Tuesday, 11 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 12-07-2017

અહીંથી તમે તારીખ ૧૧-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મેગા સિટી સુરત વસ્તીને મુદ્દે મેટ્રો બન્યું,૩૨૬ સ્કે. કિ.મીની સિટીની વસ્તી ૫૫ લાખને વટાવી

સુરત શહેરની વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે. સુરત આજે મેટ્રોપોલિટીન અને કોસ્મોપોલિટીન સિટી તરીકે જાણીતું થયું છે. ભારતભરમાં મેગા સિટી તરીકે ઓળખાઇ રહ્યું છે. આ મેગા સિટી વસ્તીની બાબતે હવે મેટ્રો સિટી થઇ ચૂક્યું છે. અલબત્ત, સત્તાવાર જાહેરાત હજી બાકી છે. પરંતુ ૩૨૬ સ્કે. કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા સુરત સિટીની વસ્તી આજે ૫૫ લાખને આંબી ગઇ છે.

૨. હવે નહીં થાય સમસ્યા, બેંકોમાં જ બની શકશે આધારકાર્ડ

સરકાર આધારકાર્ડ માટે એક નવી વ્યવસ્થા શરૂ કરવાની દિશામાં કામ કરવા જઈ રહી છે. હકીકતમાં આધારકાર્ડને બેંક ખાતા સાથે લિન્ક કરવામાં બહુ સમસ્યાઓ આવી રહી છે જેના પગલે આ નિર્ણય લેવાયો છે. નવી વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ સરકારી તેમજ પ્રાઇવેટ બેંકમાં જઈને પોતાના આધારકાર્ડમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરાવી શકશો.

૩. ગૃહ મંત્રાલયનો નિર્ણય, હવેથી દરરોજ ડ્રૉનથી અમરનાથ યાત્રિકો પર રખાશે નજર

નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં કાલે રાત્રે અમરનાથ યાત્રિઓ પર થયેલા આતંકી હુમલા બાદ આજે સવારે ગૃહ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષતામાં તેમના ઘરે ગૃહ મંત્રાલયની એક વિશેષ બેઠક મળી હતી. આ બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

૪. રાકેશ શર્માની બાયોપિક 'સેલ્યૂટ'માં આમિર ખાન

બૉલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિરખાનની દંગલફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. રોમેન્ટિક ફિલ્મ હોય કે એક્શન થ્રિલર આમિર ખાન દરેક ફિલ્મમાં તેની આગવી અદા સાથે રજૂ થતો હોય છે. આમિર ભલે વર્ષે, બે વર્ષે કે ત્રણ વર્ષે એક ફિલ્મ લઇને આવે પણ તેની ફિલ્મ બોલિવુડની દરેક ફિલ્મોને ટક્કર આપી શકવાની ક્ષમતા જ ધરાવે છે. આમિર દરેક ફિલ્મની વાર્તાને લઇને ખૂબ જ ચૂઝી છે અને એટલે જ તે ફિલ્મોની પસંદગી કરવામાં ખૂબ કાળજી રાખે છે. આ વખતે હવે આમિર બાયોપિક લઇને આવી રહ્યો છે. આમિરની ફિલ્મ એક મેસેજ ફિલ્મ હોય છે. પ્રેક્ષકો હંમેશા તેની ફિલ્મની રાહ જોતા હોય છે. આમિર ખાન કંઇક અલગ કરવાની તેની ખાસિયતના કારણે આ વખતે તે ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયોપિક સાથે જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે  વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઇન્ડિયન એરફોર્સમાં ટેસ્ટ પાઇલોટ હતા. તેમને સરકારે સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કર્યા હતા. રાકેશ શર્મા ભારતનું ગૌરવ છે.

૫. ગુજરાતમાં સૌથી ઉંચા તિરંગો ધ્વજ વડોદરામાં ૧૫મી ઓગસ્ટથી લહેરાશે , જાણો વિગતવાર માહિતી

તિરંગો ૭૨ ફૂટ લાંબો અને ૪૮ ફૂટ પહોળો હશે

૬. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વિપક્ષે ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીના નામની કરી જાહેરાત

નવી દિલ્લી: કૉંગ્રેસ સહિત 18 વિપક્ષી દળના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. તમામ પાર્ટીઓએ સર્વસમ્મતિથી પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર અને મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણા ગાંધીને પોતાના ઉમેદાવાર જાહેર કર્યા છે.

૭. ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું વિશ્ર્વ ગૌરવ પ્રાપ્ત થયેલા અમદાવાદમાં તા.૧ થી ૧૫ ઓગષ્ટ સુધી હેરિટેજ મહોત્સવની ઉજવણી:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયેલા અમદાવાદમાં તા.૧થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન હેરિટેજ મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.
વિજય રૂપાણીએ અમદાવાદ મહાપાલિકાના તંત્રવાહકો તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે આ હેરિટેજ મહોત્સવના આયોજન અંગે માર્ગદર્શન આપવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

૮. ATVT યોજના અંતર્ગત પાયાગત સુવિદ્યાઓ સુદઢ બનાવવા રૂ.૪૪,૪રપ લાખની ગ્રાન્ટ ફાળવાઈ

ગાંધીનગર: રાજ્યમાં આયોજનના વિકેન્દ્રિકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગ્રામ્ય કક્ષાએ પાયાગત સુવિદ્યાઓ વધુ સુદઢ બનાવવા તેમજ છેવાડાના ગામડાનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં ‘‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’’ (ATVT) યોજના હેઠળ રૂા.૪૪,૪રપ.૦૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવાયુ છે.






આંતરરાષ્ટ્રીય:-  

૧. અમેરિકામાં ગરમીએ છેલ્લા ૧૩૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો

ભારત સહિતના એશિયન દેશોમાં ચોમાસુ પોતાની અસર દર્શાવી રહ્યુ છે. ત્યારે બીજીબાજુ અમેરિકામાં કાળઝાળ ગરમી પોતાનો કેર વર્તાવી રહી છે. સ્થિતિ એવી છે કે અમેરિકાના લોસ એંજલસમાં ભીષણ ગરમીના કારણે તાપમાનના પારાએ છેલ્લા ૧૩૧ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અમેરિકન નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ લોસએંજલસમાં રવિવારે ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતું, જે વર્ષ ૧૮૮૬ બાદ અમેરિકામાં નોંધાયેલ સૌથી ઊંચુ તાપમાન છે. છેલ્લા ૧૮૮૬માં લોસએંજલસમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આમ તાપમાનના પારાએ છેલ્લા ૧૩૧ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

૨. ઇરાકમાં ISનો સૌથી મોટો ગઢ આઝાદ, બરબાદ થઈ ગયું ઐતિહાસિક શહેર

મોસુલ-આતંકી સંગઠન આઈએસનો સૌથી મોટો ગઢ ગણાતા મોસુલ શહેરને ઇરાકી સેનાએ મુક્ત કરાવ્યું છે. ઇરાકના પીએમ હૈદર અલ આબદીએ રવિવારે ખૂદ મોસુલની મુલાકાત લઈને આ જાહેરાત કરી હતી. ત્રણ વર્ષ પહેલા આતંકીઓએ મોસુલ પર કબજો કરી લીધો હતો, અહીં છેલ્લા આઠ મહિલાનાથી આતંકીઓ અને સરકારી આર્મી વચ્ચે સંઘર્ષમાં ઇરાકનું ઐતિહાસિક શહેર ગણાતું મોસુલ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે, તો હજારો નિર્દોષ નાગરિકોનાં મોત અને લાખો લોકોએ હિજરત કરી છે.

રમત ગમત:-  

૧. ભારતીય ટીમને મળ્યા નવા કોચ, રવિ શાસ્ત્રીની કરાઇ કોચ પદે પસંદગી

આખરે ભારતીય ક્રિકેટ ટીમને નવા કોચ મળ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરાઇ છે. આમ, ભારતીય ટીમના નવા કોચ પદે રવિ શાસ્ત્રીની નિમણૂંક કરાતા છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના કોચ પદને લઇને ચાલી રહેલી ચર્ચાઓ પર વિરામ મૂકાયું છે.

૨. Ravindra Jadeja અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર

ભારતીય સ્પીન જોડી Ravindra Jadeja અને રવિચંદ્રન અશ્વિને આઈસીસી ટેસ્ટ બોલરોનજી સોમવારે તાજેતરની જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં પોતાનું નંબર એક અને બે સ્થાન જાળવી રાખ્યું છે.

૩. ટેસ્ટ ક્રિકેટમાં નો બોલ પર સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી બન્યો મોર્કલ

લંડનઃ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે જસપ્રીત બૂમરાહનો નો બોલ તમને યાદ હશે જ. એ નો બોલ ટીમ ઇન્ડિયાને એટલો ભારે પડ્યો હતો કે પાકિસ્તાને ભારત સામે ૩૩૮ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો. પરિણામ એ આવ્યું હતું કે ટીમ ઇન્ડિયા એ મેચ પાક. સામે ૧૮૦ રનની હારી ગઈ હતી.

૪. સાઇકલ રેસના ભારતીય સુપરમૅન

આજે અમેરિકાએ જ્યારે પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં હજારો ભારતીયોને જાકારો આપતો અભિગમ અપનાવ્યો છે ત્યારે એ જ અમેરિકાની ધરતી પર મહારાષ્ટ્રના શ્રીનિવાસ ગોકુલનાથ નામના સાઇક્લિસ્ટે અનેરી સિદ્ધિ મેળવી છે. એટલું જ નહીં, તેણે અમેરિકાની ધરતી પર ભારતનું નામ રોશન પણ કર્યું છે. તે સોલો કૅટેગરીમાં ૪,૯૦૦ કિલોમીટરની રેસ અક્રોસ અમેરિકા (આર.એ.એ.એમ.) પૂરી કરનારો પ્રથમ ભારતીય બન્યો છે.

૫. ICC રેન્કિંગ: નુકશાન છતાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી વન ડે સિરીઝ બાદ આઇસીસીએ પોતાની વન જે રેન્કિંગની જાહેરાત કરી છે. વેસ્ટઇન્ડિઝ સામે 5 મેચોની વન ડે સિરીઝ 3-1થી જીતવા છતાં ભારતીય ટીમને વન ડે રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે.




        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક

૧. યોગી સરકારનું પ્રથમ બજેટ, રજુ કર્યું ૩ લાખ ૮૪ હજાર કરોડનું બજેટ

Yogi સરકારનું પ્રથમ બજેટ મંગળવારે રજુ થયું છે. ઉત્તર પ્રદેશના નાણામંત્રી રાજેશ અગ્રવાલે વિધાનસભામાં બજેટ રજુ કર્યું છે. યુપી સરકારનું કુલ બજેટ ૩ લાખ ૮૪ હજાર કરોડ રૂપિયાનું છે. બજેટની અંદર 36 હજાર કરોડ રૂપિયા લોનમાફી માટે ફાળવવામાં આવ્યા છે. આ બજેટ છેલ્લા બજેટથી ૧૦.૯ ટકા વધારે છે. બજેટની અંદર એક્સાઇઝ ડ્યુટીથી મહેસૂલ સંગ્રહ લક્ષ્ય ૨૦ હજાર ૫૯૩ કરોડ ૨૩ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. બજેટ રજુ થયા બાદ સીએમ યોગીએ કહ્યું કે, અમારી સરકારે જે રોડમેપ પ્રદેશ માટે તૈયાર કર્યો છે, તે હેઠળ બજેટ રજુ કરવામાં આવ્યું છે.

૨. અમરનાથ આતંકી હુમલો: મૃતકોને સરકાર 10 લાખની આપશે સહાય

અન્ય:-

૧. કેમ ભારતીય નોટો પર ગાંધીજીનો જ ફોટો હોય છે?

આપણા દેશમાં ક્રાંતિકારીઓનો અભાવ ક્યારેય ન હતો તો આપણા દેશની ચલણી નોટો પર ફક્ત ગાંધીજીનો જ ફોટો કેમ હોય છે? આ વસ્તુ ખરેખર સાચી છે કે દેશના સ્વાતંત્ર્ય અપાવવામાં મહાત્મા ગાંધીની સૌથી મોટો ફાળો હતો, પણ દેશને આજાદી અપાવવા માટે ઘણા ક્રાંતિકારી લડાઈ કરી હતી અને ફાંસી પર ચઢ્યા હતા, તો પછી ગાંધીજીની જ છબી શા માટે? અમે તમને જણાવીશું કે શા માટે મહાત્મા ગાંધી તસવીર જ રખાઈ.

એક કારણ સમજી શકાય કે ગાંધીજી ભારતમાં હોય કે તેની બહાર તે સૌથી વધારે ઓળખીતા અને માન્ય હતા. ભારત વિવિધ પ્રકારના લોકો રહે છે. દરેક રાજ્યની માંગ હતી કે ચલણી નોટો પર તેમના રાજ્યના હેરોનો ફોટો આવે. હવે વાત હિંદુઓ અને મુસ્લિમોને ધર્મની પણ હતી. દરેક સંપ્રદાયનું કેહવું હતું કે ચલણી નોટો પર તેમના ધર્મના નેતાની છબી રાખવામાં આવે.

મહાત્મા ગાંધી જ એક એવા વ્યક્તિ હતા જ કોઈ ધરમ, મજહબ અને જાતિના લોકો વચ્ચે રહી શકતા હતા, તે બધાને સાથે લઈને ચાલવાનો આગ્રહ રાખતા હતા જેથી જ ગાંધીજીને ચલણી નોટો પર રાખવામાં આવ્યા છે. ગાંધીજીથી પહેલા આપના દેશની નોટો પર અશોક ચક્રની છબી હતી અને તે ચક્રને હટાવીને ગાંધીજીને જગ્યા આપવામાં આવી હતી.

1996માં થયો નોટોમાં ફેરફાર

આજે આપને ભારતીય નોટો પર ગાંધીજીની છબી જોઈએ છીએ પરંતુ તેમની પહેલા ચલણ પર અશોક સ્તંભ અંકિત હતો. RBI1996માં નોટો બદલવા માટે નિર્ણય લીધો હતો. આના અનુસંધાને અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપતી મહાત્મા ગાંધીનો ફોટો રાખવામાં આવ્યો અને અશોક સ્તંભનો ફોટો નોટના ડાબી બાજુ નીચેના ભાગમાં અંકિત કરવામાં આવી છે.

અત્યાર સુધી પાંચ રૂપિયાની નોટથી લઈને ૨ હજારની નોટ પર ગાંધીજીનો ફોટો જોવામાં આવે છે. આની પહેલા 1987માં જયારે પ્રથમ વખત ૫૦૦ની નોટ બહાર પાડવામાં આવી હતી ત્યારે પણ ગાંધીજીનો વોટરમાર્કને વાપરવામાં આવ્યો હતો. 1996 બાદ દરેક નોટોમાં ગાંધીજીની છબીને અંકિત કરવામાં આવી છે.

૨. વિશ્વ વસતી દિવસ | ભારત અને દુનિયા વિષે જાણો કેટલાંક રસપ્રદ તથ્યો

1989 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 11 જુલાઇએ વર્લ્ડ પોપ્યુલેશન ડે તરીકે જાહેર કર્યું હતું, જેમાં વસ્તીના મુદ્દાઓ અંગે જાગૃતિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અને વિકાસ માટેના તેમના સંબંધોને ધ્યાનમાં રાખીને જ્યારે વિશ્વ વસ્તી 5 બિલિયન થઈ ગઈ એટલે કે 11 જૂલાઈ ના દિવસે UNDPએ વિશ્વ દિવસ મનાવવાનુ નક્કી કર્યુ.

અંદાજ મુજબ, ભારતની જનસંખ્યા 10 જુલાઇ, 2017 સુધી લગભગ 1 અબજ, 34 કરોડ થઈ ચૂકી છે. આ આંકડા સમગ્ર વિશ્વની વસતીના 17.86% છે. હવે વિશ્વની વસ્તી લગભગ 7 અબજ, 51 કરોડ છે.

વસ્તીના આધારે ભારત વિશ્વનું બીજું સૌથી મોટું દેશ છે, પહેલા સ્થાન પર ચીન છે. ગર્વની બાબત એ છે કે યુરોપના બધા દેશોની કુલ વસ્તી લગભગ 73 કરોડ જ છે, જે એકલા ભારતની સરખામણીમાં ઘણું પાછળ છે.

1000
એડી માં વિશ્વની વસતી 40 કરોડ જ હતી. જ્યારે માત્ર 40 વર્ષોમાં જ વિશ્વની વસતી બમણી થઈ ગઈ

યુએનની માહિતીના આધારે વિશ્વની વધતી જતી વસતિના લાઈવ અપડેટ્સને આપનાર સાઇટ મુજબ, રસપ્રદ બાબત એ છે કે વિશ્વની જનસંખ્યા તેના પછીના માત્ર 40 વર્ષ (2000) માં જ વિશ્વની જનસંખ્યા 6 બિલિયનનો આંકડા પાર કરી દીધો.

ચીનને પછાડીને ભારત બનશે 'નંબર વન'
અંદાજ મુજબ, 2028 સુધી ભારતનું જનસંખ્યા 1.45 બિલિયન થઈ જશે. પછી ભારત ચીનને પછાડીને લોકોમાં વિશ્વની જનસંખ્યામાં પ્રથમ બનશે.

'
યંગ ઇન્ડિયા' નું જોર
યુથ ઇન ઇન્ડિયા, 2017 નો અહેવાલ મુજબ, દેશમાં વર્ષ 1971 થી 2011 વચ્ચે યુવાનોની જનસંખ્યા 16.8 કરોડથી વધીને 42.2 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2030 સુધી દેશના યુવાનોની સંખ્યા ચીનની યુવાનોની જનસંખ્યા 22.31 ટકાથી 10 ટકા વધારે હશે.

ફર્ટિલિટી રેટમાં ઘટાડો, વસ્તી વધારો
જોવાનીબાબત એ છે કે ફર્ટિલિટી રેટ સતત ઘટી રહ્યો છે પરંતુ વિશ્વ વસ્તી સતત વધતી જાય છે.
વિશ્વની વસતી 2030 સુધી 8.6 અબજ, 2050 સુધી 9.8 અબજ, 2100 માં 11.2 અબજ પાર થઈ જશે.

કહેવાય છે કે વર્ષ 1989 માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની જાહેર કરવામાં આવી હતી. તેનો હેતુ વિશ્વભરમાં ઝડપથી વધતી જતી જનસંખ્યા અને લોકોના જીવન-નિર્માણના સ્તરને જાગૃતિ લાવવાનો છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point