Friday, 28 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 29-07-2017

અહીંથી તમે તારીખ ૨૮-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. હવેથી, ટ્રેનમાં સફર દરમિયાન મળશે Wi-Fi સુવિધા

ટ્રેનમાં સફર દરમિયાન હવે રેલ્વે યાત્રીઓને Wi-Fi નું એક્સેસ મળશે. દેશના મહત્વના રેલ્વે સ્ટેશનો પર Wi-Fiની સર્વિસ શરૂ કર્યા બાદ રેલ્વે દેશભરમાં ચાલનારી મહત્વની મેસ એક્સપ્રેસ ટ્રેનોમાં પણ એને શરૂ કરવામાં આવી રહી છે. જો કે આ સર્વિસ તેજસ, ગતિમાન, દિલ્હી હાવડા રાજધાની અને કેટલીક શતાપ્દી ટ્રેનોમાં આપવામાં આવી રહી છે.

૨. મહિલા ક્રિકેટ ખેલાડીઓને રેલ્વેની ભેટ, મિતાલી, હરમનપ્રીત બનશે ઉચ્ચ રેલ્વે અધિકારી

ઇંગ્લેન્ડના જાણીતા મેદાન લોર્ડ્સ ખાતે તાજેતરમાં યોજાયેલ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના મહિલા વર્લ્ડ કપમા ભારતીય મહિલા ટીમની ઇંગ્લેન્ડ સામેની જોરદાર રમતે મેચ જોઈ રહેલ તમામ દર્શકોનું દિલ જીતી લીધું હતું. ભારતીય મહિલા ટિમ ઇંગ્લેન્ડ સામે માત્ર 9 રનથી પરાજય પામી તેમ છતાં ભારતનું ગૌરવ વધારી સ્વદેશ પરત ફરી હતી. સ્વદેશ પરત ફરતા સમગ્ર ટીમનું જોરદાર સ્વાગત કરાયું હતું.

૩. Navneet પ્રકાશનના માલિક નવીન શાહની હત્યા કરાયેલી લાશ મળી

અમદાવાદઃ ગુજરાતમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં જાણીતા બનેલા Navneet પ્રકાશનના માલિક નવીન શાહ બે દિવસ પહેલા ગૂમ થયા બાદ તેમની હત્યા કરાયેલી લાશ માલપુર નજીકથી મળી છે. કહેવાય છે કે બે દિવસથી ગૂમ નવીન શાહનું અપહણ કરાયું હતું અને અપહરણકારોએ કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી. આ કેસમાં ક્રાઈમબ્રાંચ દ્વારા જિગ્નેશ ભાવસાર સહિત ચાર શખ્સની ધરપકડ કરાઈ કરી છે.

૪. રાજુલા ખાતે ગૌધામ ગૌશાળાનું પૂ.મોરારિબાપુના હસ્તે ખાતમુર્હુત

રાજુલા ખાતે મોરારિબાપુના હસ્તે ગૌધામનો ખાતમુર્હુત પ્રસંગ મહોત્સવ બનાવ્યો. ૭ર વર્ષે ક્ષત્રિય ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજીએ શરૂ કરેલ ગૌશાળાને ૪૦ એકર જમીન આપેલ તે આજે કાઠી ક્ષત્રિય મનુભાઈ ધાખડાએ કરોડો રૂપિયાની જમીનનું દાન કર્યુ હતું.

૫. હિન્દી ફિલ્મ વોન્ટેડના અભિનેતા ઈન્દર કુમારનું હૃદયરોગના હુમલાને કારણે નિધન, 43 વર્ષના હતા

મુંબઈ  બોલીવૂડ અભિનેતા ઈન્દર કુમારનું આજે વહેલી સવારે અહીં નિધન થયું છે. તેઓ 43 વર્ષના હતા.
ઈન્દર કુમારે તિરછી ટોપીવાલે’ (1998), ‘વોન્ટેડ’ (2009) સહિત 20 હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

૬. ગુજરાત કોંગ્રેસનાં મૂળીયાં હચમચાવતો ભૂકંપઃ આજે વધુ ત્રણ ધારાસભ્યનાં રાજીનામાં પડ્યાં

અમદાવાદ–  ગુજરાત કોંગ્રેસને ચૂંટણીના વર્ષમાં ચૂંટણી પહેલાં જ આંતરિક સંઘર્ષનો સામનો કરવો ભારે પડી રહ્યો છે. ગઇકાલ બાદ આજે પણ આ લખાય છે ત્યાં સુધીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધાં છે. આ ત્રણ ધારાસભ્યોમાં કોંગ્રેસના નવસારીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે.
થોડા કલાકોમાં જ ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે પણ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

૭. અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરશે

ગાંધીનગર : કોંગ્રેસમુક્ત ભારત અભિયાન હેઠળ કોંગ્રેસમાંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપી ભાજપમાં પ્રવેશ કર્યો છે. જેમાં બળવંતસિંહ રાજપૂત, ડો. તેજશ્રીબેન પટેલ અને પી. આઇ. પટેલ ભાજપમાં જોડાયા છે. આમ હવે રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહમેદ પટેલ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યાં છે. આજે રાજ્યસભાની ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપમાંથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહ રાજપુત ઉમદવારી પત્ર ભરશે. કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજોની વિકેટ મળતા ભાજપમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રણેયને આવકાર્ય હતા.

૮. આજે વિશ્વ હેપેટાઇટીસ ડે 2017, HIVથી પણ છે ખતરનાક

વિશ્વ હેપેટાઇટીસ ડે 2017: વિશ્વભરમાં 400 મિલિયન લોકોને આસર્ગ્રસ્ત, એચઆઇવી કરતાં પણ વધુ ઘાતક છે હિપેટાઈટીસ. વિશ્વભરમાં 400 મિલિયન લોકો આસાર ગ્રસ્ત છે એચઆઇવી ચેપ ધરાવતા લોકોની સંખ્યા 10 ગણા વધારે છે.

વૈશ્વિક ધોરણે, હિપેટાઇટિસથી 1.4 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે એવું માનવામાં આવે છે કે હીપેટાઇટિસ ધરાવતા લોકોમાંથી માત્ર 5% તેમના ચેપ વિષે જાણતા હોય છે, અને 1% કરતા ઓછા લોકોને સારવાર મળે છે.

એચઆઇવી/એડ્‍સનો વાયરસ ભલે સંક્રમણ ફેલાવવામાં ઘાતક છે પણ આનાથી પણ 50 ગણો ઘાતક હિપેટાઇટિસનો વાયરસ છે.

દર વર્ષે 28 જુલાઇને વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્‍ય આના વિશે જાગૃતિ ફેલાવવાનો છે. સૌથી પહેલા લીવરને અસર કરનારો આ રોગ ફેલાવાનું મોટું કારણ દેશમાં અસુરક્ષિત ઇન્‍જેકશન પ્રક્રિયા છે.

૯. આવતીકાલથી સળંગ 36 કલાક સુધી સ્માર્ટ સિટી રાજકોટ હેકેથોન

આ ઉપરાંત કેટલીક એવી જૂની સમસ્યાઓ પણ છે કે જેનું સમાધાન નવી ટેકનોલોજી જ આપી શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા રાજકોટમાં હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટ, ગુજરાત અને સમગ્ર દેશમાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની 1125 ટીમ ભાગ લઈ રહી છે. તેઓ સળંગ 36 કલાક સુઝી ભેજુ લડાવીને જનતાને નડતી જુદી-જુદી 101 સમસ્યાઓનું ટેકનોલોજિકલ સમાધાન આપશે.
રાજકોટ મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ખાતે સ્માર્ટ સિટી હેકેથોન 2017 શરૂ થઈ રહી છે. વડા પ્રધાને તેની એપ લોન્ચ કર્યા બાદ 1125 ટીમે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 285 ટીમની પસંદગી કરવામાં આવી છે. 156 ટીમ રાજકોટની છે. ગુજરાતની 78 ટીમ છે અને 51 ટીમ અન્ય રાજ્યોમાંથી આવી રહી છે.
મહાનગરપાલિકાએ પ્રજા સાથેના વ્યવહારમાં અંતરાઈ રૂપ બનતા 101 ટેકનોલોજિકલ પ્રશ્નોની સૂચિ તૈયાર કરી છે. 256 ટીમના 1710 વિદ્યાર્થીઓ મગજ પર જોર આપી પ્રોગ્રામિંગ દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. એચપી, માઇક્રોસોફ્ટ, નાસકોમ, એસએપી, બીએએસસીએચ, ટીસીએચ, સીસ્કો, ગુજરાત ઇલેકટ્રોનિક્સ એન્ડ આઇટી એસોસિએશન તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ટીમો મેન્ટરની ભૂમિકા અદા કરશે.
આઇટી કંપનીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની બનેલી જ્યુરી વિદ્યાર્થીઓએ આપેલા ટેકનોલોજીકલ સોલ્યુશન્સ કેટલા વ્યવહારું છે તે અંગે ચકાસણી કરી નિર્ણય આપશે. સૌથી શ્રેષ્ઠ સોલ્યુશન આપનારી ટીમને રૂ.1,25,000, બીજા નંબરે રૂ.1,00,000 તથા ત્રીજા ક્રમને રૂ.75,000નું રોકડ ઇનામ આપવામાં આવશે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. વિશ્વનું સૌથી શક્તિશાળી અમેરિકન એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરતા ટ્રમ્પ

વોશિંગ્ટન ઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત 23 જુલાઇએ વિશ્વના સૌથી શક્તિશાળી અમેરિકન એરક્રાફ્ટ કેરિયરને વર્જિનિયાના નોરફોક ખાતે લોન્ચ કર્યું હતું.

૨. બિલ ગેટ્સને પાછળ છોડીને એમેઝોનના જેફ બેજોસ બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ન્યૂયોર્કઃ એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ ગુરુવારે માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અમેરિકન ટેક્નોલોજી કંપનીના શેરમાં આવેલ ઉછાળા બાદ તેઓ આ સ્થાન પર પહોંચ્યા છે. આ વાત ફોર્બ્સ મેગેઝીને જણાવી છે.


રમત ગમત:-  

૧. પ્રો. કબડ્ડી લીગ ફાઇવનો આજથી પ્રારંભ થશે

પ્રો. કબડ્ડી લીગ પોતાની પાંચમી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. આજથી શરૂ થઈ રહેલી લીગમાં ૧૨ ટીમો એકબીજાને ટક્કર આપવા માટે સજ્જ બની છે. આ વખતે પ્રો. કબડ્ડી લીગ અગાઉની સિઝનના મુકાબલે વધુ મોટી અને વધુ સારી થનાર છે, કેમ કે, આ વખતે ૧૨ ટીમો ટક્કર ટાઇટલ જીતવા એકબીજાની સાથે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૩૮ મેચ રમાવવાની છે જેના કારણે ટૂર્નામેન્ટ ૧૩ અઠવાડીયા સુધી ચાલવાની છે. આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને ૩ કરોડ અને ઉપવિજેતાને ૧.૮ કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. જ્યારે ત્રીજા સ્થાને રહેલી ટીમને ૧.૨ કરોડની રકમ આપવામાં આવશે. આ વખતે ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમ પણ ભાગ લઈ રહી છે અને ટીમ પોતાની પ્રથમ સિઝનમાં જ ધમાકો કરવા સજ્જ બની છે.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. BCCI એ મહિલા ક્રિકેટ ટીમને 50 લાખનું ઇનામ આપ્યું

બીસીસીઆઇએ મહિલા વિશ્વ કપમાં ફાઇનલ સુધી પહોંચનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દરેક સભ્યને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ સાથે રેલવેએ પણ ભારતીય ટીમમાં પોતાનું પ્રતિનિધિત્વ કરનાર 10 ખેલાડીઓમાંથી પ્રત્યેક ખેલાડીને 13-13 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

અન્ય:-
૧. હિન્દી સિનેજગતની સૌથી સફળ ફિલ્મ 'કિસ્મત' રજૂ થઈ
બીજા વિશ્વયુદ્ધ પછીની મંદીમાં વકરેલી નફાખોરી અને આશાવાદના કારણે આ વર્ષે ૧૯૪૩માં બંગાળમાં ભયાનક દુષ્કાળ પડયો. આ દુકાળમાં ૫૦,૦૦,૦૦૦ માણસો મૃત્યુના ખપ્પરમાં હોમાઈ ગયા. સમસ્યાઓ સંબંધિત રજૂઆતની શ્રેષ્ઠ કલાકૃતિ બની રહેલું બિજોન ભટ્ટાચાર્યનું નાટક નાબામા ઈન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશનનું સૌથી પહેલું નિર્માણ હતું. આજ વર્ષે સુભાષચંદ્ર બોઝ જર્મનીના કીલ શહેરથી સબમરીનમાં બેસીને સિંગાપોર આવ્યા અને આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ કમાન્ડર તરીકે હોદ્દો સંભાળ્યો. તેમણે જાહેરાત કરી કે તેઓ સ્વતંત્ર ભારતની સૌપ્રથમ કામચલાઉ સર્કાર રચી રહ્યા છે. જોકે બ્રિટિશ તાબાના ભારતમાં એમની સરકારના અધિકારીઓ જાહેર થઈ શકે એમ નહોતા એટલે એ બધા જર્મની અથવા જાપાનમાં હતા.
-પ્રશાંત ભટ્ટ
Educational Point