દિવસ હતો. કૃષ્ણએ આ ઉપકારનો બદલો ચીરહરણ દરમિયાન દ્રૌપદીની
સાડી વધારીને ચૂકવ્યો હતો.
કહેવામાં આવે છે કે રાણી કુંતિએ પોતાના પૌત્ર
અભિમન્યુના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યુ હતુ. તેમણે આ રક્ષા સૂત્ર મહાભારતના યુદ્ધ
દરમિયાન રક્ષા માટે બાંધ્યુ હતુ.
મેવાડની રાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા
મેવાડ ઉપર આક્રમણ કરવાની સૂચના મળી હતી. રાણી તે સમયે યુદ્ધ કરવા માટે અસમર્થ હતી, એટલા માટે તેમણે મુગલ બાદશાહ હુમાયૂંને રાખડી
મોકલી રક્ષા કરવા માટે વિનંતી કરી. હુમાયૂંએ રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને
બહાદુરશાહ વિરુદ્ધ મેવાડ તરફથી યુદ્ધ કર્યુ. હુમાયૂંએ કર્માવતી તેમજ તેમના રાજ્યની
રક્ષા કરી.
રાખડી વિશે પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે
કે દેવ અને દાનવોમાં જ્યારે યુદ્ધ શરૂ થયુ ત્યારે દાનવ હાવી થતા જોવા મળ્યા. ભગવાન
ઇન્દ્ર ગભરાઇને બૃહસ્પતિ પાસે ગયા. ત્યાં બેઠેલા ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણી બધુ
સાંભળી રહી હતી. તેમણે રેશમનો દોરો મંત્રની શક્તિથી પવિત્ર કરીને પોતાના પતિના હાથમાં
બાંધી દીધો. સંયોગથી તે શ્રાવણના પૂનમનો દિવસ હતો.
સ્કંધ પુરાણ, પદ્મપુરાણ અને શ્રીમદ્દભાગવતમાં વામનાવતાર
નામક કથામાં રક્ષાબંધનના પ્રસંગનો ઉલ્લેખ છે. દાનવેન્દ્ર રાજા બલિનો અહંકાર ચૂર
કરવા માટે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને બ્રાહ્મણના વેશમાં રાજા બલિ પાસે
ભિક્ષા માંગવા માટે પહોંચી ગયા. ભગવાને બલિ પાસે ભિક્ષામાં ત્રણ પગ જમીન માંગી.
ભગવાને ત્રણ પગમાં આખુંય આકાશ, પાતાળ અને ધરતી માપી લીધું અને રાજા બલિને પાતાળમાં મોકલી લીધો.
બલિએ પોતાની ભક્તિના બળ પર ભગવાન પાસે
રાત-દિવસ પોતાની સામે રહેવા માટેનું વચન લઇ લીધુ. ભગવાનને પાછા લાવવા માટે નારદે
લક્ષ્મીજીને એક ઉપાય જણાવ્યો. લક્ષ્મીજીએ રાજા બલિને રાખડી બાંધીને પોતાના ભાઇ
બનાવ્યા અને પતિને પોતાની સાથે લઇ આવ્યા. આ દિવસે પણ શ્રાવણ મહિનાની પૂનમ હતી.
એક અન્ય પ્રસંગમાં કહેવામાં આવે છે કે
સિકંદરની પત્નીએ પોતાના પતિના હિન્દૂ શત્રુ પોરસ (પુરૂ)ને રાખડી બાંધીને પોતાનો
ભાઇ બનાવ્યો હતો અને યુદ્ધ દરમિયાન સિકંદરને ન મારવાનું વચન લીધું હતુ. પોરસે
યુદ્ધ દરમિયાન હાથમાં બાંધેલી રાખડી અને પોતાની બહેનને આપેલા વચનનું સનમાન કર્યુ
અને સિકંદર પર જાનલેવા હુમલો ન કર્યો.
-પ્રશાંત ભટ્ટ
Educational Point