અહીંથી તમે તારીખ ૨૪-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. રાજકોટમાં 70 વર્ષનો રેકોર્ડબ્રેક
વરસાદ: રસ્તાને 32.36 કરોડનું નુકસાન
વિશેષમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદને કારણે કુલ અંદાજીત ા.32.36 કરોડના રસ્તાઓને નુકસાન થયાનું પ્રાથમિક રીતે
અંદાજવામાં આવ્યું છે જે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ઉક્ત રકમ
અલગથી સહાય પેટે ફાળવવા રજૂઆત કરવામાં આવેલ છે જે માટે રાજ્ય સરકાર દ્વારા
હકારાત્મક અભિગમ અપ્નાવવામાં આવેલ છે અને શક્ય તેટલી મદદ કરવા ખાતરી આપવામાં આવી
છે.
૨. પ્રણવ મુખરજી કરતા પણ વધુ પગાર
મેળવશે રામનાથ કોવિંદ, જાણો
કેટલો પગાર મેળવશે
રામનાથ કોવિંદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. કોવિંદ 24 જુલાઈના રોજ પોતાનો કાર્યકાળ પૂરો કરી રહેલા
પ્રણવ મુખરજીની જગ્યા લેશે. કોવિંદ 25 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, અને રાષ્ટ્રપતિ ભવનમાં જશે. પરંતુ શુ તમને ખબર
છે કે, રાષ્ટ્રાધ્યક્ષ બનીને તેઓ કેટલા રૂપિયા
કમાવશે. વર્તમાનમાં રાષ્ટ્રપતિને સેલેરી રૂપે દોઢ લાખ રૂપિયા મળતા હતા. પરંતું હાલ
7મા પગારપંચને કારણે રાષ્ટ્રના સર્વોચ્ચે
શખ્સના વેતનમાં 200
ટકાના
વધારાનો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. આયોગના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિની કમાણી 5 લાખ રૂપિયા પ્રતિ મહિના થશે. આ પહેલા
રાષ્ટ્રપતિના પગારમાં 2008માં વધારો થયો હતો. જેમાં 50 હજાર રૂપિયા મહિને વધારીને 1.5 લાખ રૂપિયા પગાર કરાયો હતો. 200 ટકા વૃદ્ધિનો નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે
સરકારને લાગ્યું કે, કેબિનેટ સેક્રેટરી, રાષ્ટ્રપતિ કરતા પણ વધુ સેલેરી મેળવી રહ્યાં
છે.
૩. અરુણાચલપ્રદેશ: દેશની સુરક્ષા
મજબૂત કરવા ચીન સરહદે સુરંગ બનાવશે ભારત
નવી દિલ્હી- ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવને પગલે
ભારત સરકાર દેશની નોર્થ-ઈસ્ટ સરદહને મજબૂત કરી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ચીન સરહદ
સુધી પહોંચવા ભારત સરકાર સુરંગ બનાવવા અંગે વિચાર કરી રહી છે. જેથી કોઈ પણ સમયે
સેનાને ઝડપથી મદદ પહોંચાડી શકાય. આ માટે ભારત સરકારે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનને (BRO) કામ સોંપ્યું છે.
૪. 'મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત રૃ. ૪,૫૦૦ કરોડના ખર્ચે ૫૦
સુપર કમ્પ્યુટર બનાવાશે
એનડીએ સરકારે મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત
સુપર કમ્પ્યુટર બનાવવાની યોજના તૈયાર કરી છે. આ યોજના કુલ ત્રણ તબક્કામાં પૂરી
કરાશે. નેશનલ સુપર કમ્પ્યુટર્સ મિશનના શરૃઆતના બે તબક્કામાં વધુ સ્પિડ ધરાવતી
ઈન્ટરનેટ સ્વિચ અને કમ્પ્યુટર નોડ્સ જેવા સાધનોનું ડિઝાઈનિંગ ઘરઆંગણે કરવામાં
આવશે. એટલે કે, વિદેશો પાસેથી કોઈ ટેક્નોલોજી ઉધાર લેવામાં
નહીં આવે.
૫. ઈન્ડિયન સુપર લીગ : ભારતના બે
ખેલાડીઓ 'કરોડપતિ
કલબ'માં
સામેલ
ભારતીય ફૂટબોલમાં ચાલતી આઇપીએલ સ્ટાઈલની
ઈન્ડિયન સુપર લીગની ટીમો ભારતના ડોમેસ્ટીક ફૂટબોલર્સને કરારબદ્ધ કરી શકે તે માટે
ડ્રાફ્ટ સિસ્ટમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભારતના ડિફેન્ડર અનસ ઈદાથોડિકા અને
એઉજેનેસન લિંગદોહને અધધ કહી શકાય તેવો રૃપિયા ૧.૧ કરોડનો કરાર મળ્યો હતો. અનસને
જમશેદપુર એફસીએ કરારબદ્ધ કર્યો હતો. જ્યારે લયંદગોહને બે વખત ચેમ્પિયન રહી ચુકેલી
એટીકે ટીમે કરાર આપ્યો હતો.
૬. ૨૦૧૮થી પ્રાદેશિક ભાષાઓમાં પણ NEETનાં સમાન પ્રશ્નપત્ર
કેન્દ્રીય માનવસંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે
કોલકાતા ખાતે શનિવારે મોટી જાહેરાત કરી હતી, જેને કારણે દેશભરની મેડિકલ કોલેજોમાં
પ્રવેશપ્રક્રિયા માટે લેવાતી NEET આપતા લાખો વિદ્યાર્થીઓનાં ભાવીને અસર થશે. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ
ટેસ્ટમાં ઉપસ્થિત થતા લાખો વિદ્યાર્થીનો ભય દૂર કરવાનો પ્રયાસ કરતાં જાવડેકરે
જણાવ્યું હતું કે,
NEETના પ્રાદેશિક
ભાષાનાં પ્રશ્નપત્રો અંગ્રેજીમાંથી ભાષાંતર કરાયેલાં પ્રશ્નપત્ર જ હશે.
૭. ઓગસ્ટમાં દેશના ૨૦૦૦ પૂજારીઓ
સાથે મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે
પી.એમ.બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પ્રથમ વખત નર્મદા જિલ્લામાં નર્મદા ડેમની ઉંચાઈ અને દરવાજાના લોકાપર્ણ પ્રસંગે આવી
રહ્યા છે ત્યારે આ અવસરને અવિસ્મરણીય બનાવવા વારાણસી સહિત દેશમાંથી ર૦૦૦ પૂજારીઓ
૧ર ઓગષ્ટે નર્મદા ડેમ પર ઉપસ્થિત રહી મોદી સાથે ગુજરાતની જીવાદોરી નર્મદા મૈયાની
મહાઆરતી ઉતારશે. જે બાદ વિધિવત મંત્રોચ્ચારોની સુરાવલી અને નર્મદે સર્વદેના ગગન
ભેદી નાદ સાથે વડાપ્રધાન ડેમના દરવાજાનું સંભવત એ-ફ્રેમ પરથી લોકાપર્ણ કરશે.
૮. વિધાનસભામાં વિપક્ષી
નેતા તરીકે મોહનસિંહ રાઠવાની વરણી
વિપક્ષી નેતા પદેથી શંકરસિંહે રાજીનામું આપી
દેતા, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા એવા
મોહનસિંહ રાઠવા અત્યારે કોંગ્રેસ પક્ષના કાર્યકારી વિરોધ પક્ષના નેતા બન્યાં છે.
જોકે ૮મી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી પત્યા બાદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક
બોલાવવામાં આવશે, જેમાં નવા વિપક્ષી નેતાની પસંદગી કરવામાં
આવશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. 6 દેશોની મદદથી 70 હજાર કરોડનો ખર્ચે ભારત
બનાવશે સબમરીન
નવી દિલ્લી: ભારતે આખરે પોતાની સામુદ્રિક સામારિક ક્ષમતા
વધારવા માટે ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ભારતે 6 દેશો (ફ્રાંસ, જર્મની, રશિયા,સ્વીડન, સ્પેન અને જાપાન)ની સાથે મળીને સમુદ્રની અંદર
સુરક્ષા માટે સૌથી મોટો સોદાની પહેલ કરી દીધી છે. આ ડીલ હેઠળ ભારતમાં 70 હજાર કરોડના ખર્ચે 6 એડવાંસ્ડ સ્ટેલ્થ સબમરિન બનાવવામાં આવશે.
૨. ચીન ભૂગર્ભમાં ૬૦ મીટર ઊંડે
મેટ્રો સ્ટેશન બનાવશે
- હોંગતુડી ખાતે ચીનનું સૌથી ઊડું સ્ટેશન બનશે
- ઇમારતોને
નુકસાન ના થાય એ માટે નીચે સ્ટેશન બનાવશે
રમત
ગમત:-
૧. BCCI દ્વારા ભારતીય મહિલા
ક્રિકેટ ટીમનું કરાશે સન્માન
વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે થયેલા
પરાજય છતાં દેશના લોકોનું દીલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું બીસીસીઆઇ
દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ અંગેના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી
રહ્યું છે. ભારતીય મહિલા ટીમ બુધવારે અલગ-અલગ ગ્રુપમાં ભારત પહોંચશે. જો કે હજી
સુધી બીસીસીઆઇ દ્વારા સન્માન અંગેની તારીખ નક્કી કરવામાં આવી નથી. આ અંગેની તારીખ
ખેલાડીઓની ઉપલબ્ધતા પ્રમાણે કરવામાં આવશે. આ અવસર ઉપર દરેક ખેલાડીઓને 50-50 લાખનો ચેક તેમજ સહયોગી સ્ટાફને 25-25 લાખનો ચેક આપવામાં આવશે.
૨. વર્લ્ડ પેરા હાઈ જમ્પમાં ભારતને
સિલ્વર અને બ્રોન્ઝ
લંડનમાં ચાલી રહેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ
ચેમ્પિયનશીપમાં ભારતીય એથ્લીટ્સે પુરુષોની હાઈ જમ્પ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ
મેડલ જીત્યા હતા. ભારતના શરદ કુમારે સિલ્વર અને વરૃણ ભાટીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
હતો.
૩. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ:
ઇંગ્લેન્ડે 9 રનથી
મેળવી જીત, જીતેલી
બાજી હાર્યુ ભારત
લંડન: ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમે આઇસીસી
મહિલા વર્લ્ડ કપ 2017માં પોતાની જીત નોંધાવી દીધી છે. ચોથી વાર વર્લ્ડકપમાં જીત પોતાના નામે કરી
છે. આ જીત મુકાબલામાં ઇંગ્લેન્ડ ટોસ જીતી પહેલા બેટિંગ કર હતી. જેમાં તેમણે 50 ઓવરમાં 228
રન બનાવ્યા અને ભારતને 229 રનનો લક્ષ્યાંક આપ્યો.
આર્થિક:-
૧. ભારતીય વાયુસેનાને રશિયાના સૌથી અત્યાધુનિક મિગ-૩૫ ફાઈટર
જેટ મળશે
- રશિયાએ ભારતને અત્યાધુનિક વિમાનો આપવામાં રસ દાખવ્યો :
વાયુસેના
- મિગ-૩૫
હાઈટેક શસ્ત્રો, નાઈટ વિઝન
અને ગ્લાસ કોકપિટથી સજ્જ, ભારતીય
વાયુસેના ૫૦ વર્ષથી મિગ પર વિશ્વાસ
રશિયાના
હાઈટેક મિગ-૩૫ સામે અમેરિકન એફ-૩૫ પણ વામણાં,
દુનિયાનું સૌથી શક્તિશાળી અને ૨૫ ટકા સસ્તું મિલિટરી
એરક્રાફ્ટ
૨. જીએસટીથી સરકાર દ્વારા ટેક્સ ટેરરિઝમમાં વધારો :
ચિદમ્બરમ્
પુણે : કોંગ્રેસનાં નેતા અને પૂર્વ નાણાપ્રધાન
પી. ચિદમ્બરમ્ે જીએસટી સહિત અનેક મુદ્દા પર સરકારને આડે હાથ લીધી હતી. જીએસટીનાં
હાલનાં દરોથી લોકો પર ટેક્સ ટેરરિઝમમાં વધારો થશે તેવા આક્ષેપો તેમણે કર્યા હતા.
દેશનાં દરેક રાજ્ય કે ખૂણામાં આજકાલ અશાંતિ અને તણાવનો માહોલ છે આ માટે કેન્દ્ર
સરકાર અને તેની નીતિઓ જવાબદાર છે. એનડીએ ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં તેનાં હિતો
જાળવવા રાજ્ય સરકારોને સ્થિર કરવાની બદલે અસ્થિર કરી રહ્યું છે.
અન્ય:-
૧. અમદાવાદઃ ગુજરાતની રેલયોજનાઓ વિશે રેલવે બોર્ડની સમીક્ષા,
23મીએ
સાબરમતી સ્ટેશન નિરીક્ષણ
અમદાવાદ-રેલવે બોર્ડ ચેરમેન એ કે મિત્તલે ગુજરાત રાજસ્થાનમાં ચાલી રહેલી રેલ
યોજનાઓની સમીક્ષા કરી. જેમાં ડબલિંગ, નવી લાઇનો, નવા સર્વે વર્ક, ગેજ પરિવર્તન, વીજળીકરણ અને હાઇસ્પીડ રેલ કોર્પોરેશન હેઠળની
મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને ફ્રેટ કોરિડોર યોજના સંબંધે થતાં કાર્યો વિશે
અધિકારીગણ સાથે સમીક્ષા કરી હતી.
-પ્રશાંત ભટ્ટ
Educational Point