Wednesday, 2 August 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 03-08-2017

અહીંથી તમે તારીખ ૦૨-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાતના ગોલ્ફર સિધ્ધાર્થ નાયકનું નિધન , બે વર્ષથી કેન્સરથી પિડાતા હતા

ગુજરાતના જાણીતા ગોલ્ફ ખેલાડી સિધ્ધાર્થ નાયકનું કેન્સરની બીમારી બાદ 42 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી રમત જગત વર્તુળમાં શોકની લાગણી ફરી વળી છે.
બે વર્ષ પહેલા થયું હતું કેન્સરનું નિદાન
બે વર્ષ અગાઉ કેન્સરની બીમારીનું નિદાન થયું તે પછી પણ તેમણે હિંમત હાર્યા વગર જ ગોલ્ફની રમત ચાલુ રાખી હતી. . તેઓ ગુજરાતના બાસ્કેટ બોલ ટીમના ખેલાડી પણ રહી ચૂક્યા હતા. 2006થી તેઓ ગોલ્ફમાં સક્રિય હતાં.

૨. જન્મદિવસ પૂર પીડિતોને સમર્પિત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ અભિગમ દાખવી પોતાનો જન્મદિવસ પૂર આપત્તિગ્રસ્તોને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે.
બનાસકાંઠાના નાગરિકો ઉપર આવી પડેલી વરસાદી આફતની આ વેળાએ પ્રજાના પ્રતિનિધિ તરીકે રૂપાણી સ્વયં પ્રજાની પડખે ઉભા રહ્યા છે. મુખ્યમંત્રી આવતીકાલે ૨ ઓગષ્ટે તેમનો જન્મદિવસ પણ સરહદી વિસ્તારના અતિવરસાદ અસરગ્રસ્ત ગામોમાં પ્રભાવિત ગ્રામજનો વચ્ચે વિતાવશે. તેઓ વરસાદથી અસરગ્રસ્ત અને પાકિસ્તાન સરહદે અડીને આવેલા સૂઈ ગામ તાલુકાના કાણોઠી ગામના અસરગ્રસ્તોને મળીને રાહતકાર્યોનું માર્ગદર્શન કરશે.

૩. ગુજરાત સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય: વિદ્યાસહાયકોના પગારમાં 73%નો વધારો

ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એક પછી એક લાભો જાહેર કરી રહી છે. જેમાં રાજ્ય સરકારે વિદ્યાસહાયકોના પગારમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો ચૂંટણીલક્ષી નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21,300થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફીક્સ પગારના ધોરણે રૂ.11,500નો પગાર ચૂકવવામાં આવે છે. તેમાં લગભગ બમણાં જેટલો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હવે વિદ્યાસહાયકોને રૂ.19,950નો પગાર ચૂકવાશે. જેના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂ.250 કરોડનો બોજો પડશે. પગાર વધારાના આ નિર્ણયનો અમલ તા.1 ફેબ્રુઆરી 2017ની પાછલી અસરથી અમલી કરવામાં આવશે તેમ નાયબ મુખ્યમત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

૪. વિદેશી ફંડિગ મેળવતી 6000 NGO પર એક્શન લેશે મોદી સરકાર

નવી દિલ્લી: ભારત સરકારમાં ગૃહ મંત્રાલય તરફથી 6000 એનજીઓને શો-કૉજ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ 6000 એનજીઓએ ટેક્સ વિભાગની તમામ પ્રયત્નો છતાં નાણા વર્ષ 2010-11થી લઈને 2014-15 સુધી પોતાનું વાર્ષિક રિટર્ન ફાઈલ કર્યું નથી. ખાસ વાત તો એ છે કે મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી 6000 એનજીઓની યાદીમાં દર્જનો નામ પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત સંવિધાન નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંમ્બેડકરના નામનો ઉપયોગ કરવાના હતા.

૫. રાહુલ ગાંધી પૂરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૪ના રોજ ગુજરાત આવશે અને પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાત લઈ સાંજે પરત ફરનાર છે. જો કે પ્રદેશ નેતાગીરીને હજુ કોઈ વિધિવત સૂચના નથી.

૬. આજે બિહારમાં સાંસદો સાથે નાસ્તો કરશે પીએમ મોદી, સરકાર બન્યા બાદ પહેલી મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહાર અને ઝારખંડના ભાજપ સાંસદો સાથે નાસ્તો કરશે. આ દરમિયાન લોકસભા અને રાજ્યસભા બન્ને સદનોના સાંસદો હાજર રહેશે. બિહારમાં જેડીયૂ અને ભાજપના ગઠબંધનથી બનેલી સરકાર બાદ આ પહેલીવાર છે કે વડાપ્રધાન બિહારના સાંસદોને મળશે. આ પહેલા મોદી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના સાંસદો સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

૭. ગાંધીનગરનો આજે પ૩મો જન્મદિવસ

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની બીજી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના થઈ હતી. ત્યારે ૫૨ વર્ષમાં ઘણીબધી તડકા-છાયડી જોયા બાદ મંગળવારે ગાંધીનગરનો ૫૩મો જન્મદિન છે. એક સમયનું સુમસાન ભાસતું આંધીનગર અત્યારે કર્મચારીનગરની છાપ ભુંસીને સંસ્કૃતિનગર બની ગયું છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં સોલારસીટી, ગ્રીનસીટી, મોડલ સીટી, ક્લીનસીટી, સ્માર્ટ સીટીના તાજ લાગવાના છે તો મહાત્મામંદિર અને ગીફ્ટ સીટીની નવી ઓળખ પણ ગાંધીનગરને છેલ્લા વર્ષમાં મળી છે.
ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં ૧૨ ગામોની ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકટર ખેતીની જમીન તેમજ ૫૦૦૦ એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. ૧લી મે, ૧૯૭૦થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-૨૯ અને સે-૨૮માં વસવાટ શરૃ થયો હતો. શરૃઆતમાં માળખાકીય સુવિધાઓના અભાવ વચ્ચે આજદિન સુધી અનિયમિત રહેલા વિકાસ અને પ્રગતિમાં અનેકવિધ તડકી - છાંયડી જોનાર ગાંધીનગરનો આવતીકાલે એટલે કે, ર-૮-૨૦૧૭ના રોજ ૫૨ વર્ષ પુર્ણ કરી ૫૩મો સ્થાપના દિન છે.

૮. પરોપકારી આમીરખાન આસામના પૂરગ્રસ્તોની વ્હારે : ૨૫ લાખનું દાન આપ્યું

બોલિવુડ સુપર સ્ટાર આમીરખાને આસામ સરકારને પૂર રાહત કામગીરી માટે રૂા.૨૫ લાખનું દાન આપ્યું છે. આસામમાં આવેલા ઘોડાપૂરમાં અત્યાર સુધીમાં ૮૦ લોકોનાં મેાત થયા છે અને અનેક લોકો ઘરવિહોણા બની ગયા છે. આસામના મુખ્યપ્રધાન સરબાનંદ સોનોવાલે એક જવાબદાર નાગરિક તરીકે તેમની આ ઉમદા ચેષ્ટા બદલ ટ્‌વીટર પર આમીરખાનનો આભાર માન્યો છે. દેશના વિવિધ સામાજિક મુદ્દા પર ચિંતા વ્યક્ત કરનાર આમીરખાને તાજેતરમાં ટ્‌વીટર પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને આસામ અને ગુજરાતમાં પૂરગ્રસ્તોની સહાયએ આવવા અપીલ કરી હતી.

૯. ક્રિકેટર શિખા પાંડેનું સમ્માન

હાલમાં રમાઈ ગયેલી મહિલાઓની ક્રિકેટ વર્લ્ડ કપમાં ઉત્તમ દેખાવ કરવા બદલ ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર શિખા પાંડેનું ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બિરેન્દર સિંહ ધનોઆએ 1 ઓગસ્ટ, મંગળવારે નવી દિલ્હીમાં ભારતીય હવાઈ દળના મુખ્યાલય ખાતે સમ્માન કર્યું હતું અને ભવિષ્યની મેચોમાં સારો દેખાવ કરવાની શુભેચ્છા આપી હતી. ફાસ્ટ બોલર શિખા ભારતીય હવાઈ દળમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટનાં હોદ્દા પર છે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. સેનાધ્યક્ષ બિપિન રાવત કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની મુલાકાતે

ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત ઉચ્ચસ્તરીય સૈન્ય પ્રતિનિધિમંડલ સાથે કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની મુલાકાતે છે.
તેઓ પહેલી ઓગસ્ટથી છઠ્ઠી ઓગસ્ટ સુધી કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન ખાતેના મહત્વપૂર્ણ સૈન્ય સંસ્થાનોની મુલાકાત લેવાના છે. તેની સાથે જ જનરલ રાવત મધ્ય એશિયાના બંને દેશોના ટોચના નેતાઓ સાથે મુલાકાતો પણ કરવાના છે.
પહેલી ઓગસ્ટથી ત્રીજી ઓગસ્ટ સુધી ભારતીય સેનાધ્યક્ષ કજાકિસ્તાનની મુલાકાતે છે. જનરલ રાવત ઉચ્ચસ્તરીય સૈન્ય પ્રતિનિધિમંડળ સાથે ચોથી અને પાંચમી ઓગસ્ટે તુર્કમેનિસ્તાનની મુલાકાતે છે. જનરલ રાવત તુર્કમેનિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય સેનાધ્યક્ષ છે.
જનરલ બિપિન રાવતનો કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનનો પ્રવાસ ભારતના વિસ્તારીત પડોશી દેશો સાથે સહયોગને વધુ સશક્ત અને બન્ને દેશો વચ્ચે વર્તમાનમાં ચાલુ રક્ષા સહયોગને વધુ મજબુત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે.


રમત ગમત:-  

૧. 6 વર્ષ બાદ માંટ્રિયલમાં રમશે રોજર ફેડરર

૨. 41 વર્ષિય કૉલિંગવૂડે T-20 માં ફટકારી સદી, બનાવ્યો અનોખો રેકોર્ડ

011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પૉલ કૉલિંગવૂડે સદી ફટકારી ક્રિકેટ રસિયાઓને ચોંકાવી દઇ જૂની યાદો તાજી કરાવી છે. કૉલિંગવૂડે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટ નેટવેસ્ટ ટ્વેન્ટી-20 બ્લાસ્ટમાં સદી ફટકારી હતી.
પૉલ કૉલિંગવૂડે આ સિદ્વિ માત્ર 60 બોલમાં 108 રન બનાવી હાંસલ કરી હતી. જેના કારણે તે સદી ફટકારનાર સૌથી ઉમંરલાયક ક્રિકેટર બન્યો છે. ઇનિંગ્સ દરમિયાન તેણએ 4 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે તેની ટીમ ડરહમ 20 ઓવરમાં 201 રન બનાવી શકી હતી. જો કે, આટલો સ્કોર કરવા છતાં પણ ડરબન જીત હાંસલ કરી શકી ન હતી.

૩. ભારતીય બેટસમેને 29 બોલમાં ફટકારી સદી રચ્યો ઇતિહાસ

ક્રિકેટની રમતમાં કોઇ પણ અવનવા રેકોર્ડ બની શકે છે, અને તૂટી શકે છે ત્યારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટ્યો છે. રેકોર્ડ બનાવનાર ખેલાડી પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનો ફેન છે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન ટૂર્નામેન્ટની ગ્રુપ-1 મેચમાં પાલ પ્રોલૂ રવિન્દ્ર નામના ક્રિકેટરે 29 બોલમાં સદી ફટકારી હતી. આંધ્રપ્રદેશનો રહેવાસી પાલ પ્રોલૂ રવિન્દ્રએ સિટી જીમખાના કલબ તરફથી રમતા આ ઇતિહાસ રચ્યો છે. ક્રિકેટના ઇતિહાસમાં ભારત તરફથી આ સૌથી ઝડપી સદી છે.

૪. પ્રણય સહિત ચાર ભારતીય ન્યૂઝીલેન્ડ ગ્રાં પ્રી ટૂર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં

વિશ્વના 17મા નંબરના ખેલાડી એસએસ પ્રણય સહિત ચાર ભારતીયોએ બુધવારે પોત પોતાના સિગલ્સ મુકાબલામાં જીત હાંસલ કરી ન્યૂઝીલેન્ડ ગ્રાં પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.




        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. FB પર PM મોદી બાદ 1 કરોડથી વધુ ફૉલોઅર્સ ધરાવતા બીજા નેતા બન્યા અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહના નામે વધુ એક નવી સિદ્ધિ દાખલ થઇ ગઇ છે. અમિત શાહના ફેસબુક પર 1 કરોડથી વધારે ફોલોઅર્સ થઇ ગયા છે. આ વિશે જાણકારી આપતા BJPએ એક ટ્વીટ કર્યુ અને કહ્યુ કે, PM મોદી બાદ અમિત શાહ ફેસબુક પર સૌથી વધારે ફૉલો થઇ રહેલા દેશના બીજા નેતા બની ગયા. PM મોદીને ફેસબુક પર 4 કરોડ 26 લાખ લોકો ફૉલો કરે છે.

અન્ય:-

૧. આ ક્રિકેટરની બાયોપિકમાં કામ કરશે રણવીર સિંહ

મહેન્દ્ર સિંહ ધોની, મોહમ્મદ અઝહરૂદીન અને સચિન તેંડુલકર બાદ હવે કપિલ દેવની જિંદગી પર ફિલ્મ બનવા જઇ રહી છે. ડિરેક્ટર કબીર ખાન ટૂંક સમયમાં 1983 વર્લ્ડ કપમાં જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવની જિદંગીની સિલ્વસ સ્ક્રીન પર બતાવશે. કપિલ દેવનું કેરેક્ટર કોણ પ્લે કરશે તે અંગે અટકળો ચાલી રહી છે, પરંતુ રણવીર સિંહનું નામ સૌથી આગળ છે. જોકે રણવીર સિંહ હજુ સુધી આ અંગે કોઇ પુષ્ટિ કરી નથી.



-પ્રશાંત ભટ્ટ
Educational Point