અહીંથી તમે તારીખ ૦૫-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧.
દેશના ત્રણેય સર્વોચ્ચ હોદ્દા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને
વડાપ્રધાન ભાજપના
ઉપરાષ્ટ્રપતિપદના હોદ્દા માટે એનડીએ અને
ભાજપના નેતા વેંકૈયા નાયડુના વિજય સાથે હવે દેશના ત્રણેય સર્વોચ્ચ હોદ્દા
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનપદ પર ભાજપે કબજો
જમાવ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય થતાં નરેન્દ્ર
મોદી દેશના વડાપ્રધાન બન્યા છે. તે પછી થોડાક જ મહિના અગાઉ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
એનડીએ અને ભાજપના રામનાથ કોંવિદે વિપક્ષ અને કોંગ્રેસના મીરાકુમારને હરાવ્યા હતાં.
ત્યારપછી આજે એટલે કે પાંચ ઓગસ્ટે નાયડુ ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજયા થયા છે.
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીના કાર્યકાળનો 10 ઓગસ્ટે અંત આવનાર છે.
ઉપરાષ્ટ્રપતિપદ ની ચૂંટણીમાં ભાજના નેતા અને
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના નાયડુ એનડીએના ઉમેદવાદ હતાં.
નાયડુ તેમના હાજર જવાબ માટે ભારે જાણીતા છે.
તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન હતાં.
૨. દેશના
આ એરપોર્ટ પર મળશે હેલિકોપ્ટર શટલ સર્વિસ , ભાડું હશે લક્ઝરી કૅબ
જેટલું
હવે કેટલાક અરસા બાદ તમે તમારા નજીકના શહેરમાં
જવા માટે ટેક્ષીની જગ્યાએ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી શકશો. બેંગાલુરુ
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવે મુસાફરો જલદી હેલી ટેક્સીનો આનંદ માણી શકશે. એરપોર્ટ
પર જલદી હેલિકોપ્ટર શટલની શરૂઆત થનાર છે.
૩. દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે
વેંકૈયા નાયડૂ ચૂંટાયા, 771 વોટોમાંથી કુલ 516 વોટ મળ્યા
નવી દિલ્લી: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર
વૈંકેયા નાયડૂની જીત થઈ છે. વેકૈંયા નાયડૂને 516 મત મળ્યા છે. વેકૈંયા નાયડૂ ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 11 ઓગસ્ટના ઉપરાષ્ટ્રપતિની શપથવિધિ યોજાશે.
એનડીએના ઉમેદવાર વેકૈંયૈ નાયડૂએ ગોપાલકૃષ્ણ ગાંધીને માત આપી છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 771
સાંસદોએ
મતદાન કર્યું હતું. જેમાં વેકૈંયા નાયડૂને 516 મત મળ્યા હતા, જ્યારે ગોપાલકૃષ્ણ ગાંધીને 244 મત મળ્યા હતા.
૪. ગાંધીધામમાં 20મીએ શ્રેષ્ઠ માનવ
એવોર્ડ તથા ગીત ગાતા ચલ સ્પર્ધા
સંકુલમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા
સિન્ધી યુથ સર્કલ અને સિનિયર સિટીઝન કલબ તથા વુમન્સ વર્લ્ડ (મહિલા મંડળ)ના સંયુક્ત
ઉપક્રમે તા. 20/8ના સાંજે 6.30થી 8.30 વાગ્યા સુધી સર્વશ્રેષ્ઠ માનવ એવોર્ડ અને ગીત ગાતા ચલ ગાયન હરીફાઇ ઝૂલેલાલ
મંદિર, દાદા અરજનદાસ
મેમોરિયલ હોલ ખાતે યોજાશે. સામાન્ય રીતે દર વર્ષે 15મી ઓગસ્ટે યોજાતો આ કાર્યક્રમ સાતમ-આઠમના તહેવાર અનુસંધાને તા. 20/8ના રાખવાનો નિર્ણય લેવાયો છે. આ
કાર્યક્રમમાં સ્વ. યશપાલ નંદા કાર્ગો મોટરવાળાના સ્મરણાર્થે બેસ્ટ ડોકટર ઓફ ધી
યરના એવોર્ડ, સ્વ. પ્રહ્લાદરાય
રઘુનાથજી અગ્રવાલ (એમ. આર. શાહ લોજિસ્ટિક)ના સ્મરણાર્થે શ્રેષ્ઠ માનવ એવોર્ડ, દાદા ગોપાલદાસ દરિયાણી (પૂર્વ આચાર્ય)ના
સ્મરણાર્થે બેસ્ટ ટીચર એવોર્ડ, સ્વ. દાદા એસ. પી. તિરણાથી (પીટમેન્ટસ ગ્રુપ)ના સ્મરણાર્થે સર્વશ્રેષ્ઠ
માનવ એવોર્ડ તથા શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા કાનગડ પરિવારના સ્વ. સધાભાઇ
કાનગડ (નીલકંઠ ગ્રુપ)ના સ્મરણાર્થે ગત મહિને યોજાયેલી નિબંધ સ્પર્ધામાં તમામ
વિજેતાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા રોકડ સહાય અપાશે.
૫. કચ્છમાં
11 નવી પાણી યોજનાઓને મંજૂરી
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક તાજેતરમાં સમિતિના અધ્યક્ષ અને જિલ્લા
કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 52 યોજનાના હાથ ધરાયેલા કામો અંતર્ગત 9 યોજનાઓ પૂર્ણ થઇ ગયાનું તો 20 યોજનાઓની 75
ટકા જેટલી પ્રગતિ થયાનું જણાવાયું હતું. બાકીની 23 યોજનાઓનાં કામો પ્રગતિ હેઠળ હોવાની માહિતી
અપાઇ હતી. જિલ્લામાં પાણી યોજનાઓની અમલવારીમાં મુશ્કેલી બાબતે કલેક્ટરે જાણકારી
માગતાં ખારી (તા. ભુજ) તથા લૈયારી (તા. નખત્રાણા)માં આંતરિક કલહ તેમજ લૈયારી ખાતે
થયેલી યોજનાના ઘટક કામોમાં નબળી ગુણવત્તા તથા યોગ્ય સહકાર ન સાંપડતાં યોજનાકીય
કામગીરી પૂર્ણ થઇ શકી નથી તેવી માહિતી અપાતાં કલેકટર દ્વારા જરૂરી કાગળો, પત્રવ્યવહાર પૂરા પાડવા સૂચના આપવામાં આવી
હતી. બાદ વાસ્મો દ્વારા અંજાર-ભુજ, લખપત, રાપર તેમજ
નખત્રાણા તાલુકાની નવી તૈયાર કરાયેલી 10 યોજનાઓને પૂરેપૂરો લોકફાળો ભરપાઇ થવાની શરતે કામગીરી શરૂ કરવાની
સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
૬. માત્ર એક હાથે જીતી
દુનિયા દેવેન્દ્ર ઝાઝરિયાએ મળ્યો ખેલ રત્ન
કહેવાય છે કે, ને માત્ર હાથની રેખાઓમાં નશીબ નથી રહેલુ.
વ્યક્તિના કર્મો પર તેનુ નશીબ રહેલું છે. કારણ કે જે લોકોના હાથ નહી હોતા તેનો
અર્થ એતો નથી થતો કે તેનું નશીબ નથી. આ વાતને બિલકુલ ચરિતાર્થ કરે છે. આપણા ખેલ
રત્ન વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા. તેમણે પેરાઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડીને
હાથ વિના પણ પોતાના નશીબને ઉજાગર કર્યું છે.
૭. મહારાષ્ટ્રઃ બોમ્બે હાઇકોર્ટે
પ્રમોશનમાં અનામત રદ કરવાનો આપ્યો આદેશ
મુંબઇઃ બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રમાં સરકારી
નોકરીઓમાં પ્રમોશનમાં અનામત રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા બાદ અનામતનો લાભ થઇ
પ્રમોશન મેળવી ચૂકેલા લોકો પર પ્રમોશન છીનવી લેવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
રાજ્યમાં આ મોટો રાજકીય મુદ્દો બની શકે છે.
૮. રાજ્યના સૌથી ઊંચા લેડર
પ્લેટફોર્મનું દહેજમાં આગમન
ઔદ્યોગિક દૃષ્ટિએ હરણફાળ ભરી રહેલાં ભરૂચ જિલ્લામાં હજારો ઉદ્યોગો ધમધમી
રહ્યા છે. ઉદ્યોગોને કારણે વસતિમાં વધારો થતાં ઊંચી ઇમારતો નિર્માણ પામી રહી છે.
આવા સંજોગોમાં આગ તથા અન્ય આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરીમાં સરળતા રહે તે માટે
દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન તરફથી રાજ્યના સૌથી ઊંચા લેડર પ્લેટફોર્મની ખરીદી
કરાઈ છે.
૯. હવે મૃત્યુની નોંધણી માટે પણ AADHAR
જરૂતીઃ
આધાર વગર નહીં મળે ડેથ સર્ટિફિકેટ
નવી દિલ્હીઃ ભારત સરકારે 1લી ઓક્ટોબરથી આધાર સાથે જોડાયેલ એક મોટો આદેશ જારી કર્યો છે. હવે 1 ઓક્ટોબર 2017થી મૃત્યુની નોંધણી અથવા ડેથ સર્ટિફિકેટ માટે આધાર નંબર આપવાનો રહેશે. આધાર
વગર મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ જારી કરવામાં નહીં આવે. શુક્રવારે ગૃહ
મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. 20 વર્ષ બાદ પાકિસ્તાન
સરકારના મંત્રીમંડળમાં હિન્દૂ નેતા
લાહોરઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખકાન અબ્બાસીના નવા મંત્રીમંડળે
શુક્રવારે શપથગ્રહણ કર્યા. નવા મંત્રીમંડળમાં કેટલાક જૂના સભ્યોની વાપસી થઇ છે. જો
કે તેમના કાર્યભારમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે મંત્રીમંડળમાં 20 વર્ષમાં પ્રથમવાર પાકિસ્તાનમાં કોઇ હિન્દૂ મંત્રી
બન્યો છે. મંત્રીમંડળમાં 46 સભ્યો છે. તેમાંથી 44 સભ્યોએ પોતાના પદ માટે શપથ લીધી છે. શપથ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને અપાવી હતી.
રમત
ગમત:-
૧. ચીનના બોક્સરને હરાવી
વિજેન્દર બન્યો WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ ચેમ્પિયન
મુંબઈ – વિજેન્દર સિંહ બેનીવાલે ગઈ કાલે અહીં
બેટલગ્રાઉન્ડ એશિયા ફાઈટમાં ચીનના ઝુલ્ફીકાર મૈમૈતિયાલીને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટ ટાઈટલ હાંસલ
કર્યું હતું અને પ્રોફેશનલ કારકિર્દીમાં પોતાની સતત 9મી જીત નોંધાવી છે.
૨. ‘લેફ્ટી’ જાડેજાને નામે થયો આ
વર્લ્ડ રેકોર્ડ, જૉનસનને
છોડ્યો પાછળ
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા વિરુદ્ઘ ચાલી રહેલી
ટેસ્ટ મેચ સીરિઝની બીજી ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
જાડેજાએ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 150 વિકેટ લેનારો લેફ્ટ હેન્ડ સ્પિનર બન્યો, સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટ
મેચમાં 150
વિકેટ લેનારો
લેફ્ટ હેન્ડ બૉલર બન્યો. આ રેકોર્ડ તોડીને તેણે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિશેલ
જૉનસને પાછળ છોડી દીધો. કોલંબો ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેણે લંચ પહેલા 2 વિકેટ મેળવીને આ સિદ્ઘિ પોતાના નામે કરી દીધી.
૩. લંડનમાં વર્લ્ડ એથ્લેટિક્સ
ચેમ્પિયનશિપ: યુસૈન બોલ્ટની કારકિર્દીની આખરી રેસ
વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા એથ્લેટ્સ છે જેઓ રમત કરતા વધારે
લોકપ્રિય બન્યા છે કાં તો તેમના કારણે જેતે રમતનું સ્તર લોકપ્રિયતાની ટોચે
પહોંચ્યું છે. આવો જ એક એથ્લેટ એટલે જમૈકાનો યુસૈન બોલ્ટ. વિશ્વનૌ સૌથી ઝડપી
દોડવીર લંડનમાં ૪થી૧૩ ઓગસ્ટ દરમિયાન રમાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં
અંતિમ વખત દોડશે કેમ કે આ ચેમ્પિયનશિપ બાદ તે નિવૃત્તિ લેવાનો છે.
આર્થિક:-
૧. બાહુબલી 2: 100 દિવસના અંતે દરેક
ફિલ્મોના તમામ રેકોર્ડ તોડી 2000 કરોડની કરી કમાણી
બોલિવૂડ મહારથી જ્યાં બોક્સ ઓફિસ પર એક પછી એક
ધરાશયી થઇ રહયાં છે ત્યાં બાહુબલી : ધ કનકલ્યુઝનનો દબદબો બોકસ ઓફિસ પર અંકબંધ છે. 28 એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ બાહુબલી 2એ બોક્સ ઓફિસ પર આજે 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મે હિંદીમાં રિલીઝ
બાદ બાહુબલીએ બોકસ ઓફિસ પર ઐતિહાસિક રેકોર્ડ કાયમ કર્યા હોવાની વાત આ ફિલ્મના
હિંદી વર્ઝનના નિર્માતા કરણ જોહરે કરી હતી. ટ્વિટ કરી અને કરણ જોહરે આ વાત સ્પષ્ટ
કરી હતી. બાહુબલીની મહાગાથાની વિજય યાત્રા 100 દિવસથી ચાલી રહી છે.
૨. મિલકતોની નોંધણી માટે હવે
અાધારકાર્ડ રજૂ કરવું ફરજિયાત
અમદાવાદ: હવે કોઇપણ પ્રકારની મિલકતની ખરીદી કે
વેચાણ માટે થતા દસ્તાવેજની નોંધણી માટે આજથી રાજ્ય સરકારે આધારકાર્ડ ફરજિયાત બનાવી
દીધું છે. હવેથી આધારકાર્ડની કોપી આપ્યા વગર દસ્તાવેજોની નોંધણી થશે નહીં. એટલું જ
નહીં દસ્તાવેજનાં દર્શાવાયેલા સાક્ષીએ પણ ફરજિયાત આધાર રજૂ કરવું પડશે. આધારકાર્ડ
વગરના ઓળખ આપનારાને દસ્તાવેજોમાં સાક્ષી તરીકે લઇ શકાશે નહીં.
અન્ય:-
૧. ખમીરને રાષ્ટ્રીય સ્તરનું સન્માન
કારીગરો અને કલાની ભૂમિ કચ્છની યશકલગીમાં
વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છના કારીગરો માટે કુકમા ખાતે કાર્યરત ખમીરને
દિલ્હી ખાતે જિંદાલ સ્ટીલ અને પાવર ફાઉન્ડેશન પ્રેરિત રાષ્ટ્રીય સ્વયં સિદ્ધ
સન્માન આપવામાં આવ્યું છે. આ સન્માન ખમીરને તેની સ્થાપનાથી અત્યાર સુધી
પ્રદાન માટે `આર્ટ એન્ડ કલ્ચર'ની શ્રેણીમાં સંસ્થાકીય સન્માન તરીકે આપવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં 3જી ઓગસ્ટના સાંજે કામાણી ઓડિટોરીયમમાં ભારત
સરકારના કેબિનેટ મંત્રી વીરેન્દ્રસિંહની અધ્યક્ષતામાં આ સન્માન સમારોહનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ આયોજનનો હેતુ સમગ્ર ભારતમાં ગ્રાસ રૂટ પર અગત્યનું કાર્ય
કરતા લોકો અને સંસ્થાઓને સન્માનવાનો હતો, જેથી તેમના કામની કદર થાય અને તેમને રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળે. આ
એવોર્ડ માટેની સમિતિએ સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી વિવિધ ક્ષેત્રમાં
પોતાનું આગવું પ્રદાન આપનાર 21 વ્યક્તિઓ અને સંસ્થાઓની પસંદગી કરી.
૨. પક્ષીઓને
મદદ માટે બન્યો વર્લ્ડ રેકોર્ડ
નેધરલેન્ડના નાના-નાના ભુલકાંઓએ થોડા સમય
પહેલાં એક સુંદર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, આ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં
પોતાનું સ્થાન મેળવવાના આશયની સાથે સાથે પક્ષીઓને મદદ કરવાની ભાવનાથી બનાવવામાં
આવ્યો હતો. નેધરલેન્ડ ડચની એક સ્કૂલના બાળકો મગફળીને દોરામાં પરોવીને સૌથી મોટી
મગફળીની લાઇન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડમાં ડચ સ્કૂલના ૨૦૦ બાળકોએ
મળીને બનાવ્યો હતો. ડચ સ્કૂલમાં ભણતા ચાર વર્ષની ઉંમરથી લઇને ૮ વર્ષની ઉંમર સુધીના
૨૦૦ બાળકોએ તે રેકોર્ડ બનાવ્યો હતો. અલબત્ત તેને બનાવવામાં શાળાના શિક્ષકોએ પણ મદદ
કરી હતી, પરંતુ મગફળીને દોરામાં યોગ્ય રીતે પરોવવાનું
કામ માત્ર બાળકોએ જ કર્યું હતું.
-પ્રશાંત ભટ્ટ
Educational Point