Friday, 4 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 05-08-2017

અહીંથી તમે તારીખ ૦૪-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. હવે તો સ્મશાન ઘાટ પર પણ જરૂરી બની ગયું આધારકાર્ડ, થઈ મહત્ત્વની જાહેરાત

કેન્દ્ર સરકારે નવો આદેશ જાહેર કરતા કહ્યું કે, લોકો પોતાનું આધાર કાર્ડ જલ્દી જ બનાવી લે. નવા આદેશ મુંજબ, હવે કોઈના પણ મોત થવા પર તેમનું મૃત્યુ પ્રમાણપત્ર આપવામાં નહિ, જો વ્યક્તિ પાસે આધાર કાર્ડ નહિ હોય. ગૃહ મંત્રાલયે જાહેરાત કરતાં કહ્યું છે કે 1લી ઓક્ટોબર, 2017થી મૃત્યુના રજીસ્ટ્રેશન માટે આધાર નંબર હોવો જરૂરી છે. એટલે કે કોઈનું મૃત્યું થયું હોય અને તે અંગેનું રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તે માટે આધાર કાર્ડ અનિવાર્ય છે.

૨. મિતાલી રાજને ભેટમાં મળી બીએમડબલ્યુ 320ડી

મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં ભારતને સેમીફાઈનલ સુધી પહોંચાડનાર મિતાલી રાજ અને તેની ટીમ પર ઈનામોની વરસાદ થઇ રહ્યો છે. બીસીસીઆઈએ તમામ મહિલા ખેલાડીઓને 50-50 લાખ રુપિયા ઈનામ તરીકે આપ્યા છે, તો બીજી તરફ મહિલા ટીમની કપ્તાન મિતાલી રાજને હૈદરાબાદના બિઝનેસમેન ચામુંડેશ્વર નાથે બીએમડબલ્યુ કારની ભેટ આપી છે. એક રિપોર્ટ અનુસાર ટુર્નામેન્ટમાં મિતાલીના સારા પ્રદર્શનના કારણે આ કાર તેને ભેટ કરવામાં આવી છે, બિઝનેસમેન ચામુંડેશ્વર નાથે કાળા રંગની નવી BMW320ડી કાર કપ્તાન મિતાલી રાજને ભેટમાં આપી છે.

૩. સપાને વધુ એક ઝટકો,આઝમના નજીકના MLC સરોજની અગ્રવાલ બીજેપીમાં જોડાયા

મુઝફ્ફરાબાદ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી સમાજવાદી પાર્ટીને સતત ઝટકા મળી રહ્યા છે.હાલમાં સપાના બે એમએલસીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.ત્યારે સપાના વધુ એક એમએલસીએ પાર્ટી છોડી દીધી છે.મેરઠના એમએલસી સરોજની અગ્રવાલે બીજેપી જોઈન કરી લીધી છે.સરોજની અગ્રવાલ સપા દિગ્ગજ આઝમ ખાનના અંગત છે. રીતા બહુગુણા જોશી અને મંત્રી મહેન્દ્રસિંહે એમએલસી સરોજની અગ્રવાલને પાર્ટીમાં સામેલ કરાવ્યા હતા.તેના ઉપરાંત સપાના બે એમએલસી ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે છે.કહેવામાં આવે છેકે આઝમ ખાને તેમને એમએલસી બનાવ્યા હતા જ્યારે અખિલેશ સરકારમાં મંત્રી રહેલા મેરઠના શાહિદ મંજૂર સરોજનીના એમએલસી બનાવવાના વિરોધમાં હતા.પરંતુ આઝમની જીદ પર જ તેમને એમએલસી બનાવવામાં આવ્યા હતા.

૪. અક્ષય કુમાર બન્યો UPના સ્વચ્છતા અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર, રસ્તા પર લગાવ્યું ઝાડૂ

યોગી સરકારે અભિનેતા અક્ષય કુમારને શૌચાલયનો ઉપયોગ કરવાની યોજનાનો બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. આ ઘોષણા સીએમ યોગીએ લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

૫. ગુજરાતમાં સિહોંની સંખ્યામાં વધારો, 80 વર્ષ બાદ સંખ્યા 650 પર પહોંચી

દુનિયામાં એશિયાટિક સિંહોની વસ્તી ધરાવતા ગીર અભ્યારણ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વૃદ્ધી થઈ છે. અમરેલી નજીક લિલિયા-ક્રાકચની સીમમાં પોતાની માતા સાથે ધીંગામસ્તી કરતા સિંહબાળને જોઇને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાજેતરના અહેવાલો મુજબ આવા દ્રશ્યો ફક્ત ગીર અભ્યારણ્ય પૂરતા જ સિમિત નથી રહ્યા પરંતુ તેની આસપાસના અન્ય જંગલી વિસ્તારોમાં પણ સિંહો પોતાનો વસવાટ વધારી રહ્યા છે.

૬. 8મી ઓગસ્ટે યોજાશે રાજ્યસભાની ચૂંટણી, ઓપન બેલેટથી થશે મતદાન

8મીઓગષ્ટેયોજાનારરાજ્યસભાનીચૂંટણીમાટેનાબેલેટપેપરપરકોંગ્રેસનાઉમેદવારઅહેમદપટેલનોપ્રથમક્રમહશેજ્યારેબીજોક્રમભાજપનાબલવંતસિંહરાજપૂત, ત્રીજાક્રમેઅમિતશાહઅનેચોથાક્રમેસ્મૃતિઇરાનીનુંનામહશે. પાંચમાક્રમેનોટાહશે. ચૂંટણીપંચદ્વારાઅપાનારખાસપેનથીજમતદારએટલેકેધારાસભ્યએઉમેદવારનેપસંદગીનોક્રમ 1,2,3 એરીતેઆપવાનોરહેશે.

૭. CM પહોંચ્યા અંબાજી, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત પાંચ દિવસ સુધી પૂરગ્રસ્ત વિસ્તારમાં રહ્યા બાદ અંબાજી ખાતે પહોંચ્યા હતા. 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવતું આ સ્થળની મુલાકાત લઇ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. રાજ્યના CM સાથે તેમના પત્ની અંજલિબહેન પણ આ પૂજા અર્ચનામાં જોડાયા હતા. વિજયભાઈ રૂપાણીએ પોતાનો 62મોં જન્મદિવસ પણ પૂરગ્રસ્ત વિસ્તાર વચ્ચે રહી મનાવ્યો હતો.


આંતરરાષ્ટ્રીય:-  

૧. પીએમ મોદીના આમંત્રણને લઇ ભારત આવશે ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇંવાકા

પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇંવાકા ટ્રંપએ મોદીએ આપેલું ભારત આવવાનું આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ઇવાંકા ભારતમાં યોજાનાર વૈશ્વિક ઉદમિતા શિખર સંમેલનમાં અમેરિકાનું પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
વૈશ્વિક શિખર સંમેલનનું આઠમું સંસ્મરણ ભારતમાં આયોજન થવાનું છે મોદી સાથે બેઠક બાદ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યુ અમારી આર્થિક ભાગીદારીને આગળ વધારવા એ બતાવતા ઉત્સુક છુ કે પીએમ મોદીએ મારી દિકરી ઈંવાંકાને જીઇએસમાં યુએસ પ્રતિનિધિમંડળના નેતૃત્તવનું આમંત્રણ આપ્યું છે. અને મનને વિશ્વસ છે કે ઇવાકા તેને સ્વીકાર કરશે.

રમત ગમત:-  

૧. ભારતીય સ્ટાર સ્પિનર Ravichandran Ashwin એ બનાવ્યો આ અનોખો રેકોર્ડ

ભારતના સ્ટાર ઓફ સ્પિનર Ravichandran Ashwin એ કોલંબો ટેસ્ટના બીજા દિવસે શ્રીલંકા સામે અડધી સદી બનાવી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રવિચંદ્રન અશ્વિને આ અડધી સદીના આધારે પોતાની ૫૧ મી ટેસ્ટની ૭૧ મી ઇનિંગમાં પોતાના ૨૦૦૦ ટેસ્ટ રન પુરા કર્યા અને તેમને ટેસ્ટ મેચમાં ૨૦૦ વિકેટ અને ૨૦૦૦ રનનો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રવિચંદ્રન અશ્વિને તેની સાથે જ સૌથી ઓછી મેચમાં વિકેટ અને ૨૦૦૦ રન પુરા કરનાર દુનિયાના ત્રીજા અને ભારતના બીજા ક્રિકેટર બની ગયા છે. રવિચંદ્રન અશ્વિને આ ટેસ્ટ પહેલા અત્યાર સુધી ૨૭૯ વિકેટ લઇ ચુક્યા છે.



        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: કાલે થશે નાયડૂ-ગોપાલ કૃષ્ણ ગાંધીના ભાગ્યનો નિર્ણય

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે થવા જઇ રહી છે ચૂંટણીમાં સત્તારૂઢ એનડીએના ઉમેદવાર એમ વેંકૈયા નાયડૂનું પલ્લું ભારે થવાની વચ્ચે સંસદ સભ્ય મતદાન માટે તૈયાર છે. આ ચૂંટણીની કાલે સાંજ સુધી પરિણામ આવી જશે. લોકસભામાં બહુમત વાળા એનડીએ તરફથી ઉમેદવાર બનાવવામાં આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ. વેંકૈયા નાયડૂનો દેશના આગળના ઉપરાષ્ટ્રપતિ પસંદગીનો રસ્તો લગભગ સ્પષ્ટ છે.
વિપક્ષે ગોપાલ કૃષ્ણ ગાંધીને પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રામનાથ કોવિંદની ઉમેદવારીનું સમર્થન કરનારા બીજેડીના અને જેડીયૂએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગાંધીનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે. જો કે જેડીયૂએ બિહારમાં મહાગઠબંધન તોડી નાંખ્યું છે અને બાજપની સાથે મળીને સરકાર બનાવી છે, પરંતુ પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ પહી ચૂકેલા ગાંધીના પક્ષમાં મતદાન કરવાનો પોતાનો નિર્ણયમાં ફેરફાર કર્યો નથી.

૨. હાઈપર લૂપ ટ્રેનનો સફળ ટેસ્ટઃ ૧પ મિનિટમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે

નવી દિલ્હી: આગામી થોડા જ સમયમાં લોકોને હાઈપર ટ્રેનમાં મુસાફરી કરવામાં વધુ સારી સુવિધા સાથે અને ઓછા સમયમાં નિયત સ્થળે પહોંચી શકાય તેવી સુવિધા મળતી થઈ જશે. જેમાં હાઈપર લૂપ ટેકનોલોજીની મદદથી લાંબા અંતરની મુસાફરી પણ ઓછા સમયમાં કરી શકાય તેવી સુવિધા મળી શકશે. આવી સુવિધા મળતી થઈ જતા ૧પ મિનિટમાં જ દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે.

૩. હવે ડોમેસ્ટિક ક્રિકેટર્સના વેતનમાં વધારો થશે

નવી દિલ્હી: ક્રિકેટ બોર્ડના કાર્યવાહક પ્રમુખ સી. કે. ખન્નાએ જણાવ્યું કે ડોમેસ્ટિક ક્રિકેટના તમામ વયજૂથના ખેલાડીઓ (સિનિયર્સ, અન્ડર-૧૯, અન્ડર-૧૬)ને આપવામાં આવતી મૅચ ફીમાં નોંધપાત્ર વધારો (ઓછામાં ઓછા ૫૦ ટકા) કરવાની યોજના વિચારવામાં આવી રહી છે. આ નિર્ણય સૌરવ ગાંગુલીના અધ્યક્ષપદ હેઠળ આયોજિત ટેકનિકલ કમિટીની બેઠક બાદ લેવામાં આવ્યો છે. છેલ્લે ૨૦૦૭ની સાલમાં ખેલાડીઓની મૅચ ફીમાં ૧૩ ટકા વધારો કરવામાં આવ્યો હતો, જેમાં હવે ૫૦ ટકા કે એનાથી વધુનો વધારો કરવામાં આવશે. સૌરવ ગાંગુલીએ કોલકાતામાં યોજાયેલી ટેકનિકલ સમિતિની બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં રણજી ટ્રોફી ખેલાડીને ચાર દિવસની મૅચના દિવસદીઠ ૧૦,૦૦૦ રૂપિયા અને આખી મૅચના ૪૦,૦૦૦ રૂપિયા મળે છે.  જોકે સ્ટેટ ટીમના રેગ્યુલર ખેલાડીને એક સિઝનમાં ૧૨ લાખ રૂપિયા મળે છે. ડોમેસ્ટિક મૅચમાં ફરજ બજાવતા ઇન્ટરનેશનલ અમ્પાયર્સ તેમજ સ્કોરર્સ અને વીડિયો એનાલિસ્ટની દૈનિક ફી પણ વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

૪. પેટ્રોલ પંપના કર્મીઓ આનંદોઃ પગારમાં પ૦ ટકાનો વધારો થશે

નવી દિલ્હી: દેશભરમાં સરકારી ઓઇલ કંપનીઓમાં કામ કરતા પ૬,૦૦૦ પેટ્રોલ પંપના નવ લાખ જેટલા કર્મચારીઓ માટે ખુશખબર છે. આ કર્મચારીઓને હવે પ૦ ટકા જેટલો પગાર વધારો મળશે. સાથે જ કેન્દ્ર સરકાર પેટ્રોલ પંપના આ કર્મચારીઓને બે ખાસ વીમા યોજનાનો લાભ આપશે.


અન્ય:-

૧. બનાસકાંઠા : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માલોતરા પહોંચ્યા

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ રાહુલ ગાંધી ધાનેરાના માલોતરા ગામે પહોંચ્યા હતા. અહીં તેઓ પૂરઅસરગ્રસ્ત પરિવારોને મળ્યા. અહીં તેમના કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસ પ્રભારી અશોક ગહેલોત જોવા મળ્યા હતા.

૨. ભાજપે રચ્યો ઈતિહાસ: પ્રથમવાર રાજ્યસભામાં કોંગ્રેસને પાછળ છોડી બની નંબર-1 પાર્ટી

નવી દિલ્હી- ભારતીય જનતા પાર્ટીએ એક જીત મેળવી વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. ભાજપે રાજ્યસભામાં કોંગ્રેસને સીટોના મામલે પછડાટ આપી છે અને હવે રાજ્યસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ બની ગયો છે, જ્યારે કોંગ્રેસ બીજા નંબરે ધકેલાઈ ગઈ છે. સંસદના ઉપલા ગૃહમાં હવે ભાજપના 58 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 57 સાંસદ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે. જો કે સૌથી મોટી પાર્ટી બનવા છતાં ભાજપ હજી બહુમતીથી ઘણું દુર છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point