અહીંથી તમે તારીખ ૨૭-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. કર્ણાટકના
પૂર્વ મુખ્યપ્રધાન ધમરસિંહનું નિધન
કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન ધરમસિંહનું
બેંગલુરુની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 80 વર્ષના હતા અને પત્ની તથા બે પુત્રો અને એક
પુત્રીને વિલાપ કરતાં મુકી ગયા છે.
એમ.એસ. રામૈયા હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું
હતું કે હદય રોગના હુમલા પછી ધરમસિંહનું હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ
(આઈસીયુ)માં નિધન થયું છે. તેમણે સવારે 11.54 વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લાં કેટલાક
સમયથી તેમની તબિયત સારી ન હતી. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં તેમને હોસ્પિટલમાં
ખસેડવામાં આવ્યા હતાં.
૨. ખેલ
રત્ન અને અર્જૂન એવોર્ડ કમિટીનો સભ્ય બન્યો સેહવાગ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ આક્રમક બેટસમેન
વીરેન્દ્ર સેહવાગને ખેલ રત્ન અને અર્જૂન એવોર્ડ કમિટીનો સભ્ય બનાવવામાં આવ્યો છે.
સેહવાગ ઉપરાંત આ કમિટીમાં પૂર્વ એથલીટ પીટી ઉષાને પણ સામેલ કરવામાં આવી છે. આ
કમિટીમાં કુલ 12
સભ્યો હશે.
૩. મહિલા
ક્રિકેટરોની PM સાથે મુલાકાત…
લંડનમાં હાલમાં જ
રમાઈ ગયેલી આઈસીસી મહિલા ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં રનર્સ-અપ બનેલી ભારતીય મહિલા ક્રિકેટરોનું 27 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તથા કેન્દ્રીય
ખેલકૂદ પ્રધાન વિજય ગોયલ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું. બાદમાં કેપ્ટન મિતાલી
રાજ અને તેની સાથીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી અને તેમની સાથે
ગ્રુપ તસવીર પડાવી હતી. તમામ ખેલાડીઓએ એમનાં હસ્તાક્ષરવાળું બેટ વડાપ્રધાન મોદીને
ગિફ્ટમાં આપ્યું હતું. ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી, પણ ફાઈનલમાં યજમાન ઈંગ્લેન્ડ સામે 9-રનથી હારી ગઈ હતી. ટીમની લડતની ખૂબ પ્રશંસા
કરવામાં આવી છે.
૪. વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અબ્દુલ કલામ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
એપીજે અબ્દુલકલામની બીજી પુણ્યતિથિ પર તમિલનાડુના રામેશ્વર ખાતે એપીજે અબ્દુલ કલામ
સ્મારકનું ઉદ્ઘાટન કર્યું છે.
રામેશ્વર ખાતેનું નોલેજ સેન્ટર કલામના
સમાધિસ્થળે બન્યું છે. તેના પર 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વડાપ્રધાન મોદીએ અહીં અન્ય કેટલાક કાર્યક્રમોમાં
પણ ભાગ લીધો છે. સ્મારક ખાતે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો હતો. આ
સ્મારકનું નિર્માણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ સ્મારકમાં
કલામની પ્રતિમાનું અનાવરણ કર્યું અને ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. અહીં
વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલકલામના પરિવારજનો સાથે વાતચીત પણ
કરી હતી.
૫. કોંગ્રેસના
તેજશ્રીબહેન પટેલ અને બળવંતસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું
કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલાએ છેડો ફાડ્યા
બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.તેજશ્રીબહેન પટેલ
અને બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીમાનું આપ્યું છે.
૬. ગુજરાત
કોંગ્રેસને સૌથી મોટો ઝટકો, વિધાનસભામાં
કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપ્યું
ગુજરાતમાં
કોંગ્રેસની મુશ્કેલીમાં ચૂંટણી પહેલા જબરદસ્ત ફટકો પડ્યો છે. આગામી સમયમાં યોજાનાર
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત વિધાનસભામાં
કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
બળવંતસિંહ શંકરસિંહ વાઘેલાના પુત્રના વેવાઈ પણ છે. તે ઉપરાંત બીજી એક ઘટનામાં કોંગ્રેસના
ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા પરથી એવું લાગે
છે કે હવે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલની સામે કોઈ અપક્ષ ઉમેદવાર ઉભો
રહી શકે છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું
સુપ્રત કર્યું હતું.
૭
CM રૂપાણીએ અમદાવાદના અસરગ્રસ્ત વિસ્તારોની બોટમાં બેસીને
લીધી મુલાકાત,લોકો
થી મેળવી માહિતી
અમદાવાદઃ ગઈ કાલ રાતથી પડી રહેલા ધોધમાર
વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં
ભારે તંગ સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અસરગ્રસ્ત વિસ્તારોમાં
પહોંચ્યા હતા અને જાતમાહિતી મેળવી હતી. તેમની સાથે મંત્રી અને ઠક્કરબાપા નગરના
ધારાસભ્ય વલ્લભ કાકડિયા પણ જોડાયા હતા.
૮ ભૂર્તપૂર્વ
રાષ્ટ્રપતિ અને ભારતીય મિસાઇલમેનની આજે બીજી પુણ્યતિથિ
ભારતના મિસાઇલમેન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.
એ.પી.જે. અબ્દુલ કલામની આજે બીજી પુણ્યતિથિ છે. અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ
કલામનો જન્મ 15
ઑક્ટોબર 1931માં તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો.
૯ નીતીશકુમારે
બનાવ્યો રેકોર્ડ, છટ્ઠી
વખત CM પદ માટે લીધા શપથ
જનતા દળના નેતા નીતિશ કુમારે છટ્ઠી વખત CM પદ માટે શપથ ગ્રહણ કરી રેકોર્ડ નોંધાવ્યો છે.
ભાજપા સાથે રહી સરકાર બનાવી, આજે સવારે 10
કલાકે
રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ શપથ લેવડાવ્યા. નીતીશકુમાર બાદ બિહાર ભાજપા નેતા
સુશિલ કુમાર મોદીએ રાજ્યના ડે. સીએમ તરીકે શપથ લીધા.
૧૦. મુંબઇના
પ્રસિદ્ધ મૂર્તિકાર વિજય ખાતૂનું નિધન
‘મુંબઇચા રાજા’ સહિત મહારાષ્ટ્રની અનેક ગણેશમૂર્તિઓ બનાવનાર
પ્રસિદ્ધ મૂર્તિકાર વિજય ખાતૂનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું.
ગણેશોત્સવ નજીક હોવાથી હાલમાં ગણપતિની મૂર્તિઓ બનાવવાનું કામ ચાલુ થઇ ગયું છે અને
તેવામાં આ સમાચાર મળતા અનેક મૂર્તિકારોએ દુઃખની લાગણી અનુભવી હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧ ડોભાલ મોડી રાતે ચીન
પહોંચ્યા કાલે જિનપિંંગ સાથે મુલાકાત
બીજિંગ: ચીને ભારતને ફરી એક વાર ધમકી આપતાં
જણાવ્યું છે કે જો ભારત ડોકલામ પરથી તેની સેનાને હટાવશે તો જ સરહદી વિવાદમાં
સમાધાન થશે. ચીને તેનું અક્કડ વલણ ચાલુ જ રાખતાં આ મુદે વિવાદ હજુ વકરે તેવી
સંભાવના છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગઈ કાલે મધરાતે ચીન
પહોંચી ગયા છે. અને તેઓ આવતી કાલે ચીનીના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત લેશે.
રમત
ગમત:-
૧. લેડેકી વર્લ્ડ સ્વિમિંગમાં ૧૨ ગોલ્ડ જીતનારી સૌપ્રથમ
મહિલા સ્વિમર
અમેરિકાની ૨૦ વર્ષની લેજન્ડરી સ્વિમર કેટી
લેડેકીએ બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં મહિલાઓની ૧,૫૦૦ મીટર ફ્રિસ્ટાઈલ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા
મેળવી હતી. આ સાથે લેડેકીએ હાલમાં ચાલી રહેલી ચેમ્પિયનશીપમાં ત્રીજો અને ઓવરઓલ
વર્લ્ડ ચેમ્પિયનશીપનો ૧૨મો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. લેડેકી વર્લ્ડ સ્વિમિંગ
ચેમ્પિયનશીપમાં સૌથી વધુ ૧૨ ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બની ગઈ હતી.
તેણે તેના જ દેશની મિસી ફ્રેન્કલીનના ૧૧ ગોલ્ડના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
૨. 14 વર્ષ બાદ બરોડાના
ખેલાડીએ ભારત માટે ટેસ્ટ ટીમમાં રમ્યો
શ્રીલંકા સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેટમાં
હાર્દીક પંડ્યાનો ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થયો હતો. શ્રીલંકા સામે હાર્દિક
પંડ્યાએ ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કર્યું છે. આમ 14 વર્ષ બાદ બરોડાના કોઇ ખેલાડીએ રણજી ટીમમાંથી
ટીમ ઇન્ડિયામાં પ્રવેશ લીધો હોય તેવું બન્યું છે. આ પહેલા અનશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગીયા સહીતના બરોડાના ખેલાડીઓ ભારતની
ટેસ્ટ ટીમમાં સ્થાન પામ્યા છે.
૩ ચેસ બોક્સિંગમાં નેશનલ લેવલે
બ્રોન્ઝ મેડલ મેળવ્યો
- ચેસ બોક્સિંગ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી નેશનલ
ચેસ બોક્સિંગ ઈવેન્ટમાં ગજરાતના સંકેત પટ
- ખેલો ઈન્ડિયા
માર્શલ આર્ટ વૂશુમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
અન્ય:-
૧ ડૉ. કલામની બીજી પુણ્યતિથિએ પીએમ મોદી રામેશ્વરમમાં
શ્રદ્ધાંજલિ આપશે
ભારતના મિસાઇલમેન અને ભૂર્તપૂર્વ રાષ્ટ્રપતિ
ડો. એ. પી. જે. અબ્દુલ કલામની આજે બીજી પુણ્યતિથિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે
તમિલનાડુ જશે અને રામેશ્વરમમાં તેમની સમાધિ સ્થળ પર તેમને શ્રદ્ધાંજલિ આપશે. આ
દરમિયાન પીએમ મોદી ત્યાં બનાવવામાં આવેલા નૉલેજ સેન્ટરનું ઉદ્ધઘાટન પણ કરશે.
આ સેન્ટરના નિર્માણમાં 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ પીએમ મોદી 'કલામ 2020 સાયન્સ વ્હીકલ' ને લીલી ઝંડી આપશે. પીએમ મોદી સાથે તમિલનાડુના
ગવર્નર સી. વિદ્યાસાગર રાવ, મુખ્યમંત્રી પલાનીસામી અને એનડીએના
ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર વેંકૈયા નાયડૂ પણ હાજરી આપશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point