Friday, 21 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 22-07-2017

અહીંથી તમે તારીખ ૨૧-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. શંકર સિંહ વાઘેલાએ કોંગ્રેસના બધા પદો પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ.. કોઈ પાર્ટીમાં નહી જોડાય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. રાજ્યમાં કોંગ્રેસના સૌથી કદાવર નેતા અને પૂર્વ સીએમ શંકર સિંહ વાઘેલાએ કોંગેસના બધા પદ પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ. જો કે આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેઓ ન તો કોઈ બીજી પાર્ટીમાં જોડાશે કે ન તો પોતાની કોઈ બીજી પાર્ટી બનાવશે.
પોતાના 77માં બર્થડે પર બોલાવેલ સંમેલનમાં રાજનીતિની દુનિયાના મોટા અને જૂના ખેલાડી શંકર સિંહ વાઘેલાએ રાજનીતિમાંથી સંન્યાસનુ એલાન કર્યુ. તેમણે પોતાના નિર્ણયનું એલાન ગાંધીનગરમાં કર્યુ

૨. કોગ્રેસને મોટો ઝટકો, અંબિકા સોનીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હી: કોગ્રેસના મહાસચિવ અંબિકા સોનીએ કોગ્રેસને મોટો ઝટકો આપતા પોતાના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. અંબિકા સોની હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી હતા. એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મે પાર્ટીના હાઇકમાન્ડને વિનંતી કરી છે કે મને સ્વાસ્થ્ય કારણોસર ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશના પ્રભારી પદેથી મુક્ત કરવામાં આવે. અંબિકા સોની કોગ્રેસની દિગ્ગજ નેતા ગણાય છે. તે મનમોહનસિંહ સરકારમાં મહત્વના મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

૩. અનાથ બાળકોને દત્તક લેવાની રેસમાં પ્રિતી ઝિંંટા સૌથી આગળ, જાણો બીજા સ્ટાર્સ વિશે

બોલિવૂડની હોટ એક્ટ્રેસ સની લિયોની આખેર એક બાળકીની માતા બની ગઇ છે. એક ઇન્ટરવ્યૂમાં સનીએ પોતે ખુલાસો કર્યો હતો કે, ગત કેટલાક સમય પહેલા જ તેમના જીવનમાં એક બાળકીનું આગમન થયુ છે. આ બાળકી 21 મહિનાની છે, જેને સનીએ મહારાષ્ટ્રના લાતુરના અનાથ આશ્રમમાંથી દત્તક લીધી છે. તમને જણાવી દઇએ કે, સની અને તેના પતિએ બે વર્ષ પહેલાં એડોપ્શન માટેની કાર્યવાહી શરૂ કરી હતી અને આખરે તેમણે બાળકીને દત્તક લઈ લીધી છે. સની લિઓની મૂળ પંજાબી છે એટલે બાળકીના નામ આગળ કૌર લગાવવામાં આવ્યું છે. સની અને ડેનિયલે તેમની દીકરીને નિશા કૌર વેબર નામ આપ્યું છે. સની અને તેના પતિનાં આ નિર્ણયના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ બોલિવૂડ એક્ટ્રેસીસ મા બનવા માટે બાળકો દત્તક લઇ ચૂકી છે. આ લિસ્ટમાં પ્રિતી ઝિંટાથી લઇ સુસ્મિતા સેનનું નામ પણ શામેલ છે.

૪. ગીર-સોમનાથ જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત ૧૯ લાખ રોપાનું વિતરણ અને વાવેતર કરાશે

ગીર-સોમનાથ જિલ્લાનાં સેવા સદનનાં અધતન બિલ્ડીંગનું વેરાવળ પાસે ઇણાજ ખાતે હાલ બાંધકામ કાર્યરત છે. ૭ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ આ સંકુલને વૃક્ષોથી હરીયાળું બનાવવાં આજે ૬૮માં વન મહોત્સવની પાણી-પૂરવઠા રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સંસદિય સચિવશ્રી બાબુ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.

૫. દેશના ઈતિહાસમાં પહેલીવાર ભાવી રાષ્ટ્રપતિને મળશે આ અત્યંત મહત્વપૂર્ણ માહિતી

ગયા સોમવારે નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ગુરુવારે સવારે સંસદ ભવન ખાતે ૧૪મા રાષ્ટ્રપતિ માટે સાંસદો અને ધારાસભ્યોએ કોના પર પસંદગી ઉતારી છે તે જાણવા મતગણતરી હાથ ધરાઈ હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ પરિણામ અનુસાર ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએ ગઠબંધનના ઉમેદવાર રામનાથ કોવિંદ ૬૫.૬૫ ટકા મત સાથે ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ૧૭ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મીરાંકુમારને પરાજિત કર્યાં હતાં. મીરાંકુમારને ૩૪.૩૫ ટકા મત પ્રાપ્ત થયા હતા. રામનાથ કોવિંદને ૭,૦૨,૦૪૪ મૂલ્યના ૨,૯૩૦ અને મીરાંકુમારને ૩,૬૭,૩૧૪ મૂલ્યના ૧,૮૪૪ મત મળ્યા હતા. રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના રિર્ટિંનગ ઓફિસર અનૂપ મિશ્રાએ જણાવ્યું હતું કે, ૭૭ મત અયોગ્ય ઠેરવાયા હતા. રામનાથ કોવિંદને ૫૨૨ અને મીરાંકુમારને ૨૨૫ સાંસદોના મત મળ્યા હતા. આ સાથે રામનાથ કોવિંદ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ જાહેર થયા છે. તેઓ ૨૫મી જુલાઈએ શપથ ગ્રહણ કરશે.

૬. NIDના સ્ટુડન્ટ્સે તૈયાર કરેલ આર્ટને WOW કોમ્પિટિશનમાં એવોર્ડ મળ્યો

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (NID)ના ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ સંદીપ જયસ્વાલ અને ફર્નિચર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ આશિષ આનંદ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેરેબલ આર્ટને વલ્ડ ઓફ વેરેબલ આર્ટ કોમ્પિટિશનમાં ફાઇનલ રાઉન્ડમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સ્ટુડન્ટ્સ દ્વારા પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવેલા રેડ કલરના કોસ્ચ્યુમને આ કોમ્પિટિશન માટે તૈયાર કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડના વેલિંગ્ટન સિટી ખાતે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.આઇ.ડીના સ્ટુડન્ટ્સને રેડ કેટેગેરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

૭. ગુજરાતઃ વધુ ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી, કુલ PHC સંખ્યા 1453 પર પહોંચી

૮. લોન્ચ થઈ માં આધારએપ, હવે આધારકાર્ડ સાથે નહી રાખો તો પણ ચાલશે

યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સ માટે mAadhaar એપ લોન્ચ કરી દીધી છે, જેને ફ્રિમાં ડાઉનલોર્ડ કરી શકાય છે. આ એપમાં હવે તમે સ્માર્ટફોન પર જ આધાર કાર્ડ સાથે જોડાયેલી માહિતી મેળવી શકો છો.
ઉલ્લેખનિય છે કે, આધારના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં આના વિશે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત હવે યૂઝર્સ પોતાના આધાર મોબાઈલ પર ક્યાય પણ લઈ જઈ શકે છે. આ એપમાં સૌથી પહેલા તમારે તમારા આધારને ઓથેન્ટિકેટ કરવું પડશે.
નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ફોટો અને એડ્રેસ જેવી જાણકારી અહી માત્ર થોડી ક્લિક કરવાથી જ મળી જશે. તે માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

૯. NCC કેડેટ્સ-2017 પદવીદાન સમારંભ

આંતરરાષ્ટ્રીય:-  

૧. આજથી ભારત અને જાપાન વચ્ચેની નાગરિક પરમાણુ સંધિ અમલી

ભારત અને જાપાન વચ્ચે આઠ મહિના પહેલા નાગરિક પરમાણુ સંધિ થઈ હતી જેનો અમલ આજથી થશે.
નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન મોદી ટોકિયોની મુલાકાતે ગયા હતા ત્યારે આ પરમાણુ સંધી પર હસ્તાક્ષર કરાયા હતા અને વિદેશ સચિવ એસ. જયશંકર અને જાપાનના રાજદૂત કેન્જી હિરામાત્સુએ પરસ્પર રાજદ્વારી નોંધની આપ-લે કરી હતી. આ કરાર બન્ને દેશો વચ્ચે વર્ષો સુધી થયેલ ચર્ચા અને સમજૂતી બાદ કરવામાં આવ્યો હતો.
ગોપાલ બાગ્લેએ કહ્યું હતું કે, ‘આ કરાર ભારત- જાપાન વચ્ચે નૈતિક સહયોગ તેમજ ઉર્જા, સલામતી અને સ્વચ્છ ઊર્જા અંગેની સમજૂતી છે. આ કરારમાં બંને દેશો વચ્ચે પૂર્ણ સહયોગ અંગે કરારબદ્ધતા છે અને સ્થિર, વાજબી રીતે નાગરિક પરમાણુ ઊર્જાના વિકાસ અંગે સમજૂતી થયેલી છે.

૨. ઇરાકે સ્વદેશી યકીન-૧રોકેટનું સફળ પરીક્ષણ કર્યું

ઇરાકે પોતાના સુરક્ષા ઉદ્યોગને પુનઃસજીવન કરવા તથા દાઇશ આતંકી સંગઠન સામે લડત આપવા માટેના પ્રયાસ રૂપે સ્વદેશી બનાવટના રોકેટનું સફળ પરીક્ષણ કર્યું હતું અને તેમાં સ્વદેશી મિલિટરી હાર્ડવેરનો ઉપયોગ કર્યો હતો. જનરલ મિલિટરી ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર સાદીક અલ-તમીમીએ જણાવ્યું કે યકીન-૧નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તમીમીએ ભારપૂર્વક જણાવ્યું કે આ રોકેટ ૧૫ કિમીની રેન્જ અને ૩૫૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા યુદ્ધશસ્ત્રોને લઇ જવાની ક્ષમતા ધરાવે છે તથા તેનું નિર્માણ ઇરાકી નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઇરાકી સુરક્ષા મંત્રાલયે યકીન-૧ના પરીક્ષણના ફૂટેજ રિલિઝ કર્યા હતા.

૩. એક વ્યક્તિએ 18 લાખ ડોલરમાં ખરીદ્યું નીલ આર્મસ્ટ્રોંગનું બેગ

હરાજીકર્તા સોથબૉયે જણાવ્યું કે આ બેગ કેટલાય વર્ષો સુધી હૉસ્ટનના જૉનસન અંતરિક્ષ કેન્દ્રમાં એક ડબ્બામાં રાખવામાં આવ્યું હતુ. ગુરુવારે યોજાયેલી હરાજીમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરત પરા બેગ માટે ફોન પર બોલી લગાવી હતી.
હરાજીકર્તાઓએ આ બેગ માટે 20થી 30 લાખ ડોલરમાં હરાજી થવાની આશા વ્યક્ત કરી હતી. ચંદ્રના દ્રષ્ટિકોણથી ચલાવવામાં આવેલા વિભિન્ન અવકાશી કાર્યક્રમો અને મિશનોમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓની હરાજીમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તુ છે.
ઉલ્લેખનીય છે જે નીલ આર્મસ્ટ્રોંગ અને તેમના સહયોગીઓ જુલાઇ 1969માં અપોલો-11 અંતરિક્ષ મિશના દરમિયાન 'લૂનર સેમ્પલ રિટર્ન' બેગનો ઉપયોગ કર્યો હતો. આ બેગની લંબાઇ 30 સેન્ટીમીટર અને પહોળાઇ 22 સેમી છે.
રમત ગમત:-  

૧. Harmanpreet Kaur એ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં બનાવ્યો અનોખો રેકોર્ડ

આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે બીજી સેમીફાઈનલ મેચમાં ભારતની સ્ટાર બેટ્સમેન Harmanpreet Kaur એ ૧૭૧ રનની અણનમ ઇનિંગ રમી ઈતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પોતાની વનડે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીત કૌરની સદીની ઇનિંગના આધારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૨૮૧ રનનો સ્કોર બનાવ્યો હતો. હરમનપ્રીત કૌરે પોતાની શાનદાર ઇનિંગના આધારે આ મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા.

૨. ઓસ્ટ્રેલિયાના હરાવીને ભારત મહિલા વિશ્વકપના ફાઈનલમાં, હરમનપ્રીત કૌરની આક્રમક સેન્ચુરી

ડર્બીઃ આક્રમક બેટ્સમેન હરમનપ્રીત કૌરના અણનમ 171 રનની ઇનિંગના જોરે ભારતીય ટીમે ગુરુવારે આઇસીસી મહિલા વર્લ્ડકપના સેમીફાઇનલમાં છ વખત ચેમ્પિયન રહેલ ઓસ્ટ્રેલિયાના 36 રને હરાવી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે જે 23 જૂને ઇંગ્લેન્ડ સામે રમાશે. ભારતીય ટીમે બીજી વખત મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને આ પહેલા તે 2005માં ફાઈનલમાં પહોંચી હતી.

૩. મહિલા વિશ્વકપ-2017માં સૌથી વધારે રન ફટકારનાર ખેલાડી બની મિતાલી રાજ


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group

આર્થિક:-

૧. આજે આઠ ટકા વ્યાજ આપતી નવી પેન્શન યોજના લોન્ચ થશે

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી આજે એક નવી પેન્શન યોજના લોન્ચ કરશે. આ એક એવી પેન્શન યોજના છે જેના પર આઠ ટકાના દરે વ્યાજ મળશે અને તેના પર કોઈ જીએસટી લાગશે નહીં. આજે નાણાપ્રધાન અરુણ જેટલી વિધિવત રીતે પ્રધાનમંત્રી વય વંદના યોજના લોન્ચ કરશે. આ યોજનાનું શ્રેષ્ઠ પાસું એ છે કે બચત પર આઠ ટકાના દરે નિયત વ્યાજ મળતું રહેશે.
આ એક એવી પેન્શન યોજના છે જે ૬૦ વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના આજે વિધિવત્ લોન્ચ કરવામાં આવશે, પરંતુ તે ૩ મે ૨૦૧૮ સુધી ઉપલબ્ધ રહેશે.
આ યોજના મર્યાદિત સમય માટેની છે. જો તમે તેનો લાભ લેવા ઈચ્છતા હો તો તાત્કાલિક આ યોજનામાં જોડાઈ જશો એવું કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ યોજના ૧૦ વર્ષ માટે પ્રતિ વર્ષ આઠ ટકાના દરે માસિક આવકનું નિશ્ચિત રિટર્ન સુનિશ્ચિત કરે છે. ૧૦ વર્ષની પોલિસીની મુદ્દતના અંત સુધી પેન્શન ધારક જીવિત રહેશે તો આ યોજનાના બજાર મૂલ્યો સાથે પેન્શનના આખરી હપ્તાની ચૂકવણી કરવામાં આવશે.
ત્રણ વર્ષની પોલિસીના અંતે બજાર મૂલ્યના ૭૫ ટકા સુધીની લોન પણ આ પોલિસી પર આપવામાં આવશે. લોનનું વ્યાજની ચૂકવણી પેન્શનના હપ્તાથી કરવામાં આવશે.


અન્ય:-

૧. પોતાના ફેવરેટ નંબર-7’ને ધોનીએ બનાવ્યો Sports બ્રાન્ડ, શરૂ કર્યો શો-રૂમ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ એક નવી ઈનિંગની શરૂઆત કરી છે. હવે બિઝનેસ ગ્રાઉન્ડ પર પણ ધોનીએ પોતાના ફેવરેટ નંબર-7નો સિક્કો ચલાવ્યો છે. ગુરૂવારે રાંચીના એક મોલમાં ધોનીએ સ્પોર્ટસ અને ફિટનેસ સંબંધી પોતાના એક્સક્લૂસિવ શો રૂમ સેવનનું ઉદ્ધાટન કર્યુ. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર પણ શેર કરી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point