Wednesday, 12 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 13-07-2017

અહીંથી તમે તારીખ ૧૨-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

લર્ન સાઉથ આફ્રિકા-2017’માં રાજકોટ, વડોદરાનાં ટ્રાવેલ એજન્ટ્સ માટેનો ખાસ તાલીમ કાર્યક્રમ

રાજકોટ/વડોદરા  દક્ષિણ આફ્રિકાના પર્યટન વિભાગે હાલમાં જ ગુજરાતના બે શહેર રાજકોટ અને વડોદરામાં તેના વાર્ષિક ટ્રાવેલ ટ્રેડ ટ્રેઈનિંગ સત્રની સાતમી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ સત્રના આયોજનનો હેતુ ટ્રાવેલ એજન્ટ્સને દક્ષિણ આફ્રિકામાંના ટ્રાવેલ ડેસ્ટિનેશન્સ વિશે સ્થાનિક પર્યટકોમાં આકર્ષણ ઊભું કરવાની બેસ્ટ ટિપ્સથી સજ્જ કરાવવાનો હતો. આ સત્રનું નામ રખાયું હતું લર્ન સાઉથ આફ્રિકા 2017’. આ ટ્રેઈનિંગ કાર્યક્રમ 17-શહેરોને આવરી લેશે. રાજકોટ અને વડોદરા, બંને શહેરના કાર્યક્રમમાં ટ્રાવેલ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

'આયકર સેતુ' મોબાઇલ એપ્લિકેશન લોંન્ચ,લાઈવ ચેટથી મળશે ટેક્ષ સંબંધી સવાલોના જવાબ!!

આ એપ્લિકેશનથી કરદાતા વગર કોઈ મદદે ઘરે બેઠા-બેઠા ટેક્ષ સંબંધી વિવિધ કાર્ય કરી શકશે.

CBDT
તરફથી આ પ્રથમ મોબાઈલ એપ્લિકેશન છે અને આને 7306525252 પર મિસ કોલ મારી ડાઉનલોડ કરી શકાય છે.

મહેસાણાની ડેરીના કર્મચારીએ સર કરી માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ

મહેસાણા ખાતેની દૂધસાગર ડેરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હરિયાણાના યુવાને એવરેસ્ટ પર ટ્રેનિંગ લીધા બાદ રશિયાના પર્વત માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ સર કરી હતી. આ પર્વતારોહકે રશિયન માઉન્ટ એલ્બ્રુસની પ,૬૪ર મીટરની ઊંચાઈ પર ભારતનો રાષ્ટ્રધ્વજ અને દૂધસાગર ડેરીનાં બેનર ફરકાવ્યાં હતાં. હરિયાણાના આ યુવકે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

સ્કીલ ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સચિન, કોહલીની સાથે પ્રિયંકા

"સ્કીલ ઈન્ડિયા"એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. "કુશલ ભારત, કૌશલ ભારત"ની થીમ સાથે આ પ્રોજેક્ટમાં સચિન તેંડુલકર સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને હવે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. વર્ષ-૨૦૨૨ સુધીમાં ૪૦ કરોડ લોકોને જુદા-જુદા કૌશલ્યમાં નિપુણ બનાવવા, માટેનું "સ્કીલ ઈન્ડિયા"એ મિશન છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિલ્વર મેડલ મેળવતી જાનવી મહેતા

ચાઈનામાં આવેલ શેન્ઝહેન શહેરમાં ઈન્ટરનેશનલ યોગા ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગાસન ચેમ્પિયનશીપમાં ૧પ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારત દેશમાંથી કુલ ૧ર૦ જેટલા સ્પર્ધકો આવ્યા હતા. તેમાં ગુજરાત રાજ્યમાંથી કુલ ર૦ જેટલા ખેલાડીઓ ભાગ લેવા ચાઈના લઈ જવાયા હતા. જેમાં ભાવનગર શહેરના જાનવી જીગ્નેશભાઈ મહેતા કે જેઓ હાલ, ઈસ્કોન કલબ એન્ડ રિસોર્ટમાં યોગા ઈન્સ્ટક્ટર (યોગા ટ્રેનર)ની ફરજ નિભાવી રહ્યા છે. જેમણે આ ૬થી ઈંટરનેશનલ યોગા ચેમ્પીયનશીપ-ર૦૧૭માં ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વિતીય સ્થાન એટલે કે સીલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમને ભારત દેશનું નામ તેમજ ગુજરાત રાજ્યનું ભાવેણાં શહેરનું નામ રોશન કરી બતાવ્યું છે. 

હિંદ મહાસાગરમાં ભારત-યુએસ-જાપાન સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરૂ

ચેન્નઈ: ચીન સાથે સતત વધતા જતા વિવાદ વચ્ચે આજે ભારત, અમેરિકા અને જાપાને હિંદ મહાસાગરમાં યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચીન પર આક્રમક વલણ અખત્યાર કરનાર ભારતે હવે અમેરિકા અને જાપાન સાથે સંયુક્ત નૌકા કવાયત શરૂ કરી દીધી છે. આ કવાયતને ઓપરેશન માલાબાર નામ આપવામાં આવ્યું છે. ત્રણ દેશની આ સંયુક્ત કવાયતથી ચીન ફફડી ઉઠ્યું છે.

Supreme Court એ પશુ વેચાણ ઉપર પ્રસિદ્ધ કરેલી કેન્દ્ર સરકારની અધિસૂચના ઉપર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: Supreme Court એ કેન્દ્ર સરકાર દ્વારા વધ માટે પશુ વેચાણને લઈને પ્રસિદ્ધ કરેલા નોટિફિકેશન (અધિસૂચના) ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ પ્રતિબંધ મુકીને કહ્યું છે કે જ્યાં સુધી આમાં ફેરફાર નહી કરવામાં આવે ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે.

વ્યવસાયો માટે સાઇન બોર્ડ પર GST દર્શાવું ફરજિયાત

વેપારીઓ અને વ્યવસાયોને GST નોંધણી નંબર તેમના બિઝનેસ ડિસ્પ્લે બોર્ડ અને નોંધણી પ્રમાણપત્રને પ્રાંગણની અંદર દર્શાવા પડશે. એ ઉપરાંત કોમ્પોસીટ ડીલરોએ ઉલ્લેખ કરવાનું રહેશે કે તેઓ કોમ્પોસીટ સ્કીમનો લાભ લઇ રહ્યા છે તેથી તે કોઈ પણ ગ્રાહક પાસેથી ટેક્ષ ઉઘરાવી નહિ શકે.

આંતરરાષ્ટ્રીય:-  

ટ્રુ બ્લડના હીરો નેલ્સન એલિસનું અવસાન

-માત્ર ૩૯ વર્ષનો હતો, હાર્ટમાં કોમ્પ્લીકેશન હતું

-એચબીઓ ટીવી ચેનલે જાહેર શ્રદ્ધાંજલિ આપી

ચીનનું મહાશક્તિ બનવાનું મિશન, 13 લાખ આર્મી બળ પર મૂકશે કાપ

ચીન-ચીનનું સૈન્ય બળ વિશ્વનું સૌથી મજબૂત માનવામાં આવે છે. પરંતુ પોતાના 23 લાખની સંખ્યા બળવાળી આર્મીને ઘટાડીને 1૦ લાખથી પણ ઓછી કરવાનું ચીન વિચારી રહ્યું છે. આ ઐતિહાસિક પગલું ચીન પોતાની આર્મીની પુનઃરચના કરવાની પ્રક્રિયાના ભાગરૂપે કરશે. આ વાતનો ખુલાસો ચીની અખબારના એક અધિકારીએ કર્યો છે. ચીની મિલિટ્રીના અખબાર પીએલએ ડેઈલીના અધિકારીએ જણાવ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) અન્ય સર્વિસ જેવી કે નેવી અને મિસાઇલ ફોર્સમાં વધારો કરશે. સૈનિકોની સંખ્યા ઘટાડીને ટેક્નોલોજીકલ રીતે વધુ મજબૂત થઈ અમેરિકાને પછાડી મહાશક્તિ બનવાનું આયોજન ચીન કરી રહ્યું હોય તેવું તેના આ નિર્ણયથી લાગી રહ્યું છે.

૩. સબમરીન કાંડમાં ઈઝરાયેલી વડાપ્રધાનની એકદમ નજીકના સાથીઓની ધરપકડ


રમત ગમત:-  

વર્લ્ડ રેકોર્ડઃ ભારતની કેપ્ટન મિતાલી રાજ વન-ડે ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર વિશ્વની પહેલી બેટ્સવુમન બની

બ્રિસ્ટોલ (ઈંગ્લેન્ડ)  ભારતની મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે આજે વિશ્વવિક્રમ કર્યો છે. તે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6000 રન પૂરા કરનાર પહેલી મહિલા ક્રિકેટર બની છે.
મિતાલીએ આ સિદ્ધિ આજે અહીં આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2017માં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન હાંસલ કરી હતી.
મિતાલીએ 51.37ની સરેરાશ સાથે 6000 રન પૂરા કર્યા છે.
34 વર્ષીય મિતાલીએ ઈંગ્લેન્ડની બેટ્સવુમન શાર્લોટી એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે જેણે તેની કારકિર્દીમાં 5992 રન કર્યા હતા.

શાસ્ત્રી ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ, ઝહીર બન્યો બોલિંગ કોચ, દ્રવિડને મળી નવી જવાબદારી

ભારતીય ક્રિકેટ ટીમના આગામી કોચને લઇને ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે મંગળવારે રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઝહિર ખાનને બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદેશી પ્રવાસો પર રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો બેટિંગ કોચ હશે.

સાઉથ આફ્રિકી ક્રિકેટર Lonwabo Tsotsobe પર લાગ્યો ૮ વર્ષનો પ્રતિબંધ

એક સમયે દુનિયાના નંબર એક ઝડપી બોલર રહી ચુકેલા સાઉથ આફ્રિકી ક્રિકેટર Lonwabo Tsotsobe પર મેચ ફિક્સિંગના આરોપમાં આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટથી ૮ વર્ષના માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોનવાબો સોત્સોબે પર આરોપ છે કે, તેમને વર્ષ ૨૦૧૫ માં સાઉથ આફ્રિકાના ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રેમ સ્લેમમાં ફિક્સિંગ કર્યું હતું.

કોમનવેલ્થ રમતોત્સવ, એશિયાડમાં ગોલ્ડ મેડલ જીતવાનું ગીતાનું લક્ષ્ય

નવી દિલ્હી: ભારતની અગ્રણી કુસ્તીબાજ ગીતા ફોગાટે કહ્યું હતું કે આવતા વર્ષના કોમનવેલ્થ રમતોત્સવ અને એશિયાડમાં સુવર્ણચંદ્રકો જીતવાનું તે લક્ષ્ય રાખે છે.

"મારું તાત્કાલિક લક્ષ્ય આવતા વર્ષના કોમનવેલ્થ રમતોત્સવ અને એશિયાડમાં ગોલ્ડ મેડલો જીતવાનું છે અને તે માટે હું મારું બધું ધ્યાન કેન્દ્રિત કરી રહી છું, એમ તેણે અહીં એક કાર્યક્રમમાં પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક:-

કેજી બેઝિન ડી-6માં રિલાયન્સના ગેસના વધશે ભાવ

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ મુદ્દે કાનૂની સલાહ માંગશે કે મૂકેશ અંબાણીવાળા નેતૃત્વ વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની ભાગીદાર બીપી તથા નિકો રિસોર્સેઝ ને કેઝી ડી-6 માંથી નીકળનારા કુદરતી ગેસની કિંમત વધારે વસૂલવામાં નહીં આવે. મંત્રાલય આવું એટલા માટે કરી રહી છે કારણ કે સરકાર વિરૂદ્ધ મધ્યસ્થતાનો એક મામલો કંપની પરત લઈ ચૂકી છે. મધ્યસ્તાનો આ મામસો કેજી ડી6 બ્લોકન ડી1 અને ડી3 ક્ષેત્ર માટે ગેસની કિંમતો સાથે જોડાયેલો છે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પ્રાકૃતિક ગેસની કિંમતો 2.50 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યૂનિટ (એમએમબીટી) નક્કી કરવામાં આવી છે. પરંતુ ઉંડા પાણી વાળા બ્લોક માટે અધિકત્તમ 3,934 ડોલર પ્રતિ એમએમબીટીયૂ ની કિંમત નક્કી કરવામાં આવી છે.

ઝડપથી વૃદ્ઘિ પામતી અર્થવ્યવસ્થામાં ભારત ચોથા સ્થાને

નેપાળ ત્રીજાક્રમે અને ઇથિયોપિયા ટોચેઃ ચીનનું ૧૦માં ક્રમમાં પણ સ્થાન નહિં: વિશ્વબેંક

ગુજરાતમાં ખુલશે ગોલ્ડ સ્પોટ એકસચેન્જ

રાજકોટ, તા.૧૧ : સોનાની ખરીદી કરવા માટે હવે દુબઈમાં સોદા કરવાની જરૂર નહિ પડ.ે પછી તે છૂટક વેપારી હોય જે રિટેલર્સ સોનાની ખરીદી રાજયમાંથી જ થઇ શકશે.
મળતી વિગતો મુજબ બનેલી ગિફટસિટીમાં સરકાર ગોલ્ડ સ્પોટ એકસચેન્જ ખોલવાની તૈયારી કરી રહી છે. તેના માટે ઇવાઇએ પોતાનો અહેવાલ પણ સોંપી દીધો છે.
વધુમાં મળતી વિગતો મુજબ આ ગોલ્ડ સ્પોટ એકસચેન્જમાં કોમર્શિયલમાં ટ્રેડિંગ યુનિટ ૧૦૦ ગ્રામ અને રિટેલમાં ૧ ગ્રામ ટ્રેડિંગ યુનિટ હશે.
અહીં બેન્ક, બુલિયન ટ્રેડર, જવેલર્સ, કોમર્શિયલ ટ્રેડિંગ કરી શકશે. જયારે રિટેલ સભ્યો મારફત ટ્રેડિંગ કરી શકશે. ગોલ્ડ સ્પોટ એકસચેન્જના રેગ્યુલેશનનો અધિકાર સેબીને અપાઈ શકે છે.

ભારત હવે અમેરિકામાંથી ક્રૂડ ઓઇલ ખરીદશે

પોતાની ઉર્જા જરૃરીયાતોને પુર્ણ કરવા માટે ભારત અત્યાર સુધી ખાડી દેશો પર આધાર રાખતુ હતુ. જો કે હવે ભારત અમેરીકા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી ભારતનો મોટા ભાગે હથિયારો પુરા પાડતો અમેરિકા હવે ભારતને હથિયારો પણ પુરા પાડશે.
અન્ય:-

ગ્રાહક સુરક્ષા ધારો

ગ્રાહક અદાલતો ક્યાં કયાં આવેલી છે?
જિલ્લા ફોરમ દરેક જિલ્લામાં આવેલી છે. ત્યાં રૃા.૨૦ લાખ સુધીનો દાવો થાય. સ્ટેટ કમિશન દરેક રાજ્યમાં હોય. આપણે ત્યાં અમદાવાદ-એસ.જી.રોડ ઉપર 'ગ્રાહકભવન'માં છે. તેમાં રૃા.૨૦ લાખથી ૧ કરોડ સુધીની દાદ માંગી શકાય. તેનાં ઉપરની દાદ માટે દિલ્હી નેશનલ કમિશનમાં જવું પડે.
ફરિયાદ ક્યાં થઈ શકે?
જે જિલ્લામાં ડોકટરની બેદરકારીથી સારવારમાં નુકસાન થયું હોય તે જિલ્લામાં જ થાય અને રૃા.૧ની હોય તો રાજ્ય કમિશનમાં થાય.
ફરિયાદ કેવી રીતે થાય?
સાદા કાગળ ઉપર સારવારમાં જે જે ખામી લાગી હોય તે અને તેનાંથી દર્દીને જે નુકસાન થયેલ હોય તે વિગતવાર લખી સાથે જે-તે કેઈસ પેપર જોડી મામૂલી ફી ભરીને થઈ શકે.
અલબત્ત વકીલ કે ગ્રાહક મંડળોની સલાહ લેવું હિતાવહ છે.
ફરિયાદ કેટલા વખતમાં થઈ શકે?
જે દિવસે સારવાર લીધેલી હોય અને તેનાથી ઈજા થઈ હોય તેનાં 'બે' વર્ષમાં કરવી પડે. અલબત્ત બાળકોનાં કિસ્સામાં બાળક પુખ્ત ઉંમરનું થાય ત્યારબાદ બે વર્ષ સુધીમાં તે પોતે બાળપણમાં કે જન્મ વખતે ઈજા થઈ હોય તો કરી શકે.
ફરિયાદ કોની કોની સામે થાય?
સારવારમાં સંકળાયેલ ડોકટરો, હોસ્પિટલ, નર્સ, લેબોરેટરી, એક્સ-રે હાઉસ, બ્લડબેંક, મેડિકલ સ્ટોર કે જેની બેદરકારીથી દર્દી હેરાન થયેલ હોય તે તમામ.
મજાની વાત તો એ છે કે ૧૯૯૫ સુધી તો ડોકટરો માનવા જે તૈયાર નહોતા કે તેમની સેવા ગ્રાહક-સુરક્ષા ધારા હેઠળ આવે. તેમની દલીલ એવી હતી કે તબીબી સેવા, એ અંગત સેવા છે અને તબીબી વિજ્ઞાાન અટપટું છે. તેથી તે ગ્રાહક અદાલતો નહીં સમજી શકે વગેરે વગેરે! પણ નામદાર સુપ્રીમ કોર્ટે I.M.A.V.P.Santha.iii (1995) CPJ I SC નાં કેઈસમાં એક ઝાટકે તમામ દલીલો ફગાવીને કરાવ્યું કે તબીબો સામે ગ્રાહક અદાલતમાં ફરિયાદ થઈ શકે?
ફરિયાદ કોણ કરી શકે?
દર્દી અથવા તેનાં વાલ વારસ અથવા નોંધાયેલા ગ્રાહક મંડળો.
'મફત' લીધેલી સારવારનું શું?
આમ તો અત્યારે કોઈ ડોકટર મફત સારવાર આપતા નથી! પણ કાયદાની ભાષામાં જે હોસ્પિટલ કે કિલનિકમાં "તમામ" દર્દીને મફત સારવાર અપાતી હોય તે જ બાકાત છે. હવે તો સરકારી હોસ્પિટલોમાં પણ પૈસા લેવાય જ છે. તેથી તેનો પણ સમાવેશ થાય.
ફરિયાદનો નિકાલ કેટલા વખતમાં આવે?
જી.એસ.ટી.માં જેને સમજણ પડતી હોય તેવાને આ સવાલ પૂછો! અલબત્ત આપણાં ગુજરાતમાં સ્થિતિ સારી છે. પ્રમાણમાં ઝડપી ન્યાય મળે છે.
આ તો બધી થઈ કાયદાની વાતો પણ ખરેખર તો આપણે ફરિયાદ શા માટે થાય છે તેનાં મૂળમાં જવું જોઈએ અને તેનાં કારણો આૃર્યજનક છે અને તે દુનિયામાં બધી જગ્યાએ સરખા છે. અલબત્ત ભારતમાં તે વ્યાપક છે તે વાત જુદી છે!
અત્યાર સુધી તબીબી વ્યવસાય, એક તરફ ડોકટરની સજ્જનતા અને ઉમદાપણું અને બીજી તરફ દર્દીની શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે સમતોલ હતો. પહેલાં ન હતી કાયદાની જરૂર કે ન હતી. વકીલો અને અદાલતોની જરૂર! દર્દી ડોકટરને દેવ માનતો અને ડોકટર પણ દેવદૂતની જેમ વર્તતો, પલટાતા સમય, ઊંચી ફી ભરીને થયેલા ડોકટરો, કોર્પોરેટ હોસ્પિટલો અને જાગૃત દર્દીના કારણે આ સમતોલન પલટાયું છે.
ખરેખર તો ડોકટરો-હોસ્પિટલે સમજવાની જરૂર છે. કે દર્દી જ્યારે સારવાર લેવા આવે છે નહીં કે તેમની સામે ફરિયાદ અને તે પણ બેદરકારીની! તો પછી સારવારમાં કે તે પછી એવું શું થાય છે? સાદી વાત છે સમજો તો સારું!
અ) ડોકટરની કે સ્ટાફની તુંડમીજીજી અને અમાનવીય વર્તણૂક! લગભગ ૪૦% કિસ્સામાં એક તરફ દર્દી દુખાવાની બૂમો પાડતો હોય તેની તબિયત બગડતી હોય અને તેનાં સગાંને કોઈ સાંભળે નહીં અને છેલ્લે દર્દીની હાલત ગંભીર બને ત્યારે આ 'તોછડાઈ' જેણે અનુભવી હોય તેને પૂછો.
(બ) દર્દીની કે સગાંની વાત ન સાંભળી, લગભગ ૩૦% કિસ્સામાં ઓપરેશન કરનાર કે મુખ્ય ડોકટરો ફરકતા જ નથી અને છેલ્લી ઘડીએ કેટલાય મનામણા પછી દર્શન કે ત્યારે થાય.
(ક) ન ધારેલું, ન સમજાયેલું અને અસંબંધિત કોમ્પિલીકેશન થાય! તાવ માટે દાખલ થયેલ બાળકને ગ્લુકોઝનાં બાટલાથી ગેન્ગ્રીન થાય અને હાથ કપાવવા પડે, સિઝેરીયનમાં આંતરડામાં કાણું પડે, સ્કૂલમાં થયેલ સામાન્ય ફેક્ચરમાં પાટો બાંધતા એનેસ્થેસીયામાં બાળક ગુજરી જાય આમાં તો ગમે તેવાં શાંત-સંયમી પણ વિફરે તેમાં નવાઈ નહીં.
(ડ) ડોકટરની ગેર રજૂઆત- એવી બડાશ મારે કે સારું થયું મારી પાસે આવ્યા, મને બધું જ આવડે, મારી હોસ્પિટલ ગામમાં શ્રેષ્ઠ અને ચાલતાં આવેલા દર્દીને કોમ્પિલીકેશન થાય. ત્યારે દર્દી અને દર્દીના સામાન્ય મગજમાં ડોકટરની મોટી-મોટી વાતો "રિવાઈન્ડ" થાય.
(ઈ) અન્ય ડોકટરની આલોચના- સારવાર બાદ જ્યારે દર્દી બીજા સ્પેશ્યાલિસ્ટને મળે ત્યારે તે કહે કે તે ડોકટરની સારવાર/ઓપરેશનમાં જ ભૂલ હતી, તે ભણતો હતો ત્યારથી જ તેને કંઈ આવડતું ન હોતું, તેના આવા કેટલાય પેશન્ટ મારી પાસે આવે છે! ભલે તે કોર્ટમાં આવીને કહેશે નહીં- ભાઈચારો!
(ફ) ઊંચે લોગ-ઊંચી પસંદ તેવી જ રીતે ઊંચી ફી-નીચી સારવાર! એકબાજુ કોમ્પિલીકેશન અને હાથમાં કમરતોડ બીલ-દર્દીનો કદાચ જીવી જાય તેનું કુટુંબ મરવાના વાંકે જીવતંુ થઈ જાય!



-પ્રશાંત ભટ્ટ
Educational Point