Saturday, 15 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 15/16-07-2017

અહીંથી તમે તારીખ ૧૪/૧૫-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

૧. નંદકુંવરબા કોલેજ દ્વારા ફ્રી બસ સુવિધાનો મંત્રીના હસ્તે પ્રારંભ

આજે તા. ૧૪ જુલાઈના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રુહ ખાતે નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ફ્રી બસ સુવિધા લોન્ચીંગ કાર્યક્રમ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

૨. દેશનો સૌથી લાંબો રોપ-વે ગિરનારમાં આ મહિનામાં થશે તૈયાર, ટૂંકમાં બનશે માલવાહક રોપ-વે!

જૂનાગઢના મહત્વકાંક્ષી ગિરનાર રોપ વે ને લીલીઝંડી મળી ગયા બાદ પ્રજામાં બંધાયેલી આશા વચ્ચે મળતા એક સારા સંકેત અનુસાર ટૂંક સમયમાં અહી માલવાહક રોપ વે કાર્યરત કરી દેવામાં આવશે. આશરે 13 ટન સુધીની વાહન ક્ષમતાનો માલસામાનની હેરાફેરી માટેનો આ મીટીરીયલ રોપ વે ડિસેમ્બર માસના અંત સુધીમાં દોડતો કરી દેવાની તૈયારી કરી લેવામાં આવી છે.

૩. ગીર-સોમનાથ ૨૭ જૂલાઇથી મા નર્મદા મહોત્સવનો પ્રારંભ થશે

ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૨૭ જૂલાઇથી નર્મદા મહોત્સવનું પ્રારંભ થનાર છે. તા. ૫ ઓગષ્ટ-૧૭ સુધી નર્મદા મહોત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લાનાં મોટાભાગનાં ગામોમાં આ ઉજવણીમાં સમાવેશ કરવામાં આવશે. દરેક તાલુકામાં મા નર્મદા મહોત્સવ અંતર્ગત રથયાત્રા નિકળશે. જિલ્લાનાં ૧૩૭ ગામો આવરી લઇ મા નર્મદા જળ રથયાત્રા યોજવામાં આવનાર છે. તા. ૮ ઓગષ્ટ નાં રોજ તાલુકાકક્ષાની સાયકલ તથા બાઇક રેલી તેમજ તા. ૯ ઓગષ્ટ નાં રોજ જિલ્લાકક્ષાની સાયકલ અને બાઇક રેલી યોજવામાં આવનાર છે. આ રથયાત્રાનાં આયોજન માટે આજે વેરાવળ કલેકટર કચેરી ખાતે કલેકટર ડો.અજયકુમારનાં અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા તંત્રનાં અધિકારીઓને યાત્રા રૂટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાઓમાં નિબંધ ચિત્ર સ્પર્ધાનું આયોજન, રથનાં સ્વાગત સાથે જરૂરી તમામ તૈયારીઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. જળ રથયાત્રામાં નર્મદામૈયાની પ્રતિમા, કળશ ઉપરાંત રથને સુશોભિત કરવામાં આવશે. રથનાં રૂટનાં ગામમાં વૃક્ષારોપણ  રોપાનું વિતરણ, સહિતનું આયોજન કરવામાં આવેલ છે. 

૪. રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજના માટે રૂા. પ૦ કરોડનું બજેટ ફાળવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌરઊર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહવપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ માટે પ૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ ર૦ હજારથી વધુ ઘરોમાં આવાં સોલાર રૂફટોપ માટે અરજીઓ મળી છે. રાજ્ય સરકારે આ હેતુસર બજેટમાં ૩પ કરોડ રૂપિયા ફાળવ્યા છે. સૌરઊર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ ૧પ કરોડ સાથે કુલ પ૦ કરોડ સોલાર રૂફટોપ માટે ફાળવીને ૩પ થી ૪૦ હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યકત કરી છે. વડોદરામાં રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટૂ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું. ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે આ સમારોહ યોજવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણયુકત વાહનોના વપરાશથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવા સાથે આર્થિક ફાયદો અને સલામતિના હેતુસર શાળા-કોલેજોના યુવા-વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર માટે રૂ.૧૦ હજારની સહાયનું વિતરણ કર્યુ હતું. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોનો ઉપયોગ કરવામાં આવશે.

૫. મહારાષ્ટ્રના ભીલર ગામને બુક વિલેજ તરીકે ઓળખવામાં આવે છે

આ ગામ બ્રિટનના વેલ્સ શહેરના હે-ઓન-વે થી પ્રભાવિત છે

ભાષા અને સાહિત્યમાં રસ છે તેવા લોકો માટે ગામ સ્વર્ગ છે

૬. ભારતીય વૈજ્ઞાનિકોએ સૂર્યથી 2 કરોડ અબજ ગણા મોટા ગેલેક્સીઝ સરસ્વતીની શોધ કરી

ઈન્ડિયન એસ્ટ્રોનોમર્સની ટીમે સૂર્યથી 2 કરોડ અબજ ગણી મોટી ગેલેકસીઝ (આકાશગંગાઓનો સમૂહ) ની શોધ કરી છે. જેનું નામ સરસ્વતી રાખવામાં આવ્યું છે. પુણેની ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)ના વૈજ્ઞાનિકોએ અનેક ગેલેક્સીસના આ સુપર ક્લસ્ટરની શોધ કરી છે અને તેમણે ગુરુવારે આ અંગે જાણકારી આપી. અત્રે જણાવવાનું કે એક ક્લસ્ટરમાં 1000થી 10,000 ગેલેક્સીસ હોય છે અને એક સુપર ક્લસ્ટરમાં 43 સુધી ક્લસ્ટર હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ અત્યાર સુધી સ્પેસમાં શોધવામાં આવેલું સૌથી મોટુ સ્ટ્રેક્ચર છે.

૭. 1961માં ખાતમૂહુર્ત, 56 વર્ષ પછી ડેમની કામગીરી પૂર્ણ, 12મીએ પૂર્ણાહુતિ કાર્યક્રમ માટે મોદી ગુજરાતમાં

રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, તેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 12 ઓગસ્ટે ડભોઈ ખાતે કરવામાં આવશે.
27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી નર્મદા મહોત્સવ ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવાશે, આ અગાઉ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નર્મદા યાત્રા યોજવાનું નક્કી થયું હતું પરંતુ હવે યાત્રાને બદલે ગુજરાતભરમાં મહોત્સવ કરવામાં આવશે.

૮. ટ્રેનના મુસાફરો માટે નવો સારથિએક એપથી જ થશે તમામ કામ

નવી દિલ્હી: ભારતીય રેલવેએ દરેક પ્રકારના પેસેન્જર્સની જરૂરિયાતને જોતાં એક એપ લોન્ચ કરી છે, જેનાથી એક જ પ્લેટફોર્મ પર તમામ કામ થઇ શકશે. એક એપથી જ યાત્રી ટિકિટ બુકિંગ, ઇન્કવાયરી, ટ્રેનમાં સફાઇ અને ફૂડ ઓર્ડર કરી શકાશે. રેલ સારથિ એપને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ લોન્ચ કરી. અત્યાર સુધી રેલવેની દરેક સર્વિસ માટે અલગ અેપ હતી, જેના કારણે પેસેન્જર્સને કોઇ સર્વિસને યુઝ કરવા માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવી પડતી હતી.

9. અમેરિકા-બ્રિટનને પછાડીને મોદી સરકાર આ વૈશ્વિક યાદીમાં નંબર વન બની

નવી દિલ્હી જ્યારે વાત દેશના વિકાસની હોય તો સૌથી વધારે જરુરી હોય છે દેશના નાગરિકો દ્વારા પોતાની સરકાર પર વિશ્વાસ.કારણ કે કોઈ પણ નિર્ણય હોય,ભલે તે કોઈ પણ વિસ્તાર સાથે સંબંધિત હોય તેને ત્યાં સુધી ધરતી પર લાવી શકાય નહીં.જ્યાં સુધી સરકાર પર દેશના નાગરિકોનો વિશ્વાસ ના હોય.નાગરિકોના વિશ્વાસની મદદથી સરકાર પ્રભાવી રીતે પોતાની નીતિઓનો લાગુ કરવામાં સફળ થાય છે.આ વિશ્વાસને લઈને પ્રતિષ્ઠિત વૈશ્વિક મેગેઝીન ફોર્બ્સમાં એક રિપોર્ટ છપાયો છે જેનાથી આ માહિતી મળે છેકે ભારતીય પોતાની સરકાર પર કેટલો વિશ્વાસ કરે છે.

10. સરહદ પર તણાવ વચ્ચે NSA અજીત ડોભાલ જશે ચીન

ભારત અને ચીન સરહદ પર તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આ મહિનાના અંતમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા (બ્રિક્સ) NSA મીટિંગમાં સામેલ થવા ચીન જશે. આ બેઠક ચીનની રાજધાની બેઈજિંગમાં 26-27 જુલાઈના રોજ થવાની છે.

11. ગુજરાતઃ ફી નિયમન ઝોનલ કમિટીઓના નિર્ણય સામે રજૂઆત કરવા રચાઇ નવી રીવિઝન સમિતિ

ગાંધીનગર- મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રાજ્યની સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થાઓમાં ફી નિયમન વિધેયક અંગેના અમલ માટે શાળાઓને ઝોનલ કમિટીઓએ આપેલા નિર્ણય સામે જે તે શાળાસંચાલકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકે તે માટે રાજ્યકક્ષાની ફી રીવિઝન સમિતિની રચના કરી છે.  સમિતિના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ  ડી. એ. મહેતાની નિમણૂક કરવામાં આવી છે.

12. આઠ મહાનગરપાલિકાઓમાં ક્ધવેન્શન સેન્ટર બનાવવા ૨૫ હજાર ચો.મી. સુધીની જમીન ૯૯ વર્ષની લીઝથી રૂા.૧ના ટોકન ભાડે ફાળવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને ક્ધવેન્શન સેન્ટર બનાવવા માટે પ્રત્યેક મહાનગરપાલિકાને ૨૫ હજાર ચોરસ મીટર જમીનની મર્યાદામાં પ્રતિવર્ષ રૂા.૧ના ટોકન ભાડે ૯૯ વર્ષના ભાડા પટ્ટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.

13. ગુજરાત રેલવે ટૂર્સ ઓર્ગેનાઇઝર્સ એસો.ના હોદ્દેદારોની નિમણૂક થઈ

તાજેતરમાં ગુજરાત રેલવે ઓર્ગેનાઇઝર્સ અસોસિયેશનની જનરલ મિટિંગ યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ભાસ્કરભાઇ બાબુલકર( રાધેશ્યામ ટ્રાવેલ્સ પ્રા.લિ.) તથા સેક્રેટરી તરીકે રોહિતભાઇ ઠક્કર (નવભારત હોલિડેઝ)ની નિમણુંક કરેલ છે.

14. શાહરૂખખાને પોતાનો પ્રવાસ સ્થળ બદલી જોધપુર ટુરીસ્ટ ગાઈડ એસોસીએશનનું માનદ સભ્યપદ સ્વીકાર્યું

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખખાને જોધપુર ટુરીસ્ટ ગાઈડ એસોસીએશન દ્વારા આપવામાં આવેલ સન્માનનો સ્વીકાર કરતાં પોતાની જયપુર મુલાકાતને અટકાવી જોધપુરમાં રોકાણ કર્યું હતું. શાહરૂખખાન તેની આવનારી ફિલ્મ જબ હેરી મેટ સેજલના પ્રમોશન માટે જયપુર જઈ રહ્યો હતો. જોધપુરમાં શાહરૂખનો ટુરીસ્ટ ગાઈડ દ્વારા રાજસ્થાની પાઘડી પહેરાવી જોધપુર પરંપરા મુજબ આવકાર કરવામાં આવ્યો હતો. જોધપુર ગાઈડ એસોસીએશને શાહરૂખખાનને એસોસીએશનના નિશાનવાળુ ટોકન અને સભ્યપદથી સન્માનિત કર્યા હતા. કિંગખાને ગાઈડ્‌સ સાથે વાતચીત કરી તેમની કામગીરી વિશે ચર્ચા કરી હતી.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારત સાથે સંરક્ષણ સહયોગ વધારવા માટે, યુએસ હાઉસમાં 600 અબજ ડોલરથી વધુનું બિલ પસાર

યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝે 621.5 બિલિયન સંરક્ષણ નીતિ બિલ પસાર કર્યું છે, જે ભારત સાથે સંરક્ષણ સહકાર આગળ વધારવાનું બીલ છે.
આ સંદર્ભમાં ભારતીય અમેરિકન કૉંગ્રેસના સભ્ય અમી બેરા દ્વારા મુકવામાં આવ્યો હતું, જે આ વર્ષે 1 લી ઓક્ટોબરના આરંભથી નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (એનડીએએ) 2018 ના ભાગરૂપે હાઉસ દ્વારા વૉઇસ વોટ દ્વારા અપનાવવામાં આવ્યું હતું. એનડીએ -2018 હાઉસ 344-81 દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.

2. વિશ્વમાં સૌથી આળસુ લોકોની યાદીમાં ભારતીયોનો પણ સમાવેશ, સર્વેક્ષણમાં ભારતનો નંબર 39મો

લોસ એન્જેલીસ  કયા દેશનાં લોકો આળસુ છે? એ વિશે 46 દેશોમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ભારતીયોનો પણ સમાવેશ કરાયો છે.
યાદીમાં ભારતીયોનો નંબર 39મો છે.



રમત ગમત:-  

1.  ઘર આંગણે ટેસ્ટમાં વધુ વિકેટ લેનાર સ્પિનર બન્યો હેરાથ

શ્રીલંકાના સ્પિનર રંગના હેરાથે ઝિમ્બાબ્વે સામે રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. રંગના હેરાથે આ મેચમાં 250 વિકેટ પૂરી કરી છે.

2.  વન ડેમાં સૌથી વધુ વાર મેન ઓફ ધ મેચબનનાર પાંચ ખેલાડી

3.     સચીન તેંડુલકર (૧૯૮૯-૨૦૧૨)
ભારત તરફથી ૪૬૩ વન ડે મેચ રમનારા સચીને આ ફોર્મેટમાં ૮૬.૨૩ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૮,૪૨૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૪૯ સદી સહિત ૯૬ અર્ધસદી પણ ફટકારી છે. સચીનને ૬૨ વાર મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજવામાં આવી ચૂક્યો છે. જો વાત ટેસ્ટ ક્રિકેટની કરવામાં આવે તો ૨૦૦ મેચમાં આ ખેલાડીએ ૫૧ સદી અને ૬૮ અર્ધસદીની મદદથી ૧૫,૯૨૧ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં સચીન બે હજારથી વધુ ચોગ્ગા ફટકારનારો એકમાત્ર ખેલાડી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૫૮ ચોગ્ગા ફટકાર્યા છે.
4.     સનથ જયસૂર્યા (૧૯૮૯-૨૦૧૧)
શ્રીલંકના મહાન ક્રિકેટર સનથ જયસૂર્યાની સરખામણી સચીન સાથે કરવામાં આવે છે. જયસૂર્યાએ ૪૪૫ વન ડેમાં ૧૩,૪૩૦ રન બનાવ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો જયસૂર્યાએ ટેસ્ટમાં ૯૮ અને વન ડેમાં ૩૨૩ વિકેટ ઝડપી છે. જ્યારે ૧૧૦ ટેસ્ટ મેચમાં ૬,૯૭૩ રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર ૩૪૦ રનનો રહ્યો છે. જયસર્યાને ૪૮ વાર મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો છે.
5.     જેક કાલિસ (૧૯૯૬-૨૦૧૪)
દક્ષિણ આફ્રિકાના આ ઓલરાઉન્ડરે ૧૬૬ ટેસ્ટમાં ૪૫ સદી અને ૫૮ અર્ધસદી સાથે ૧૩,૨૮૯ રન બનાવ્યા. વાત જો વન ડે ક્રિકેટની કરવામાં આવે તો ૩૨૮ મેચમાં ૧૭ સદ અને ૮૬ અર્ધસદીની મદદથી ૧૧,૫૭૯ રન ફટકાર્યા છે. સાથે જ કાલિસે આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૫૭૭ વિકેટ ઝડપી છે. આ ખેલાડીને વન ડે ક્રિકેટમાં ૩૨ વાર મેન ઓફ ધ મેચ ખિતાબ અપાયો છે.
6.     રિકી પોન્ટિંગ (૧૯૯૫-૨૦૧૨)
આ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને ૧૬૮ ટેસ્ટ મેચમાં ૨૯ વાર અણનમ રહીને ૧૩,૩૭૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૫૧.૮૫ની સરેરાશથી ૪૧ સદી અને ૬૨ અર્ધસદી ફટકારી છે. વાત જો વન ડે ક્રિકેટની કરવામાં આવે તો પોન્ટિંગે ૩૭૫ મેચમાં ૩૦ સદી અને ૮૨ અર્ધસદીની મદદથી ૧૩,૭૦૪ રન બનાવ્યા છે, જેના કારણે તેને ૩૨ વાર મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજવામાં આવી ચૂક્યો છે.
7.     શાહિદ આફ્રિદી (૧૯૯૬-૨૦૧૫)
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ૩૯૮ વન ડે મેચમાં ૮૦૬૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૨૪ રનના સર્વાધિક સ્કોર સાથે છ સદી સહિત ૩૯ અર્ધસદી પણ ફટકારી છે. ૯૮ ટી-૨૦ મેચમાં આફ્રિદીએ ચાર અર્ધસદીની મદદથી ૧૪૦૫ રન બનાવ્યા છે. બોલિંગની વાત કરવામાં આવે તો આફ્રિદીએ ટેસ્ટમાં ૪૮, વન ડેમાં ૩૯૫ અને ટી-૨૦ મેચમાં ૯૭ વિકેટ ઝડપી છે. આફ્રિદીને વન ડેમાં ૩૨ વાર મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી ચૂક્યો છે.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક:-

૧. આગામી વર્ષના અંત સુધીમાં ભારતમાં 5G ટેકનોલોજીનો આરંભ થઈ જશે

બેંગલુરુ-દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસના CEO વિશાલ સિક્કા આજે સવારે કંપનીના હેડક્વાર્ટરમાં ડ્રાઇવરલેસ કાર્ટમાં આવ્યા હતા. જેને કંપનીના મસૂરી સ્થિત એન્જિનિયરે બનાવી છે. કંપનીએ પ્રથમ ક્વાર્ટરના પરિણામો અને ફ્યુચર પ્લાનની જાહેરાત કરી હતી. 30 જૂન, 2017ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ 3483 કરોડનો નફો નોંધાવ્યો હતો.

2.  ગુજરાત સરકાર ફક્ત હજાર રૂપિયામાં આપશે ટેબલેટ, જાણો ક્યારથી અને કેવી રીતે મેળવી શકશો

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા યુવાઓને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે આઠ હજાર રૂપિયાની કિંમતનું નમો ટેબલેટ આપવાની જાહેરાત કરી છે. આ ટેબલેટ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા પાસ કરી કોલેજો અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.સરકારના કહેવા પ્રમાણે, ટેબલેટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજ કે સંસ્થાનો સંપર્ક કરો.



અન્ય:-

૧. એટમિક નંબરના શોધક હેનરી મોઝેલી

મોઝેલીનો જન્મ ઈંગ્લેન્ડના વેમાઉથ શહેરમાં ઈ.સ. ૧૮૮૭ના નવેમ્બરની ૨૩ તારીખે થયો હતો. તેમના પિતા ઓક્સફર્ડ યુનિર્વિસટીમાં પ્રોફેસર હતા. મોઝેલી નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું. મોઝેલી અભ્યાસમાં તેજસ્વી હતા તેમને કિંગ્સ સ્કોલરશિપ મળેલી. એટન કોલેજમાં ૧૯૦૬માં ફિઝિકસનું ઈનામ મળેલું. ૧૯૦૬માં તેઓે ઓક્સફર્ડની ટ્રિનટી કોલેજમાં દાખલ થયા અને ગ્રેજ્યુએટ થયા. ત્યારબાદ માંચેસ્ટર યુનિર્વિસટીમાં જાણીતા વિજ્ઞાાની અર્નેસ્ટ રૂથરફોર્ડના મદદનીશ તરીકે જોડાયા. તેમણે ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. કામના બોજને લીધે તે સંશોધનો કરી શક્તા નહીં. તેથી તેમણે નોકરી છોડીને ફરી ઓક્સફર્ડમાં આવી સંશોધનો શરૂ કર્યા.

૧૯૧૨માં મોઝેલીએ ગામા કિરણોની ઊર્જા અંગે સંશોધનો કર્યા. એક્સ-રે સ્પેકટ્રમ વડે વિવિધ ધાતુઓનો અભ્યાસ કર્યો અને એટમિક નંબર વિશે મહત્ત્વની શોધ કરી. દરેક પદાર્થ તેના અણુભાર મુજબ ગુણધર્મો ધરાવે છે. પૃથ્વી પર અનેક ધાતુ સ્વરૂપે મૂળભૂત તત્ત્વો છે. હાઈડ્રોજનથી માંડીને સોના, ચાંદી જેવી ધાતુઓને તેના અણુભાર મુજબ ક્રમાનુસાર ગોઠવીને મેન્ડેલીવે આવર્ત કોષ્ટક બનાવેલું. તેને અંગ્રેજીમાં પિરિયોડિક ટેબલ કહે છે. તેમાં વધુ સંશોધનો કરીને હેનરી મોઝેલીએ પદાર્થના અણુના કેન્દ્રના રહેલાં પોઝિટિવ ઈલેકટ્રોનની સંખ્યા અને એરેબિક નંબરનો સંબંધ શોધી કાઢયો. આ શોધથી રસાયણ વિજ્ઞાાનના વિકાસમાં વેગ મળ્યો. તેમણે શોધેલો નિયમ મોઝેલીના નિયમ તરીકે જાણીતો છે. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધમાં તેઓ તમામ સંશોધનો છોડીને બ્રિટિશ સેનામાં જોડાયા. ટર્કીમાં યુદ્ધ મોરચા પર તે ટેકનિકલ ઓફિસર તરીકે સેવા આપતા હતા. ઈ.સ.૧૯૧૫ના ઓગસ્ટની ૧૦ તારીખે યુદ્ધમાં થયેલા ગોળીબારમાં અવસાન પામ્યા. માત્ર ૨૮ વર્ષની ઉંમરે જગતને મહત્ત્વની શોધ આપીને દેશભક્તિ માટે જીવન સર્મિપત કરનાર હેનરી મોઝલીને તેમના દેશ પ્રેમ અને શોધ માટે યાદ કરવામાં આવે છે.