અહીંથી તમે તારીખ ૨૯-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. નીતીશ
સરકારમાં 27 નવા મંત્રીઓને અપાવાયા
પટના : બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી દારી રાજકીય સંકટ
બાદ હવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાનાં મંત્રીમંડણનો વિસ્તાર કરવા જઇ રહ્યા છે.
આ મુદ્દે મુખ્યમંત્રી આવાસ પર શનિવારે સવારે બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ નક્કી થયું
કે સાંજે 5 વાગ્યે કેબિનેટનું વિસ્તરણ હાથ ધરવામાં આવશે.
રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી નવા મંત્રીમંડળમાં રહેલા મંત્રીઓને રાજભવનમાં પદ અને
ગુપ્તતાનું શપથ અપાશે.
૨. ડૉ અબ્દુલ કલામની બાયોપિકનો
ફર્સ્ટ લૂક જાહેર, ઈસરોના
ચેરમેને લોન્ચ કર્યું પોસ્ટર
બોલીવૂડમાં આજે બાયાપિકનો જમાનો છે. ત્યારે હજુ એક મહાન વ્યક્તિ પર બાયોપિક
બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડૉ. એપીજે અબ્દુલ કલામ પર બાયોપિક બનાવવામાં
આવી રહી છે. આ બાયોપિકના પોસ્ટરને ઈસરોના ચેરમેન કિરણ કુમારે લોન્ચ કર્યું છે. આ
બાયોપિક દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા એપીજે અબ્દુલ કલામ પર બનાવવામાં આવશે. આ ફિલ્મના
પોસ્ટરનો ફસ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્માતા અનિલ સુન્કારા અને
અભિષેક અગ્રવાલ છે. આ ફિલ્મની ટેગલાઈન છે “એવરી ઍજ હેસ અ હીરો”, “એવરી હીરો હેસ અ સ્ટોરી” ફિલ્મની ટેગલાઈન જાતે જ ડૉ. કલામના વિચારોને વ્યક્ત કરે છે.
૩. ગુજરાત-બિહાર
બાદ યુપીના રાજકારણમાં ભૂકંપ, સપા-2, બીએસપી-1 એમએલસીનું રાજીનામુ
લખનઉ : ગુજરાત અને બિહાર પછી હવે ઉત્તર
પ્રદેશના વિપક્ષમાં હવે ભૂકંપ આવ્યો છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
અમિત શાહ ઉત્તર પ્રદેશના લખનઉના ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. અમિત શાહની મુલાકાત
અગાઉ જ સમાજવાદી પાર્ટીના બે અને બસપાના એક એમએલસીએ પોતાના પદ પરથી રાજીનામું
આપ્યું છે. જેમાં ખાસ વાત એ છે કે મુસ્લિમ શિયા સમુદાયના નેતા બુક્કલ નવાબનો
સમાવેશ થાય છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
૪. કોગ્રેસને મોટો ઝટકો, અંબિકા સોનીએ આપ્યું
રાજીનામું
નવી દિલ્હી: કોગ્રેસના મહાસચિવ અંબિકા સોનીએ કોગ્રેસને મોટો ઝટકો આપતા પોતાના તમામ
પદેથી રાજીનામું આપી દીધું છે. અંબિકા સોની હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી
હતા. એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મે પાર્ટીના હાઇકમાન્ડને વિનંતી કરી છે કે મને સ્વાસ્થ્ય કારણોસર ઉત્તરાખંડ
અને હિમાચલપ્રદેશના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે. અંબિકા સોની કોગ્રેસની
દિગ્ગજ નેતા ગણાય છે. તે મનમોહનસિંહ સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી
હતી.
૫. વિધાનસભાની
ચૂંટણીમાં મહિલાઓ માટે ‘પિંક
પોલિંગ બૂથ’ ઊભાં
કરાશે
અમદાવાદ: ગુજરાતમાં ડિસેમ્બર-ર૦૧૭માં આવી
રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે મહિલાઓ માટે અલગથી પિંક
પોલિંગ બૂથ રાખવાનો મહત્વનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપંચે લીધો હોવાનું આધારભૂત
સૂત્રો દ્વારા જાણવા મળે છે.
૬. ગુજરાત કૉંગ્રેસના 40 ધારાસભ્યોને બેંગલુરૂ 'એરલિફ્ટ' કરાયા
ગુજરાતના રાજકારણમાં રાતોરાત ચિત્ર બદલાઈ ગયું
છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત કૉંગ્રેસમાં રીતસરની દોડધામ મચી ગઇ
છે. બે દિવસમાં કૉંગ્રેસના 6 ધારાસભ્યોએ ધડાધડ રાજીનામાં આપી દેતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ પાર્ટીને
વધુ તૂટતી બચાવા માટે 40
ધારાસભ્યોને
વિમાન મારફતે બેંગલુરૂ મોકલી દેવામાં આવ્યા છે. અહીં તેમને એક રિસોર્ટમાં
રાજ્યસભાની ચૂંટણી પહેલાં સુધી રખાશે. જ્યારે બાપુ સહિત આઠ ધારાસભ્યો ગુજરાતમાં
છે. તેમના વિશે હજી કોઇ નક્કર માહિતી નથી.
૭. સરહદ ડેરીના ચેરમેનને વોકેશનલ
એકિસલન્સી એવોર્ડ એનાયત
અંજાર, તા. 28 : રોટરી ઇન્ટરનેશનલ આર.આઇ.ડી. 3051 સંસ્થા દ્વારા `કચ્છ કુરિયન' તરીકે જાણીતા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ
હુંબલને કચ્છ જિલ્લામાં ડેરી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી અને ડેરી ઉદ્યોગનો વિકાસ
કરી નવી રોજગારીનું નિર્માણ તેમજ નવી તકો ઉપલબ્ધ કરાવવા બદલ `વોકેશનલ એક્સિલન્સી એવોર્ડ' એનાયત કરાયો હતો. આ એવોર્ડ સંસ્થાના કચ્છ
જિલ્લાના ડિસ્ટ્રીકટ ગવર્નર દિનેશભાઇ ઠક્કર તથા વરિષ્ઠ વકીલ ભરતભાઇ ધોળકિયાના
હસ્તે પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિ તીર્થ મેમોરિયલ, મસ્કા (માંડવી) ખાતે અપાયો હતો. અહીં નોંધનીય
છે કે, વલમજીભાઇ દ્વારા વર્ષ 2009માં સરહદ ડેરીની સ્થાપના કરી અને જિલ્લાના
ગ્રામીણ વિસ્તારમાં રોજગારીનું તકોનું સર્જન કર્યું છે. તેમજ તેઓ વિવિધ સંસ્થાઓમાં
સેવા આપી રહ્યા છે. જેમાં કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી, સરહદ ડેરીના ચેરમેન, અમૂલના ડાયરેકટર, કે.ડી.સી.સી. બેંકના કાર્યકારી સમિતિના ચેરમેન
વિ. જેવા હોદાઓમાં કાર્યરત છે.
૮. ભારતનો સૌથી નાનો ડાયરેક્ટર :
કિશન શ્રીકાંત
આંતરરાષ્ટ્રીય:-
૧. સ્કૉટલૅન્ડમાં બન્યું
દુનિયાનું પ્રથમ તરતું વિન્ડમિલ-ફાર્મ
આપણે નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હોઈએ
ત્યારે અનેક વખત રસ્તાની બંને બાજુ વિશાળ પવનચક્કીઓ જોતા હોઈએ છે. હવે તો દરિયામાં
પણ પવનચક્કી બેસાડવામાં સફળતા મળી છે. તાજેતરમાં સ્કૉટલૅન્ડમાં વિશ્ર્વની પ્રથમ
પાણીમાં તરતી પવનચક્કી બનાવવામાં આવી છે. જમીન ઉપર કે પાણીમાં એકસાથે એકથી વધુ
પવનચક્કીઓ બેસાડવામાં આવે તેને ‘વિન્ડફાર્મ’ કહેવામાં આવે છે.
૨. North Korea એ છોડી બેલેસ્ટિક મિસાઈલ, જાપાનમાં હડકંપ
સિઓલ/ટોકિયો: ઉત્તર કોરિયા (North Korea)એ શુક્રવારે મોદી રાત્રે ફરીથી મિસાઈલ છોડી છે
જે જાપાનના સમુદ્રી ક્ષેત્રમાં જઈ પડી છે. માનવામાં આવી રહ્યું છે કે આ અંતર
મહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઈલ (ICBM) હતી. જાપાનના પીએમ શિંજો આબેએ તેને દેશની સુરક્ષામાં ખતરો ગણાવીને આપાતકાલીન
બેઠક બોલાવી છે.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની પાબંધી હોવા છતાં પણ
ઉત્તર કોરિયા (North
Korea)એ એક
મહિનામાં બીજી વખત પરીક્ષણ કરીને દુનિયાને પડકાર ફેંક્યો છે. એક દિવસ અગાઉ જ
અમેરિકન કોંગ્રેસે રૂસ, ઈરાન અને ઉત્તર કોરિયા ઉપર તાજો પ્રતિબંધ
લગાવ્યો છે. મિસાઈલ ઉત્તરી કોરિયાના જેનગાંગ પ્રાંતથી સ્થાનિક સમય મુજબ રાતના
૧૧.૪૧ કલાકે છોડવામાં આવી હતી.
અમેરિકન રક્ષા વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરી છે, પેંટાગોનના પ્રવક્તા કેપ્ટન જૈફ ડેવિસે કહ્યું
છે કે આ મિસાઈલ આશરે એક હજાર કિમીનું અંતર પાર કરીને જાપાનના સમુદ્રમાં પડી છે. આ
આ વર્ષનું ૧૨મુ અને આઈસીબીએમ મિસાઈલનું બીજું પરીક્ષણ છે.
૩. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના
દિવ્ય અસ્થિનું નાયેગ્રા ફોલ્સમાં કરાયું વિસર્જન
BAPSનુ સુકાન સંભાળનાર પરમ પૂજ્ય મહંત સ્વામીજી
મહારાજ દ્વારા 27મીએ કેનેડાના નાયાગ્રા ફોલ્સમાં બીએપીએસ
સંસ્થાના સંતો સહિત હરિભક્તોના હૃદયમાં સ્થાન ધરાવનાર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી
મહારાજના દિવ્ય અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેનેડામાં વિશાળ
સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા. વિસર્જનના કાર્યક્રમને લઇને સ્ટેજને ખાસ ફુલોથી
શણગારવામાં આવ્યું હતું. પ.પૂ. મહંત સ્વામીજી મહારાજ બિરાજ્યા હતા. જ્યાં તેઓએ
પ્રમુખ સ્વામીની યાદોને વાગોળી હતી. ત્યાર બાદ પ.પૂ. મહંત સ્વામી દ્વારા નાયાગ્રા
ફોલ્સમાં પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય અસ્થિ વિસર્જન સમયે કેનેડા-અમેરિકાના અનેક સંતો તેમજ
હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
૪. પનામાગેટ કેસમાં નવાઝ શરીફ દોષિત, પ્રધાનમંત્રી પદ
છોડ્યું
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા પનામાગેટ કેસમાં
પ્રધાનમંત્રી નવાઝ શરીફને દોષિત જાહેર કર્યા હતા. આ સાથે જ તેમને આજીવન વડાપ્રધાન
પદ માટે અયોગ્ય જાહેર કરી દીધા હતા. દેશની સર્વોચ્ચ અદાલતે આ નિર્ણય બાદ નવાઝ
શરીફે પોતાનું પદ છોડી દીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવાઝ શરીફની રાજકીય
કારકિર્દીનો અંત આવી ગયો હતો. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે નવાઝ શરીફ અને તેમના
પરિવાર વિરૂદ્ધ કેસ નોંધવાનો પણ આદેશ આપ્યો છે.
૫. નવાઝ
શરીફના રાજીનામા બાદ તેમના ભાઈ શાહબાઝ બનશે પાકિસ્તાનના PM
પનામા પેપર્સ મામલે દોષી જાહેર થયેલ નવાઝ
શરીફની વડાપ્રધાન પદની ખુરશી તો જરી રહી છે. નવાઝ શરીફના પાકિસ્તાની વડાપ્રધાન
પદથી હટ્યા બાદ હવે તેમના નાના ભાઈ શાહબાઝ શરીફ દેશના હવેના પીએમ હશે. નવાઝ શરીફની
પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ની ઉચ્ચ સ્તરીય બેઠકમાં શાહબાઝને
પીએમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જોકે, હાલ શાહબાઝ પાકિસ્તાની સંસદના નીચલા સદનના
નેશનલ એસેમ્બલીના સદસ્ય નથી, જેને પગલે તેઓ તરત વડાપ્રધાન બની શક્તા નથી.
રમત
ગમત:-
૧. શ્રીલંકા સામે સદી
ફટકારવાની સાથે જ Virat Kohli એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ભારત અને શ્રીલંકાની વચ્ચે ગાલેમાં રમાયેલી
ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ પોતાની બીજી ઇનિંગમાં પોતાનું પ્રભુત્વ બનાવી રાખ્યું
હતું. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ Virat Kohli ની ૧૭ મી ટેસ્ટ સદી અને અભિનવ મુકુન્દની
શાનદાર ૮૧ રનની ઇનિંગના આધારે શ્રીલંકા સામે ૫૫૦ રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો.
શ્રીલંકા સામે પ્રથમ ઇનિંગમાં ફ્લોપ રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં
શાનદાર ૧૦૩ રનની ઇનિંગ રમી હતી. તેની સાથે જ વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ્સ પોતાના
કર્યા છે.
૨. ભારતની મહિલા બૉક્સરો માટેના
પ્રથમ વિદેશી કોચ સ્ટીફન કોટેલાર્ડો
નવી દિલ્હી: મહિલા બૉક્સરો માટે ભારતના પ્રથમ વિદેશી કોચ સ્ટીફેન
કોટેલોર્ડા પોતાની નવી કામગીરીને જવાબદારીના બદલે જીવનકાર્ય તરીકે સમજે છે અને
તેમનું કહેવું છે કે મોટા પડકાર છતાં, તેમના મનમાં ઑલિમ્પિકની સિદ્ધિ સિવાય અન્ય કાંઈ નથી.
૩. ભારતના
હરીક્રિષ્ણને સ્વિસ ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો
બિલ (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતના ગ્રૅન્ડમાસ્ટર ખેલાડી પી. હરીક્રિષ્ણને અહીં
યોજાઈ રહેલા બિલ ચેસ ફેસ્ટીવલમાં પોતાની રમત ઉપરાઉપરી ડ્રો કર્યા પછી ચોથા
રાઉન્ડમાં અગ્રણી સ્થાનિક ખેલાડી નોયેલ સ્ટુડરને હરાવ્યો હતો.
૪. બેડમિન્ટન
રેન્કિંગ : યુએસ ઓપન વિજેતા પ્રણોયે ૧૭મો ક્રમાંક મેળવ્યો
યુએસ ઓપન ગ્રા.પ્રીમાં ચેમ્પિયન બનેલા ભારતનાં
બેડમિન્ટન ખેલાડી એચ.એસ.પ્રણોયે હાલમાં જાહેર થયેલા રેન્કિંગમાં છ સ્થાનની છલાંગ
સાથે ૧૭મું સ્થાન મેળવ્યું છે. જ્યારે બે વર્ષમાં પ્રથમ વખત વખત યુએસ ઓપનની
ફાઇનલમાં પ્રવેશનારા અને તેની સામે પરાજય મેળવનારા સાથી ખેલાડી પારૂપલ્લી કશ્યપે
૧૨ સ્થાનના ફાયદા સાથે ૪૭મું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સમીર વર્મા કે જે આ
ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઇ થનારો ચોથો ભારતીય ખેલાડી હતો તેણે ચાર સ્થાનના છલાંગ
સાથે ૨૮મો ક્રમાંક મેળવ્યો છે. પ્રણોય દિવસે દિવસે પોતાની સ્થિતિ સુધારતો જાય છે
અને જેના કારણે હાલમાં ટોચના ૨૦ ખેલાડીઓમાં ચાર ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આર્થિક:-
૧. દાર્જિલિંગ બંધના દિવસોએ સૌથી
લાંબા બંધનો નવો રેકોર્ડ બન્યો
અલગ ગોરખાલેન્ડની માગણી અને આંદોલન કરતા ગોરખા
જનમુક્તિ મોરચા(ય્ત્નસ્)એ ર્દાિજલિંગ બંધનું એલાન ૪૪મા દિવસમાં પ્રવેશ્યું છે અને
અત્યાર સુધીના સૌથી લાંબા બંધનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ય્ત્નસ્ બંધના નવા
રેકોર્ડનો ભલે ગર્વ લેતું હોય પણ આ પર્વતીય વિસ્તારમાં રહેતાં લોકોના હાલ લાંબા
બંધને કારણે બેહાલ થઈ ગયા છે. આ અગાઉ જુલાઈથી ઓગસ્ટ ૨૦૧૩માં સૌથી લાંબો ૪૨ દિવસનો
બંધનો રેકોર્ડ નોંધાયો હતો. બંધને લીધે અનેક પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓની શહેરમાં
અને રાજ્યમાં અછત સર્જાઈ છે. લોકોને વસ્તુઓ ખરીદવા મોં માગ્યા ભાવ આપવા પડે છે.
અન્ય:-
૧. ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, દેશનુ પ્રથમ માનવરહિત
ટેન્ક તૈયાર, જાણો
વિગત...
રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ)
દ્વારા માનવ રહિત, રિમોટ દ્વારા સંચાલિત ટેન્ક વિકસિત કર્યું છે.
આ ટેન્ક દેખરેખ રાખવા, સુરંગ શોધવા તેમજ પરમાણુ તેમજ જૈવિક ખતરાનું
સર્વેક્ષણ કરવામા સક્ષમ છે. આ ટેન્કને MUNTRA નામ આપવામાં આવ્યું છે. આ ટેન્ક દેશનું પ્રથમ
માનવરહિત ટેન્ક છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point