Saturday, 22 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 23-07-2017

અહીંથી તમે તારીખ ૨૨-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. બેંગ્લુરૃની કંપની ચંદ્ર પર વિશ્વનું સૌ પ્રથમ ખાનગી સ્પેસક્રાફ્ટ મોકલશે

અંતરિક્ષ અભિયાન મોરચે ભારતનું આ વર્ષ ખૂબ સફળ રહ્યું છે. આ કડીમાં હવે બેંગ્લુરૃની ટીમ ઇન્ડસનું નામ જોડાવા જઈ રહ્યું છે. આ ટીમ વર્ષના અંતભાગ સુધીમાં ચંદ્ર પર વિશ્વનું સૌ પ્રથમ ખાનગી સ્પેસક્રાફ્ટ રવાના કરવાની નેમ ધરાવે છે. કંપની પોતાના ધ્યેયથી ડગલું જ છેટે છે. સ્પેસક્રાફ્ટ તૈયાર થતાં પીએસએલવીની મદદથી શ્રીહરિકોટાથી પ્રક્ષેપિત કરવામાં આવશે.

૨. ભુજમાં કાલે `સંવેદનશીલતા સરહદની'' પુસ્તકનું લોકાર્પણ

ભુજ, તા. 21 : દેશવિરોધી તત્ત્વો સામે કાનૂની લડત દરમ્યાન રેકર્ડ પર આવેલી હકીકતો દરમ્યાન કચ્છની બોર્ડર અને તેની આનુષંગિક કાર્યવાહીના કરાયેલા દસ્તાવેજીકરણ `સંવેદનશીલતા સરહદની' પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ તા. 23ના રવિવારે સાંજે 5.30 કલાકે અહીંના હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. ઇન્સ્ટિટયૂટ ઓફ?યૂથ?ડેવલપમેન્ટ દ્વારા જિલ્લાના સરકારી વકીલ અને પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવનારા જાણીતા ધારાશાત્રી રત્નાકરભાઇ?ધોળકિયા દ્વારા કચ્છમિત્રની બુધવારની પરાગ પૂર્તિમાં લખાયેલી કોલમ `સંવેદનશીલતા સરહદની' પુસ્તકનું દસ્તાવેજીકરણ કરાયા બાદ તેનું લોકાર્પણ વરિષ્ઠ આઇ.પી.એસ. કુલદીપ શર્માના હસ્તે કરાશે. 

૩. જયા બચ્ચનને સર્વશ્રેષ્ઠ સાંસદનો પુરસ્કાર મળતા અમિતાભ બચ્ચન ખુશખુશાલ

અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચનને સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે સ્માનિત કરવામાં આવી છે.

૪. નડિયાદ પાસે આવેલા 115 વર્ષના આંબળાના ઝાડને મહાવૃક્ષનો એવોર્ડ મળેલો છે

નડિયાદ પાસે આવેલા ઉત્તરસંડાના એક ઐતહાસિક આંબળાના વૃક્ષને મહાવૃક્ષનો એવોર્ડ મળ્યો છે.તેનો હેરિટેજમાં સમાવેશ કરાયો છે પરંતુ તેની માવજત કરવામાં ઉદાસીનતાના કારણે .જીવનની સદી વટાવી ગયેલુ 100 વર્ષ કરતા વધુ વયનુ આ વૃક્ષ મરવાના વાંકે જીવી રહ્યુ છે.

મા નર્મદા મહોત્સવ ઉજવણી કમિટિની મિટીંગ મળી

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની કામગીરી પૂર્ણ થઇ છે અને નર્મદા ડેમના દરવાજા બંધ થયા છે જેનાથી ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખુલ્યા છે, એ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ છે તેવું  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ. આ ઐતિહાસિક ક્ષણને આવો આપણે સૌ સાથે મળીને મા નર્મદા મહોત્સવની ઉજવણી કરીને ઉજવીએ. 

સંજય કોઠારી બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ, કોવિંદ 25 જુલાઈ 12:15 વાગ્યે શપથ લેશે

નવી દિલ્લી: મતગણતરી બાદ રાષ્ટ્રપતિ તરિકે રામનાંથ કોંવિદ ચૂંટાતા તેની સાથે ભારત સરકારે સંજય કોઠારીને રાષ્ટ્રપતિના નવા સચિવ બનાવ્યા છે. સામાચાર એજન્સી પ્રમાણે ભરતલાલને સંયુક્ત સચિવ અને અશોક મલિકને રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ બનાવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને જંગી બહુમતથી હરાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ટોરોન્ટોમાં પ્રિયંકાનું સન્માન કરાશે

બોલિવૂડ અને હોલિવૂડની મોખરાની અભિનેત્રી ફિલ્મ સર્જક પ્રિયંકા ચોપરાનનં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સન્માન કરાશે એવી જાહેરાત ફેસ્ટિવલના આયોજકો તરફથી કરવામાં આવી હતી.
હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ ફેસ્ટિવલ શરૃ થવાની આગલી સાંજે યોજાએલા ચેરિટી પ્રોગ્રામમાં પ્રિયંકાનું જાહેર સન્માન કરવામાં આવશે. આ ચેરિટી પ્રોગ્રામમાં જે ભંડોળ ભેગું થશે એના દ્વારા પ્રતિભાવાન મહિલાઓને શોધી કાઢવા અને તેમને યોગ્ય તક આપવા માટેના કેનેડિયન ફેસ્ટિવલમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવશે.

૨. પાકિસ્તાની ગાયક ઝૈન અલીનું મરણ થયું

-૨૦૧૨ના સા રે ગા મા પામાં સ્પર્ધક હતો

-ડ્રગ એડિક્ટ હતો, બાથરૃમમાં મરેલો મળી આવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસ સચિવ સ્પાઈસરનું રાજીનામું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસના પ્રેસ સચિવ સીન સ્પાઈસરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ટ્રમ્પે કમ્યુનિકેશન ડાયરેકટર તરીકે એન્થની સ્કારામુચીની નિમણુક કરતાં તેના વિરોધમાં સ્પાઈસરે પદત્યાગ કર્યો છે. એન્થની વોલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર છે.

૪. 'ચાઇલ્ડ જીનીયસ ૨૦૧૬' બની નાનકડી રીઆ

દસ વર્ષની રીઆ લંડનમાં રહે છે. તે મૂળ ભારતની છે. છ વર્ષ પહેલાં તેનો પરિવાર લંડન જઇને વસ્યો હતો. નાની રીઆ ત્યારથી લંડનમાં રહે છે. નાનપણથી જ રીઆને અલગ અલગ સબજેક્ટનું વાંચવાનો ઘણો શોખ હતો. વળી ઘરનું વાતાવરણ પણ એવું જ હતુ. માતા-પિતા બંનેને વાંચવાનો શોખ અને રાત્રે ડીનર ટેબલ ઉપર અલગ અલગ વિષયની ચર્ચા કરવાની ટેવ હતી. ત્યારથી રીઆની અંદર પણ નવું નવું જાણવાની જીજ્ઞાાસા પ્રબળ હતી. રોજે તે કંઇ નવું નવું માતા-પિતા પાસેથી જાણવાનો પ્રયત્ન કરે. તેના માતા-પિતાએ રીઆની આ રૂચી જોઇને એક વાત નક્કી કરી કે રોજ રાત્રે ડીનર ટેબલ ઉપર રીઆને નવી વાતોની જાણકારી આપવી અને તેને નવું નવું શીખવવું. રીઆને વધારેમાં વધારે બૂક્સ વાંચવા આપી.

 



રમત ગમત:-  

રિટાયર થતા પહેલા મોનાકોમાં Usain Bolt એ ૯.૯૫ સેકેન્ડમાં જીતી ૧૦૦ મીટરની રેસ

આઠ વખતના ઓલિમ્પિક ચેમ્પિયન Usain Bolt એ મોનાકો ડાયમંડ લીગ ૧૦૦ મીટરની રેસ ૯.૯૫ સેકેંડમાં જીતી લીધી છે. તેમ છતાં દોડની છેલ્લી ૩૩ સેકેન્ડમાં તે ખુબ જ દબાણમાં હતા. ૩૦ વર્ષના આ જમૈકાના દિગ્ગજને અમરિકાના ઇસીહા યંગથી જોરદાર ટક્કર મળી હતી. ઇસીહા યંગ ૯.૯૮
સેકેન્ડની સાથે બીજા સ્થાન પર રહ્યા હતા. જયારે સાઉથ આફ્રિકી દોડવીર અકાની સિંબાઇન (૧૦.૦૨ સેકેન્ડ) ત્રીજા નંબર પર રહ્યા હતા.

૧૦૧ વર્ષીય એથ્લીટ માન કૌર મહિલાઓની પાંચમી પિન્કાથોન દોડમાં આકર્ષણનું કેન્દ્ર બનશે

નવી દિલ્હીઃ ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ભાલાફેંક અને ગોળાફેંકના વિશ્વ માસ્ટર્સમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવનારાં પટિયાલાનાં ૧૦૧ વર્ષીય એથ્લીટ માન કૌર ૧૭ સપ્ટેમ્બરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાનારી મહિલાઓની પાંચમી પિન્કાથોન દોડમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
માન કૌરે વર્ષ ૨૦૧૦માં ૯૩ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું અને પાછલાં આઠ વર્ષમાં તેઓ અમેરિકા, કેનેડા અને ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ અને ૨૦૦ મીટર, ભાલાફેંક અને ગોળાફેંકમાં ૯૫ વર્ષથી વધુ ઉંમરની માસ્ટર્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યાં છે.

૩. ગ્રેટ ખલી બાદ જિન્દર મહલ WWEના રેસલર સામે લડશે જીવલેણ પંજાબી પિંજરામાં ફાઇટ

હરિયાણાઃ WWEમાં ફરીથી પંજાબી પિંજરામાં બે પહેલવાનોનો મુકાબલો થશે. WWE ચેમ્પિયન જિન્દર મહલ અને સિંહ બ્રધર્સ સ્મેકડાઉન લાઇવમાં ખતરનાક પંજાબી પિંજરા લઈને આવ્યા છે, જેમાં રવિવારે તેમની અને રેન્ડી ઓર્નની ટક્કર થશે. જિન્દર મહલ અને સિંહ બ્રધર્સનું કહેવું છે કે આ પિંજરું રેન્ડી ઓર્ટનના વર્ચસ્વને ખતમ કરી નાખશે. રેન્ડી ઓર્ટનને WWEનો ઘણો મશહૂર પહેલવાન માનવામાં આવે છે.

૪. શ્રીનિવાસ ગોકુલનાથ’, પ્રથમ ભારતીય કે જેણે દુનિયાની સૌથી અઘરી સાઇકલ રેસ કરી પૂર્ણ

સત્તાવાર રીતે રેસ અક્રોસ અમેરિકા’ (RAAM) સમાપ્ત કરવા માટે સાઇકલ ચાલકે એક દિવસમાં ઓછામા ઓછું 250 માઇલનું અંતર કાપવું પડે. આ અંતર કાપવા માટે તેણે ફરજિયાત ઊંઘ છોડી અથવા એકદમ ઓછી કરી નાંખવી પડે કારણકે ઊંઘવું એટલે સમયની બરબાદી કરવી અને જેના કારણે ક્યારેક તો તેમને એક દિવસમાં ફક્ત 10 મિનિટની ઊંઘ મળતી હોય છે. આ ઉપરાંત તમને ખબર જ હશે કે જો તમે એક પણ દિવસ વિના ઊંઘ વગર ચલાવશો તો તેની કેવી અસર તમારા શરીર પર પડે છે. જોકે, રાત- દિવસ ઊંઘ લીધા વગર, રણ અને પહાડોને પાર કરી ફરી વખત તમે એજ સવાલ પર પરત ફરો છો. શા માટે? આવું શા માટે?
કેટલીક વ્યક્તિઓ પ્રસિદ્ધિ મેળવવા માટે તો પછી કેટલીક વ્યક્તિઓ નામના મેળવવા માટે આવું કરતા હોય છે. કેટલીક વ્યક્તિઓને આવું પ્રથમ કરવાનો નશો હોય છે પરંતુ RAAM આ બધા કરતા ઉપર છે. જો તમારી પાસે આવા કોઇ ગોલ ન હોય તો તમે ક્યારેય તેમા ભાગ લેવાનું વિચારો ન કરી શકો. શ્રીનિવાસ ગોકુલનાથ કે જે તાજેતરમાં જ આ રેસ પૂર્ણ કરનારો પ્રથમ ભારતીય બન્યો તેનો ગોલ એકદમ સિમ્પલ પરંતુ જટિલ હતો. તે પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવા માગતો હતો.



        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

વરિષ્ઠ નાગરિકો માટે Pension યોજના, ૮ ટકા રિટર્ન અને ૧૦ વર્ષ બાદ પૈસા પરત

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારે વરિષ્ઠ નાગરિકો માટે આઠ ટકાનું નિયત રિટર્નવાળી નવી પેન્શન (pension) યોજના લોન્ચ કરી છે. આ પેન્શન યોજના દસ વર્ષ માટે હશે. નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી વય વંદના યોજના (પીએમવીવીવાઈ)ને લોન્ચ કરી હતી. આ યોજના તા. ૪ મે ૨૦૧૭થી તા. ૩ મે, ૨૦૧૮ સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજનાને જીએસટીથી બહાર રાખવામાં આવી છે.

ઉચ્ચક વેરાની ઓનલાઈન અરજીની મુદત વધારીને ૧૬ ઓગસ્ટ કરાઈ

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટના કાયદા અંતર્ગત નાના વેપારીને ઉચ્ચક વેરા અંગે ઓનલાઇન અરજી કરવાની મુદત ૨૧ જુલાઇએ પૂરી થતી હતી. જે વેપારીનું ૭૫ લાખ સુધીનું ટર્નઓવર હોય તે વેપારીઓએ ઉચ્ચક વેરો-કોમ્પોઝિશન સ્કીમનો લાભ લઇ શકે છે. સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ ડ્યૂટી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સીએમપી-૦૧ની અંતર્ગત કોમ્પોઝિશન સ્કીમનો લાભ લેવા ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૧ જુલાઇ પૂરી થતી હતી, પરંતુ આ મુદત હવે વધારીને ૧૬ ઓગસ્ટ કરવામાં આવી છે.

૩. નાણાંકિય વર્ષ બદલાશે, નવેમ્બરમાં બજેટ બહાર પડશે: જેટલી

નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે જણવ્યું હતું કે સરકાર દેશનું નાણાંકીય વર્ષ બદલવા પર વિચાર કરી રહી છે. આગામી નાણાંકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરનું કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ નાણાંકિય વર્ષ એપ્રિલથી માર્ચનું છે. ઉપરાંત સરકાર વાર્ષિક બજેટ રજૂ કરવાના સમયગાળામાં પણ બદલાવ લાવવા વિચારી રહી છે. વર્તમાન સમયમાં જે બજેટ ફેબ્રુઆરીમાં બહાર પડે છે તે મોદી સરકાર નવેમ્બરમાં લાવવા માટે વિચાર કરી રહી છે.



અન્ય:-

૧. દેશરાગ રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ થશે

-નેતાજી સુભાષચંદ્ર બોઝની સેનાની કથા છે

-તિગ્માંશુ ધૂલિયાએ બનાવેલી ફિલ્મ છે

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાની રીતે ફાળો આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સેનાની કથા ધરાવતી ફિલ્મ દેશરાગ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રજૂ થશે એવી જાણકારી મળી હતી.
વિદાય લઇ રહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આ ફિલ્મ માણી શકે એટલા માટે આ સ્ક્રીનીંગ થવાનું છે એવું ધૂલિયાના પ્રવક્તાએ કહ્યું હતું.

-પ્રશાંત ભટ્ટ
Educational Point