Thursday, 20 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 21-07-2017

અહીંથી તમે તારીખ ૨૦-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. Gujarat ને આરોગ્‍ય ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી બદલ મળ્યા બે અવોર્ડ

Gujarat સરકાર દ્વારા છેવાડાના માનવીને અંતરિયાળ વિસ્‍તારોમાં અપાતી સમયસરની આરોગ્‍ય સેવાની રાષ્‍ટ્રીય સ્‍તરે નોંધ લેવાઇ છે અને કેન્‍દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને બે એવોર્ડ આપ્‍યા છે. આરોગ્‍ય વિભાગ દ્વારા નાગરિકોની શ્રેષ્‍ઠ સવલત પૂરી પાડવા બદલ આરોગ્‍ય વિભાગને મુખ્‍યમંત્રી વિજયરૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.

૨. દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદનો યૂપીએના ઉમેદવાદ મીરા કુમાર સાથે જીત થઇ છે. રામનાથ કોવિંદને જીત માટે 5,52,243 વૉટની જરૂર હતી..

૩. 68મો વન મહોત્સવ

ભાવનગર જિલ્લાનો 68મો વનમહોત્સવ સંસદીય સચિવ વિભાવરી બેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વિભાવરીબેને વનરથને ગ્રીન ફ્લેગ આપી પ્રયાણ કરાવ્યું હતુ. આ પ્રસંગે સંસદીય સચીવ વિભાવરીબેન દવેએ સીડ ફાર્મ ખાતે વૃક્ષારોપણ પણ કર્યુ હતુ. આ સ્થળને સ્મારક વન તરીકે વિકસાવવામાં આવશે.

૪. ગુજરાત એગ્રો દ્વારા મુખ્યમંત્રીને ૮૦.૮૨ લાખનો ચેક અર્પણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૨૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષના ડિવીડન્ડ પેટે રૂા.૮૦ લાખ ૮૨ હજારનો ચેક કૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા, રાજ્યમંત્રી વલ્લભભાઈ વઘાસીયા નિગમના અધ્યક્ષ બાબુભાઈ જેબલીયા અને મેનેજિંગ ડિરેકટર રંધાવાએ અર્પણ કર્યો હતો.

૫. પાલનપુરના જાણીતા કવિ-ગઝલકાર યુગ પાલનપુરી અલ્લાહની રહેમતમાં

પાલનપુર સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની ગઝલો-કવિતા અને શાયરીઓથી જાણીતા પાલનપુરના જાણીતા કવિ-ગઝલકાર યુગ પાલનપુરીઆજે ટૂંકી બીમારી બાદ જન્નતનશીન થતા તેમના પરિવાર સહિત પાલનપુરમાં ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

૬. શિવરાજ સરકારે શહીદોના પરિવારને રૂ. 1 કરોડની સહાય આપવાની કરી જાહેરાત

ભોપાલઃમધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં શહીદ સૈનિકોના પરિવારોને એક કરોડ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. સીએમ શિવરાજસિંહે શહીદના પરિવારોની મુશ્કેલી સમજીને આ અંગે ગંભીરતા દાખવતાં એક કરોડ રૂપિયાની મદદ આપવાનું નિશ્ચિત કર્યું છે. શિવરાજ સિંહે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. શિવરાજ સિંહે કહ્યું કે, “ હવેથી મધ્યપ્રદેશ સરકાર રાજ્યમાં શહીદ થનારા સૈનિકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપશે.

૭. Gujarat ના પાંચ જીલ્લામાં સગર્ભા માતા માટેપોષણ સુધાયોજનાનો શુભારંભ

Gujarat ના મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી નિર્મલા વાધવાણીએ જણાવ્યું છે કે, મહિલાઓના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખૂબ જ મહત્વની છે ત્યારે આવી મહિલાઓને પોષણક્ષમ આધાર પુરૂ પાડવા રાજ્ય સરકારે પોષણ સુધા યોજના (સ્પોટ ફિડીંગ પ્રોગ્રામ)નો નવતર અભિગમ અપનાવ્યો છે જે આશીર્વાદરૂપ નિવડશે.

૮. નકલી નોટો ઓળખવા માટે RBI લૉન્ચ કરી શાનદાર ઍપ

૯. 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું-સર્વે ભવંતુ સુખિનઃના ભાવ સાથે દેશની સેવા કરીશ

દેશના 14મા રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા બાદ રામનાથ કોવિંદે કહ્યું કે, આ પદ માટે ચૂંટાવવા વિશે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું અને તેમનો લક્ષ્ય પણ ન હતો. જે પદનું ગૌરવ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને અબ્દુલ કલામ જેવા લોકોએ માન વધાર્યું એ પદ પર ચૂંટાવવું મારા માટે ગૌરવની ક્ષણ છે. તેમણે એમ પણ કહ્યું કે, હું સર્વે ભવંતુ સુખિનઃના ભાવ સાથે દેશની સેવા કરીશ


આંતરરાષ્ટ્રીય:-  

૧. બ્રિટનનો સૌથી નાની ઉંમરનો ડૉકટર બન્યો ગુજરાતી અર્પણ દોષી

મૂળ ગુજરાતના ગાંધીનગરનો અર્પણ દોષી ટૂંક સમયમાં જ ઉત્તર-પૂર્વ બ્રિટનની એક હોસ્પિટલમાં કામ કરતો બ્રિટનનો સૌથી યુવા ડૉકટર બની જશે. અર્પણ દોષીએ ગયા સોમવારે 21 વર્ષ 335 દિવસની ઉંમરે યુનિવર્સિટી ઓફ શેફીલ્ડમાંથી બેચલર ઓફ મેડિસીન અને બેચલર ઓફ સર્જરીમાં ગ્રેજ્યુએશન કર્યું. હવે તે આગામી મહિને જુનિયર ડૉકટર તરીકે કામ કરવાનું શરૂ કરી દેશે. અર્પણ સૌથી યુવાન કામકાજી ડૉકટરનો છેલ્લો રેકોર્ડ 17 દિવસથી તોડી દેશે.
રમત ગમત:-  

૧. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવને મલી RBI માં નોકરી, પિતાનું સપનું પુરૂ કર્યું

July 19 (CRICKETNMORE) - આજથી 10 વર્ષ પહેલા તિલક યાદવ ઇચ્છતા હતા કે તેનો પુત્ર ઉમેશ યાદવ સરકારી નોકરી કરે. જેના માટે પિતાનો આજ્ઞાન્કિત પુત્ર ઉમેશ યાદવે પોલિસ કોન્સ્ટેબલ માટે પરીક્ષા પણ આપી. પરંતુ તે પોલિસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. પરંતુ હવે એક દસકા બાદ ભારતના સૌથી ફાસ્ટ બોલરમાં ટોચનું સ્થાન ધરાવતો ઉમેશ યાદવ દેશની ટોચની સરકારી કંપનીમાં નોકરી મળી ગઇ છે.

૨. ICC ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા ટૉપ પર, અશ્વિન ખસક્યો

ભારતીય સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિનને આઇસીસીની તાજા ટેસ્ટ બોલર રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે. અશ્વિન ત્રીજા સ્થાને ખસક્યો છે. કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચમાં 11 વિકેટ લેનાર શ્રીલંકાના સ્પિનર બોલર રંગના હેરાથ અશ્વિનને હટાવીને બીજા સ્થાને પહોંચ્યો છે. જ્યારે ટૉપ પર 898 પોઇન્ટની સાથે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા યથાવત છે.
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group





આર્થિક:-

૧. ટૂંક સમયમાં રૂ.20ની નવી નોટો બહાર પાડશે RBI

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નોટ જારી કરશે. આ નોટ મહાત્મા ગાંધી સીરિઝ 2005ની હશે. આ નવી નોટની ડિઝાઇન હાલના ચલણમાં ચાલી રહેલી 20 રૂપિયાના નોટીને જેમ જ હશે. RBIએ આજે એટલે કે ગુરુવારે નોટિફિકેશન જારી કરી કહ્યુ કે, નવી નોટોના નંબર પેનલ પર ઇનસેટમાં ‘S’ લખ્યો હશે અને ગર્વનર ઉર્જિત આર.પટેલની સહી હશે.

૨. ગુજરાત નંબર 1- સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ફરી નંબર વન

ઇકોનોમિક થિંક ટેન્ક એનસીએઇઆરના અહેવાલ મુજબ સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ફરી નંબર વન રહ્યું છે. 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એનસીએઇઆરના રિપોર્ટમાં ભારતમાં સૌથી વધુ રોકાણ ખેંચી લાવનાર રાજ્યો વિશે ઉલ્લેખ છે. ગુજરાત બાદ દિલ્હી, આંધ્રપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, તામિળનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો ક્રમ છે.

૩. તમિલનાડુના ધારાસભ્યોના પગારમાં 100 ટકાનો વધારો

તમિલનાડુમાં એક તરફ કેડૂત કર્જ માફી માટે પ્રદર્શન થઇ રહ્યાં છે ત્યારે બીજીતરફ રાજ્યના ધારાસભ્યોના પગારમાં 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ધારાસભ્યોનો પગાર 55,000થી વધીને 1.5 લાખ રૂપિયા પ્રતિ માસ થઇ ગયો છે.
અન્ય:-

૧. PM મોદીની 'મન કી બાત'થી આકાશવાણીએ કરી 10 કરોડની કમાણી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકાશવાણી પર દર મહિને 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિ કરે છે. પીએમ આ કાર્યક્રમના માધ્યમથી દેશની જનતાને જાગ્રૃત કરવાનું કામ તો કરે જ છે, સાથે જ આનાથી આકાશવાણીને મોટી રાશી પણ મળે છે.
૨. રિટાયર્ડમેન્ટ બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને જાણો કેટલો પગાર અને કેવી સુવિધા મળશે
14મા રાષ્ટ્રપતિ પદ માટેનું ઈલેક્શન 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે પૂરુ થઈ ગયું છે. હાલના રાષ્ટ્રપત પ્રણવ મુખરજીના કાર્યકાળ 24 જુલાઈનો રોજ સમાપ્ત થઈ જશે અને 25 જુલાઈના રોજ દેશના નવા રાષ્ટ્રપતિ મળશે. આવામાં તમને સો ટકા જાણવું ગમશે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયા બાદ ક્યાં રહેશે, તેમને શુ સુવિધા મળશે અને તેમની પેન્શન કેટલી રહેસે. તો ચાલો જાણીએ આ માહિતી વિશે
કાર્યકાળ ખત્મ થવા પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો નવો એડ્રેસ 10 રાજાજી માર્ગ હશે. 10 રાજાજી માર્ગ પર આવેલો સરકારી આવાસ 11,776 સ્કેવર ફીટમાં બનેલો છે. આ પહેલા અહી પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ રહેતા હતા. આ ઉપરાંત તેમને દર મહિને પગારના રૂપમાં 75 હજાર રૂપિયા મળશે.
તમને જણાવી દઈએ કે, ભારતીય રાષ્ટ્રપતિની માસિક આવક દોઢ લાક રૂપિયા છે. 2008માં 50 હજાર રૂપિયા હતી, પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના કાર્યકાળ દરમિયાન તેને વધારીને દોઢ લાખ કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવમાં કામ કરવા માટે લગભગ 200 લોકોનો સ્ટાફ હાજર હોય છે. ત્યાં પ્રણવ મુખરજીના પૂર્વ રાષ્ટ્રપતિ થવા પર તેમના સ્ટાફમાં કામ કરવા કરવા માટે આટલી મોટી ફોજ ન હતી. પરંતુ તેમના સેક્રેટરી સ્ટાફમાં એક અંગત સચિવ, એક અતિરિક્ત અંગત સચિવ, એક પર્સનલ આસિસ્ટન્ટ અને બે પ્યૂન હશે. તેમજ 60 હજાર રૂપિયા સુધીનું ઓફિસ ખર્ચો આપવામાં આવશે.
10 રાજાજી માર્ગ સ્થિત આ સરકારી આવાસની સાફસફાઈ અને રંગકામ તેજીથી ચાલી રહ્યુ છે. આ ઘરમાં તેમના પુસ્તકોના કલેક્શન માટે ઘરમાં એક ખાસ જગ્યા બનાવવામાં આવી રહી છે.
બે ટેલિફોન મળશે
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી રિટાયર્ડમેન્ટ બાદ પોતાનો વધુ સમય લખવા અને વાંચવામાં જ વિતાવશે. તેમના નવા ઘરમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પ્રેસિડન્ટ ઈમોલ્યુમેન્ટ્સ એક્ટ 1951 અંતર્ગત પૂર્વ રાષ્ટ્રપતિને સમગ્ર રીતે સુજ્જ ઘર મળે છે, જેનુ ભાડુ પણ તેમને ભરવુ નથી પડતું. તેઓ બે ટેલિફોનના હકદાર છે. જેમાં એક ફોન નંબરનો ઉપયોગ ઈન્ટરનેટ માટે હોય છે. એક મોબાઈલ ફોન પણ મળે છે, જેમાં વગર નેશનલ રોમિંગ હશે.

કારથી લઈને ફ્રી એર ટ્રાવેલ પણ
પૂર્વ રાષ્ટ્રપતિને એક કાર, સેક્રેટોરિયલ સ્ટાફ જેમાં અંગત સચિવ અને અતિરિક્ત સચિવ હશે. આ ઉપરાંત એક પીએ અને બે પ્યૂન પણ મળશે. પૂર્વ રાષ્ટ્રપતિને મેડિકલ અને સમગ્ર દેશમાં મફત મુસાફરીની પણ સુવિધાઓ મળે છે. તેઓ હવાઈ અને રેલ યાત્રા માટે સર્વોચ્ચ શ્રેણીમાં સફરના પણ હકદાર છે. તેમની સાથે સફરમાં એક સહાયક પણ હાજર હોય છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point