Monday, 31 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 01-08-2017

અહીંથી તમે તારીખ ૩૧-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ઓર્ગેનાઈઝેશને લોન્ચ કરી જીઓજીએસટી એપ્લિકેશન

ફાર્માસ્યુટિકલ રિટેલ ઉદ્યોગ માટે સરળ અને સુરક્ષિત જીએસટી સોલ્યુશન જિઓજીએસટી પ્રસ્તુત કરવા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ (એઆઇડીસીડી)એ જિઓ સાથે જોડાણ કર્યું છે. જિઓજીએસટી કેમિસ્ટ, ફાર્મસી અને વિતરકોને જીએસટીની સંપૂર્ણ પ્રક્રિયામાં મદદરૂપ થશે. જેથી તેમની પ્રક્રિયા પણ સરળ થઈ જશે.

૨. ધ્રુપદનાં પ્રખ્યાત ગાયક ઉસ્તાદ સઇદુદ્દીન ડાગરનું અવસાન

પુણે : ધ્રુપદ પરંપરાના સર્વશ્રેષ્ઠ ગાયકોમાંથી એક ઉસ્તાદ હુસૈન સઇદુદ્દીન ડાગરનું લાંબી બિમારી બાદ મોડી સાંજે પુણેની એક હોસ્પિટલમાં અવસાન થઇ ગયું હતું. તેઓ 78 વર્ષનાં હતા. તેઓ પ્રશંસકોમાં સઇદ ભાઇ તરીકે લોકપ્રિય હતા. ગત્ત લાંબા સમયથી કિડની અને તેને સંબંધિત અન્ય બિમારીઓથી પીડિત હતા.

૩. બનાસકાંઠા: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી

મેઘરાજાએ બનાસકાંઠાને ઘમરોળ્યા બાદ તાજેતરમાં સ્થાનિકોની સ્થિતિ દયનીય છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પૂરગ્રસ્ત વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો.

૪. 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા' યોજના ૧૬મી જાન્યુ.એ શરૃ થશે ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની છેલ્લી 'મન કી બાત'માં ગરીબો માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાત કરી હતી. આ દરમિયાન મોદીએ ૧૬મી જાન્યુઆરીએ નવા વર્ષે 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા' નામની યોજના શરૃ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મોદીએ વિકલાંગોને વિકલાંગ નહીં પણ 'દિવ્યાંગ' નામના નવા શબ્દથી બોલાવવાનું સૂચન કર્યું હતું.
મોદીએ કહ્યું હતું કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયામાં દેશભરની આઈઆઈટી, આઈઆઈએમ, કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયો, એનઆઈટી અને જ્યાં પણ યુવાન પેઢી છે તે તમામને જોડવામાં આવશે. એવું નથી કે, સ્ટાર્ટ અપ ફક્ત આઈટી ઈન્ડસ્ટ્રી માટે જ છે. સમાજના નીચામાં નીચા વર્ગને લાભ પહોંચાડવા માટે આપણે સ્ટાર્ટ અપ કરી શકીએ છીએ. આપણે ભારતની જરૃરિયાતો મુજબ તેમાં પરિવર્તન લાવવાનું છે. એક ગરીબ વ્યક્તિ મજૂરી કરે છે, શારીરિક શ્રમ કરે છે, પરંતુ જો કોઈ યુવાન કંઈક એવું બનાવે કે જેનાથી શ્રમ ઓછો કરવો પડે તો હું તેને સ્ટાર્ટ અપ કહીશ.

૫. દેશના ઈતિહાસનું સૌથી મોટું ડ્રગ્ઝ કન્સાઈન્મેન્ટ પોરબંદરના દરિયામાંથી આ રીતે ઝડપાયું?, જાણો શું હતો ઇરાદો

સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો દાણચોરી માટે વગોવાયેલો ઈતિહાસ ધરાવે છે. જેમાં પોરબંદરનો કિનારો તો હથિયારો અને આરડીએક્સના કન્સાઇન્મેન્ટ અને છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્ઝની હેરાફેરી માટે વપરાઈ રહ્યો છે. આ કિનારાથી ભારતનું સૌથી મોટા એટલે કે ૩૫૦૦ કરોડ રૃપિયાના ડ્રગ્ઝનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ૧૫૦૦ કિલો હેરોઈનના જથ્થાને લીધે કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓના હોંશ ઉડી જતા તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

૬. બનાસકાંઠાના કૉન્ગ્રેસના MLA બૅન્ગલોરમાં, CM રૂપાણી ઍન્ડ કંપની બનાસકાંઠામાં

અતિવૃષ્ટિ અને પૂરને કારણે તહસનહસ થઈ ગયેલું બનાસકાંઠા તાત્કાલિક ઊભું થાય, બનાસકાંઠાના રહેવાસીઓ હેરાન ન થાય, રોગચાળો ન ફૂંકાય અને લોકોને ફરિયાદ કરવા માટે હેરાન ન થવું પડે એવા હેતુથી ગુજરાત સરકાર આજથી પાંચ દિવસ માટે બનાસકાંઠામાંથી જ વહીવટ કરશે અને એ માટે સરકારના તમામ પ્રધાનોને પણ બનાસકાંઠા જવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તો ગઈ કાલે જ બનાસકાંઠા પહોંચી ગયા હતા. બનાસકાંઠામાં તેમણે અઢીસો કિલોમીટર જેટલો પ્રવાસ અલગ-અલગ જગ્યાએ હોડીમાં બેસીને કર્યો હતો અને હોડીમાંથી જ તેમણે પોતાના મંત્રાલય અને પ્રધાનોને જરૂરિયાત મુજબના આદેશો પણ આપ્યા હતા. આ અગાઉ કૉન્ગ્રેસની સરકાર હતી ત્યારે ૧૯૭૮માં મોરબીમાં પૂરહોનારત થઈ ત્યારે મુખ્ય પ્રધાન બાબુભાઈ જશુભાઈ પટેલે પણ ગાંધીનગરથી તમામ પ્રધાનોને મોરબીમાં જ બેસાડી દીધા હતા અને ગુજરાત આખામાં મોરબીને જ પ્રાધાન્ય આપવાનો આદેશ આપી દીધો હતો.

૭. 31મી જુલાઈ ઉપન્યાસ સમ્રાટ દિગ્વંત પ્રેમચંદનો જન્મદિવસ

આધુનિક હિન્દી અને ઉર્દૂ સાહિત્યકાર મુનશી પ્રેમચંદનો જન્મ 31મી જુલાઈ 1880ના રોજ વારાણસી નજીક આવેલ લમ્હીગામમાં થયો હતો. તેમના પિતા મુનશી અજાયબલાલ જેઓ પોસ્ટમાસ્તર હતા. માતા આનંદીદેવી સુંદર, સુશીલ અને સુઘડ સ્ત્રી હતા. પ્રેમચંદનું મૂળ નામ ધનપતરાય હતું. પરંતુ તેમના કાકા જમીનદાર હતા તેઓ તેમને નવાબ કહેતા હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સ્થાનિક મદરેસમાં મૌલવી પાસે લીધું હતું. જ્યાં તેમણે ઉર્દૂ ભાષા શીખી હતી. પ્રેમચંદ સાત વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયું.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ૧. મુંબઈના આદિત્ય અને સુહાનીની ચીનમાં કમાલ: એશિયન સ્કૂલ ચેસમાં બ્રૉન્ઝ જીત્યા

મુંબઈ: મુંબઈમાં રહેતાં બે બાળકો આદિત્ય પાટીલ અને સુહાની લોહિયાએ ચીનમાં આયોજિત એશિયન સ્કૂલ ચેસ સ્પર્ધામાં કમાલ કરી દેખાડી છે. તેમણે પન્જિન શહેરમાં યોજાયેલી આ રૅપિડ ચૅમ્પિયનશિપના અનુક્રમે અન્ડર-૭ તથા અન્ડર-૯ વર્ગમાં કાંસ્યચંદ્રક જીતીને ભારતને અનેરું ગૌરવ અપાવ્યું હતું.

રમત ગમત:-  

૧. મુંબઈમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ સ્પર્ધા

મુંબઈમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ પ્રોફેશનલ લીગ સ્પર્ધામાં 30 જુલાઈ, રવિવારે ફાલ્કન્સ ટીટીસી અને શેઝ ચેલેન્જર્સ વચ્ચેની મેચ જોવા બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, એમના અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન અને ICICI બેન્કનાં સીઈઓ ચંદા કોચર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. 15 ઓગષ્ટથી મોદીની સરકારી કર્મચારીઓ પર સર્જીકલ સ્ટ્રાઇક

નવીદિલ્હી : મોદી સરકારની એક મોટી સર્જિકલ સ્ટ્રાઇક હવે ભ્રષ્ટ બાબુઓની વિરુદ્ધ ચાલુ થશે. સરકારે તેનાં માટો મોટું આયોજન બનાવી રાખ્યું છે. 15 ઓગષ્ટથી આ અભિયાન ચાલુ થઇ શકે છે. સરકારે તેનાં માટે શરૂઆતી ચરણમાં તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની યાદી બનાવવાની તૈયારી કરી છે. સરકારે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, તમામ મંત્રાલયો અને વિભાગોએ પોતાનાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની યાદી માંગે છે.


અન્ય:-

૧. ઓગસ્ટમા થશે મોદી કેબિનેટમાં ફેરફાર, 2019ની ચુંટણી પર રહેશે ભાર

કેન્દ્રની મોદી સરકાર પોતાની કબિનેટમા ફેરફાર કરવાનુ વિચારી રહી છે. તાજેતરમા થનાર આ ફેરફારના સંદર્ભમા વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કેટલીક ગુફ્તગુહ કરી હોવાના અહેવાલ તાજેતરમા પ્રાપ્ત થયા હતા. કેબિનેટમા થવા જઇ રહેલ બદલાવ અંગે સરકાર દ્વારા કોઇ ચોક્કસ તારીખ જાહેર કરવામા આવી નથી પરંતુ ઓગષ્ટના ત્રીજા અઠવાડિયે થશે તેવુ સાંભળવા મળ્યુ હતુ.

-પ્રશાંત ભટ્ટ
Educational Point