Sunday, 9 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 10-07-2017

અહીંથી તમે તારીખ ૦૯-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. વેટરન એક્ટ્રેસ સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન

હૃષિકેશ મુખર્જીની ફિલ્મ આનંદમાં અમિતાભ બચ્ચનની હીરોઇન રહી ચૂકેલી સુમિતા સન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેત્રીએ ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બોલિવુડની કરિયરની વાત કરીએ તો સુમિતા સન્યાલ 1968માં આર્શીવાદમાં સંજીવ કુમાર સાથે ચમકી હતી. ત્યારબાદ દિલીપ કુમારની સગીના મહાતો’, ‘ગુડ્ડી’, ‘આનંદ’ (અમિતાભ બચ્ચન સાથે) અને મેરે અપનેમાં કામ કર્યું હતું. જોકે બંગાળીમાં તેમણે 40થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

૨. પેપરલેસ બનીને રેલવેએ લીધી જગતની સૌથી મોટી ઑનલાઇન ટેસ્ટ

ભારતના રેલવેતંત્રે રિક્રૂટમેન્ટની પ્રોસેસ માટે પ્રશ્નોની જાડી બહુભાષી પુસ્તિકાઓની જગ્યાએ ઑનલાઇન ટેસ્ટ શરૂ કરતાં ખ્૪ સાઇઝના ૩૧૯ કરોડ કાગળ અને ચાર લાખ વૃક્ષો બચાવી શકાયાં છે. પર્યાવરણના રક્ષણના પગલારૂપે ઑનલાઇન ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવેતંત્રમાં રિક્રૂટમેન્ટ માટે ત્રણ તબક્કાની ઑનલાઇન ટેસ્ટમાં પ્રાથમિક અને લેખિત ઉપરાંત ઍપ્ટિટ્યુડ ઍન્ડ ટાઇપિંગ સ્કિલ ટેસ્ટનો સમાવેશ છે.

૩. ઑનલાઇન એજ્યુકેશન માટે આજનો દિવસ એતિહાસિક, 'સ્વયં' થશે લોન્ચ

ભારતના ઉચ્ચ શિક્ષણ માટે આજનો દિવસ એતિહાસિક હશે. વાસ્તવમાં ભારતીય ઉચ્ચ શિક્ષણ પણ હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કરશે. ઘણા કોર્સિસને DTH ચેનલ્સ, ટેબલેટ્સ અને મોબાઇલની મદદથી ડિલિવર કરવામાં આવશે. આ કોર્સિસને IIT, JNU, દિલ્હી યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટી જેવા પ્રીમિયર ઇન્સ્ટીટ્યૂટ્સના 1000થી વધારે એક્સપર્ટ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા કોર્સિસ તૈયાર કરવામાં આવશે.
'મેડ ઇન ઇન્ડિયા' IT પ્લેટફોર્મ, MOOC (મેસિવ ઑપન ઑનલાઇન કોર્સિસ) અથવા સ્વયંની મદદથી 10થી પ્રોસ્ટ ગ્રેજ્યુશન કોર્સિસ ભણાવવામાં આવશે. આ પ્લેટફોર્મની મદદથી સ્ટૂડેન્ટ્સને ક્યારે પણ, કોઇ પણ જાણકારીને ઑનલાઇન વાંચી શકશે.

૪. ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ભાવનગરમાં પ્રદર્શન યોજાયું

ક્લાઈમેટ ચેન્જ વિભાગ,ગાંધીનગર દ્વારા ભાવનગરના ટાઉન હોલ ખાતે ક્લાઈમેટ ચેન્જ વિષયે પ્રદર્શન યોજાયુ છે. તા. ૦૮થી ૧૦ જુલાઈ સુધી યોજાયેલ આ પ્રદર્શનને સંસદીય સચિવ વિભાવરીબેન દવેએ ખુલ્લુ મુકી અને જણાવ્યુ હતું કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વૈશ્વિક સમસ્યાનો અસરકારક ઉકેલ લાવવા ગુજરાત રાજ્ય કટિબદ્ધ છે.  રાજ્યના ભુતપૂર્વ માન. મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં અલાયદા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી છે. આ વિભાગ હાલ રાજ્યના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શનમાં રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના વ્યાપક ઉપયોગ તથા ક્લાઈમેટ ચેન્જની જટીલ સમસ્યાના સમાધાન માટે રાજ્યના વિવિધ વિભાગો તથા પ્રજાજનો સાથે મળીને સક્રિયપણે કામગીરી કરી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ વિષયની વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની વિગતે સમજણ લોકોને આપવાના શુભ હેતુસર રાજ્યના દરેક જિલ્લાઓમાં ત્રિ-દિવસીય પ્રદર્શનનું આયોજન થયેલ છે. આજે તા. ૮ જુલાઈથી શરૂ કરી  તા. ૧૦ જુલાઈ સુધી ટાઉનહોલ  મોતીબાગ,ભાવનગર ખાતે સાંજના ૦૪-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતાને દર્શાવવામાં આવી રહ્યુ છે.  આ પ્રદર્શનની સાથે રહેણાંક મકાનો પરની સોલાર રૂફટોપ યોજનાની અને તે અંગે રાજ્ય સરકારની સબસીડીની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 

૫. દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું અમદાવાદ, યુનેસ્કોએ આપ્યું સ્થાન

અમદાવાદ શહેરને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારે દેશમાંથી માત્ર અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળે તે માટે યુનેસ્કોમાં નોમિનેશન મોકલ્યું હતું, જ્યાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ આજે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કરી દીધું છે. આમ દેશમાં અમદાવાદ પહેલું શહેર છે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વર્લ્ડ હેરિટેજના ટેગને લીધે અમદાવાદમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે, સાથે સાથે રોજગારીની તકો પણ વધશે.

૬. રાજકોટમાં ઉતરશે મીગ વિમાન

કાલાવાડ રોડ પરના ૬૩ મીટર લાંબા કોટેચા સર્કલ પર મીગ વિમાન મુકાવાનું ફાઈનલ કરાયું હતું જે માટે એરફોર્સની ટીમ આવી હતી અને લોકેશન ચેક કરીને સાઈટ ઓકે કરી હતી. એરફોર્સ દ્વારા અપાયેલી અને સ્થાનિક ઈજનેરો દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન મુજબ સર્કલ નવી ડિઝાઈનથી બનાવવા માટેની ગઈકાલથી શરૃઆત કરાઈ છે. કાલથી સર્કલમાં તોડફોડ આરંભી મીગ વિમાન માટેનું ફાઉન્ડેશન તેમજ અન્ય બદલાવ કરાશે. સિવિલ વર્ક પુરૃ થતાં બે માસ જેવો સમય થશે અને ત્યારબાદ મીગ વિમાન સર્કલ પર મુકવામાં આવશે. સર્કલ હાલની લંબાઈથી ત્રીજા ભાગનું થઈ જવાથી અત્યારે સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી પણ શહેરીજનોને રાહત મળશે.

૭. ૭૦૦ કરોડના ખર્ચે ઓખાથી બેટ પુલના નિર્માણની કાર્યવાહી શરૂ:મુખ્યમંત્રી

ત્યારબાદ મુખ્યમંત્રીએ સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૭૦૦ કરોડના ખર્ચે ઓખાથી બેટ પુલનું નિર્માણ થવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકભાગીદારીથી નિર્માણ પામેલ સુદામા સેતુના કારણે પંચકુઈ વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યના યાત્રાધામોમાં ૨૪ કલાક સફાઈની કામગીરી ઉપલબ્ધ બનાવાઈ છે.

૮. સૌ પ્રથમ યાત્રાધામ અંબાજી પ્લાસ્ટીક ફ્રી ઝોન જાહેર

બનાસકાંઠા જીલ્લામાં સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટીક ફ્રિ ઝોન જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં વેંચાતા વિવિધ પ્લાસ્ટીક સામે પર્યાવરણની સુરક્ષાને સુધારણાં સંબંધીત અધીનીયમ ૧૬૮૮ની કલમ હેઠળ પુન: પ્રક્રિયા કરેલ પ્લાસ્ટીકનાં ઉત્પાન અને ઉપયોગ અને સંબંધીત મામલે પ્લાસ્ટીકની થેલીઓ ઉપયોગમાં નહીં લેવા બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ દિલિપ રાણા દ્વારા જીલ્લાનાં એક માત્ર તીર્થ સ્થળ અંબાજીને પ્લાસ્ટીક ફ્રિ ઝોન માટેનું પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું ચે. જે મામલે ૩૦ દિવસમાં વિવિધ વાંધાને સૂચનો પણ લેખીત મંગાવવામાં આદેશ કરાયો છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ચીન નહીં, ભારત કરશે ગ્લોબલ ઇકોનોમીનું નેતૃત્વ: હાર્વર્ડ યુનિ.

હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ(સીઆઇડી)ના વિકાસ અનુમાનો અનુસાર, વિભિન્ન કારણોસર ભારત વર્ષ 2025 સુધી સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓની સૂચિમાં સૌથી ઉપર છે, જેની સરેરાશ છે 7.7 ટકા વાર્ષિક વુદ્ધિ છે. સીઆઇડીના રિસર્ચ અનુસાર, વૈશ્વિક વિકાસનો આર્થિક ધ્રુવ છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન પરથી ખસીને ભારતમાં જતો રહ્યો છે, જે આવનારા દશકામાં પણ જળવાઇ રહેશે.

૨. ચીનમાં ૧.૬ કિ.મી લાંબો દુનિયાનો સૌથી મોટો ઈનડોર સ્કી રિસોર્ટ ખુલ્યો

૩૦ જૂનના રોજ ચીનના ર્હિબન શહેરમાં વિશ્વનો સૌથી મોટો ઈનડોર સ્કી રિસોર્ટ શરૃ કરવામાં આવ્યો છે. આ સ્કી રિસોર્ટમાં ૬ ટ્રેક બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી લાંબો ટ્રેક ૧,૬૪૦ ફૂટ લાંબો છે. સ્કીઈંગ માટે ઓપન સ્કી રિસોર્ટ વિશે તો લગભગ પ્રત્યેક જાણકારી ધરાવતું જ હશે. ઈનડોર સ્કી રિસોર્ટ વિશે પણ માહિતી હશે જ. ચીને આ બાબતે પણ નવો વિક્રમ સ્થાપ્યો છે.
આ રિસોર્ટને ચીનના બીજા સૌથી અમીર શખ્સ (૩૦.૪ બિલિયન ડોલરની સંપત્તિના માલિક) અને ડૈલિયન વાંડા ગ્રૂપના ફાઉન્ડર વાંગ જિયાનલિને બનાવ્યો છે. આ રિસોર્ટને બનાવવાનો કુલ ૬ અબજ અમેરિકી ડોલર (રૃ.૩,૮૭૬ કરોડ)નો ખર્ચ આવ્યો છે.
રમત ગમત:-  

૧. એશિયન ચેમ્પિયનશિપમાં ત્રીજા દિવસે ભારતને એક ગોલ્ડ સાથે કુલ પાંચ મેડલ

ભારતે ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે એક ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સુધાસિંહે ૩,૦૦૦ મીટર સ્ટીપલચેઝમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુધા સિંહ ઉપરાંત અનુ રાઘવને ૪૦૦ મીટર હર્ડલમાં સિલ્વર, ટ્રિપલ જમ્પમાં શીનાએ, ૪૦૦ મીટર મેન્સ હર્ડલમાં જાબિરે અને ૪ઠ૧૦૦ મીટર રીલેમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીતતાં ભારતના કુલ ૨૦ મેડલ થયા હતા.

૨. રાજકોટના યુવાને ડબલ ટ્રેપ શુંટિંગમાં દેશભરમાં ગુજરાતનું નામ કર્યું રોશન

રાઈફલ શુટિંગમાં અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનાર રાજકોટના નિલરાજસિંહ રાણાએ વધુ એક સ્પર્ધામાં સુંદર દેખાવ કરી હિર ઝળકાવ્યું છે. તાજેતરમાં જ જયપુર ખાતે માર્કસમેન રાઈફલ કલબ અને બીકાનેર રાઈફલ એસોસિએશન દ્વારા ૧૧મી મહારાજા ડો.કરણીસિંહ મેમોરિયલ શુટિંગ સ્પર્ધા યોજાઈ હતી.
 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group



આર્થિક

૧. ચીનને પછાડીને ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનું કેન્દ્ર બન્યું

- હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલોપમેન્ટના રિસર્ચનું તારણ

- આવતા દસકામાં ભારતની અર્થવ્યવસ્થા સરેરાશ 7.7 ટકાના દરે વિકાસ કરે તેવું અનુમાન






અન્ય:-  

૧. ૨૦૧૭ નાં ૫૦ સૌથી પ્રભાવશાળી ભારતીઓમાં રાજકુમાર રાવ, Ranveer Singh સામેલ

જી ક્યૂ (ઈન્ડિયા) મેગેઝીન દ્ધારા જારી ૨૦૧૭ નાં ૫૦ સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયમાં બોલિવુડ એક્ટર Ranveer Singh, રાજકુમાર રાવ, બેડમીંટન ખેલાડી પી.વી. સિંધુ અને પેટીએમનાં સંસ્થાપક વિજય શેખર શર્મા સામેલ છે. જીક્યુએ પોતાની યાદીમાં ૪૦ થી નાની ઉંમરનાં વિભિન્ન વ્યવસાય અને પૃષ્ઠભૂમિ જેવા- બિઝનેશ, રાજનીતિ, ફેશન, ડિઝાઈન, મીડિયા, ખાણી-પીણી, મનોરંજન, ખેલ અને અચલ સંપત્તિ સાથે જોડાયેલ પ્રમુખ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point