Wednesday, 26 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 27-07-2017

અહીંથી તમે તારીખ ૨૬-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્ય સભાની ચૂંટણીમાં ઝંપલાવશે. અમિત શાહ અને સ્મૃતિ ઇરાની રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડશે. ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના નામની બુધવારે જાહેરાત કરાઇ છે.

૨. બિહારના રાજકારણમાં ઉથલ-પાથલ, નીતીશ કુમાર આપ્યું રાજીનામું

પટના: બિહારના રાજકારણમાં ચાલી રહેલ ગરમાવા વચ્ચે રાજ્યના રાજકારણમાં મોટો બદલાવ નીતીશ કુમારે રાજીનામું આપ્યું છે. બુધવારે સાંજે પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે જેડીયૂ ધારાસભ્યો, સાંસદો અને બીજા નેતાઓની બેઠક બોલાવી હતી. બેઠક બાદ નીતીશ કુમાર રાજ્યપાલને મળવા પહોંચ્યા હતાં. સૂત્રોના જણાવ્ચા અનુસાર, નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

3 આગામી મહિને યોજાશે ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર

ગાંધીનગરઃ આગામી મહિને બે દિવસીય ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે. સૂત્રોના કહેવા પ્રમાણે 8 અને 9 ઓગસ્ટના રોજ ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર યોજાશે. 9 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.

4 આજે રાષ્ટ્રપતિ બનતા જ રામનાથ કોવિંદના દરબારમાં પહેલી અરજી પહોંચી જસ્ટિસ કર્ણનની

કોલકાત્તા હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ સીએસ કર્ણન હવે પોતાનો મામલો લઈને નવનિયુક્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શરણમાં પહોંચ્યા છે. પૂર્વ જસ્ટિસ કર્ણને પોતાની જેલની સજા માફ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કર્ણનને 6 મહિનાના કેદની સજા સંભળાવાઈ છે.

5 વિદ્યાર્થીનો વર્લ્ડ રેકોર્ડ

સૂરતના એક વિદ્યાર્થીએ સ્થાપ્યો છે વર્લ્ડ રેકોર્ડ. આ વિદ્યાર્થીએ 14 વર્ષ સુધી શાળામાં એકપણ રજા નહીં પાડીને પોતાના ભાઈએ રચેલા 13 વર્ષ સુધી એકપણ દિવસ શાળામાં રજા નહી પાડવાના રેકોર્ડને તોડી નાંખ્યો છે.આ વિદ્યાર્થીએ શાળાને જ પોતાનું ઘર બનાવી દીધું છે, અને શાળામાં રહેવાનું ભણવાનું અને પોતાના શિક્ષણ પ્રત્યેની જીજ્ઞાસા સાથે અનુશાસન પણ પોતાની આદત બનાવી દીધા છે. કહેવાય છે કે જેની નિયત સાચી હોય તેને ઈશ્વર પણ સહકાર આપે છે. બિલકુલ તેવી જ રીતે ભાર્ગવ નામના આ વિદ્યાર્થીએ જૂનિયર કે.જીથી લઈને 12માં ધોરણ સુધી શાળામાં સતત હાજરી આપી ઈન્ડિયાઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

6 કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

કોંગ્રેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા શંકરસિંહના પક્ષમાંથી રાજીનામા બાદ સ્થિતિ વધારે કથળી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર અને સોનિયા ગાંઘીના રાજકિય સલાહકાર એહમદ પટેલે આજે ગુજરાતમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ગઈ કાલે શંકરસિંહને મળ્યો હતો અને તેમણે મને એવું વચન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને મત આપશે. મને તેમના વચન અને શબ્દો પર ભરોસો છે.

૭. BMC નો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો અક્ષય કુમાર

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારને બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. અક્કી નગર નિગમ તરફથી મુંબઇનાં લોકોમાં જાગરૂક્તા ફેલાવશે. અક્કીને દર્શકો ખુબ પસંદ કરે છે અને તેની દરેક વાતને લોકો ખુબ જ ધ્યાનથી સાંભળે છે. કદાચ આ કારણે જ અક્ષય કુમારને બીએમસીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાનો નિર્ણય કર્યો છે.

૮. મેઘો બન્યો મહાકાલ, માઉન્ટ આબુમાં 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 48 કલાકમાં 98 ઈંચ વરસાદ

ગુજરાતમાં ચોતરફ વરસાદે જયારે તારાજી સર્જી છે, ત્યારે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ મોટા પ્રમાણમાં વરસાદને લીધે તારાજી સર્જાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છેલ્લા સો વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજસ્થાનના અન્ય જીલ્લાઓ પણ પૂરગ્રસ્ત થતા કેટલાય પરિવારો પરેશાન થઇ ગયા છે. માઉન્ટ આબુમાં છેલ્લા 48 કલાકમાં 98 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે જન-જીવન ત્રસ્ત થઇ ચૂક્યુ છે. રાજ્યમાંથી પસાર થતા મુખ્ય હાઇવેથી લઈને ગામડાના રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલાય ગામોનો સંપર્ક તૂટી ગયાના પણ અહેવાલો મળી રહ્યા છે.





આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકી સંસદનો રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા સામે પ્રતિબંધનો કોરડો

વિધેયકને બહાલી મળ્યા પછી હાઉસ ફોરેન અફેર્સ કમિટીના વડા એડ રોયસે જણાવ્યું હતું કે આ ત્રણેય દેશો વિશ્વના વિભિન્ન ભાગોમાં અમેરિકાના મહત્વના હિતો સામે જોખમ સર્જે છે. આ દેશો તેમના પડોશી દેશોમાં પણ અસ્થિરતાનું સર્જન કરી રહ્યા છે
અમેરિકાની પ્રતિનિધિસભાએ રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા પર પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું છે. આ સાથે યુદ્ધખોર અને વિનાશક પગલાંને કારણે ત્રણેય દેશો પર પ્રતિબંધ મુકવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

૨. વિશ્વમાં 25 કરોડ કમ્પ્યૂટરને હેક કરનારા હેકરો થયા જેલ ભેગા

ચીનની પોલીસે હેકિંગના આરોપ સાથે એક જ કંપનીના નવ જણાંની ધરપકડ કરી છે. નવ જણાંએ વાયરસ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. આ પ્રોગ્રામથી વિશ્વના 25 કરોડ કરતાં વધારે કમ્પ્યુટર હેક કરાયા હતાં.

3 ઑસ્ટ્રે.ના ટેનિસવીર મેર્વિન રોઝનું અવસાન

સિડની: માર્ગરેટ કોર્ટ અને બિલી જીન કિંગ જેવી મહાન બનેલ ખેલાડીઓને તાલીમ આપનાર ઑસ્ટ્રેલિયાના બે વેળાના ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સના ચૅમ્પિયન મેર્વિન રોઝનું ૮૭ વર્ષની વયે અવસાન નીપજ્યું હતું. 

૪. મેડમ તુસાદની બોલિવૂડ બ્રિગેડમાં સામેલ થશે પીઢ અભિનેત્રી મધુબાલા

મેડમ તુસાદની બોલિવુડ બ્રિગેડમાં હવે એક નવું નામ જોડાવા જઇ રહ્યું છે અને તે નામ પીઢ અભિનેત્રી મધુબાલાનું છે. દિલ્હી સ્થિત મેડમ તુસાદ આ વર્ષના અંત સુધીમાં ખુલે તેવી સંભાવના છે. અભિનેત્રીની મીણની પ્રતિમા ક્લાસિક ફિલ્મ મુગલે આઝમમાં તેમની પ્રસિદ્ધ ભૂમિકા અનારકલી પર આધારિત હશે. મધુબાલા હિન્દી સિનેમાના સુવર્ણ કાળની એક પ્રખ્યાત અભિનેત્રી હતી. પોતાના ટૂંકા જીવનકાળમાં તેઓ ચલતી કા નામ ગાડી’, ‘મિસ્ટર એન્ડ મિસિઝ ૫૫’, ‘કાલા પાનીઅને હાવડા બ્રિજજેવી ફિલ્મોમાં જોવા મળ્યા અને તે બોલિવુડના ખૂબ જ સન્માનિત લોકોમાંથી એક હતા. મર્લિન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલક અંશુલ જૈને જણાવ્યું કે મેડમ તુસાદ, દિલ્હી ખાતે મધુબાલાની પ્રતિમા મૂકાવાથી અમને ખૂબ જ ખુશી થશે. તેઓ હજુ પણ દેશના લાખો લોકોના દિલો પર રાજ કરે છે. અમને ખાતરી છે કે તેમનું સૌંદર્ય તેમના ચાહકોને તેમની સાથે સેલ્ફી લેવા અને વિશેષ ક્ષણો વિતાવવા માટે આકર્ષિત કરશે તથા તેમને સિનેમાના સોનેરી સમયમાં લઇ જશે. દિલ્હીની પ્રસિદ્ધ રીગલ બિલ્ડીંગમાં સ્થિત આ મ્યૂઝિયમમાં બોલિવુડના જે તરલાઓની મીણની પ્રતિમા મૂકવામાં આવશે તેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ગાયિકા આશા ભોસલે અને શ્રેયા ઘોષાલનો પણ સમાવેશ થાય છે.


રમત ગમત:-  

૧. શ્રીલંકા ટેસ્ટમાં હાર્દિકને મળ્યું સ્થાન, કોહલીએ આપી ટેસ્ટ કેપ

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે ઝંઝાવતી બેટિંગ કરનાર હાર્દિક પંડ્યાને બુધવારથી શ્રીલંકા સામે શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાર્દિંક પંડ્યાએ 43 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 76 રન બનાવ્યા હતા.

2 મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલીને મળશે ભેટમાં BMW કાર

પૂર્વ જૂનિયર ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન અને તેલંગાણા બેડમિન્ટન એસોસિએશનના ઉપાધ્યક્ષ ચાંમુડેશ્વરનાથ મિતાલી રાજને BMW કાર ભેટમાં આપવાની જાહેરાત કરી છે. એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા ચાંમુડેશ્વરનાથે મિતાલીના ભારતીય ક્રિકેટ ટીમના આપેલા યોગદાનની પ્રશંશા કરી હતી. તેમનું કહેવું છે કે, આપણી મહિલા ક્રિકેટ ટીમ સારો દેખાવ કરી રહી છે અને આપણે તેને પ્રોત્સાહને આપવા માટે યોગદાન આપવું જોઇએ.

૩. ICC વુમન્સ વનડે રેન્કિંગમાં Harmanpreet Kaur પ્રથમ વખત ટોપ-૧૦ માં પહોચી

શાનદાર સદી ફટકારી ભારતને મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં પહોચાડનારી બેટ્સમેન Harmanpreet Kaur એ તાજેતરની આઈસીસી બેટ્સમેનોની રેકિંગમાં ટોપ-૧૦ માં જગ્યા બનાવી લીધી છે. ત્યારે બોલિંગમાં ભારતની અનુભવી ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ ચાર સ્થાનની છલાંગ લગાવી છે. તાજેતર રેન્કિંગમાં વેદા કૃષ્ણમૂર્તિ અને પુનમ રાઉતને પણ ફાયદો થયો છે.
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. UKમાં ૭૭ વર્ષના સ્ટીવ ગિબ્સ રિક્ષા ચલાવી ભારતીયો માટે ફંડ એકત્ર કરે છે

વોશિંગ્ટન: આમ તો આજના સ્વાર્થી જમાનામાં કોઈ પણ માણસ લાભ વિના કંઈ જ કરવા તૈયાર નથી હોતાે પણ અહીં વાત છે હાર્ટની બીમારી સામે લડી રહેલાં બાળકો માટે ભંડોળ એકઠું કરવાનું કામ કરતા અને યુકેમાં રહેતા ૭૭ વર્ષના સ્ટીવ ગિબ્સની કે જેઓ રિક્ષા ચલાવીને ભારતીયો માટે ફંડ એકત્ર કરી રહ્યા છે.
અન્ય:-

૧. કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ કહ્યું- જવાનો પર દેશને ગર્વ છે, જેટલીએ આપી શ્રદ્ધાંજલિ

પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધને આજે 18 વર્ષ થયા છે. 8 મેના રોજ શરૂ થયેલું વિજય ઑપરેશન 26 જુલાઇના રોજ પૂરૂ થયુ હતું. 26 જુલાઈ 1999માં ભારતીય સેનાએ પાકને હરાવી કારગિલમાં તિંરગો લહેરાવ્યો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસે કારગિલ વિજય દિવસતરીકે ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવનોને સલામી આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, આપણા દેશની રક્ષા અને ગર્વ માટે જવાનોએ લડાઈ લડી, અમને જવાનો પર ગર્વ છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point