અહીંથી તમે તારીખ ૧3-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
૧.
૧૫ મીએ અમિત શાહ અને રામનાથ કોવિદ ગાંધીનગરમાં રાષ્ટ્રપતિની ચુંટણી સંદર્ભે
ધારાસભ્યો સાથે બેઠક
શાહ અને
કોવીંદ ૧૭મીએ યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે આવી રહયા છે. ધારાસભ્યોને
માર્ગદર્શન આપશે અને મત આપવા અપીલ કરશે. અગાઉ તેમનો કાર્યક્રમ જાહેર થયેલ પરંતુ
અમરનાથ યાત્રીકો પરના હુમલાના પગલે તે વખતે તેમનો પ્રવાસ મોકુફ રહયો હતો.
૨. વડોદરાઃCM રુપાણી સોલાર રુફટોપ
લાભાર્થીઓને ચેક અને વિદ્યાર્થીઓને 300 વેહિકલ આપશે
વડોદરા– મુખ્યપ્રધાન વિજય રૂપાણી કલાયમેન્ટ ચેન્જની
અસરો નિયંત્રણમાં લઇને ગ્રીન એનર્જી ઉત્પાદન-ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહિત કરતા ઉદાહરણરૂપ
પ્રયોગનો ૧૪ જુલાઇએ વડોદરામાં પ્રારંભ કરાવશે.
૩. બસચાલક
સલીમ શેખ અને તેના પરિવારને ૧ વર્ષ સુધી ફ્રી રીક્ષા સેવા
વલસાડ
ઓટોરીક્ષા એસોસીએશને ૪૫ યાત્રીઓના જીવ બચાવનાર સલીમ શેખનું જાહેર સન્માન કર્યું
૪. ટોચના
સારંગીવાદક પંડિત ધુ્રવ ઘોષનું નિધન
-પંડિત નિખિલ ઘોષના પુત્ર અને
પન્નાલાલ ઘોષના ભત્રીજા હતા
-૫૯ વર્ષની વયે ગંભીર હાર્ટ અટેક
આવ્યો
૫.
હરિદ્વારમાં
ગંગામાં કચરો નાખવો ભારે પડી જશે, 50,000 રૂ.નો થશે દંડ
હરિદ્વારથી
ઉન્નાવ વચ્ચે વહી રહી ગંગા નદીમાં જો તમે કચરો ફેંક્યો તો 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગંગા નદીની
આસપાસ ડેવલપમેન્ટના કામને લઈને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આ મહત્વનો ફેસલો આપ્યો છે.
NGTએએ નદીની આસપાસના 100 મીટરની મર્યાદાને ‘નો ડેવલપમેન્ટ ઝોન’ તરીકે જાહેર કર્યો છે એટલે કે તેની આસપાસ કોઈ
નિર્માણકાર્ય થઈ શકે નહીં. આ ચૂકાદો હરિદ્વારથી ઉન્નાવ વચ્ચેના ઝોન માટે છે.
૬.
વડાપ્રધાનની
ઓફિસમાં ગોંડલના ચિત્રકારનું ચિત્ર રાખવામાં આવશે
વડાપ્રધાન મોદીના
વતન વડનગર ખાતે ૧૦૬ ચિત્રકારોએ ૬૬૨ ચિત્રો દોર્યા હતાં. જે પૈકી ૨૫ ચિત્રને
વડાપ્રધાન કાર્યાલય દિલ્હીમાં રાખવામાં આવ્યા છે. જેમાં ગોંડલના ચિત્રકારનું ચિત્ર
પસંદગી પામતા ચિત્રકારની આ સિધ્ધી બદલ તેમને સુરત ખાતે મેયરના હસ્તે ‘ધ સર્ટીફીકેટ ઓફ ઓનર’ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે
ગુજરાત કલા પ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીક ઝાપડીકયા તથા તમામ સભ્યોએ તેઓને
અભિનંદન પાઠવ્યા હતાં.
૭.
મોદી રાજમાં થઈ દેશની પ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક, RTIમાં થયો ખુલાસો
નવી દિલ્લી: પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઘૂસીને
આતંકીઓના લૉન્ચ પેડ પર ભારતીય સેનાની કાર્યવાહી દેશના ઈતિહાસમાં પહેલી સર્જિકલ
સ્ટ્રાઈક હતી. એક આરટીઆઈના જવાબમાં સંરક્ષણ મંત્રાલયે આ વાત કહેવામાં આવી છે.
૮. મુંબઈની
1900 સ્કૂલોનો નિર્ણય, ચીની સામાનનો નહીં કરે
ઉપયોગ
નવી દિલ્લી: ચીન અને ભારચના બદલતા સંબંધોને જોતા મુંબઈની
સ્કૂલોમાં ચીનમાં બનેલી ચીજો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. સાથે સ્કૂલના
વિદ્યાર્થીઓના માતા-પિતાને અપીલ કરી છે કે તે ચીનમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરશે
નહીં. મુંબઈની સ્કૂલ પ્રિંસિપલ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો, આ એસોસિએશન હેઠળ લગભગ 1900 સ્કૂલો આવે છે.
૯. આત્મિયની ટીમને IIT
મુંબઈની
રોબોટિક્સ ચેલેન્જમાં પ્રથમ સ્થાન
રાજકોટ : આઈ.આઈ.ટી – મુંબઈ દ્વારા ઈજનેરી કોલેજીસના અધ્યાકો
માટે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન રોબોટીક્સ સ્પર્ધામાં રાજકોટની આત્મિય
ઈન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના અધ્યાપકોની ટીમે પ્રથમ સ્થાને રહીને
એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ ટીમમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિભાગના
અધ્યક્ષ પ્રો. આશિષ કોઠારીના નેતૃત્વના તે જ વિભાગના અધ્યાપક પ્રો. તુષાર મહેતા, ઈલેક્ટ્રીકલ એન્જીનિયરિંગના અધ્યાપકો પ્રો.
નીતિન અદ્રોજા અને ધવલ રાવલનો સમાવેશ થાય છે.
૧૦. પંકજ
પટેલે કેડિલાનું એમડીપદ છોડયું, પુત્ર શર્વિલ પટેલની
એમડીપદે વરણી
દવા ઉત્પાદક
કંપની કેડિલા હેલ્થકેરે બુધવારે જણાવ્યું છે કે કંપનીના ચેરમેન અને મેનેજિંગ
ડિરેક્ટર પંકજ આર. પટેલે કંપનીનું એમડીપદ છોડી દીધું છે. કેડિલા હેલ્થકેરે કાયદેસર
રીતે કરાવેલી નોંધણી મુજબ હાલમાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટરપદ સંભાળી રહેલા પંકજ
પટેલના પુત્ર શર્વિલ પી. પટેલ સક્સેશન પ્લાનિંગ મુજબ નવા એમડી તરીકે પદભાર
સંભાળશે.
આંતરરાષ્ટ્રીય:-
૧. આખા ચીનને ટાર્ગેટ કરે
તેવી મિસાઇલ બનાવી રહ્યું છે ભારત : US એક્સપર્ટ
ભારત પોતાના
પરમાણુ હથિયારોના જથ્થાને લઇને આધુનિક બનતુ જઇ રહ્યું હોવાનો દાવો અમેરિકાના બે વરિષ્ઠ
પરમાણુ વિશેષજ્ઞોએ કર્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે પરંપરાગત રૂપે પાકિસ્તાનને
ધ્યાને રાખીને પરમાણુ નીતિ બનાવનારા ભારતનું ધ્યાન હવે ચીન તરફ વધુ છે.
૨. એન્ટાર્કટિકા ખંડમાં
૫૮૦૦ ચોરસ કિમીની કદાવર હિમશીલા તૂટી
એન્ટાર્કટિકા
ખંડમાંથી એક ૫૮૦૦ ચોરસ કિલોમીટરની કદાવર હિમશીલા તૂટીને અલગ પડી છે. આ
એન્ટાર્કટિકા ખંડનો બરફ સતત તૂટી રહ્યો છે તેનું વર્તમાનનું ઉદાહરણ છે.
૩. પનામા પેપર્સ : નવાઝ શરીફની
પુત્રી ખોટા ફોન્ટ વાપરી નકલી દસ્તાવેજો બનાવવામાં ઝડપાયા
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના
પરિવાર સામે ભ્રષ્ટાચારની તપાસ કરતી સંયુક્ત તપાસ ટીમે જણાવ્યું હતું કે, નવાઝ શરીફની પુત્રી મરયમ નવાઝે પંચ સમક્ષ
નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. ટીમે કહ્યું કે, નવાઝે કેલિબરી નામના ફોન્ટ વાપર્યા હતા જે ૨૦૦૬માં જ્યારે દસ્તાવેજ બન્યા
ત્યારે સિસ્ટમમાં હતા જ નહીં. મોસાક ફોન્સેકા નામની પનામા ફર્મમાંથી દસ્તાવેજો લીક
થયા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ ટીમની રચના કરવામાં આવી હતી જેમાં વિશ્વના
ટોચના નેતાઓ તથા ખ્યાતનામ લોકોની છૂપાયેલી સંપત્તિનો પર્દાફાશ કરાયો હતો.
રમત
ગમત:-
૧. પીએનજીના નવા કોચ બન્યા ઝડપી બોલર Jason
Gillespie
ઓસ્ટ્રેલિયાના
ભૂતપૂર્વ ઝડપી બોલર Jason
Gillespie પીએનજી ના
નવા મુખ્ય કોચ હશે. તે ન્યુઝીલેન્ડના દીપક પટેલનું સ્થાન લેશે. ગિલેસ્પીની પાસે
બીગ બોસ લીગ (બીબીએલ) અને ઓસ્ટ્રેલિયા-એ ટીમની કોચિંગની જવાબદારી છે એવામાં તે
અસ્થાયી તરીકે પીએનજીની સાથે જોડાશે.
૨. આ ગુજરાતી પ્લેયરની ગણના થાય છે
દેશના TOP 5 ટેનીસ ખેલાડીઓમાં
ટેનીસ
ટુર્નામેન્ટ ટીમ ઇન્ડિયામાં પસંદગી પામનાર પાટણની ઇતિ મહેતા અગામી દિવસોમાં ચાઈના
ખાતે પોતાનું કૌશલ બતાવનાર છે ત્યારે ઇતિ મહેતાની આ મહેનત અને રમત પ્રત્યેની રૂચી
તેમજ સિદ્ધિને પાટણ સહીત રાજ્યભરના લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૩. રોનાલ્ડિન્યો આવતી કાલે ભારત આવશે
નવી દિલ્હી: ‘ફિફા’નો વર્ષના શ્રેષ્ઠ ખેલાડીનો અગાઉ અવૉર્ડ જીતેલ અગ્રણી ફૂટબોલર રોનાલ્ડિન્યો
શુક્રવારે (આવતી કાલે) ભારતની મુલાકાતે આવી પ્રીમિયર ફટસલ જોડે પોતાના ભવિષ્ય
બાબતમાં તપાસણી કરશે, જે ઈન્ડોરમાં રમાતી ફૂટબોલની રમત છે.
આર્થિક:-
૧. SBIએ 75%
સુધી
ઘટાડ્યા NEFT અને RTGS ના ચાર્જ
દેશની સૌથી
મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ સતત બીજા દિવસે ડિજિટલ ટ્રાન્જેક્શનને
પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ટરનેટ બેંકિગનો ઉપયોગ કરનાર ગ્રાહકો
માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (RTGS) ના ચાર્જિસમાં 75% સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 15 જૂલાઇથી લાગૂ થઇ જશે.
૨. યુએસ સહિત વૈશ્વિક બજારમાં તેજી
અમદાવાદ:
યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરપર્સન જેનેટ યેલેનના નિવેદનથી અમેરિકી સહિત આજે શરૂઆતે
એશિયાઇ શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. ડાઉ જોન્સ નવી ઊંચાઇએ બંધ જોવાયો હતો. જેનેટ
યેલેને ધીમે ધીમે વ્યાજના દરમાં વધારો કરવાના સંકેતો આપ્યા હતા. તેમણે વધુમાં
જણાવ્યું હતું કે મોિનટરી પોલિસી વધુ સખત કરવાની જલદી નથી. મોંઘવારી દર બે ટકાના
ટાર્ગેટની નીચે છે. યુએસ ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૨૩ પોઇન્ટના સુધારે ૨૧,૫૩૨ પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ જોવાયો હતો.
એ જ પ્રમાણે નાસ્ડેક ઇન્ડેક્સમાં ૬૭, જ્યારે એસએન્ડપી ઇન્ડેક્સમાં ૧૭ પોઇન્ટનો
ઉછાળો નોંધાયો હતો.
અન્ય:-
૧. આ છે દેશનું સૌથી VVIP ઝાડ, દેખભાળ પર ખર્ચ થાય છે
લાખો રૂપિયા, જાણો
કેમ
શું રહસ્ય છે
આ ઝાડનું?
21
સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા
રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યું હતું. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે તેનું ખુબ જ મહત્વ
છે. બૌદ્ધ ધર્મગુરુ ચંદ્રરતને કહ્યું કે તથાગત બુદ્ધે બોધગયામાં આ જ વૃક્ષ નીચે
જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટ અશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઈ ગયા હતાં
અને અનુરાધાપુરમમાં લગાવી હતી. તેને જ સાંચી બૌદ્ધ વિશ્વવિદ્યાલયની જમીન પર
લગાવવામાં આવી.
આ ઝાડનું એક
પણ પાંદડુ સૂકાય તો પ્રશાસન હાફળું ફાંફળુ બની જાય છે. ઝાડ સુધી પહોંચવા માટે
ભોપાલ-વિદિશા હાઈવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. ઝાડની
દેખરેખમાં દર વર્ષે લગભગ 12-15
લાખ રૂપિયા
ખર્ચાય છે. અત્રે જણાવવાનું કે જે રાજ્યમાં દેવાના બોજથી દબાયેલા 51 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે અને જે
વિશ્વવિદ્યાલયના નામ પર બોધિ વૃક્ષ રોપાયું, પાંચ વર્ષ પછી તેની બાઉન્ડ્રી પણ તૂટી ગઈ છે.
યુનિવર્સિટીને લગભગ 20
લાખ રૂપિયા
ભાડુ આપીને ખાનગી મકાનમાં ચલાવાય છે.
૨. IITGn એ સમગ્ર ભારતના રિસર્ચ
સ્કોલર્સ માટે પોતાની લાઇબ્રેરીના દ્વાર ખોલ્યાં
આઇ.આઇ.ટી.
ગાંધીનગર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના એકેડેમિક રિસર્ચ સ્કોલર્સ તેમજ કોમ્પિટિટિવ
એક્ઝામ્સની તૈયારી કરતા ઉમેદવારો માટે લાઇબ્રેરીની ડેટા બેઝ બુક્સ અને જનરલનો
ઉપયોગ કરી શકે તેવી પહેલ શરૂ કરી છે. આ પુસ્તકો બજારમાં અતિશય કોસ્ટલી હોવાથી બધા
માટે વસાવવુંએ પોસિબલ નથી જેથી આઇ.આઇ.ટી. ગાંધીનગર દ્વારા આ ઇનિશિએટિવ શરૂ
કરવામાંઆવેલ છે. જેમાં રિસર્ચ કરવા માગતા પ્રોફેસર્સ, એડમિશન્સ, તેમજ પીએચ.ડી. સ્કોલર્સને મદદરૂપ થશે.
લાઇબ્રેરીમાં આવેલ ૨૫,૦૦૦, વિવિધ કેટેગરીની બુક્સ, અને ૧૨,૦૦૦ જનરલનો લાભ લઇ શકશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point
www.prashantbhatt.in