અહીંથી તમે તારીખ ૩૦-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. 1 ઓગસ્ટે
વડાપ્રધાન મોદી આસામ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી ઓગસ્ટે આસામની
મુલાકાતે જશે. આસામ મુલાકાત દરમિયાન પૂરને કારણે રાજ્યમાં થયેલા નુકસાનની
વડાપ્રધાન મોદી સમીક્ષા કરશે.
આસામના મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર
કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પીએમઓએ શનિવારે રાજ્યના
મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલને આની જાણકારી આપી હતી. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન
મોદીએ પહેલા જ રાજ્યમાં પૂરમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને બે લાખ રૂપિયા અને
ગંભીરપણે ઘાયલ થનારાઓને પચાસ હજાર રૂપિયાની મદદની ઘોષણા કરી હતી. ભારતના ઘણાં
વિસ્તારોમાં પૂરને કારણે ઘણી જાનહાનિ થઈ છે. જેમાં ખાસ કરીને આસામ, પૂર્વોત્તર, ગુજરાત, રાજસ્થાન, બંગાળના કેટલાક ભાગમાં વરસાદને કારણે ઘણી વધુ
નુકસાની થઈ છે.
૨. ગાંધીનગર
ખાતે ૬ઠ્ઠી પેટ્રોકેમિકલ કોન્કલેવ યોજાઇ
ભારત સરકાર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પેટ્રોલિયમ
ક્લસ્ટર્સ સ્થાપવાનું આયોજન કરી રહી છે. આ ક્લસ્ટર્સ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં
પોલિમર્સ, પ્લાસ્ટીક્સ અને
સ્પેશ્યાલિટી કેમિકલ્સની વધી રહેલી માગને પહોંચી વળવામાં મદદરૂપ થશે, તેમ કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ
બાબતો (સ્વતંત્ર હવાલો)નાં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે છઠ્ઠા
પેટ્રોકેમિકલ્સ કોન્કલેવને ખુલ્લુ મુકતા જણાવ્યું હતું.
૩. ગુજરાતમાં સૌપ્રથમ
રોબોટિકસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજીનો પ્રારંભ થયો
પારેખ્સ હોસ્પિટલના ડોકટરોએ ગુજરાતની પહેલી
રોબિટિકસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટેકનોલોજીનો પ્રારંભ કર્યો છે, જે આજે ધંટણની રીપ્લેસમેન્ટ સર્જરી
ડોમેન્સને ઉત્કૃષ્ટ ભવિષ્યવાદી યુગમાં રૂપાંતરિત કરવા તેમજ વેગ આપવા માટે તૈયાર છે, યુનાઈટેડ સ્ટેટસની સમકક્ષ લઈ જઈને યુનાઈટેડ
સ્ટેટસ બાદ ભારત બીજો એવો દેશ છે. જયાં આ ટેકનોલોજીને સફળતાપુર્વક શરૂ કરાઈ છે.
જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નવીનતમ રોબોટિક હસ્તક્ષેપ, સર્જનને સૌથી વધુ જટિલ પક્રિયા દરમિયાન
વધારે ચોકસાઈ, નિપુણતા અને નિયંત્રણ સાથે કામ કરવા માટે સક્ષમ કરે છે અને ઓછામાં ઓછા
હાડકાને દુર કરીને, કુદરતી શરીર રચનાને જાળવી રાખે છે તેમ જ દર્દી માટે વધુ સારા પોસ્ટ ઓપરેટિવ
પરિણામોની સુવિધા આપે છે. પારેખ્સ હોસ્પિટલના પ૦મી વર્ષગાંઠના સમારોહમાં
સૌપ્રથમ વખત ગુજરાતમાં આ તકનીકનો પરિચય આપતી વખતે પારેખ્સ હોસ્પિટલના ઓર્થોપેડીકસ
એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટના ચેરમેન ડો. ડિમ્પલ પારેખે જણાવ્યું હતું કે, આધુનિક રોબોટિકસ ઓર્થોપિડસના ક્ષેત્રમાં
પ્રવેશ સાથે દર્દીઓ હવે ડે-કેર શસ્ત્રક્રિયા જેવી જ રીતે સારવાર મેળવી શકે છે.
રોબોટિક સર્જરી અદ્યતન કોમ્પ્યુટર તકનીકીને કુશળ સર્જનોના અનુભવ સાથે સંકલીત કરે
છે. સર્જન સૌથી બારીક સ્તરે ચોકસાઈ અને સચોટતાને સક્ષમ બનાવવા માટે ઈન્ટયુટીવ
રોબોટિકસ આસિસ્ટેડ કંટ્રોલ્સ તેમ જ બુદ્ધિનો ઉપયોગ કરે છે.
૪. રાણા દગ્ગુબાતીએ સાઇન
કરી તેની ફર્સ્ટ ઇન્ટરનેશલ ફિલ્મ
‘બાહુબલી’ની સફળતા બાદ ભલ્લાલદેવ એટલે કે રાના દગ્ગુબાતીની ડિમાન્ડ ખૂબ જ વધી ગઇ છે.
એક તરફ અપકમિંગ ફિલ્મ ‘નેને રાજૂ નેને મંત્રી’ ની તૈયારીમાં છે,જ્યારે બીજી તરફ તેણે એક મોટી એનાઉસમેન્ટ કરી
દીધી છે.
રાણાએ જણાવ્યુ કે, યૂકેના સ્ટૂડિયો ધ લંડન ડિજિટલ મૂવી એન્ડ ટીવી
સ્ટૂડિયોઝે તેણે એશિયન એમ્બેસડર બનાવ્યો છે અને તેમની સાથે એક ફિલ્મ પણ સાઇન કરી
છે.
૫. મોદીની
મન કી બાત: ગુજરાત અને આસામ સહિતના રાજયોમાં પાણીએ વિનાશની તાકાત બતાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૩૪મી વખત
આકાશવાણી ઉપર મન કી બાત કરી હતી અને હાલની પુરની પરિસ્થિતિ અને જીએસટી જેવા
મુદ્દાને આવરી લીધા હતાં. તેમણે કહ્યું હતુંકે પાણીમાં વિનાશની તાકાત છે તે જોવા
મળ્યું છે. પ્રકૃતિ જેમ આપણને જીવન આપે છે તે તેવી રીતે વિનાશ પણ વેરે છે. પુર અને
ભૂકપં જેવી કુદરતી આપતીઓ ભીષણ સ્વરૂપ ધારણ કરે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. હું
માનું છું કે, કલાઈમેટ ચેન્જને કારણે આ પ્રકારની નકારાત્મક
અસર જોવા મળી રહી છે. દેશના ગુજરાત, આસામ, પુર્વેાતર રાયો રાજસ્થાન અને બંગાળમાં વધુ પુર
આવ્યા છે અને ખેડૂતોતે નુકસાન સહન કરવું પડયું છે.
૬. પ્રિયંકા માધુરીની લાઇફ પર બેઝ્ડ
કૉમેડી સીરિઝ કરશે પ્રોડ્યુસ
તાજેતરમાં બોલિવુડ-હોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા
ચોપરા જ્યારે ભારત આવી ત્યારે હિન્ટ્સ આપી હતી કે એક પ્રોજેક્ટ માટે માધુરી
દીક્ષિત નેનેની સાથે કામ કરશે. આ સમયે તેણે આ પ્રોજેક્ટ વિશે આગળ કંઇ જણાવ્યુ ન
હતુ. તેણે માત્ર એટલું જ કહ્યુ હતુ કે, પ્રોજેક્ટ ફાઇનલ થયા બદા તે વિગતો જાહેર કરશે.
આ વિશે ખૂબ અટકળો બાદ એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રિયંકા જલ્દીથી માધુરી
દીક્ષિતની સાથે પ્રોજેક્ટ શરૂ કરશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. ચીની સૈન્યએ 90મા સ્થાપના દિવસની શરૂ
કરી ઉજવણી, પરેડમાં
કર્યું શક્તિપ્રદર્શન
નવી દિલ્હીઃ સૈન્યના 90મા સ્થાપના દિવસના બે દિવસ અગાઉ ચીને
પરેડ કરી પોતાની સૈન્યનું શક્તિપ્રદર્શન કર્યું હતું. રવિવારે સવારે ઉત્તરી ચીનના
ઝૂયેઇ ટ્રેનિંગ બેઝમાં એક સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીનની પીપલ્સ
લિબરેશન પાર્ટી આગામી સપ્તાહે પોતાની 90મી વર્ષગાંઠ મનાવશે પરંતુ તે અગાઉ જ આ પરેડનું
આયોજન કરવામાં આવ્યું હતું.
રમત
ગમત:-
૧. ફિબા એશિયા કપ :
કઝાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમનો રોમાંચક વિજય
ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમે ફિબા એશિયા
કપ-૨૦૧૭માં કઝાકિસ્તાનને ૭૫-૭૩થી પરાજય આપી એ ડિવિઝનમાં પ્રવેશ મેળવી લીધો છે. બી
ડિવિઝનની ફાઇનલમાં બે અજેય ટીમો ભારત અને કઝાકિસ્તાન વચ્ચે મુકાબલો યોજાયો હતો
જેમાં ભારતે વિજય મેળવ્યો હતો.
૨. વિરાટ બ્રિગેડનો બિગરેકોર્ડ, વિદેશમાં 85 વર્ષની સૌથી મોટી જીત
ટીમ ઇન્ડિયાએ ગૉલ ટેસ્ટમાં શ્રીલંકાને ચોથો દિવસ પૂરો થયા પહેલા જ ઑલઆઉટ
કરી દીધી. 550
રનનો
ટાર્ગેટનો પીછો કરતા શ્રીલંકાની ટીમ માત્ર 245 રન જ કરી શકી, આ સાથે ભારત 85 વર્ષમાં પોતાના ટેસ્ટ ઇતિહાસમાં વિદેશી ધરતી
પર સૌથી મોટી જીત મેળવી છે. ભારતે 3 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. આ પહેલા 1986માં ભારતે ઇંગ્લેન્ડને લોર્ડ્સ ટેસ્ટમાં 279 રનોથી માત આપી હતી
આર્થિક:-
૧. ટીમ ઇન્ડિયાની કેપ્ટન મિતાલી પર ઇનામોનો વરસાદ, તેલંગાણા સરકારે કરી
મોટી જાહેરાત
તેલંગાણા સરકારે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને એક કરોડ રોકડ અને પ્લોટ આપવાની
જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે શુક્રવારે મિતાલી સાથે મુલાકાત
દરમિયાન તેને અભિનંદન પાઠવ્યા અને આ પુરસ્કારની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ઓફિસ
દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. જાહેરાત મુજબ 34 વર્ષીય આ ક્રિકેટરને એક કરોડ રૂપિયા રોકડ
રકમ અને એક રહેણાંક પ્લોટ આપવામાં આવશે. રાવે મિતાલીના કોચ આરએસઆર મૂર્તિને પણ
સમ્માનિત કર્યા અને તેને 25 લાખ રૂપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે. મિતાલીની આગેવાની ધરાવતી ટીમ
વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 9 રને હારી હતી.
૨.
રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે પતંજલિનાં મેગા સ્ટોરનું ઉદ્ઘાટન
દેશનાં મુખ્ય શહેરોની જેમ રાજકોટમાં પતંજલી
પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહીં હોવાથી પંચાયત ચોકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના
હસ્તે પતંજલીના મેગા સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું.
અન્ય:-
૧. નાસા દ્વારા 12 અંતરીક્ષ યાત્રીની
પસંદગી કરાઇ, એક
ભારતીયનો પણ સમાવેશ
વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી વિશ્વની જાણીતી સંસ્થા નાસાએ
તાજેતરમા 12 અંતરીક્ષ યાત્રીની
પસંદ કરી હતી. નાસાના રેકોર્ડમા રહેલ 18000 અરજીમાંથી માત્ર 12 લોકોની પસંદગી પામ્યા હતા. પસંદગી પામેલ 12
વૈજ્ઞાનીકોને પૃથ્વીની કક્ષાથી દૂર રહેલા અંતરીક્ષ અભિયાન માંટે
પ્રશિક્ષણ આપવામા આવશે.
નાસા દ્વારા પસંદ કરાયેલા 12 લોકોમા એક ભારતીય મુળના વૈજ્ઞાનિક રાજાચારીની પસંદગી કરાતા ભારત માટે વધુ એક ગૌરવપ્રદ ઘટના બની હતી. આ અંતરીક્ષ યાત્રીઓમા એક ભારતીય સહિત 11 અમેરિકન લોકોની પસંદગી કરી હતી. જેમા 7 પુરૂષ અને 5 મહિલાની પસંદગી કરાઇ હતી.
નાસા દ્વારા પસંદ કરાયેલા 12 લોકોમા એક ભારતીય મુળના વૈજ્ઞાનિક રાજાચારીની પસંદગી કરાતા ભારત માટે વધુ એક ગૌરવપ્રદ ઘટના બની હતી. આ અંતરીક્ષ યાત્રીઓમા એક ભારતીય સહિત 11 અમેરિકન લોકોની પસંદગી કરી હતી. જેમા 7 પુરૂષ અને 5 મહિલાની પસંદગી કરાઇ હતી.
-પ્રશાંત ભટ્ટ
Educational Point