Monday, 10 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 11-07-2017

અહીંથી તમે તારીખ ૧૦-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. Gujarat મા મા નર્મદા મહોત્સવની વેબસાઇટનું મુખ્યમંત્રીએ લોન્ચીંગ કર્યુ

Gujarat ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા નર્મદા મહોત્સવની રાજ્ય ઉજવણીની વિગતો સાથેની વેબસાઇટ www.narmadamahotsav.gujarat.gov.in નું આજે ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ મા નર્મદા મહોત્સવ અંતર્ગત રાજ્યના મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ચાર ઝોનમાં ર૪ જિલ્લાના ૧૦ હજારથી વધુ ગામોમાં નર્મદા રથના વધામણા કરવાનો જનઉત્સવ ઉજવાશે.
ગુજરાતની ચાર કરોડથી વધુ જનસંખ્યા પર નર્મદા યોજનાના મહત્વ અને અસર વિશે જાગૃતિ લાવવા સાથે ડેમની વધેલી જળ સંગ્રહ ક્ષમતા, પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ જળ સંરક્ષણના પ્રયાસોમાં જનસમુદાયની સહભાગીતા ઉજાગર કરવાની બાબતો આ મહોત્સવમાં આવરી લેવાઇ છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મા નર્મદા મહોત્સવ તહેત યાત્રામાં જોડાવા ઇચ્છુક સ્વયંસેવક, સંસ્થાઓ તેમજ રકતદાન કેમ્પમાં જોડાવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તદ્ઉપરાંત કાવ્ય, નિબંધ, સ્લોગન સ્પર્ધા સાથે જ નર્મદાના જળથી થયેલ લાભની સફળતાગાથાની એક મિનીટની મોબાઇલ ફિલ્મની સ્પર્ધાઓ યોજવામાં આવશે.
આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન તા.રપ જુલાઇ-ર૦૧૭ સુધીમાં કરાવવાનું રહેશે.
ધોરણ-૧૦ સુધીના શાળા વિદ્યાર્થીઓ, ધોરણ-૧૧ થી કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો એમ ત્રણ કેટેગરીમાં યોજાનારી આ સ્પર્ધાઓમાં દરેક કેટેગરીમાં પ્રથમ ત્રણ વિજેતાઓને રૂ. રપ થી ૧૦ હજારના પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

૨. IITમાં પ્રવેશ અને કાઉન્સિલિંગ પરનો સ્ટે સુપ્રીમે હટાવ્યો

આઇઆઇટીમાં પ્રવેશ મેળવવાનું સ્વપ્ન જોતા 50 હજાર વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આઇઆઈટી જેઇઇમાં પ્રવેશ અને કાઉન્સિલિંગ પર લાગેલી રોકને હટાવી દીધી છે. બોનસ નંબરના કારણે સુપ્રીમ કોર્ટે આઇઆઇટીમાં પ્રવેશ પર ગત 7 જુલાઇએ રોક લગાવી હતી.

૩. હરભજનસિંહ બન્યો ગાયક : ડિસે.માં પહેલું ગીત લોન્ચ થશે

ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર હરભજનસિંહે હવે સંગીત ક્ષેત્રે નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો છે. ક્રિકેટર હરભજનસિંહને હવે તેના ફેન્સ ગીત ગાતો જોવાના છે. તેનું પહેલું ગીત ડિસેમ્બર મહિનામાં લોન્ચ થવાનું છે. પોતાના કરિયરની નવી ઇનિંગની વાત ભજ્જીએ સોશિયલ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ અને માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી. હરભજન હવે ઓલરાઉન્ડર બનવા માટે સજ્જ થઇ રહ્યો હોય એમ જણાઇ રહ્યું છે. હરભજને અગાઉ અનેક રિયાલિટી શોમાં ભાગ લીધો છે અને ડાન્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લઇ ઠૂમકા લગાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં હરભજનનું પહેલું ગીત લોન્ચ થવાનું છે. આ ગીતને કમ્પોઝ મિથુન કરવાનો છે. હરભજન અત્યારે ગીત શીખવાની તાલીમ લઇ રહ્યો છે.

૪. PM Modi રાષ્ટ્રપતિ ચુંટણી અંગે ૧૬ જુલાઈના રોજ એનડીએના સાંસદોને સંબોધશે

PM Modi રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન પૂર્વે ૧૬ જુલાઈના રોજ એનડીએના સાંસદોની બેઠકને સંબોધશે. આ બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ પદની ચુંટણીના પગલે રામનાથ કોવિંદ હાલ અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેવો મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમની સાથે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ હાજર રહેશે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે તેવો ધારાસભ્યો સાથે આયોજિત બેઠકમાં હાજરી આપશે.

૫. પીએમ મોદી આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવોના સંમેલનને સંબોધિત કરશે, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં વિકાસની યોજનાઓ પર આજે તમામ રાજ્યોના સચિવોને સંબોધિત કરશે. નીતિ આયોગ તરફથી અહી બોલાવવામાં આવી એક દિવસીય સમ્મેલનમાં 30 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના નાણા, સ્વાસ્થ્ય, કૃષિ અને ઉદ્યોગ સચિવોને પણ બોલાવવામાં આવ્યા છે. સમ્મેલનમાં સ્વાસ્થ્ય, શિક્ષા, જળ પ્રબંધન અને ડિજિટલ બદલાવની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. અમદાવાદી મહિલાને મિસિસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિકનો તાજ

અમદાવાદની ૪૫ વર્ષીય મહિલા નીપા સિંહે જમૈકામાં યોજાયેલી 'મિસિસ યુનાઈટેડ નેશન્સ બ્યૂટી કોન્ટેસ્ટ'માં મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક ૨૦૧૭નો ખિતાબ જીત્યો છે. ૧૮ વર્ષીય દીકરાની માતા એવા નીપા સિંહે આ ઉંમરે કોન્ટેસ્ટ જીતી હોય તેવો ભારતનો આ સૌપ્રથમ કિસ્સો છે. નીપા સિંહે આ સ્પર્ધા જીતી ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે.
જમૈકામાં ૮મી જુલાઈના રોજ યોજાયેલી મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક ૨૦૧૭નો નીપા સિંહે ખિતાબ હાંસલ કર્યો છે. આ સ્પર્ધામાં ૫૦ દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો. જમૈકાની સ્પર્ધામાં નીપા સિંહ ભારત તરફથી પ્રતિનિધિત્ત્વ કરવા ક્લોલિફાય થયાં હતાં. આ અગાઉ નીપાસિંહ મિસિસ ઈન્ડિયા અર્થ સૌંદર્ય સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપ રહ્યાં હતાં.
રમત ગમત:-  

૧. એશિયન એથ્લેટિક્સ : ભારત ૨૯ મેડલ સાથે પ્રથમ

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૨૯ મેડલ જીત્યા હતા. રવિવારે ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભારતે પાંચ ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે નવ મેડલ જીત્યાં હતાં. ભારતે પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે આઠ જ્યારે શનિવારે ત્રીજા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. ભારતનો એશિયન એથ્લેટિક્સમાં આ પહેલાં શ્રેષ્ઠ દેખાવ ૧૯૮૯માં રહ્યો હતો. તે વખતે ભારતે ૨૨ મેડલ જીત્યા હતા.
૨.  T20 મેચ: આ બેટ્સમેને રનનો કર્યો ઢગલો, 71 બોલમાં 214 રન, 21 છગ્ગા-16 ચોગ્ગા
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લાં કેટલાંક વર્ષોમાં શ્રેષ્ઠ થઇ રહ્યું છે. ત્યાંના યુવાન ખેલાડી રાશિદ ખાનની બોલિંગના ઇન્ડિયન પ્રીમિયર લીગની દસમી સીઝનમાં ખૂબ વખાણ થયા હતાં. જોકે અફઘાની ક્રિકેટને રવિવારે બીજો એક નવો સ્ટાર ખેલાડી મળ્યો. રવિવારના રોજ જ્યારે એક સ્થાનિક મેચમાં વિકેટકિપર બેટ્સમેન શફીકુલ્લાહ શફાકે બેવડી સદી ફટકારી. પારાગાંવ નાંગરહાર ચેમ્પિયન ટ્રોફીની એક મેચમાં શફાકે માત્ર 71 બોલમાં 214 રન ફટકાર્યા.


૩. પેરિસમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે સકશી, વિનેશની પસંદગી
લખનઉ: અગ્રણી મહિલા કુસ્તીબાજો સાક્ષી મલિક અને વિનેશ ફોગાટની પેરિસમાં આવતા મહિને યોજાનાર વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ભારતીય સંઘ વતી ભાગ લેવા માટે પસંદગી થઈ છે.

૪. લૂઈસની સેન્ચૂરીએ ભારતને T20Iમાં હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન એવીન લૂઈસે ભારતના બોલરોની જોરદાર રીતે ધુલાઈ કરીને 62 બોલમાં અણનમ 125 રન ઝૂડી કાઢતાં ગૃહ ટીમે 9 જુલાઈ, રવિવારે સબાઈના પાર્ક, કિંગ્સટન (જમૈકા) ખાતે રમાઈ ગયેલી એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 9-વિકેટથી સજ્જડ રીતે પરાજય આપ્યો હતો. લૂઈસે તેના દાવમાં 12 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. માર્લોન સેમ્યુલ્સ 36 રનન કરીને નોટઆઉટ રહ્યો હતો. ક્રિસ ગેઈલે 18 રન કર્યા હતા. સ્કોરઃ ભારત 190-6 (20), વેસ્ટ ઈન્ડિઝ 194-1 (18.3). ભારતે આ પહેલાં વન-ડે ઈન્ટરનેશનલ્સ મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને 3-1થી હરાવ્યું હતું.


 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક

૧. ચીનને પછાડીને ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનું કેન્દ્ર બન્યું

- હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટના રિસર્ચનું તારણ

- આવતા દસકામાં ભારતની અર્થવ્યવસ્થા સરેરાશ 7.7 ટકાના દરે વિકાસ કરે તેવું અનુમાન

૨. 8 લાખ કોલેજ શિક્ષકોના ભથ્થામાં 28 ટકા સુધી વધારાની તૈયારી

કેન્દ્રમાં અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી કોલેજો અને યુનિવર્સિટીઓના આઠ લાખ શિક્ષકોના વેતનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ વધારો 22 થી 28 ટકા જેટલો રહેશે

૩. ટ્રાન્સપોર્ટર માટેનું ઈ-વે બિલ ઓક્ટોબરથી અમલી

નવી દિલ્હી: જીએસટીનો અમલ થઇ ચૂક્યો છે, પરંતુ જીએસટીમાં ટ્રાન્સપોર્ટરો માટેના ઇ-વે બિલમાં કેટલીક જોગવાઇના કારણે ભારે વિરોધ વચ્ચે બિલનો અમલ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે ત્યારે ઇ-વે બિલની અમલવારી આગામી ઓક્ટોબરથી અમલી બને તેવી શક્યતા છે.

 



અન્ય:-

૧. 113 વર્ષથી 200 લોકો સાથે મળીને બનાવી રહ્યા છે શ્રીકૃષ્ણ મંદિર

તાજમહેલની ધરતી તરીકે જાણીતા આગ્રા શહેરમાં એક એવું મંદિર બની રહ્યુ છે, જે તાજમહેલ કરતા પણ શાનદાર બની રહ્યુ છે. આ મંદિર 113 વર્ષથી બનાવવામાં આવી રહ્યુ છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો એવા છે જે દુનિયાના 7મી અજાયબી તાજમહેલને પણ પાછળ કરી દેશે.
આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર હશે, જેના નિર્માણમાં મજૂરોની ચોથી પેઢી નીકળી ગઇ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 113 વર્ષથી બની રહેલા આ મંદિરમાં અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે.
રાધાસ્વામી મતના પ્રથમ ગુરુ પૂરન ધાની મહારાજની સમાધિ અને મંદિર તાજમહેલની સામે દયાલબાગમાં બનાવવામાં આવી રહ્યુ છે. વિશ્વમાં આ વિચારધારાનું પાલન કરનાર લોકોની સંખ્યા 2 કરોડ કરતા પણ વધારે છે.
મંદિર અને સમાધિ સ્થળ, તાજની જેમ જ 52 કૂવાઓના પાયા પર બનાવવામાં આવ્યું છે. લગભગ 50થી 60 ફૂટ ઊંડાણ સુધી પથ્થરોને જમીનમાં અંદર નાંખીને તેના ઉપર પિલર બનાવવામાં આવ્યા છે. આ પિલરો ઉપર બની રહેલા ગુંબજને એવી રીતે બનાવવામાં આવી રહ્યુ છે કે ભૂકંપ અથવા તોફાનની કોઇ અસર તેના પર ન પડે.
મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1904માં શરૂ કરવામાં આવ્યું હતુ. તેના નિર્માણ પાછળ 112 વર્ષ વીતી ગયા છે. હજુ તેને સંપૂર્ણ બનવા પાછળ બીજા 9 વર્ષ થઇ શકે છે. મંદિરનો નક્શો 100 વર્ષ પહેલા ઇટલીની એક કંપનીએ બનાવ્યો હતો. નક્શામાં દરેક વસ્તુ નિશ્ચિત કરવામાં આવી છે જેમ કે, કઇ જગ્યાએ કયું વૃક્ષ રોપવામાં આવશે. 112 વર્ષથી લગભગ 200 મજૂરો આ મંદિર બનાવી રહ્યા છે. હાલ મજૂરોની ચોથી પેઢી કામ કરી રહી છે.
અહીં આવનાર શ્રદ્ધાળુઓ પાસેથી કોઇ દાન પણ લેવામાં આવતું નથી. પદાધિકારીઓએ સ્વીકાર્યુ છે કે લગભગ 7કરોડ રૂપિયા જેટલો વાર્ષિક ખર્ચ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયા ખર્ચ થઇ ચૂક્યા છે. મંદિર બનાવવામાં કોઇ પ્રકારની સરકારી અથવા બિનસરકારી મદદ લેવામાં આવી નથી. માત્ર રાધાસ્વામી મતના અનુયાયી પોતાના પૈસાથી આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point