અહીંથી તમે તારીખ ૦૧-૦૮-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. રંગીલું
રાજકોટ 51000 'ફાઇકર્સ' વૃક્ષોથી બનશે ગ્રીન
રાજકોટ
રંગીલુ રાજકોટ હવે ગ્રીન રાજકોટ બનવા જઇ
રહ્યું છે. ગ્રીન બનવાની સાથે જ શહેરને નવી ઓળખ પણ મળશે. પુનાથી ખાસ લાવવામાં
આવેલા ફાઇકર્સના વૃક્ષો રાજકોટમાં વાવવામાં આવશે.
રંગીલા શહેર રાજકોટને હવે ગ્રીન સીટી રાજકોટ
બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટમાં 51000 વૃક્ષો પહોંચ્યા અને દર વર્ષે 1 ઓગસ્ટના રોજ મહાપાલિકા દ્વારા ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ
મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું છે.
૨. અરવિંદ પનગઢિયાનું નીતિ પંચના
ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ
દેશના સૌથી મોટા સરકારી થિન્ક ટેન્ક નીતિ
પંચના ઉપાધ્યક્ષ પદેથી અરવિંદ પનગઢિયાએ રાજીનામું આપ્યું છે. પનગઢિયાએ પોતાનો
નિર્ણય પીએમઓને જણાવી દીધો છે. જો કે પીએમ મોદી હાલમાં અસમમાં પુરગ્રસ્ત
વિસ્તારોની મુલાકાતે હોવાથી પનગઢિયાના રાજીનામા પર અંતિમ નિર્ણય લેવાયો નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે
પનગઢિયાએ કહ્યું કે તેઓ હવે શિક્ષણ ક્ષેત્રમાં પરત ફરવા માંગે છે જેથી નીતિ પંચના
ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપે છે. અલબત્ત અરવિંદ પનગઢિયાની ગણના દુનિયાના સૌથી
અનુભવી અર્થશાસ્ત્રીઓમાં થાય છે.
૩. ગુજરાતને 500
કરોડ
આપનારા મોદીએ નોર્થ-ઈસ્ટનાં રાજ્યોને પૂર રાહત સહાય પેટે 2000
કરોડ
આપ્યા
નવી દિલ્હીઃ ભારે વરસાદને કારણે પૂરનો
સામનો કરી રહેલા આસામના પ્રવાસ પર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી
સર્બાનંદ સોનોવાલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી પૂરથી થનારા નુકસાનની જાણકારી
મેળવી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ પૂરગ્રસ્ત ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મદદ માટે 2000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
૪. મૂકેશ
અંબાણી બન્યા એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મૂકેશ અંબાણી આ વર્ષે 12.1 બિલિયન ડોલર પોતાની મૂડીમાં જોડ્યા છે આ બાબત
ત્યારે શક્ય બની જ્યારે
કંપનીના
શેરનું સ્તર રેકોર્ડ બ્રેક સ્તરે જતું રહ્યું હતું. હવે રિલાયન્સની કુલ મૂડી 34.8 બિલિયન થઈ ગઈ છે. તે સાથે જ દેશના
દિગ્ગજ
ઉદ્યોગ પતિ
મૂકેશ અંબાણી
એશિયાના બીજા
સૌથી ધનિક વ્યક્તિ બની ગયાછે. અંબાણીએ મૂડીના મામલે ચીનના વેપારી લી કા શિંગને માત આપી છે. બ્લૂમબર્ગ બિલિનિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે મૂકેશ
અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યકતિઓમાં બીજા સ્થાને આવ્યા છે.
૫. CM નીતીશ કુમારનું MLC
સભ્યપદ
રદ્દ કરવા SCમાં
અરજી દાખલ
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક અરજી દાખલ
કરવામાં આવી છે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની વિધાનસભાની સદસ્યતા રદ્દ
કરવાની માંગ કરવામાં આવી છે.
આ અરજી વકીલ એમએલ શર્માએ દાખલ કરી છે. તેમણે
આરોપ લગાવ્યો છે કે નીતીશ કુમારની સામે ક્રિમિનલ કેસ પેંડિંગ છે. એવામાં તે કોઈ
સંવૈધાનિક પદ પર ન રહી શકે.
૬. પાલનપુરના કાણોદરની રૂહી પાયલાની DYSP
તરીકે
પસંદગી
તાજેતરમાં ગત શુક્રવારે જીપીએસસીના આવેલ પરિણામમાં બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર પાસેના કાણોદર ગામની રૂહી હસનભાઈ પાયલા ડીવાયએસપીમાં પસંદ થતા કાણોદર સહિત
મુસ્લિમ સમુદાયમાં ગૌરવની લાગણી વ્યાપી છે. પાલનપુરથી પાંચ કિ.મી.ના આંતરે આવેલ
કાણોદર ગામના હસનભાઈ પાયલાના શિક્ષિત પરિવારમાં જન્મેલી રૂહી નાનપણથી ભણવામાં
હોશિયાર હતી. જીવનમાં કંઈક બનવાની ખેવના સાથે તેણીએ વર્ષ- ર૦૧૪થી જીપીએસસી
પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. દિવસમાં ૧ર કલાકથી વધુ વાંચન કરતી હતી તથા
માતા-પિતાના સહયોગ સાથે અથાગ પરિશ્રમ કરી પોતાનું સપનું સાકાર કરી બતાવી સમાજની
અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.
૭. ગુજરાતમાં
ધારાસભ્યોનું હોર્સટ્રેડીંગ: રાજ્યસભામાં કોંગ્રેસની ધાંધલધમાલ
ગુજરાતમાં વિવાદાસ્પદ બની ગયેલી રાજયસભા ચૂંટણીનો પડઘો આજે સંસદમાં પણ પડયો
હતો અને રાજયની ભાજપ સરકાર કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે શામ-દામ-દંડ-ભેદની
નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપ કરીને કોંગ્રેસના ધારાસભ્યોએ ધમાલ મચાવતા ગૃહનું
કામકાજ થોડો સમય મુલત્વી રાખવાની ફરજ પડી હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧. શાહિદ અબ્બાસી પાકિસ્તાનનાં 28માં વડાપ્રધાન બન્યા
ઇસ્લામાબાદ : પીએમએલએ-એનનાં જાહેર કરાયેલા સભ્ય શાહિદ ખાન
અબ્બાસીની પસંદની પાકિસ્તાનનાં 28માં વડાપ્રધાન તરીકે થઇ છે. શાહિદખાન કુલ 221 મત્ત સાથે પાકિસ્તાનનાં 28માંવડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા.આ સાથે તેઓ
પાકિસ્તાનનાં પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો પદભાર સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે
મંગળવારે પાકિસ્તાનની એસેમ્બલીનાં સ્પીકર અયાઝ સાદિક દ્વારા આ અંગેની ઔપચારિક
જાહેરાત કરી હતી.
રમત
ગમત:-
૧. ICC
બોલીંગ
રેંકિંગ : જાડેજા શિખર પર , કોહલીને
પાછળ પાડી ભારતનો આ ખેલાડી આવ્યો આગળ
ભારતીય ટીમના લેગ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ
મંગળવારના રોજ આઈસીસી ટેસ્ટ રેંકિગમાં બોલરોની યાદીમાં પહેલાની જેમ જ આ વખતે પણ
શિખર પર છે. બોલીંગમાં રવિચંદ્રન અશ્વિન ફરીથી બીજા નંબરે આવી ગયા છે. બોલીંગ
રેંકિગની વાત કરીએ તો વિરાટ કોહલી પાંચમા સ્થાન પર કાયમ છે. બોલરોની રેંકિગમાં
ચેતેશ્વર પુજારા ચોથા સ્થાન પર છે. જ્યારે શિખર ધવન 21માં નંબર પરથી 39માં સ્થાન પર પહોંચી ગયો છે.
૨. આયર્લેન્ડના Max
Sorensen એ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
આયર્લેન્ડના ઝડપી બોલર Max Sorensen એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત
કરી દીધી હતી. સતત ઈજા હોવાના કારણે મેક્સ સોરેનસેન નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો
છે. તેના સિવાય મેક્સ સોરેનસેન ક્રિકેટથી દુર રહી કંઇક બીજી કરવા ઈચ્છે છે.
મેક્સ સોરેનસેને ૨૦૧૨ માં આયર્લેન્ડ માટે
પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. છેલ્લી વખત તે ૨૦૧૬ માં પોતાની ટીમ માટે
રમ્યા હતા. મેક્સ સોરેનસેનનો સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મ થયો હતો.
૩. ૪૧મા વર્ષે કોલિંગવૂડે ટી-૨૦માં
સદી ફટકારી ઇતિહાસ રચી દીધો
લંડનઃ ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન પોલ
કોલિંગવૂડ ટી-૨૦ ક્રિકેટમાં સદી ફટકારનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. ૪૧
વર્ષીય કોલિંગવૂડે વોર્ચેસ્ટરશાયર સામે નેટવેસ્ટ ટી-૨૦ બ્લાસ્ટમાં પોતાની કાઉન્ટી
ડરહામ તરફથી રમતા આ સિદ્ધિ હાંસલ કરી. આ ડરહામ ટીમ તરફથી ટી-૨૦ ઇતિહાસમાં પહેલી
સદી છે. આ પહેલાં ગ્રેહામ ક્લાર્ક અને ફિલ મસ્ટર્ડે યોર્કશાયર સામે વર્ષ ૨૦૧૩ અને
૨૦૧૫માં ૯૨ રન ફટકાર્યા હતા. કોલિંગવૂડે પોતાની ઇનિંગ્સમાં ૧૦ ચોગ્ગા અને ચાર છગ્ગા
ફટકાર્યા અને ફક્ત ૬૦ બોલમાં અણનમ ૧૦૮ રન બનાવ્યા. તેની આ શાનદાર ઇનિંગ્સને કારણે
ડરહામે ૨૦ ઓવરમાં ૨૦૧ રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ કોલિંગવૂડની સદી પણ તેની ટીમને હારથી
બચાવી શકી નહોતી. વોર્ચેસ્ટરશાયરે ૧૮.૧ ઓવરમાં ફક્ત વે વિકેટ ગુમાવીને ૨૦૨ રનનું
લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
આર્થિક:-
૧. એમેઝોન સાથે સલમાને સાઇન કરી દુનિયાની સૌથી મોટી ડીલ
અમેરિકાની ઇ કોર્મસ કંપની એમેઝોને બોલીવૂડના
સુપર સ્ટાર સાથે દુનિયાની સૌથી મોટી અને મોંધી ડીલ ફાઇનલ કરી છે. એમેઝોને સોમવારે 5 વર્ષ માટે સલમાન ખાનની ફિલ્મો માટે કરાર કર્યા
છે. જે મુજબ આવતા 5 વર્ષોમાં સલમાન ખાનની આવનારી તમામ ફિલ્મો
ટીવીથી પહેલા એમેઝોન પ્રાઇમ વીડિયોના પ્લેટફોર્મ પર જોવા મળશે. સુત્રોથી જે માહિતી
મળી છે તે મુજબ એમેઝોનને સલમાને પોતાની દરેક ફિલ્મના રાઇટ્સ લગભગ 65 કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ ડીલ પછી એશિયા
પેસિફિકના હેડ ઓફ કોન્ટેન્ટ, જેમ્સ ફૈરેલ કહ્યું કે સલમાન ખાન એક ગ્લોબલ સ્ટાર છે. અને આ ડિલ વિશ્વમાં
વર્લ્ડ વાઇડ એક્સક્યૂઝિવ સ્ટ્રિમિંગની અત્યાર સુધીનો સૌથી મોટી ડીલ છે. એમેઝોનને
ભારતમાં મોટા પ્રમાણમાં પસંદ કરવામાં આવે છે.
અન્ય:-
૧. જાપાનના પીએમ આવશે ગુજરાત, PM મોદી સાથે રિવરફ્રંટ પર
કરશે મુલાકાત
નવી દિલ્લી: જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબે સપ્ટેમ્બરમાં
ભારતનો પ્રવાસ કરી શકે છે. તે પીએમ નરેંદ્ર મોદીની સાથે અમદાવાદમાં 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ- મુંબઈ બુલેટ
ટ્રેન પ્રોજેક્ટની આધારશિલા રાખશે.
જો કે શિન્ઝો એબેના પ્રવાસની તારીખ હજી સુધી
નક્કી થઈ શકી નથી. બની શકે છે કે તે 21 સપ્ટેમ્બરની આસપાસ ભારત એટલે કે પીએમ મોદીના
જન્મદિવસના અવસરે તે ભારત આવીને ખાસ ગીફ્ટ આપી શકે છે.
તે દરમિયાન તે બે જાપાની ઈન્ડસ્ટ્રિયલ પાર્ક
અને સાબરમત રિવર ફ્રંટ પર ઈંટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલમાં પણ ભાગ લેશે. આ
કાર્યક્રમોની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point