અહીંથી તમે તારીખ ૨૫-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. પૂરગ્રસ્ત
ગુજરાત માટે PM મોદીની 500 કરોડની સહાયની જાહેરાત, મૃતકના પરિવારને 2 લાખ
વરસાદે ઉત્તર ગુજરાતમાં ભારે હાહાકાર મચાવ્યો
છે ત્યારે મંગળવારે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં પૂરની
પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પૂરગ્રસ્ત ગુજરાત માટે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
જ્યારે પૂરમાં માર્યા ગયેલા મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
2 માઉન્ટ
આબુમાં 48 કલાકમાં 64 ઈંચ,
60 વર્ષનો
રેકોર્ડ બ્રેક વરસાદ
માઉન્ટ આબુ:ગુજરાતીઓના પ્રિય ટુરિસ્ટ સ્થળ
માઉન્ટ આબુમાં બારે મેઘ ખાંગા થયા છે. છેલ્લા 48 કલાકમાં માઉન્ટ આબુમાં રેકોર્ડ તોડ 64 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ટુરિસ્ટો
અને સ્થાનિકો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે માઉન્ટ આબુમાં છેલ્લા 60 વર્ષમાં આટલો વરસાદ પડ્યાનો કોઈ રેકોર્ડ નથી.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આબુમાં કદાચ પહેલી વાર આટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે
આબુના રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેમ તેના પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો
હતો. ભારે વરસાદને કારણે લાઈટો અને રસ્તાઓ બંધ થઈ ગયા છે. જ્યારે આબુ રોડથી ઉપર
જવા માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
3 મદ્રાસ
HCનો
મહત્વપૂર્ણ આદેશ, ‘સ્કૂલ-કોલેજ અને યૂનિવર્સિટીમાં દરેક અઠવાડિયે વગાડવું
પડશે વંદેમાતરમ’
નવી દિલ્લી: મદ્રાસ હાઈકોર્ટે વંદેમાતરમ પર એક નવો આદેશ
જાહેર કર્યો છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ સ્કૂલ, કોલેજ અને યૂનિવર્સિટીમાં અઠવાડિયામાં એક વખત
વંદેમાતરમ વગાડવું ફરજિયાત રહેશે. આવું એક દિવસ સોમવારથી શુક્રવારની વચ્ચે
વગાડવાનું રહેશે. તેની સાથે સરકારી ઓફિસો, સંસ્થાનો, પ્રાઈવેટ કંપની અને કોઈ પણ ફેક્ટ્રીમાં ઓછામાં
ઓછું એક વખત વગાડવું ફરજીયાત રહેશે. મદ્રાસ હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે
વંદેમાતરમ વગાડવામાં કોઈને મુશ્કેલી હોય તો તેને રોકવામાં આવશે નહીં પરંતુ કારણ
વ્યાજબી આપવાનું રહેશે.
૪. ઈન્કમ
ટેકસ વિભાગને આજે થયા 157 વર્ષ
આજે ઈન્કમટેકસ ડેની રાજકોટ સહિત દેશભરમાં
ઉજવણી કરવામાં આવી રહી છે. ઈન્કમટેકસ વિભાગેઆજે 157 વર્ષ પૂર્ણ કયર્િ છે. દરેક ક્ષેત્રિય વિભાગ
દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે આજે ઉજવણી થઈ રહી છે. ઈન્કમટેકસ-ડે અંતર્ગત રાજકોટ
આવકવેરા વિભાગ દ્વારા ત્રણ દિવસથી ઉજવણી ચાલી રહી છે. જેમાં વૃક્ષારોપણ, રકતદાન કેમ્પ, સેમિનાર, વાતર્લિાપ સહિત જનજાગૃતિનાં કાર્યક્રમોનું
આયોજન કરાયું છે. આવકવેરા વિભાગનાં ચીફ કમિશનર વિનોદકુમાર પાંડેયનાં નેતૃત્વ અને
માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ, ડ્રોઈંગ સ્પધર્,િ કરદાતાઓની જાગૃતિ માટે સેમિનાર અને આજે સાંજે હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય
સમારોહનું આયોજન કરાયું હતું.
૫. ગુજરાતી સિનેમા જગતની જાણીતી
ગાયિકા હર્ષિદા રાવલનું નિધન
આજે ગુજરાતી સિનેમા જગતની જાણીતી ગાયિકા
હર્ષિદા રાવલનું નિધન થયું છે.
તેમણે ગુજરાતી ફિલ્મો કાશી નો દીકરો, માં બાપ , પારકી થાપણ જેવી ફિલ્મોમાં ગયું છે. તેમણે
સંતુ રંગીલી (૧૯૭૬) ફિલ્મમાં એકે લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ ગીત ગયું
હતું, આલા લીલા વાંસળીયા રે, કેવા રે મળેલા મનના મેળ ? હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ? વગેરે ગીતો ગાનારને ગુજરાતી સિનેમા યાદ રાખશે.
૬. રામનાથ કોવિંદ બન્યાં દેશના 14માં રાષ્ટ્રપતિ,
CJIએ
લેવડાવ્યાં પદ અને ગોપનીયતાના શપથ
નવી દિલ્હી- રામનાથ કોવિંદે દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધાં છે.
આ પહેલાં તેઓ સવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી
સાથે શાહી બગીમાં સંસદ ભવન પહોંચ્યાં હતાં. અહીં સેન્ટ્રલ હોલમાં સુપ્રીમ કોર્ટના
ચીફ જસ્ટિસે રામનાથ કોવિંદને દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગોપનીયતાના શપથ
લેવડાવ્યાં હતાં.
૭. જાણીતા ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર
યશ પાલનું 90 વર્ષની વયે નિધન
નવી દિલ્લી: પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક પ્રોફેસર યશ પાલનું દિલ્લી નજીક
નૉયડામાં 90 વર્ષની વયે નિધન
થયું છે, યશપાલને 1976માં પદ્મભૂષણથી અને 2013માં પદ્મવિભૂષણથી સમ્માનવામાં આવ્યા હતા. 1973માં યશ પાલે સ્પેસ એપ્લિકેશન અમદાવાદના
પ્રથમ ડાયરેક્ટર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
તેમનો જન્મ 26 જાન્યુઆરી 1926માં થયો હતો. પ્રોફેસર યશ પાલ ભારતીય
શિક્ષાવિદ અને વૈજ્ઞાનિક હતા. તેઓ અનેક મહત્વપૂર્ણ પદ પર રહ્યા હતા. તેઓ 1983-84માં યોજના પંચના મુખ્ય સલાહકાર રહ્યા હતા. 1986થી 1991 સુધી UGCના ચેરમેન પણ રહ્યા હતા. 2007થી 2012 સુધી તેઓ જેએનયુના કુલપતિ રહ્યા હતા. તેઓ
દૂરદર્શન પર વિજ્ઞાનના કાર્યક્રમ ‘ટર્નિગ પોઈન્ટ’માં મુખ્ય વક્તા તરીકે રહ્યા હતા.
૮. ફરહાન અખ્તર દીપા મલિક પર બાયોપિક
બનાવશે
અત્યારે બૉલીવૂડમાં સ્પોર્ટસ આધારિત બાયોપિક ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ છે. ‘દંગલ’થી ‘એમ. એસ. ધોની’, ‘મેરી કૉમ’થી ‘ભાગ મિલખા ભાગ’ જેવી ફિલ્મોએ દર્શકોને બહુ આકર્ષ્યા હતા
અને ફિલ્મોએ બૉક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની અત્યારે
એક બાયોપિક ‘ગૉલ્ડ’ તો બનાવી જ રહ્યા છે, જેનું દિગ્દર્શન રીમા કાગતી કરી રહી છે અને
તેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હૉકીના ખેલાડી બલબિર સિંહના જીવન
પર છે તે એ ટીમનો ખેલાડી હતો, જે ૧૯૪૮માં ભારત માટે પ્રથમ ઑલિમ્પિક મેડલ જીતી હતી.
૯. કોવિંદ આજે લેશે દેશના 14માં રાષ્ટ્રપતિ પદ માટે
શપથ, જાણો
સમગ્ર કાર્યક્રમ
નવી દિલ્લી: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની વિદાય બાદ આજે નવા ચૂંટાયેલા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમનો શપથગ્રહણ સમારોહ આજે બપોરે 12:15 વાગ્યે સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં થશે. આ
સમારોહમાં રાજ્યસભાના સભાપતિ, પ્રધાનમંત્રી, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા સેનાના અધિકારીઓ હાજર રહેશે.
૧૦. આંબેડકર
બેઠક : દમનકારી તાકાતોની વિરૂદ્ધમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો
બેંગ્લોરમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર ત્રણ દિવસીય સેમિનારના સમાપનમાં પસાર
કરવામાં આવેલા ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે હાલમાં સત્તા પર કબજો જમાવી રહેલી
દમનકારી રાજકીય અને સામાજિક તાકતો ભારતીય સમુદાયના તાણાવાણાની ઉપેક્ષા કરી રહી છે
અને આઝાદીની ચળવળ દ્વારા ઘડવામાં આવેલા ભારતના વિચારો તથા બંધારણ પર ગંભીર જોખમ
ખડું કરી રહ્યા છે. આને કોઈ પણ ભોગે અટકાવવાની જરૂર છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર
દ્વારા આયોજિત કરવામાં આવેલા સેમિનારમાં એવું પણ કહેવામાં આવ્યું સત્તાસ્થાને
બેઠેલી દમનકારી તાકાતો જાણીજોઈને અને પદ્ધતિસર આપણા સમાજના સંસ્થાનોને તોડી રહી છે
અને આપણા રાષ્ટ્રના તાણાવાણાને ખતમ કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય:-
૧. બુલેટ ટ્રેન પ્રોજેકટનાં શિલાન્યાસ માટે જાપાનનાં
વડાપ્રધાન શિંજો-મોદી ગુજરાત આવશે
ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનાં શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અને જાપાનના વડાપ્રધાન શિંજો સાથે સપ્ટેમ્બર માસમાં અમદાવાદ આવી શકે છે. જાપાનનાં
સહયોગથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે.
રમત
ગમત:-
૧. કાલે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, અશ્વિન રમશે 50મી મેચ-શાસ્ત્રીની
પરીક્ષા
નવી દિલ્હી-ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના
પ્રવાસે છે. બન્ને દેશ વચ્ચે 26 જુલાઇએ ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારતે 1985થી અત્યાર સુધી લંકામાં 21 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ભારતને માત્ર છ
ટેસ્ટ મેચમાં જ જીત મળી છે. ગત શ્રીલંકા પ્રવાસે ભારતે 2-1થી સીરિઝ જીતી હતી. આ ભારતને 22 વર્ષ બાદ મળેલી જીત હતી.
૨. ICC વિમેન્સ વર્લ્ડ કપ
ટીમની કેપ્ટન બની મિતાલી રાજ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી
રાજને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વિમેન્સ વર્લ્ડ કપ 2017 ટીમની કેપ્ટન તરીકે પસંદ કરી છે. 34 વર્ષીય મિતાલીએ આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ
ટીમની કમાન સંભળતા ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. જોકે ભારતીય ટીમની ફાઈનલ મેચમાં
ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
૩. યુથ કૉમનવેલ્થ ગેમ્સમાં ઝીલ
દેસાઈને બે ગોલ્ડ
ભારત આ સ્પર્ધામાં કુલ ચાર ગોલ્ડ સહિત ૧૧ મેડલ સાથે સાતમા ક્રમાક પર રહ્યું
હતું. ઝીલ આ વર્ષે સતત સારું પ્રદર્શન કરી રહી છે. તે ઑસ્ટ્રેલિયન ઓપન જુનિયરની
ક્વૉર્ટર ફાઇનલમાં અને વિમ્બલ્ડનની પ્રી ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.
૪. પ્રો કબડ્ડી લીગઃ ૧૪૪ ખેલાડીમાંથી ૧૦૫ હરિયાણાના
રોહતકઃ કબડ્ડીનો
જન્મ તામિલનાડુમાં થયો હતો. બાંગ્લાદેશમાં કબડ્ડીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળ્યો
છે, આ રમતમાં જલવો તો
હરિયાણાના ખેલાડીઓનો જ છે. પ્રો કબડ્ડીમાં ટીમોની સ્થિતિ જોઈને તો એવું જ લાગી
રહ્યું છે. ૨૮ જુલાઈથી શરૂ થઈ રહેલી લીગની પાંચમી સિઝનમાં રમનારી ટીમોમાંથી એવી
કોઈ ટીમ નથી, જેમાં હરિયાણાનો
ખેલાડી ના હોય.
આર્થિક:-
૧. Ola-Uberને ટક્કર આપવા માટે
મોદી સરકાર શરૂ કરશે કેબ સર્વિસ
ઓલા અને ઉબરની જેમ મોદી સરકાર પણ એપ બેસ્ડ કેબ
સર્વિસ શરૂ કરવાની તૈયારીમાં છે.. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ”આ યોજના અત્યારે પ્રાથમિક સ્તર પર છે, પણ સરકાર આને લઈને ઘણી ગંભીર છે.”
અન્ય:-
૧. ગરીબીમાંથી રાષ્ટ્રપતિ સુધીના સફરની કોવિંદની જાણી-અજાણી
વાતો
આજે ભારતદેશને 14માં રાષ્ટ્રપતિ મળ્યા છે. એનડીએના ઉમેદવાર
રામનાથ કોવિંદ આજે ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક
કોવિંદ બિહારના પણ રાજ્યપાલ તરીકે રહ્યા છે. તેમણે પોતાની રાજનૈતિક કારકિર્દીની
શરૂઆત સમાજ સેવા તથા વકીલાતથી કરી હતી. તેમના બાળપણ સાથે જોડાયેલ કેટલી જાણી-અજાણી
વાતો બહુ રસપ્રદ રહી છે.
રામનાથ કોવિંદનો જન્મ કાનપુરના પરોખ ગામના એક સાધારણ પરિવારમાં 1 ઓક્ટોબર 1945ના રોજ થયો હતો. આ સમયમાં અંગ્રેજી હકુમતનું રાજ ચાલતું હતું. કોવિંદ ગરીબ હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને આજે ભારતના 14 રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. તેમનું ગામ આ ઘટનાને ગૌરવપૂર્ણ રીતે અનુભવશે.
વિપક્ષી ઉમેદવાર મીરાકુમારને જંગી બહુમતીથી હરાવીને રાષ્ટ્રપતિપદની સફરમાં આગળ વધેલ કોવિંદ બાળપણમાં 6 કિલોમીટર ચાલીને શાળાએ ભણવા જતા હતા અને 6 કિલોમીટરની સફર ખેડીને ઘરે પરત આવતા. ગરીબાઈ જેવી અનેક મોટી મુશ્કેલીઓ વચ્ચે તેઓએ વકીલાતનું શિક્ષણ મેળવ્યું અને વકીલ બન્યા. સમયાંતરે રાજનીતિ સાથે જોડાયા અને એક નવા યુગની શરૂઆત થઇ.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના રાજ્યપાલ પદે રહેલા કોવિંદના સરળ સ્વભાવ તથા તેમની આવડત માટે આજે પણ તેમના મિત્રો જુના સંસ્મરણો યાદ કરે છે. ભારતના 14માં રાષ્ટ્રપતિ થવા જઈ રહેલા રામનાથ કોવિંદ પાસે મિલકત સ્વરૂપે કાંઈજ નથી એક ઘર હતું તે પણ ગામવાસીઓને અર્પણ કરી દીધું છે. આમ, ભારતના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચોમેરથી શુભેચ્છઓનો મળી રહી છે.
રામનાથ કોવિંદનો જન્મ કાનપુરના પરોખ ગામના એક સાધારણ પરિવારમાં 1 ઓક્ટોબર 1945ના રોજ થયો હતો. આ સમયમાં અંગ્રેજી હકુમતનું રાજ ચાલતું હતું. કોવિંદ ગરીબ હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને આજે ભારતના 14 રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેશે. તેમનું ગામ આ ઘટનાને ગૌરવપૂર્ણ રીતે અનુભવશે.
વિપક્ષી ઉમેદવાર મીરાકુમારને જંગી બહુમતીથી હરાવીને રાષ્ટ્રપતિપદની સફરમાં આગળ વધેલ કોવિંદ બાળપણમાં 6 કિલોમીટર ચાલીને શાળાએ ભણવા જતા હતા અને 6 કિલોમીટરની સફર ખેડીને ઘરે પરત આવતા. ગરીબાઈ જેવી અનેક મોટી મુશ્કેલીઓ વચ્ચે તેઓએ વકીલાતનું શિક્ષણ મેળવ્યું અને વકીલ બન્યા. સમયાંતરે રાજનીતિ સાથે જોડાયા અને એક નવા યુગની શરૂઆત થઇ.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના રાજ્યપાલ પદે રહેલા કોવિંદના સરળ સ્વભાવ તથા તેમની આવડત માટે આજે પણ તેમના મિત્રો જુના સંસ્મરણો યાદ કરે છે. ભારતના 14માં રાષ્ટ્રપતિ થવા જઈ રહેલા રામનાથ કોવિંદ પાસે મિલકત સ્વરૂપે કાંઈજ નથી એક ઘર હતું તે પણ ગામવાસીઓને અર્પણ કરી દીધું છે. આમ, ભારતના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચોમેરથી શુભેચ્છઓનો મળી રહી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point