Thursday, 3 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 04-08-2017

અહીંથી તમે તારીખ ૦૩-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. UP માં મુસ્લિમ કરાવી શકશે ૪ લગ્નનું રજીસ્ટ્રેશન, સરકારે આપી ઓનલાઈન સુવિધા

લખનૌ : UP સરકારે લગ્નનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દીધું છે. સરકારે મુસ્લિમ સમુદાયના લોકોને ચાર લગ્નમાં રજીસ્ટ્રેશનની સુવિધા આપી છે. આ સાથે જ એ પણ નક્કી કર્યું છે કે, દરેક લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે ભલે તે ઘણા વર્ષો પહેલાના હોય. અન્ય ધર્મ સમુદાયના લોકો લગ્નનું એક જ રજીસ્ટ્રેશન કરાવી શકેશે. રજીસ્ટ્રેશનની સુવિધા ઓનલાઈન આપવામાં આવી રહી છે.

૨. લાયન ઓફ રાજકોટચેતેશ્વર પૂજારાને અર્જુન એવોર્ડની જાહેરાત

રાજકોટનું ગૌરવ અને લાયન ઓફ રાજકોટના નામથી નવાજવામાં આવતાં ટીમ ઈન્ડિયાના ખેલાડી ચેતેશ્વર પૂજારાને આજે અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ચેતેશ્વર પૂજારા ઉપરાંત ભારતીય હોકી ટીમના ખેલાડી સરદારસિંહ અને પેરાલ્મિક ખેલાડી દેવેન્દ્ર ઝાંઝરીયાને ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. ચેતેશ્વરને અર્જુન એવોર્ડની જાહેરાત કરાતાં પૂજારા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી હતી.

૩. 9 ઓગસ્ટના અખિલેશ યાદવ દેશ બચાવો-દેશ બનાવોરેલીની શરૂઆત કરશે

લખનઉ: સમાજવાદી પાર્ટી ઓગસ્ટ ક્રાંતિ દિવસ પર આગામી 9 ઓગષ્ટે દેશ બચાવો-દેશ બનાઓકાર્યક્રમનું ઓયોજન કરશે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આ દિવસે ફૈઝાબાદમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.

૪. પૂરગ્રસ્ત બનાસકાંઠા-પાટણ માટે 1500 કરોડનું રાહત પેકેજ જાહેરાત, ધાનેરા માટે અલગ પેકેજ

પૂરગ્રસ્ત બનાસકાંઠામાં પૂરપીડિતો સાથે પાંચ દિવસ રહ્યાં બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા અને પાટણ માટં 1500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે ધાનેરા માટે અલગ પેકજની જાહેરાત કરી છે.

૫. અમદાવાદની વિદ્યાર્થીનીનું બહાદુરીનું ભર્યું કામ, કાશ્મીરમાં જઈ લહેરાવશે તિરંગો

અમદાવાદના બોપલ વિસ્તારમાં રેહતી સામાન્ય વિદ્યાર્થીનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટ કાશ્મીરમાં શ્રીનગરના લાલચોકમાં આપણા દેશનો તિરંગો લહેરાવાનો પ્રયાસ કરેલો પરંતુ કમનશીબે તેને તિરંગા સાથે નજર કેદ કરવામાં આવી હતી. કાશ્મીરમાં અલ્ગાવવાદીઓના કારણે તંજીમે તિરંગો માત્ર એરપોર્ટ પર લહેરાવેલો પરંતુ ફરી એકવાર લાલ ચોક ખાતે લહેરાવાનો પ્રયાસ કરી તિરંગો લહેરાવનું સપનું સાકાર કરવા ઈચ્છે છે.

૬. હરમનપ્રીત પંજાબ પોલીસમાં DSP બની

ચંડીગઢઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌરે ગઈ કાલે પંજાબના મુખ્યપ્રધાન અમરીન્દરસિંહની મુલાકાત લઈને ડીએસપીનું પદ સ્વીકારી લીધું છે. આ મુલાકાત દરમિયાન હરમનના પિતા હરમંદરસિંહ પણ સાથે હતા. કેપ્ટન અમરીન્દરે હરમનપ્રીતને ડીએસપી તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપતાં પોલીસ મહાનિદેશક (ડીજીપી) સુરેશ અરોરાને જરૂરી ઔપચારિકતાઓ પૂરી કરવાની સલાહ આપી છે. હરમનપ્રીત કૌર હાલ રેલવેમાં નોકરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યપ્રધાન અમરીન્દરે હરમનપ્રીતને પાંચ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

૭. PM મોદીએ પ્રણવ મુખરજીને લખ્યો લાગણીશીલ પત્ર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુરૂવારે એક પત્રને ટ્વિટ કર્યો છે. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખરજીને અંતિમ દિવસે લખ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે તેઓ જ્યારે દિલ્હી આવ્યા ત્યારે નવા હતા, ત્યારે તમે રાષ્ટ્રપતિ તરીકે મને ગાઇડ કર્યો હતો. પ્રણવ મુખરજીએ કરેલા આ ટ્વિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે તમારી સાથે કામ કરવાની હંમેશા મજા આવી છે.

૮. અજય કરાવશે સાઈ ઈન્ટરનેશનલ મેરેથોનનો શુભારંભ

સાઈબાબાની સમાધીના 100 વર્ષની સમાપ્તિના પ્રસંગ નિમિત્તે સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડી, શિર્ડી નગરપાલિકા, એમટીડીસી અને ચેમ્પ એન્ડ્યૂરન્સ દ્વારા સૌપ્રથમ સાઈ ઈન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે આ વર્ષની 15 ઓક્ટોબરે શિર્ડીમાં યોજાશે. આ પ્રસંગમાં આયોજકોની સાથે બોલીવૂડ અભિનેતા અજય દેવગન પણ સામેલ થયો છે. દેવગન પોતે સાઈબાબાનો ભક્ત છે. તે 15 ઓક્ટોબરે આ મેરેથોનનો શુભારંભ કરાવશે. આ મેરેથોનના આયોજનનો ઉદ્દેશ્ય સાઈબાબાનાં સંદેશ શ્રદ્ધા અને સબૂરીનો વિશ્વસ્તરે ફેલાવો કરવા માટેનો છે. આ મેરેથોનમાં દેશભરમાંથી રમતવીરો, સરકારી અમલદારો, પ્રધાનો, ફિલ્મ કલાકારો સહિત 50-60 હજાર જણ ભાગ લે એવી ધારણા છે.

૯. ધોરણ 8 સુધી પાસ કરવાની નીતિ હવે બંધ કરવામાં આવશે: કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્લી: ધોરણ 5થી 8 સુધી વિદ્યાર્થીઓને પાસિંગ માર્ક્સ ન આવે તો પણ ફરજિયાત ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને સરકાર હવે બંધ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે આ વ્યવસ્થાને હવે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે થયેલી કેબિનેટ મીટિંગમાં સ્કૂલોમાં નાપાસ કરવાની નીતિને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.

૧૦. વાલિયાના વટારીયા ગણેશ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીયકક્ષાએ એવોર્ડ

ભરૃચ અને સુરત જિલ્લામાં ખેડુતો માટે એક આર્િશવાદરૃપ ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળીને રાષ્ટ્ીયકક્ષાએ બેસ્ટ ઓવરઓલ પર્ફોમન્સ ઓફ કો-ઓપરેટીવ સુગર મીલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ભરૃચ અને સુરત જિલ્લાની ખેડુતો જીવાદોરી સમાન ગણેશ સુગર ફેકટરી આવેલી છે. ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલા દ્વારા ગણેશ સુગર ફેકટરી વિઝનથી નવા નવા આયામો તરફ ધ્યાન આપવામાં આવી રહયા છે. જમીન પૃ્થ્થકરણ, બિયારણ, શુધ્ધીકરણ તેમજ સભાસદોને નવી ટેકનોલોજીનો ઉપયોગ જેવા કામો થઇ રહયા છે. ખાસ કરીને ખાંડ બજારો આધુનિક ટેન્ડર પધ્ધતિથી રાજયમાં તેમજ રાજય બહાર ખાંડનુ વેચાણ કરીને સારો લાભ મેળવ્યો છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. સિંધુ જળ કરાર મુજબ ભારતને કાશ્મીરમાં હાઇડ્રો પાવર પ્લાન્ટનો અધિકાર : વિશ્વ બેંક

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં થયેલા સિંધુ જળ કરારોને લઇને ફરી વિવાદ જાગ્યો છે. ભારત હાલ જેલુમ અને ચીનાબ નદી પર બંધ બાંધવા માગે છે. જોકે પાકિસ્તાન તેનો વિરોધ કરી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે વિશ્વ બેંકે સ્પષ્ટ જણાવી દીધુ છે કે ભારતને આ બંધ બાંધવાનો અધિકાર છે. ભારત અહીં બંધ બાંધીને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શરૃ કરવા માગે છે. વિશ્વ બેંકે આ સ્પષ્ટતા ત્યારે આવી રહી છે જ્યારે પાકિસ્તાન આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે.

૨. પાકિસ્તાનની સરકારી વેબસાઈટ હેક

પાકિસ્તાન ન ઇચ્છવા છતાં ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસની શુભકામના તે પણ આપણા રાષ્ટ્રગીત ગાઇને આપી છે. પાકિસ્તાને ભારત પહેલા ભારતની આઝાદીની ઉજવણી કરી છે.
પાકિસ્તાનની સરકારી વેબસાઇટે 15 ઓગસ્ટની શુભકામના આપી છે. મૂળ બાબત એ છે કે આ પૂર્ણ પ્રકરણ હેકિંગનું છે. કોઇ હેકરે પાકિસ્તાનની સરકારી વેબસાઇટ હેક કરીને 15 ઓગસ્ટની શુભકામના પાઠવી છે.

૩. ટ્રમ્પની નવી ઇમિગ્રેશન નીતિઃ ફલુઅન્ટ અંગ્રેજી બોલનારને તાત્કાલિક ગ્રીનકાર્ડ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી છે. આ નવી ઇમિગ્રેશન સિસ્ટમ દ્વારા કેટલાય લોકોને મેરિટના આધારે અમેરિકાનું રેસિડેન્ટ કાર્ડ (ગ્રીનકાર્ડ) મળી જશે.

રમત ગમત:-  

૧. બીજી ટેસ્ટમાં ચમક્યો રાહુલ, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ

ભારીય ટીમના ઓપનર કેએલ રાહુલે શ્રીલંકા સામે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં અર્ધ સદી ફટકારી ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટસમેન સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. રાહુલે ટેસ્ટ મેચની ઇનિંગ્સોમાં સૌથી વધુ અર્ધ સદી ફટકારવાના મામલામાં ગાવસ્કરને પાછળ મૂક્યા છે. ગાવસ્કરે 5 સતત અર્ધ સદી ફટકારી હતી. જ્યારે રાહુલે 6 અર્ધ સદી ફટકારી છે. આ સાથે તે રાહુલ દ્રવિડના રેકોર્ડની પણ બરાબરી પર પહોંચી ગયો છે. દ્રવિડે સતત ઇનિંગ્સોમાં 6 અર્ધ સદી ફટકારી હતી.

૨. ૪૦૦૦ ક્લબમાં સામેલ થયા Cheteshwar Pujara

શ્રીલંકા સામે રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં Cheteshwar Pujara પોતાની ટેસ્ટ કારકિર્દીની ૫૦ મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. આ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાએ બેટિંગ કરતા ૪૦૦૦ ની ક્લબમાં એન્ટ્રી કરી લીધી હતી. આજે ચેતેશ્વર પુજારા જયારે બેટિંગ પર આવ્યા હતા, ત્યારે તે ૪૦૦૦ રનથી ૩૪ રન દુર હતા, જે તેમને ૯૮ બોલ રમી આ રન પુરા કરી લીધા હતા. ચેતેશ્વર પુજારાએ ૮૪ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે, જે રાહુલ દ્રવિડના બરાબર છે. ધ વોલ રાહુલ દ્રવિડે પણ એટલી જ ઇનિંગ રમી ટેસ્ટ ક્રિકેટમાં પોતના ૪૦૦૦ રન પુરા કરી લીધા હતા.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. SBIએ ઓનલાઈન ટ્રાન્જેક્શનની લિમિટ વધારી,QTS દ્વારા 25,000 ટ્રાન્સફર થશે

મુંબઈ દેશની સૌથી મોટી બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકો માટે નવી સુવિધા શરુ કરી છે.બેંકે નેટ બેન્કિંગનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સર્વિસ લિમિટમાં 2.5 ટકાનો વધારો કર્યો છે.ક્વિક ટ્રાન્સફર સર્વિસથી બેનેફિશરીને એડ કર્યા વિના એક દિવસમાં 25,000 રુપિયા સુધી ટ્રાન્સફર કરી શકાશે.પહેલાં આ લિમિટ 10,000 રુપિયા પ્રતિ દિવસ હતા.ઉલ્લેખનીય છેકે નેટ બેકિંગ દ્વારા સામાન્ય રીતે NEFT,RTGS,IMPS જેવા વિકલ્પ દ્વારા પૈસા મોકલવામાં આવે છે પરંતુ આ બધા વિકલ્પો માટે બેનેફિશરી એડ કરવું પડે છે જેમાં 2-3 કલાકથી લઈને એક દિવસ સુધીનો સમય લાગી જતો હતો.
અન્ય:-

૧. Googleએ ભારતના 1 લાખ ગામ સુધી પહોંચાડ્યુ ઇન્ટરનેટ

ભારતની ગ્રામીણ મહિલાઓને ઇન્ટરનેટથી જોડવા માટેનો ગૂગલનો ઇન્ટરનેટ સાથી પ્રોગ્રામ હવે દેશભરના 1 લાખ ગામો સુધી પહોંચી ચૂક્યો છે. ગૂગલનો આ પ્રોગ્રામ મહિલાઓને ઑનલાઇન લાવવા માટેની પહેલનો ભાગ છે જેને 2015માં સુંદર પિચાઇએ શરૂ કર્યો હતો. આ પહેલમાં ટાટા ટ્રસ્ટ્સનો પણ સપોર્ટ મળ્યો હતો. તે સમયે ગૂગલે એલાન કર્યુ હતુ કે આગામી વર્ષોમાં તેણે 3 લાખ સુધી પહોંચાડવામાં આવશે.

૨. Twitter પર સૌથી વધુ ફોલો થનાર ભારતીય બન્યા પીએમ મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય થઇ રહ્યા છે. દેશમાં પહેલી વાર આવી થયું છે કે, સોશિયલ મીડિયા પર બોલીવુડ અભિનેતા અને અન્ય કોઈ સેલીબ્રીટીના બદલે કોઈ નેતા લોકપ્રિય થયા હોય અને માત્ર લોકપ્રિય નથી પરંતુ Twitter પર વડાપ્રધાન મોદી સૌથી વધુ ફોલો થનાર ભારતીય બની ગયા છે.

૩. આ ગુજરાતી ખેલાડી સમેત 17 ખેલાડીઓને મળ્યા અર્જૂન એવોર્ડ

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જૂન એવોર્ડ્ 2017ની જાહેરાત થઇ ગઇ છે. ક્રિકેટરમાં ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારા અને હરમનપ્રીત કૌરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરાઓલ્મપિક મરિયાપ્પન થંગાવેલુ, વરુણ ભાટી અને ગોલ્ફર એસએસપી ચૌરસિયા સમેત 17 ખેલાડીઓને આ વર્ષે અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં પૂર્વ હોકી કપ્તાન સરદાર સિંહ અને પૈરાઓલમ્પિંક જેવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝારિયાને પણ સંયુક્ત રૂપથી રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.


અર્જૂન એવોર્ડની યાદી
ચેતેશ્વર પુજારા- ક્રિકેટ
હરમનપ્રીત કૌર-ક્રિકેટ
વીજે સુરેખા - તીરદાંજી
ખુશબીર કૌર - એથલેટિક્સ
અરોકિન રાજીવ- એથલેટિક્સ
પ્રંશથી સિંહ - બાસ્કેટબોલ
એલ દેવેન્દ્ર સિંહ - બોક્સિંગ
ઓઇનમ બેબેમ્ દેવી- ફૂટબોલ
એસએસપી ચૌરસિયા - ગોલ્ફ
એસવી સુનિલ - હોકી
જસવીર સિંહ -કબડ્ડી
પી.એન પ્રકાશ -શૂટિંગ
અમાલરાજ -ટેબલ ટેનિસ
સાકેત માયનેની - ટેનિસ
સત્યાવાર્ટ કાદિયન - રેસલિંગ
મારીયાપન થાંગવાલૂ - પેરા એથલીટ
વરુણ ભાટી- પેરા એથલીટ



-પ્રશાંત ભટ્ટ
Educational Point