અહીંથી તમે તારીખ ૦૮-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
૧. રાજ્યમાં
હવે આઇએમએસ અધિકારીઓની નિમણૂક થશે
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં હવે આઇએએસ અને
આઇપીએસ અધિકારીઓની જેમ હવે આઇએમએસ (ઇન્ડિયન મેડિકલ સર્વિસ) અધિકારીની નિમણૂક
કરવાની તૈયારીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આરોગ્ય ક્ષેત્રે સુધારાઓ કરવા
માટે નિષ્ણાતો તૈયાર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે આઇએએસ અને
આઇપીએસ અધિકારીની જેમ જ આઇએમએસ અધિકારી બનવા માટેની પાત્રતા માટે પરીક્ષા લેવામાં
આવશે. નીતિ આયોગ દ્વારા કેન્દ્ર સરકારને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી.
૨. ભારતના
ઇતિહાસમાં સૌપ્રથમ વખત 10 આશિયાન દેશોને 2018ના પ્રજાસત્તાક દિને
આમંત્રણ
વર્ષ 2018ના પ્રજાસત્તાક પર્વ પર ભારતમાં ઇતિહાસ
સર્જાશે. જેનું મુખ્ય કારણ પ્રજાસત્તાક પર્વ પર ભારત સરકારે 10 આશિયન દેશોના વડાઓને નિમંત્રણ આપ્યું છે.
ભારતના ઈતિહાસમાં એવુ પ્રથમ વખત બનશે કે ગણતંત્ર દિવસના મહેમાન તરીકે એક નહી ઘણા
નેતાઓ મુખ્ય મહેમાન હોય.
૩. કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો
યોજવા માટે સરકાર નગરપાલિકાઓને રૂ. પ૦,૦૦૦ આપશે
રાજકોટ, તા. ૭ : રાજય સરકાર દ્વારા લોકકલા ક્ષેત્રના
કલાકારોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાના માધ્યમથી પ્રોત્સાહન આપવા માટે અને પરંપરાગત
લોકસંસ્કૃતિ કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે વાર્ષિક રૂપિયા અડધા લાખની સહાયની
યોજના બનાવવામાં આવી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા વિભાગના ઉપસચિવ આર.જી.
જોષીની સહીથી તા. પ જુલાઇ ર૦૧૭ના રોજ આ અંગે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
૪. પિંક
ઓટો બાદ સરકાર પિંક વાન અંગે વિચાર કરી રહી છે:CM રૂપાણી
૫. ૧૦૦ ગોલ્ફ ટૂર્નામેન્ટ
જીતનાર શુભમ
હરીયાણામાં જન્મેલા શુભમ જગલને ૯ વર્ષની
ઉંમરથી ગોલ્ફ રમવાની શરુઆત કરી હતી. તે તેના પિતા સાથે ગોલ્ફ રમવા જતો હતો. અલબત્ત
તે સમયે તો તે નાનો હોવાથી ગોલ્ફ રમતો નહોતો, પરંતુ તેણે ધીરે ધીરે શીખવાની શરુઆત કરી દીધી
હતી. તેના પિતાને તેની ધગશ જોઇને ખ્યાલ આવી ગયો હતો કે તેમના પૂત્રની રૂચી
ગોલ્ફમાં ખૂબ ઊંડી છે. તેમણે પણ પૂત્રની રૂચી મુજબ જ તેને ગોલ્ફ રમતાં શીખવવાનું
શરુ કરી દીધું.
આંતરરાષ્ટ્રીય:-
૧. પાકિસ્તાન સૌથી વધુ
ફાંસી આપનાર 5મો
દેશ બન્યો
પાકિસ્તાન સૌથી વધુ ફાંસી આપનાર પાંચમો દેશ
બન્યો છે. પાકિસ્તાને વર્ષ 104માં મોતની સજાથી પાબંદી હટ્યા બાદ અત્યાર સુધી 465 કેદીઓને ફાંસી આપી છે. આ જાણકારી કેદાઓના
અધિકારો માટે કામ કરનાર એક સંગઠને આપી છે.
૨. UNમાં 120થી વધુ દેશોનો પરમાણુ
હથિયારોના બહિષ્કારના પ્રસ્તાવને મંજૂરી
સંયુક્ત રાષ્ટ્રના 120થી વધુ દેશોએ પરમાણુ હથિયારોના બહિષ્કારની એક
સંધીને મંજૂરી આપી છે. પરમાણુ હથિયારોની નાબૂદી માટે આ પહેલો પ્રયાસ થયો છે. બીજી
તરફ ન્યૂક્લિયર રાષ્ટ્રોએ પહેલા જ આ બેઠકનો બહિષ્કર કર્યો હતો.
રમત
ગમત:-
૧. રાજયકક્ષાની રોલબોલ સ્પર્ધામાં ગાંધીનગરની મહિલાઓ પ્રથમ
હાલતમાં ર જી
જુલાઈ, ર૦૧૭ ના રોજ
વડોદરા ખાતે રાજયકક્ષાની ૧૪ વર્ષથી નીચેના ભાઈઓ તથા બહેનોની સ્પર્ધા યોજાઈ ગઈ
જેમાં ૧૭૦૦ ખેલાડીઓએ ભાગ લીધેલ. જેમાં ગાંધીનગરની બહેનોએ ગાંધીનગર વીથ વડોદરા
રૂરલમાં ૭/૧, ગાંધીનગર વીથ સુરત
બી ટીમ વચ્ચે તેમજ ગાંધીનગર વીથ સુરત સીટી બી ટીમ વચ્ચે ૪/૦ થી પરાજય કરીને
ગાંધીનગર પ્રથમ ક્રમે આવેલ છે.
૨. પી. વી. સિંધુને
સ્પોર્ટ્સપર્સન ઑફ ધ યર અવૉર્ડ મળ્યો
રિયો
ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર બૅડ્મિન્ટન ખેલાડી પી. વી. સિંધુને ગઈ કાલે
મુંબઈમાં આયોજિત ચૅરિટી ગાલા અવૉર્ડ સમારોહમાં મારુતિ સુઝુકી સ્પોર્ટ્સપર્સન ઑફ ધ
યર અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ અવૉર્ડ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ ઇન્ડિયા મૅગેઝિન
દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઘણા ખેલાડીઓને તેમની સિદ્ધિ માટે આ અવૉર્ડ આપવામાં
આવ્યો હતો. આ સમારોહમાં સિંધુના કોચ પી. ગોપીચંદને વર્ષનો સર્વશ્રેષ્ઠ કોચ પસંદ
કરવામાં આવ્યો હતો.
૩. એશિયન
ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતનો દબદબો, જીત્યા ચાર ગોલ્ડ
ગુરુવારથી
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં શરૂ થયેલી બાવીસમી એશિયન ઍથ્લેટિક્સ
ચૅમ્પિયનશિપમાં ગઈ કાલે વરસાદના વિઘ્ન છતાં ભારતે શાનદાર ચાર ગોલ્ડ મેડલ જીત્યા
હતા. હરિયાણાની ખેલાડી નિર્મલા શેઓરાને મહિલાઓની ૪૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો
હતો એના થોડા સમય બાદ પુરુષોની ૪૦૦ મીટરની રેસમાં મુહમ્મદ અનસે પણ ગોલ્ડ જીત્યો
હતો. એ જ પ્રમાણે રાજીવ અરોકિયા અને જિસના મૅથ્યુએ પણ પુરુષ અને મહિલાઓની ૪૦૦ મીટર
સ્પર્ધામાં અનુક્રમે સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.
૪. વેસ્ટ
ઈન્ડીઝ સામેની મેચ ઔઅને સિરીઝ ભારતે જીતી લીધી
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી પાંચ
મેચની સિરીઝની અંતિમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને પરાજય આપ્યો હતો. શરૂઆતમાં
બોલરોની ઘાતક બોલિંગ બાદ ચેઝિંગ દરમિયાન વિરાટની વિસ્ફોટક બેટિંગના જોરે ભારતે
વેસ્ટ ઈન્ડીઝને અંતિમ મેચમાં આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે ૩-૧થી
સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. મોહમ્મદ શમી (૪૮/૪) અને મેન ઓફ ધ મેચ બનેલા
ભારતીય સુકાની વિરાટ કોહલી (૧૧૧")ની રમતના કારણે ભારતે અંતિમ મેચ અને સિરીઝ
પોતાના નામે કરી હતા.
૫. એશિયન યુથ બૉક્સિગં: સચિન સિવાચને
સિલ્વર
બેંગકોક: વિશ્ર્વ યુવા ચૅમ્પ્યિન સચિન સિવાચ (૪૯ કિલોગ્રામ) અહીં એશિયન યુથ
બૉક્સિગં ચૅમ્પિયનશિપમાં ફાઈનલ રાઉન્ડમાં હારી જતા તેને રજતચંદ્રકથી સંતોષ માનવો
પડ્યો હતો.
આર્થિક
૧. ૪. GSTને લઈને હવે કોઈ મૂંઝવણ
નહીં રહે, સરકારે
લોન્ચ કરી મોબાઈલ એપ
નવી દિલ્હીઃ 1 જુલાઈથી દેશભરમાં લાગુ જીએસટીના જુદા જુદા રેટને લઈને ખૂબ ઉહાપોહ થઈ રહ્યો
છે ત્યારે તેને દુર કરવા માટે સરકારે મોબાઈલ એપ લોન્ચ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ
એક્સાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી) તરફતી લોન્ચ કરવામાં આવેલ GST Rate Finde નામની એપમાં વસ્તુ અને સેવા પર રેટની
સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.
અન્ય:-
૧. કુદરતી અજાયબી : ગ્રીસનો માઉન્ટ ઓલિમ્પસ
ગ્રીસમાં આવેલો બાવન શિખરવાળી માઉન્ટ ઓલિમ્પસ સૌથી વધુ વનસ્પતિ અને સજીવ
સૃષ્ટિ માટે જાણીતો છે. યુરોપનો આ સૌથી ઊંચો પર્વત છે. તેનું સૌથી ઊંચુ શિખર ૯૮૦૦
ફૂટ ઊંચુ છે
૨. અવકાશનો અજાયબ ધૂમકેતુ : હેલી
બ્રહ્માંડમાં ગ્રહો અને અવકાશી પદાર્થો ઉપરાંત
પૂંછડિયા તારા કે ધૂમકેતુ પણ જોવા મળે છે. ધૂમકેતુ અન્ય ગ્રહોની જેમ નિયમિત
પ્રદક્ષિણા કરતાં હોય છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point