અહીંથી તમે તારીખ ૨૩-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. ધોરણ-8 સુધી બાળકોને નાપાસ ન
કરવાની વ્યવસ્થા થશે CLOSE
જો તમે ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થી છો અને એવું વિચારીને અભ્યાસ કરતા હોવ કે, પાર્સિંગ માર્ક્સ ન આવવા છતાં આગળની
કક્ષામાં બેસવાનો મોકો મળી જશે તો, હવે તમે ખોટું વિચારી રહ્યા છો. કારણ કે આ વ્યવસ્થા ટૂંક સમયમાં ખતમ થવાની
છે. કેન્દ્ર સરકારે આ માટે પૂરી તૈયારી કરી લીધી છે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે જણાવ્યું કે, રાજ્યોના સમર્થનથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ધોરણ 5 અને 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓને આગળની કક્ષામાં બેસવાની વ્યવસ્થાને ખતમ કરશે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે શનિવારે જણાવ્યું કે, રાજ્યોના સમર્થનથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ધોરણ 5 અને 8માં નાપાસ થતા વિદ્યાર્થીઓને આગળની કક્ષામાં બેસવાની વ્યવસ્થાને ખતમ કરશે.
૨. સીએમ
સિકયુરિટીના ડીવાયએસપી ગિરિરાજસિંહ જાડેજાના પુત્રનું મુખ્યમંત્રી દ્વારા સન્માન
૩. ભારતના ક્રાંતિવિર
ચંદ્રશેખર આઝાદનો આજે જન્મદિવસ, પ્રધાનમંત્રી મોદીએ
ટ્વિટ કરી આપી શ્રધ્ધાંજલિ
આજે ભારતના સ્વતંત્રતા સેનાની અને આઝાદીની
લડતમાં પોતાનું આગવું પ્રદાન કરનાર ક્રાંતિવિર ચંદ્રશેખર આઝાદનો જન્મ દિવસ છે.
ચંદ્રશેખર આઝાદનો 1906ની 23મી જુલાઈએ મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લાના
ભાવરા ગામે જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ ચંદ્ર શેખર તિવારી.
૪. આઇએફએફએમમાં તિરંગો
લહેરાવનારી પ્રથમ મહિલા બનશે ઐશ્વર્યા રાય બચ્ચન
બોલિવૂડ એકટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન
મેલબોર્નમાં યોજાનારા ભારતીય ફિલ્મ મહોત્સવમાં ઐશ્વર્યા રાયને વિશ્વ સિનેમામાં
તેમના પ્રદાન માટે સન્માનિત કરવામાં આવશે. આઇએફએફએમ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા
ભારતીય સિનેમાનો સૌથી મોટો વાર્ષિક સમારંભ છે. આઇએફએફએમમાં બારતીય સિનેમાનો ઉત્સવ
ઉજવવા માટેના વિશેષ સત્ર સેલિબ્રેટિંગ ઇન્ડિયા એટ 70 મહોત્સવ દરમિયાન ઐશ્વર્યા રાય મેલબોર્નના
ફેડરેશન સ્કેવર ખાતે ભારતીય તિરંગો લહેરાવશે. અને આ કરનારી ઐશ્વર્યા પ્રથમ ભારતીય
મહિલા હશે. ઐશ્વર્યા 11
ઓગસ્ટના રોજ
વેસ્ટપેક આઇએફએફએ પુરસ્કાર સમારંભમાં વિકોટરિયા સરકાર દ્વારા સન્માનિત કરવામાં
આવશે.
૫. બુલેટ ટ્રેન
& બૌદ્ધ
ઉત્સવ માટે શિંઝો અબે અને નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમદાવાદની મુલાકાતે
જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે અને વડા પ્રધાન
નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
માટે રૂ .1 લાખ કરોડના પાયાની સ્થાપના માટે મળશે.
૬. બાપ્સના કાર્યક્રમમાં
કેનેડાના વડાપ્રધાન `ભારતીય’ બની પધાર્યા
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બાપ્સ
મંદિરના 10માં સ્થાપના દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં.
જસ્ટિન ટ્રુડોએ ભગવાન સ્વામી નારાયણની પૂજા કરી હતી અને મૂર્તિ પર જલાભિષેક પણ
કર્યો હતો. જસ્ટિન ટ્રુડો મંદિરમાં જે છટાથી દાખલ થયા હતા ત્યારે પ્રથમ દ્રષ્ટિએ
એવું લાગે કે કોઈ ભારતીય વ્યક્તિનું આગમન થયું છે.
૭. આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો
વિદાય સમારંભ, સાંસદોને
છેલ્લીવાર સંબોધન કરશે
નવી દિલ્લી: વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે સાંસદો વિદાય આપશે.
સંસદના સેન્ટ્રલ હોલમાં વિદાય કાર્યક્રમ યાજાશે. આજે પ્રણવ મુખર્જી સાંસદોને અંતિમ
વખત સંબોધન કરશે. પ્રણવ મુખર્જીનો કાર્યકાળ સમાપ્ત થવાને માત્ર બે દિવસ બાકી છે.
નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ શપથ લેશે.
૮. શૌર્ય
સ્મારકનું ઉદઘાટન
ભૂજ-1971માં થયેલી ભારત પાકિસ્તાનની લડાઈમાં શહીદ થયેલા એરફોર્સના જવાનો માટેના
સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્મારક ભવનનું ઉદઘાટન એર કમાન્ડો
કાર્તિકેય કાલે દ્વારા કરવામાં આવ્યું હતુ. સૂરીલા બેન્ડ અને શસ્ત્ર સલામી દ્વારા
ભૂજ એરફોર્સ સ્ટેશનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્મારક ભારત
પાકિસ્તાનની લડાઈમાં મા ભોમની રક્ષાકાજે શહીદ થયેલાં વીર જવાનોની યાદ તાજી કરાવે
છે. ભારત પાકિસ્તાનની લડાઈમાં શહીદ થયેલા વીર જવાનોની પત્નીઓને પણ સન્માનિત
કરવામાં આવી હતી.
૯. જાણો કોણ બન્યુ MTV
Roadiesની
14મી
સિઝનની વિજેતા
યુવાઓનો લોકપ્રિય રિયાલિટી ટીવી શો એમટીવી
રોડીઝની ૧૪મી સિઝનની વિજેતા શ્વેતા મહેતા બની છે. છેલ્લાં અનેક સપ્તાહની કડક મહેનત
બાદ નેહા ધૂપિયાની ટીમની સ્પર્ધક શ્વેતા મહેતાએ એમટીવી રોડીઝ રાઇઝિંગની ટ્રોફી
પોતાને નામ કરી હતી.
શ્વેતાનું નામ જાહેર થાય તે પહેલા જ સોશિયલ
મીડિયા પર શ્વેતા મહેતાએ એમટીવી રોડીઝ જીતી હોવાની જાહેરાત થઇ ગઇ હતી. આ શોમાં
શ્વેતાએ સ્પર્ધક એવા પ્રિન્સ નરૃલાની ટીમના બસીર અલીને માત આપી હતી. આ અગાઉ
શ્વેતાએ જેરાઇ વુમેન ફિટનેસ મોડેલ ચેમ્પિયનશીપ ૨૦૧૬ જીતી હતી.
આંતરરાષ્ટ્રીય:-
૧. બ્રિટનમાં પ્રથમવાર
સુપ્રીમ કોર્ટના વડાપદે મહિલાની વરણી
બ્રિટનમાં પ્રથમવાર સર્વોચ્ચ અદાલતના વડા
તરીકે મહિલાની નિમણૂક કરાઈ છે. લો લોર્ડ બારોનેસ હાલની બ્રિટનની સુપ્રીમ કોર્ટના
વડા તરીકે વરણી કરાઈ છે.
૨. મેક્સિકો માટે ૨૦ વર્ષમાં જુન
મહિનો સૌથી હિંસક, ૨૨૩૪
લોકોની હત્યા
- ડ્રગ્સ તસ્કરીનું પ્રમાણ વધતા સરકાર ચીંતીત
- આ વર્ષે છ માસમાં ૧૨૧૫૫ લોકોની
હત્યા: યુવાઓને નોકરીના બહાને માફીયા ડ્રગ્સ તસ્કરીમાં લગાવી દે છે
૩. સિટીમાં ધ મેન ઇન બિલ્ટ અમેરિકાનું સ્ક્રીનિંગ યોજાયું
ધ મેન ઇન બિલ્ટ અમેરિકા જે ધ ઇનોવેટર ધ મેન
હું બિલ્ટ અમેરિકા ઇન ઇન્ટરનેશનલ માર્કેટ જે છ કલાકની અને ચાર ભાગની મિનિસીરીઝ
ડોક્યુમટ્રી ડોક્યુમેન્ટરી છે. આ રિયલ ઇવેન્ટ પર બનેલી એક મૂવી છે. આ સિરીઝ
કોર્નેલિયસ વાન્ડરબિલ્ટ, જ્હોન ડી રોકફેલર, એન્ડ્રુ કાર્નેગી, જેપી મોર્ગન અને હેનરી ફોર્ડના જીવન પર ધ્યાન
કેન્દ્રિત કરે છે. અને કેવી રીતે તેમની દ્યોગિક નવીનતાઓ અને બિઝનેસ સામ્રાજ્યો
આધુનિક સમાજમાં ક્રાંતી લાવે છે.
રમત
ગમત:-
૧. મહિલા વિશ્વ કપની ફાઇનલમાં ભારતના 11 ખેલાડીઓ માટે PM મોદીએ લખ્યા 11 ખાસ મેસેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા વર્લ્ડ કપની
ફાઇનલ મેચ રમી રહેલા ભારતીય મહિલા ક્રિકેટરોને ટ્વિટ કરી પોતાની શુભકામના પાઠવી
હતી. વડાપ્રધાન મોદીએ ટોસ બાદ ટ્વિટ કરી પોતાના શુભકામના સંદેશમાં કહ્યું કે, જેમ કે આપણી મહિલા ક્રિકેટ ટીમ આજે વિશ્વ કપ
ફાઇનલ મેચ રમી રહી છે. હું તેમને શુભકામના આપનાર 125 કરોડ ભારતીયોમાં સામેલ છું. ત્યાર બાદ
વડાપ્રધાન મોદીએ અલગ-અલગ ટ્વિટ કરી ફાઇનલ રમી રહેલી તમામ 11 ખેલાડીઓનો ઉત્સાહ વર્ધાયો હતો.
૨. હરમનપ્રીતને મળી ખાસ ભેટ, રેલવેએ કરી આ જાહેરાત
પશ્વિમ રેલવેએ મુંબઇ ડિવિઝનને કહ્યું છે કે, હરમનપ્રીત કૌરે અસાધારણ પ્રતિમા બતાવી એટલા
માટે તેના પ્રમોશનની ભલામણ રેલવો બોર્ડને કરી છે. પશ્વિમ રેલવેના મુખ્ય પીઆરઓ
રવિન્દર ભાકરે કહ્યું કે, ચૌકકસ રીતે અમે પ્રમોશન માટે તેના નામની ભલામણ
રેલ મંત્રાલયને કરીશું. તે પરત આવ્યા બાદ અમે તેનું સન્માન પણ કરીશું. તેમણે કહ્યું
કે, હરમનપ્રીત કૌર અત્યારે મુંબઇમા ચીફ ઓફિસ
સુપ્રીટેન્ડેન્ટ છે.
આર્થિક:-
૧. ફોર્ચ્યુનની ટોપ-૫૦૦ કંપનીની યાદીમાં રિલાયન્સ, તાતા સહિત ૭ ભારતીય
કંપની
ફોર્ચ્યુન મગેઝિને વર્ષ ૨૦૧૭ માટે ટોપ - ૫૦૦
વૈશ્વિક કંપનીઓની યાદી જાહેર કરી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તે યાદીમાં
ઇન્ડિયન ઓઈલ, રિલાયન્સ અને તાતા સહિત ભારતની સાત કંપનીનો
સમાવેશ થાય છે. યાદીમાં સામેલ કંપનીઓ પૈકી ૪૦ ટકા કંપની એશિયાની છે. યાદીમાં
અમેરિકાનો દબદબો યથાવત્ જળવાયેલો છે. યાદીમાં ૧૩૨ અમેરિકી કંપનીનો સમાવેશ થાય છે.
ફોર્ચ્યુન યાદીમાં સ્થાન મેળવનારી ભારતની સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઈલ
ભારતની મોખરાની કંપની છે. ટોપ - ૨૦૦ માં સ્થાન મેળવનારી ભારતની તે એકમાત્ર કંપની
છે. આ કંપનીએ યાદીમાં ૧૬૮મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અન્ય:-
૧. જાપાનીઓને 'ઓમ શાંતિ ઓમ' બહુ ગમી, જાપાનીઝ ભાષામાં એનું
નાટ્યરૂપાંતર કર્યું
મુંબઈ - 'ઓમ શાંતિ ઓમ' હિન્દી ફિલ્મે ઘણા એવોર્ડ મેળવ્યા, ફરાહ ખાનનાં દિગ્દર્શનની વાહ-વાહ કરાવી, દીપિકા પદુકોણને બોલીવૂડમાં એન્ટ્રી અપાવી. આ
ફિલ્મની સિદ્ધિ ત્યાં જ અટકી નથી અને હવે એણે જાપાનમાં લોકપ્રિયતા જમાવી છે.
જાપાનીઓએ આ ફિલ્મનું નાટ્યરૂપાંતર કર્યું છે અને દર્શકોને આ ફિલ્મ પરથી બનાવાયેલું
સંગીતમય નાટક ખૂબ પસંદ પડ્યું છે.
જાપાનીઝ ભાષામાં જેની પરથી નાટ્યરૂપાંતર થયું
હોય એવી 'ઓમ શાંતિ ઓમ' બોલીવૂડની પહેલી જ ફિલ્મ બની છે.
ફરાહ ખાન હાલ જાપાનમાં જ છે અને આ પ્રસંગની
ઉજવણી કરી રહ્યાં છે.
૨. ટોઇલેટ પેપરનો એવોર્ડ વિનર વેન્ડીંગ-ડ્રેસ
ટોઇલેટ પેપરનો શું ઉપયોગ હોય છે એ ટોઇલેટ પેપર ન વાપરતા લોકોને પણ ખબર હોય
છે પરંતુ આ સિવાય એનો બીજો કોઇ ખાસ કરીને ક્રીએટીવ ઉપયોગ હોઇ શકે ખરો ? જો ન્યુયોર્કથી આવેલા આ સમાચાર વાંચીએ તો
જાણવા મળશે કે ટોઇલેટ પેપરમાંથી પણ કેવી ક્રીએટીવીટી પેદા કરી શકાય છે. ત્યાં
ટોઇલેટ પેપર વેડિંગ ડ્રેસ કોમ્પિટિશન યોજાઇ હતી. જી હા, નામ દર્શાવે છે એમ એમાં ટોઇલેટ પેપરમાંથી
સાચકલા પહેરી શકાય એવા ફુલ સાઇઝના વેડિંગ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા હતા. સળંગ
તેરમાં વર્ષમાં પ્રવેશેલી આ સ્પર્ધા કેટલી લોકપ્રિય છે એનો ખ્યાલ એ વાત પરથી જ આવી
જાય છે કે એમાં ભાગ લેવા માટે ૧પ૧૭ એન્ટ્રીઓ આવી હતી. એમાં કેરી કર્લેટો નામની લાસ
વેગસથી આવેલી અભિનેત્રી સાડાછ લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ જીતી ગયેલી.
-પ્રશાંત ભટ્ટ
Educational Point