Wednesday, 19 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ ૧૭ થી ૨૦/૭/૨૦૧૭

અહીંથી તમે તારીખ ૧૬ થી ૧૯-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મોરારિબાપુ દ્વારા ૩૦મીએ ચિત્રકુટ ધામે અલગ-અલગ પાંચ એવોર્ડ અર્પણ કરાશે

સૌરાષ્ટ્રના મહુવા શહેર નજીકના જાણીતા તલગાજરડા ગામના ચિત્રકુટ ધામ ખાતે પાંચ એવોર્ડની અર્પણવિધિ થશે. પૂ.મોરારિબાપુની સન્નિધિમાં આગામી તુલસી જયંતિ (શ્રાવણ સુદ-૭) તા.૩૦-૭-ર૦૧૭ને રવિવારના રોજ વાલ્મીકી, વ્યાસ, તુલસી એવોર્ડ સમિતિ દ્વારા વાલ્મીકી, વ્યાસ, તુલસી એવોર્ડ (ર૦૧૭)ની અર્પણવિધિ મોરારિબાપુ દ્વારા સવારના ૯ કલાકે વિદ્વાજનોની ઉપસ્થિતિમાં યોજાશે.
પ્રતિવર્ષ છેલ્લા સાત વર્ષની તુલસીદાસજી જન્મતિથિએ વાલ્મીકી રામાયણ, મહાભારત-ગીતા, પુરાણ, રામચરિતમાનસ તેમજ તુલસી સાહિત્યની કથા, ગાન, પ્રવચન, અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ-વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો તેમજ સંસ્થાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ-ર૦૧૭ના વર્ષ માટેના આ એવોર્ડ માટે ચયન સમિતિ દ્વારા વાલ્મીકી એવોર્ડ માટે ભારતીય વિદ્યાભવન (મુંબઈ), વ્યાસ એવોર્ડ માટે શાસ્ત્રી યોગેશભાઈ જે. મહેતા (અમદાવાદ), તુલસી એવોર્ડ માટે પ્રો. ફિલિપ લુટગેન્ડોફ (અમેરિકા), માનસરત્ન ક્રિષ્નાનંદ ત્રિપાઠી (વારાણસી) અને ત્રીજા એવોર્ડ રામકથાના સર્વ શ્રોતાજનોને અર્પણ કરી વંદના કરવામાં આવશે. એવોર્ડમાં દરેક વિદ્વાનોને સન્માનપત્ર, સુત્રમાલા, શાલ તેમજ રૂા. સવા લાખની સન્માન રાશિ અર્પણ કરીને વંદના કરવામાં આવશે.

૨. માટુંગા દેશનું પ્રથમ તમામ મહિલાઓ દ્વારા સંચાલિત રેલવે સ્ટેશન બન્યું

મુંબઈ  નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા છે ત્યારથી દેશમાં મહિલાઓને પગભર થવા, એમનું સશક્તિકરણ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવેના મધ્ય રેલવે વિભાગે મુંબઈમાં એ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
મધ્ય રેલવેના ઉપનગરીય વિભાગના માટુંગા રેલવે સ્ટેશને બધું કામકાજ તમામ મહિલાઓનો સ્ટાફ સંભાળી રહ્યો છે.
આમ, માટુંગા દેશનું પ્રથમ મહિલા સ્પેશિયલ સ્ટેશન બન્યું છે.

૩. મુંબઈમાં બનશે બીજો 'સી લિન્ક', એક ગુજરાતી વિસ્તારને મોટો ફાયદો

મુંબઈ બોરીવલી વેસ્ટમાંથી અંધેરી તરફ આવનારાઓ માટે ખુશખબર છે. નેશનલ પાર્કથી દહિસર તરફનો ઇસ્ટ-વેસ્ટને જોડનાર ફડકે ફ્લાયઓવરનો વિસ્તાર કરી હાઇવે પર નેશનલ પાર્ક ફ્લાયઓવરની સાથે ઉતારવાની તૈયારી છે. સી-લિન્કની માફક એને કેબલ ઉપર આધાર આપી હાઇવે પાર કરાવવામાં આવશે. મુખ્ય રોડ પર આ પ્રકારનો પ્રથમ બ્રિજ હશે. બીએમસી તરફતી આનું જનરલ એડ્મિનિસ્ટ્રેટિવ ડ્રોઇંગ (જીએડી) તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેની મંજૂરી બાદ કામ આગળ વધશે.

૪. સુરતની ૩૫ બાઇકિંગ ક્વીન્સ કરશે લેહમાં વિશ્વના સૌથી ઊંચા રસ્તા પર ધ્વજવંદન

સુરતની બાઇકિંગ ક્વીન્સ ગ્રુપની ૩૫ યુવતીઓ સતત ૪૫ દિવસ સુધી બાઇક-રાઇડિંગ કરીને ૧૦ હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપીને લેહના ખારદુંગ લામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રસ્તા પર ૧૫ ઑગસ્ટે ધ્વજવંદન કરીને સુરત પરત ફરશે.

૫. વેંકૈયા નાયડુ અને ગોપાલકૃષ્ણ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી પત્રો ભર્યા

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિપદ માટે એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુુ અને યુપીએના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ અગાઉ વેંકૈયા નાયડુએ કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું. સોમવારે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે સ્વયં વેંકૈયા નાયડુનાં નામની જાહેરાત કરી હતી. નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે પ ઓગસ્ટે મતદાન યોજાશે અને એ જ દિવસે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.

૬. વેંકૈયા નાયડૂના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાનીને સૂચના પ્રસારણ, નરેંદ્ર તોમરને શહેરી વિકાસ મંત્રાલયનો ચાર્જ સોંપાયો

નવી દિલ્લી: સ્મૃતિ ઈરાનીને વેંકૈયા નાયડૂની જગ્યાએ સૂચના પ્રસારણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.  સ્મૃતિ ઈરાની હાલ કાપડ મંત્રાલય સંભાળી રહ્યા છે અને તેમની પાસે સૂચના પ્રસારણ મંત્રાલયની પણ જવાબદારી રહેશે. આ સાથે નાયડૂની જગ્યાએ નરેંદ્ર સિંહ તોમરને શહેરી વિકાસ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

૭. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો આજથી પ્રારંભ , CMએ પોતાના હાથે પીરસ્યું ભોજન

બાંધકામક્ષેત્રે ૩૯ પ્રકારની કામગીરી કરતા શ્રમિકોને રૃ.૧૦માં ગરમાગરમ રોટલી, શાક,ભાત, ચટણી અને મરચાં સાથેનું ભોજન પુરૃ પાડતી અન્નપુર્ણા યોજનાનો આજથી રાજ્યના ૭ શહેરોના ૮૩ કડિયાનાકેથી વિધિવત આરંભ થયો છે.

૮. 91 વર્ષમાં પ્રથમ વખત J&Kમાં RSSની મીટિંગ, આતંક પર થશે ચર્ચા

શ્રીનગર-રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની મંગળવારે જમ્મુમાં મહત્વની મીટિંગ યોજાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે 1925માં અસ્તિત્વમાં આવેલા જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વખત આટલા મોટા સ્તરે મીટિંગનું આયોજન થઈ રહ્યું છે. મીટિંગમાં સામેલ થવા સંઘ પ્રમુખ મોહન ભાગવત અને બાકી નેતા શનિવારે જ જમ્મુ પહોંચી ચૂક્યા છે. મીટિંગમાં ખાસ કરીને કાશ્મીર સાથે સંકળાયેલા મુદ્દા પર ચર્ચા થશે.

૯. ડાંગમાં ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતના સંદેશ સાથે ૧૬મીએ વન મહોત્સવ યોજાશે

વાંસદા-ડાંગ ઃ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો.ધીરજ મિત્તલના જણાવ્યા અનુસાર ચાલુ સાલે ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાતની થીમ અનુસાર સમગ્ર રાજ્યની જેમ ડાંગ જિલ્લામાં પણ ૬૮મા વન મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન છે. વન વિભાગ દ્વારા સંભવતઃ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આગામી માસમાં સુબિર ખાતે યોજાય તે મુજબનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન આ વર્ષે ૪૦થી વધુ બાળવૃક્ષોના વાવેતરનો લક્ષ વન વિભાગે નિર્ધાર કર્યો છે. આગામી તા.૧૬મીના રોજ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે યોજાનારા વિરાંજલી વનના લોકાર્પણ સાથેના વન મહોત્સવના કાર્યક્રમ બાદ જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરાશે .આશરે ૧૫ લાખ રોપાઓ સ્થાનિક ખેડૂતો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ અને બિન સરકારી સંસ્થાઓને વિતરણ કરવાનો લક્ષ્‍યાંક ઘડી કાઢવામાં આવ્યો છે.

૧૦. ઇન્દિરા ગાંધીના નામ પર રખાયેલા ઓક્સફર્ડના એક સ્ટડી સેન્ટરનું નામ બદલવામાં આવ્યું

મોદી સરકાર આવ્યા બાદ ઇંગ્લેન્ડની યુનિર્વિસટિમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નામ પર રાખવામાં આવેલા સેન્ટરનું નામ બદલી કાઢવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી સેન્ટર ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને બદલે ઓક્સફર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટરાખવામાં આવ્યંુ છે. આ સેન્ટર ૧૯ નવેમ્બર, ૨૦૧૭ સુધીમાં બનીને તૈયાર થઇ જશે. આ દિવસે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ પણ છે.

૧૧. કેરળમાં ગુરૂવારે અબ્દુલ કલામને સમર્પિત મ્યૂઝિયમનું ઉદ્ધાટન

કેરળમાં ગુરૂવારે અબ્દુલ કલામને સમર્પિત મ્યૂઝિયમનું ઉદ્ધાટન કરવામાં આવશે. ડો. કલામ સ્મૃતિ ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ સ્પેશ મ્યુઝિયમ નામના આ મ્યુઝિયમ દક્ષિણ ભારતનું આ પ્રકારનું પહેલું મ્યુઝીયમ હશે. આ મ્યુઝીયમમાં દિવંગત કલામના યાદગાર ક્ષણો,, તેમની અદભૂત તસવીરો, રોકેટ સેટેલાઈની પ્રતિકૃતીઓ તેમની ફેમસ લાઈનનોનું પ્રદર્શન કરવામાં આવશે. કલામ સ્મૃતિ ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ સ્પેશ મ્યુઝિયમના નેજા હેઠળ આ મ્યુઝિમનું અનાવરણ કરવામાં આવશે. ઈસરોના પૂર્વ ચેરમેન ડો.રાધાકૃષ્ણન આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આ પ્રસંગ કેરળ વિધાનસભાના ઉપાધ્યક્ષ હાજર રહેશે. રાષ્ટ્ર સમક્ષ આ મ્યુઝિયમને ખુલ્લું મૂકતા અમને એવી આશા છે કે આપણા યુવાનોની ભાવી પેઢીને કલામના જીવન પરથી પ્રેરણા મળશે. તેવું કલામ સ્મૃતિ ઈન્ટરનેશનલના સીઈઓ શજ્જુ ડેવિડે કહ્યું.

૧૨. નાગાલેન્ડમાં રાજકીય સંકટ, નવા CM નિયુક્ત

કોહિમા: રાજકીય સંકટમાંથી પસાર થઇ રહેલ નાગાલેન્ડમાં રાજ્યપાલ પીબી આચાર્યએ સત્તારૂઢ નાગાલેન્ડ પીપલ્સ ફ્રંટના ધારાસભ્યોના નેતા ટીઆર જેલિયાંગને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે નિમવામાં આવ્યા છે. જેલિયાંગને 22 જુલાઇ સુધી બહુમતિ સાબિત કરવી પડશે. આ પહેલા મુખ્યમંત્રી શુરહોજેલી લિજિત્સૂ અને એમના સમર્થક બુધવારે શક્તિ પરીક્ષણ માટે સદનમાં પહોંચ્યા નહતા, ત્યારબાદ વિધાનસભાની કાર્યવાહી અનિશ્વિતકાલ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

૧૩. ગુજરાતના આ ગામમાં બનશે એરપોર્ટ થીમમાં સ્મશાન , નામ છે અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ

કોઈ બાળકને તમારે સમજાવવું હોય કે મૃત્યુ પછી આપણાં સ્વજન ક્યાં જાય છે? તો ચોક્કસ આપણે મુંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ત્યારે આપણે ઉડાઉ જવાબ આપી દેતા હોઈએ છીએ કે તે ભગવાનનું પ્લેન આવશે અને તેને લઈ જશે. જો તમે પણ આવું કાંઈ કહ્યું હોય તો તે હવે સાચ્ચુ પડવા જઈ રહ્યું છે કારણ કે બારડોલીમાં અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટતૈયાર કરવામાં આવી રહ્યું છે.

૧૪. NSFમાં સરકારી કર્મચારીઓ અને મંત્રીઓની નિમણૂક થઇ શકશે નહીં

ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ(નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન - NSF)માં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં. બીસીસીઆઇના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા સમિતિની રચના કરવામાં આવી હતી, જેના સૂચનોને ધ્યાનમાં રાખીને સમિતિએ આ નિર્ણય લીધો છે. ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિની રચના રાષ્ટ્રીય ખેલ સંહિતા ફરીથી તૈયાર કરવા માટે થઇ હતી.

૧૫. અમૃત મિશનમાં ગુજરાતના ૧ લાખથી વધુ વસતિવાળા ૩૧ શહેરોની પસંદગી, ૪૫૫૩ કરોડ ખર્ચાશે

અમદાવાદદેશના શહેરોમાં માળખાગત સવલતોનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અટલ મિશન ફોર રીજ્યુનિવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન : અમૃત મિશન યોજના કાર્યાન્વિત કરીને દેશમાંથી ૫૦૦ શહેરો પસંદ કર્યા છે. જેમાં ગુજરાતના ૧ લાખથી વધુ વસતિ ધરાવતા ૩૧ શહેરોની પસંદગી કરાઇ છે. આ શહેરોમાં રૂ.૪૫૫૩ કરોડના ૩૩૫ માળખાગત સવલતોના કામો હાથ ધરાશે.
મુખ્યત્વે પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર યોજના, વરસાદી પાણી નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, શહેરી પરિવહન તેમજ ગાર્ડનના કામોનો સમાવેશ આ યોજનામાં  કરાયો છે. અમૃત મિશનમાં ગુજરાતના અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, નડિયાદ, આણંદ, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર, દૂધરેજ, ભરુચ, વાપી, નવસારી, વેરાવળ, પોરબંદર, ગોધરા, બોટાદ, પાટણ, પાલનપુર, જેતપુર(નવાગઢ), વલસાડ, કલોલ(ગાંધીનગર) ભૂજ, ગોંડલ, ડીસા, અમરેલી તથા દ્વારકાનો સમાવેશ કરાયો છે.

૧૬. EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘Boost Your Business Through Facebook’

પીએમના મેઇક ઇન ઇન્ડીયા અને ન્યૂ ઇન્ડીયાના સંકલ્પને પણ આના પરિણામે વેગ મળશે તેવો વિશ્વાસ રૂપાણીએ વ્યકત કર્યો હતો. રૂપાણીએ ફેસબૂકથી વેપાર-વ્યવસાય પ્રોત્સાહનની છણાવટ કરતા કહયું કે, સોશિયલ મીડીયા માર્કેટીંગ-ઇ-માર્કેટીંગથી યુવા સાહસિકોને પણ આર્થિક લાભ થશે, તેમની પ્રોડકટની માંગ અનુસાર ગુણવત્તા સુધારવાનો અવકાશ રહેશે તેમજ કોમેન્ટ બોક્ષથી ઉપભોકતાઓ સાથે સીધો સંવાદ કરીને ફર્સ્ટ હેન્ડ રિએકશન જાણી શકાશે. રૂપાણીએ ગુજરાતીઓના જિન્સમાં જ વેપાર વણજ કૌશલ પડેલા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને ઉમેર્યુ કે, આ સોશિયલ મિડીયા ફેસબૂક દ્વારા યુવા સાહસિકોના સપનાને નવી ઊડાન મળશે અને ઘેરબેઠાં વિશ્વ વેપારનું આગવુ મંચ પણ તેમને વધુ સક્ષમ બનાવશે. એ અર્થમાં આ માધ્યમ સસ્તુ ભાડું ને સિધ્ધપૂરની યાત્રાજેવું બનશે.

૧૭. રાજ્યસભાના સભ્યપદેથી માયાવતીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી: બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. માયાવતી રાજ્યસભામાં બોલવાની અનુમતી ન મળવાથી ગુસ્સે ભરાઇ હતી. બોલવાની પરમિશન ન મળતા ભડક્યા માયાવતી અને રાજીનામું આપવાની ધમકી આપતા સદનમાંથી વોકઆઉટ કરી ગઇ હતી


આંતરરાષ્ટ્રીય:-  

૧. રશિયામાં 7.7ની તિવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઇ

નવી દિલ્હીઃ યુએસ  જિયોલોજીકલ સર્વેના કહેવા પ્રમાણે, રશિયાના પૂર્વીય કિનારે 7.7ની તિવ્રતાનો  શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. જેને  કારણે અધિકારીઓએ પ્રશાંત ક્ષેત્રના કેટલાક વિસ્તારોમાં સુનામીના ખતરાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરંતુ પેસેફિક સુનામી વોનિંગ  સેન્ટરે જણાવ્યં હતું કે, પ્રશાંત ક્ષેત્રમાં  વિનાશકારી સુનામી આવવાની સંભાવના નથી અને  હવાઇ પણ કોઇ ખતરો નથી.

૨. સમગ્ર અમેરિકામાં ટ્રમ્પ વિરોધી દેખાવો શરૂ, હોલિવૂડમાં રની ધરપકડ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવાની માગણી સાથે સમગ્ર અમેરિકાની શેરીઓમાં જોરદાર દેખાવો શરૂ થઇ ગયા છે. જોકે દરમિયાન મોટી સંખ્યામાં અમેરિકીઓ માર્ગો પર ઉતરી આવતાં કાયદો વ્યવસ્થા ખોરવાઇ હતી. બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ફાસીવાદને નકારવાની માગણી સાથે શનિવારના રોજ અમેરિકાના ર૦ જેટલા શહેરોમાં જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં એટલાન્ટા, ન્યુયોર્ક સિટી, ન્યુ જર્સી, શિકાગો, ફોનિક્સ, વોશિંગ્ટન, બોસ્ટન, પોર્ટલેન્ડ અને લોસ એન્જેલસનો સમાવેશ થાય છે. લોકોએ કહ્યું હતું કે ફાસીવાદનો અંત લાવો, ટ્રમ્પ સરકારને ફગાવો, ટ્રમ્પ પ્રશાસનનો અંત આવવો જ જોઇએ. સંગઠનોએ તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે ટ્રમ્પ સરકાર દરરોજ આશ્રિતો અને મુસ્લિમો પર ફાસીવાદી હુમલા કરે છે, ટ્રમ્પ સરકાર સ્વાસ્થ્ય તથા ગરીબો, શ્વેત અથવા ઘઉંવર્ણા લોકો, મહિલાઓ, એલજીબીટી ફોક, મીડિયા, પર્યાવરણ, દેખાવો કરવાના અધિકારો, સત્ય દરેક પાસાનો વિરોધ કરે છે. આ લોકોને હેરાન કરે છે. તેમની સામે પગલાં ભરે છે. ન્યુયોર્ક શહેરમાં કાર્યકર્તાઓે ટ્રમ્પ ટાવરની બહારથી કૂચનું આયોજન કર્યું હતું. આ કૂચ ટાઇમ્સ સ્કવેરથી ૯ એવન્યુ તરફ આગળ વધી હતી. દરમિયાન કાર્યકર્તાઓએનો ટ્રમ્પનો કેકેકે, નો ફાસિસ્ટ યુએસ એ જેવા જોરદાર ટ્રમ્પ વિરોધી સુત્રો પોકાર્યા હતા.

૩. અમેરિકામાં સિન્થેટિક પોલિમરનો વપરાશ વધ્યોઃ ગમની નિકાસ માંગમાં જબરો ફટકો

રાજકોટ, તા.૧૭ : અમેરિકામાં ઓઇલ કંપનીઓ અને ગેસ સેકટરમાં ગવારગમની જગ્યાએ સિન્થેટિક પોલિમરનો વપરાશ વધ્યો છે. જેના પગલે ગમની નિકાસ માંગને ફટકો પડ્યો છે. બીજીતરફ ખેડૂતો નીચા ભાવને કારણે વાવેતર ઓછું કરે તેવી શકયતા છે. ગવારના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં ૩૦ ટકાનો કડાકો બોલી જવા પામ્યો છે.





રમત ગમત:-  

૧. ફેડરર 8મી વખત વિમ્બલ્ડન વિજેતા

સ્વિટ્ઝરલેન્ડના દંતકથાસમા ટેનિસ ખેલાડી રોજર ફેડરરે લંડનના વિમ્બલ્ડનમાં 8મી વખત વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સની ટ્રોફી જીતી છે. આ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં 16 જુલાઈ, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ફેડરરે ક્રોએશિયાના મેરીન સિલિકને 6-3, 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. ફેડરરે તેની કારકિર્દીમાં આ 19મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે.

૨. ટીએનપીએલની ફ્રેન્ચાઈઝી થીરૂવલ્લુર વિરન્સના મેંટર બન્યા Muttiah Muralitharan

તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) ની ફ્રેન્ચાઈઝી વીબી થીરૂવલ્લુર વિરન્સના શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર Muttiah Muralitharan અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ભરત અરૂણને ક્રમશ: માર્ગદર્શક અને પ્રમુખ કોચ તરીકે નિમણુંક કરવાની જાહેરાત કરી છે.

૩. પ્રો કબડ્ડી ચેમ્પિયન ટીમને આ વખતે ત્રણ કરોડનું ઇનામ મળશે

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં તા. ૨૮ જુલાઈથી શરૂ થઈ રહેલી પ્રો કબડ્ડી ટૂર્નામેન્ટની પાંચમી સિઝનના વિજેતાને આ વખતે ત્રણ કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. આ સિઝન માટે કુલ ઇનામી રકમમાં બે ગણાથી વધુનો વધારો કરવામાં આ આવ્યો છે.

૪. ભાલા ફેંકમાં ગુર્જર બન્યો વર્લ્ડ ચૅમ્પિયન

લંડન: અહીં શુક્રવારે શારીરિક રીતે અક્ષમ ઍથ્લેટો માટેની પૅરા વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો સુંદરસિંહ ગુર્જર સુવર્ણચંદ્રક જીત્યો હતો. પૅરાલિમ્પિક ગોલ્ડ-મેડલિસ્ટ દેવેન્દ્ર ઝાઝરિયા ભાલા ફેંકમાં ભારતનો મુખ્ય ઍથ્લેટ ગણાય છે અને તેની ગેરહાજરીમાં ગુર્જરે ભારતને આ ગૌરવ અપાવ્યું હતું. ગુર્જર ગયા વર્ષે રિયો પૅરાલિમ્પિક્સમાં મુખ્ય ઇવેન્ટ ખાતે બે મિનિટ મોડો પડતાં ગેરલાયક ઠર્યો હતો, પરંતુ એ આઘાતને તેણે શુક્રવારે અહીં વિશ્ર્વસ્પર્ધામાં ગોલ્ડ જીતીને દૂર કરી નાખ્યો હતો.

૫. વર્ષમાં 150 દિવસ સુધી રહેશે ઝહીર ભારતીય ટીમ સાથે

ક્રિકેટ સલાહકાર સમિ્તિ(સીએસી)ના સભ્ય સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, ભારતના નવા બોલિંગ સલાહકાર ઝહીર ખાનનો પ્રત્યેક વર્ષમાં 150 દિવસના કરારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

૬. ગાર્બિન મુગુરુઝા બની નવી વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ચેમ્પિયન, ફાઈનલમાં વીનસને 7-5, 6-0થી હરાવી

૭. ભરત અરુણ બન્યા ટીમ ઇન્ડિયાના બોલિંગ, બાંગર બેટિંગ અને શ્રીધર ફીલ્ડિંગ

બીસીસીઆઇ અને સીઓએએ ટીમ ઇન્ડિયાની બોલિંગ કોચ તરીકે ભરત અરુણને નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિ શાસ્ત્રીના કહેવા પર ભરત અરુણને આ જવાબદારી આપવામાં આવી છે. રવિ શાસ્ત્રીના કોચિંગ સપોર્ટ સ્ટાફમાં હવે ભરત અરુણ બોલિંગ કોચ છે, સંજય બાંગર બેટિંગ અને શ્રીધર ફિલ્ડીંગ કોચ છે.
એનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ દ્રવિડ જહીર ખાનનું પત્તુ કપાઇ ગયું છે. ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ રવિ શાસ્ત્રીએ આજ બીસીસીઆઇની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે રાહુલ દ્રવિડ અને જહીર ખાન બંને સારા અને અનુભવી ક્રિકેટર્સ છે અને એ ટીમ ઇન્ડિયાને કોઇ પણ પ્રકારની સલાહ આપે છે, તો એ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્લનું હશે.

૮. ભારતની મહિલા બૉક્સરો માટેના પ્રથમ વિદેશી કોચ સ્ટીફન કોટેલાર્ડો

નવી દિલ્હી: મહિલા બૉક્સરો માટે ભારતના પ્રથમ વિદેશી કોચ સ્ટીફેન કોટેલોર્ડા પોતાની નવી કામગીરીને જવાબદારીના બદલે જીવનકાર્ય તરીકે સમજે છે અને તેમનું કહેવું છે કે મોટા પડકાર છતાં, તેમના મનમાં ઑલિમ્પિકની સિદ્ધિ સિવાય અન્ય કાંઈ નથી.




        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક:-

૧. સરકારી બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરશે સરકાર, SBI જેવી હશે 3-4 વૈશ્વિક સ્તરની બેંક

નવી દિલ્હીઃ સરકાર વૈશ્વિક સ્તરની 3-4 બેંક તૈયાર કરવાના ટાર્ગેટ સાથે બેંકોના મર્જરના એજન્ડા પર કામ કરી રહી છે. તે સરકારી માલિકીની બેંકોની સંખ્યા 21થી ઘટાડીને 12 કરવાની દિશામાં કામ કરી રહી છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, બેંકોનું મર્જર કરીને આવતા કેટલાક વર્ષોમાં તેની સંખ્યા 10થી 12 સુધી થઈ જશે. તેમણે જણાવ્યું કે, ત્રણ સ્તરીય માળખા અંતર્ગત દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ જેવી 3-4 બેંક હશે. તે અનુસાર પંજાબ એન્ડ સિંધ બેંક અને આંધ્રા બેંક જેવી કેટલીક ક્ષેત્રિય વિશેષ બેંક પોતાની સ્વતંત્ર ઓળખ સાથે જળવાઈ રહેશે ઉપરાંત નાની કેટલીક બેંક પણ અસ્તિત્વમાં રહેશે.


અન્ય:-

૧. જાણો, રાષ્ટ્રપતિ ચુંટણી સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો

દેશના 14માં રાષ્ટ્રપતિ માટે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારનું ભવિષ્ય મતપેટીઓમાં કેદ થશે. નવા રાષ્ટ્રપતિ ચુંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી વૉટિંગની શરૂઆત થઇ ગઇ છે. 4851 સાંસદ-ધારાસભ્ય તેના માટે મતદાન કરશે. રાષ્ટ્રપતિપદ માટે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ અને યૂપીએના મીરા કુમાર વચ્ચે મુકાબલો છે.
ચુંટણી બાદ મતગણતરી 20 જુલાઇના રોજ કરવામાં આવશે, તે દિવસે સાંજે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં કોવિંદ 14માં રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઇ આવશે તે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યુ છે. કોવિંદ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ઉતરપ્રદેશમાંથી પહેલા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ચુંટણી માટે સંસદના સભ્યો લીલા રંગના મતપત્રનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે ધારાસભ્યો માટે ગુલાબી રંગના મતપત્ર હોય છે.
એક ધારાસભ્યના વોટની વેલ્યુ તેના પ્રતિનિધિત્વ ધરાવતા રાજ્યની વસતી પર આધાર રાખે છે પરંતુ સાંસદના વોટની વેલ્યુ નિશ્ચિત હોય છે. એક સાંસદનો વૉટ 708 બરાબર માનવામાં આવે છે. એટલા માટે અલગ-અલગ રંગના મતપત્રો દ્વારા મતદાર અધિકારીને વોટની વેલ્યુના આધારે મતગણતરી કરવામાં મદદ મળશે.
મતદાર મંડળના કુલ મતોની વેલ્યુ 10,98,903 છે. ચૂંટાયેલા સાંસદો અને રાજ્ય વિધાનસભાઓના સભ્યો ધરાવતી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા રાષ્ટ્રપતિની ચુંટણી કરતા મતદાર મંડળમાં કુલ 4,896 મતદાતા હોય છે જેમાં 4,120 ધારાસભ્ય અને 776 ચુંટાયેલા સાંસદ છે. રાજ્યસભાના 233 ચુંટાયેલા સભ્યો છે જ્યારે લોકસભાના 543 સભ્યો છે.

૨. PM મોદીને સંપર્ક કરવો છે તો આ રહી એડ્રેસથી લઈને ફોન નંબર, ઈમેઈલ સુધીની તમામ માહિતી

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. એક સેલિબ્રિટીની જેમ તેઓ લોકોમાં લોકપ્રિય છે અને લોકો તેમને ફોલો કરે છે. લાખોની સંખ્યામાં લોકો તેમને કોઈને કોઈ કારણોથી મળવા માગે છે. તેના પાછળ અનેક કારણો છે. કેટલાક ફરિયાદ કરવા, કેટલાક તેમની આલોચના કરવા તો કેટલાક તેમને પસંદ કરતા હોવાથી તેમને મળવા માગતા હોય છે. સામાન્ય રીતે વડાપ્રધાનો જનતા સાથે સીધો સાર્વજનિક સંપર્ક રાખવાનું ટાળે છે, પરંતું પીએમ મોદી આ મામલે એક અપવાદરૂપ સાબિત થયા છે. પીએમ મોદી લોકોને પોતાના સુધી અને પોતાની ટીમ સુધી પહોંચવાની પૂરતી પરમિશન આપે છે. જો તમે પણ ઈચ્છો તો વડાપ્રધાન મોદીને સીધો સંપર્ક કરી શકો છો.
સોશિયલ મીડિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દુનિયામાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારા અને પ્રતિક્રિયા આપનારા રાજનેતા તરીકે પ્રખ્યાત છે. વેરીફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમને ફોલો કરીને તેમનો સંપર્ક કરી શકાય છે.

ફેસબુક (Facebook) : http://www.facebook.com/narendramodi
ટ્વિટર (Twitter) : http://twitter.com/narendramodi
તમે આ હેન્ડલ્સના માધ્યમથી પીએમ મોદીને પોતાના ટ્વિટમાં ટેગ કરી શકો છો : @PMOIndia or @Narendramodi
ગૂગલ પ્લસ (Google Plus) : http://plus.google.com/ NarendraModi
યુટ્યુબ (Youtube) : http://www.youtube.com/user/narendramodi


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પાસે એક મોટી ટીમ છે. આ ટીમ લોકોના મેસેજ તરત પહોંચાડવાની સાથે લોકોની ફરિયાદ પણ સાંભળે છે.
પીએમ મોદીના ઈમેઈલની માહિતી
વડાપ્રધાન કાર્યાલયથી [email protected] દ્વારા જોડાઈ શકાય છે. આ એકાઉન્ટ વિશેષ રીતે લોકો સાથે સંવાદ બનાવી રાખવા બનાવવામાં આવ્યું છે. કોઈ પણ પીએમઓને સાર્વજનિક ફરિયાદો કે શાસન સંબંધિત મુદ્દાઓ વિશે લખી શકે છે. પીએમ મોદીને [email protected] અને તેમનું પીએમઓ ઈમેઈલ આઈડી [email protected] દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

અહી પણ ફરિયાદ મોકલી શકો છો
Web Information Manager, South Block, Raisina Hill, New Delhi -110011 - Phone Number -  91-11-23012312
Fax -  91-11-23019545 , 23016857 પર પણ સંપર્ક કરી શકાય છે

જો તમે પીએમ મોદી સાથે http://pmindia.gov.in દ્વારા સંપર્ક કરવા માગો છો તો પત્રમાં "Honourable Prime minister of India" અને પીએમ મોદીનું સરનામું (7, Race Course Road, New Delhi) પર પત્ર લખી શકો છો. તમારા પત્ર સીધા જ પીએમ મોદી સુધી પહોંચી જશે.
જનતા સાથે વાતચીત કરવા ઈ-ગર્વનન્સનો પણ ઉપયોગ કરી શકે છે પીએમ મોદી
સાર્વજનિક ફરિયાદ નિવારણ કરવા એક પોર્ટલ છે. જેના પર તમે સીધા જ પીએમ મોદીને પોતાની સમસ્યા વિશે જણાવી શકો છો. જરૂર પડે તો એટેચમેન્ટ પણ મોકલી શકો છો. પીએમ મોદી આ પોર્ટલના માધ્યમથી લોકોના સજેશન, ફીડબેક, ફરિયાદ, પ્રશંસા, મળવાનો સમય તથા અનુરોધ સંદેશ લખે છે. તમે પીએમ મોદીને આ એડ્રેસ પર પત્ર મોકલી શકો છો.
http://pgportal.gov.in/pmocitizen/Grievancepmo.aspx


MyGov.in પોર્ટલ પર પણ લોકો સંપર્ક સ્થાપિત કરવા માટે ઉપયોગ કરી શકે છે. અહી તમે ટોક, રેડિયો પ્રસારણ, મંચની ચર્ચા વગેરે દરમિયાન લાઈવ વાતચીત પણ કરી શકો છો. ટીમ પીએમઓ સક્રિય રૂપથી અહી પ્રતિક્રિયા આપે છે. http://www.mygov.in/home/61/discuss/ પર સંપર્ક કરો.

વડાપ્રધાન મોદીના ફોન નંબરની માહિતી
જો તમે પીએમ મોદીને સંપર્ક કરવાની પારંપરિક રીત અપનાવવા માગો છો તો તેમના ઘર કે ઓફિસ પર ફોન, ફેક્સ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.
PMO: 011-23012312
PMO Fax: 011-23016857
PM મોદીના સંપર્ક નંબર : 011-23015603, 11-23018939, 011-23018668
PMO helpline:  91-1800-110-031


-પ્રશાંત ભટ્ટ
Educational Point