Friday, 7 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 08-07-2017

અહીંથી તમે તારીખ ૦૭-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. વલસાડના ફોટોગ્રાફર યાસીર બકીલીની આંતરરાષ્ટ્રીય ફોટો સ્પર્ધામાં પસંદગી થઈ

વલસાડના યુવા ફોટોગ્રાફર યાસીર બકીલીની તસવીરોની પસંદગી હૈદરાબાદ ખાતે યોજાનારા ઈન્ડિયન ફોટો ફેસ્ટિવલ માટે થઈ છે. ફોટોગ્રાફરો માટે અતિ પ્રતિષ્ઠિત એવી આ સ્પર્ધામાં વિશ્વના બાવન દેશના પ૧૦ ફોટોગ્રાફરની એન્ટ્રી પસંદગી માટે આવી હતી. એ પૈકી પસંદ થયેલા માત્ર ૧૬ ફોટોગ્રાફરોમાં યાસીર બકીલીની પસંદગી થઈ છે. હૈદરાબાદ ખાતે તા.ર૧મી સપ્ટેમ્બરથી ૮મી ઓક્ટોબર, ર૦૧૭ દરમિયાન યોજાનાર પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર સાથે વલસાડના યાસીર બકીલીની ૩ર તસવીરોનું પ્રદર્શન પણ થશે.

૨. આગ્રાના તાજ મ્યુઝિયમમાં હવે સેલ્ફી નહીં, ભારતીય પુરાતત્ત્વીય ખાતાનો આદેશ

હવેથી આગ્રાના તાજ મહેલમાં આવતા સેલ્ફી ક્રેઝી પ્રવાસીઓએ પોતાની સેલ્ફી સ્ટીક અને મોબાઇલ ફોન ખિસ્સા તથા બેગમાં જ મુકી રાખવા પડશે કારણ કે, અહીં હવે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતના પુરાતત્વીય ખાતાએ કુલ ૪૬ મ્યુઝિયમમાં સેલ્ફીલેવા પર પ્રતિબંધ મુક્યો છે જેમાં તાજ મહેલ પ્રાંગણમાં આવેલા તાજ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. પુરાતત્વીય અધિકારીએ જણાવ્યું હતુ કે, એએસઆઇની ફોટોગ્રાફી અને ફિલ્મીંગ પોલીસી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, મ્યુઝિયમના પરિસરમાં સેલ્ફીની પરવાનગી નથી. તેથી તાજ મ્યુઝિયમના સ્ટાફ તથા ટૂરિસ્ટ ગાઇડ્‌સને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ પ્રવાસીઓને આ અંગેની માહિતી આપે. દરમિયાન અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, જો કોઇ પ્રવાસી કે મુલાકાતી આ પ્રકારની સેલ્ફી લેતો ઝડપાઇ જાય તો તેને દંડ ફટકારવો કે નહીં તેવી સ્પષ્ટ માહિતી નથી પરંતુ મ્યુઝિયમ સ્ટાફને કડકપણે કહી દેવામાં આવ્યું છે કે, તેઓ મ્યુઝિયમની અંદર સેલ્ફી કે કોઇપણ પ્રકારની ફોટોગ્રાફી કરતા રોકે. 

૩. 2019ની લોકસભા ચૂંટણીમાં નવા ટેમ્પર ડિટેક્ટ EVM ઉપયોગમાં લેવાશે: ચૂંટણી પંચ

નવી દિલ્હી- ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નવા M-3 પ્રકારના વોટિંગ મશીનનો (EVM) ઉપયોગ કરવામાં આવશે. આ મશીન ટેમ્પર ડિટેક્ટમશીન હશે. જેમાં કોઈ વ્યક્તિ ચેડાં કરવાનો પ્રયાસ કરશે તો તે કામ કરતું બંધ થઇ જશે. આ મશીનનું પ્રોડક્શન હાલમાં શરુ કરી દેવામાં આવ્યું છે અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

૪. ૩૦ ટકાથી ઓછાં પરિણામવાળી શાળાના શિક્ષકોની પરીક્ષા લેવાશે

સરકારે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી દરવર્ષે એસએસસી પરીક્ષા પછી આવતા પરીણામોમાં ખાટલે શું ખોટ રહી જાય છે તે તપાસવા હવે નવો ચીલો ચિતર્યો છે. માર્ચ ૨૦૧૭માં એસએસસી પરીક્ષામાં ૩૦ ટકાથી ઓછા પરીણામ ધરવાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષકોની પરીક્ષા લેવા સરકારે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશો કર્યા છે.

૫. યુજીસી નેટની પરીક્ષા હવે વર્ષમાં એક જ વાર લેવાશે

નવી દિલ્હી: યુજીસી નેટની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત એ છે કે હવે આવી પરીક્ષા અગાઉ જે બે વાર લેવાતી હતી તેને બદલે એક જ વખત લેવામાં આવશે. યુજીસી તરફથી લેવાયેલા આ નિર્ણયથી હવે જે વિદ્યાર્થીઓ જુલાઈમાં આવી પરીક્ષા આપવાનું વિચારતા હતા તેઓ પરીક્ષા આપી નહિ શકે.

૬. Pradhan Mantri Awas Yojna હેઠળ ૨૦૧૮ સુધીમાં બનશે ૫૧ લાખ મકાન

Pradhan Mantri Awas Yojna હેઠળ રાજ્ય સરકારો સાથેના સહયોગથી માર્ચ, ૨૦૧૮ સુધી ૫૧ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવશે. આ યોજના હેઠળ ટેક્નીકલ સંસ્થા દ્વારા પારખવામાં આવેલ ડીઝાઇન, સ્થાનિક સામાન અને પ્રશિક્ષિત રાજમિસ્ત્રી દ્વારા લગભગ ૧.૫ લાખ રૂપિયાના ખર્ચે સર્વોત્તમ ગુણવત્તાવાળા ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

૭. ગુજકોમાસોલના ચેરમેનની ૧૭મીએ ચૂંટણીઃ સંઘાણી-રાદડિયા મેદાનમાં

અમદાવાદ: સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકો માસોલ)માં લાંબા સમય બાદ ભાજપને બહુમતી મળી છે ત્યારે ભાજપના જ બે દિગ્ગજ આગેવાનો વચ્ચે ૧૭ જુલાઇએ ચેરમેન પદ માટે હરીફાઇ થશે.

૮. ભારતને હવે બર્ડ ફલૂ મુકત રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ ભારતને બર્ડ ફલૂ એટલે કે એવિયન ઇન્ફલુએન્ઝા (એચ-પ એન વન અને એચ-પ, એન-૮ વિષાણુઓ)થી મુકત જાહેર કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોમાં નિરીક્ષણ બાદ બર્ડ ફલૂના વિષાણુઓ નહીં મળતાં ભારતને બર્ડ ફલૂ મુકત દેશ જાહેર કર્યો છે. ઓકટોબર ર૦૧૬થી ફેબ્રુઆરી-ર૦૧૭ દરમિયાન નવ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બર્ડ ફલૂનો પ્રકોપ જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય:-  

૧. જી-20 દેશોનું સંમેલન આજથી, ભારત માટે કેમ મહત્વનું છે તે જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઈઝરાયેલનો પ્રવાસ પતાવીને જર્મની પહોંચી ગયા છે. જર્મનીનાં હેમ્બર્ગ શહેરમાં જી-૨૦ દેશોની શુક્રવારથી યોજાવા જઈ રહેલી શિખર પરિષદમાં આતંકવાદ સાથે નિપટવાના ઉપાયો અને આર્થિક સુધારાઓ પર મુખ્ય ચર્ચા થશે. ૧૯ દેશ અને યુરોપીય સંઘના શાસન અધ્યક્ષ અને રાષ્ટ્ર અધ્યક્ષ આ ૧૨મી શિખર પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ પરિષદમાં ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળનું નેતૃત્વ કરશે, જેમાં નીતિઆયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગઢિયા પણ સામેલ છે. શિખર સંમેલનનું મહત્ત્વ એ વાતથી પણ સમજી શકાય છે કે દુનિયાના ૬૫ દેશોના લગભગ ૪,૮૦૦ પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

૨. Pakistan કરી રહ્યું છે ભારતની નકલ, હવે વાઘા બોર્ડર પર લહેરાવશે સૌથી ઉંચો ઝંડો

અમૃતસર : બીએસએફ એ કેટલાક મહિના પહેલા India -પાકિસ્તાન અટારી બોર્ડર પર દેશનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાવ્યો હતો, જેની લંબાઈ ૩૫૦ ફૂટ હતી પરંતુ હવે સમાચાર છે કે, પાકિસ્તાન પણ આ આધાર પર India ને પછાડતા ૫૦ ફૂટ વધારે લાંબો એટલે કે ૪૦૦ ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે.

૩. G-20: સરહદ પર તણાવ વચ્ચે જર્મનીમાં મોદી-જિનપિંગની મુલાકાત, બંન્નેએ કર્યા એકબીજાના વખાણ

નવી દિલ્લી: સિક્કિમ બોર્ડર પર ભારત અને ચીનના તણાવ વચ્ચે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારતના વખાણ કર્યા હતા. જી-20 સમિટમાં બ્રિક્સ દેશોની બેઠકમાં સંબોધન કરતા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આતંકવાદ વિરૂધ્ધ ભારતના મજબૂત સંકલ્પના વખાણ કર્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે.

૪. જર્મનીમાં Modi: ઇઝરાયલ યાત્રા પછી G-20 સંમેલન માટે હૈમ્બર્ગ પહોંચ્યા મોદી, શી જિનપિંગ સાથે વાત નહિ થાય

ઇઝરાયલની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર Modi જર્મનીના હૈમ્બર્ગ પહોંચી ગયા છે. અહિયાં તેઓ G-20 શિખર સંમેલનના પ્રસંગે બ્રિટેન, જાપાન અને કેનેડાના પ્રધાનમંત્રીઓની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી.
આ જાણકારી ચીન દ્વારા રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો ઇનકાર કર્યા પછી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ એક સવાલના જવાબમાં કહ્યું કે, “વડાપ્રધાન મોદી G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે છ થી આઠ જુલાઈ હૈમ્બર્ગમાં રહેશે.
બાગલેએ કહ્યું કે, G-20 શિખર સંમેલન ઉપરાંત આર્જેન્ટિના, કેનેડા, ઇટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, બ્રિટેન અને વિયેતનામના નેતાઓ સાથે વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો યોજાશે.

રમત ગમત:-  

૧. એશિયન એથ્લેટિક્સ : પ્રથમ દિવસે ભારતને ચાર મેડલ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો રંગારંગ પ્રારંભ થયો હતો. ભારતીય એથ્લીટોએ સારો દેખાવ કરતાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે પાંચ મેડલ જીત્યા હતા.

૨. પ્રિયંકા ચોપડા બોકસિગ ટીમ ખરીદશે

ભારત બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની અદાના જલવા બતાવી રહેલ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તાકિદે એસબીએલ એટલે કે સુપર બોકિંસગ લીગમાં નોર્થ ઇસ્ટની ટીમની સહ માલિક બની શકે છે. એ યાદ રહે કે પ્રિંયકાએ પાંચ વારની વિશ્વ ચેમ્પિયન મહિલા મુક્કેબાજ મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
.૩. સૂરતઃ આશનાએ ડાઈવિંગ ઈવેન્ટમાં ગોલ્ડમેડલ અને બે સિલ્વરમેડલ જીતી દેશમાં ડંકો વગાડ્યો
સૂરતઃ પરીક્ષાના પરિણામો જ નહીં, ટફ કહેવાય એવી રમતગમતોમાં પણ ગુજરાતી કન્યાઓ પોતાની ક્ષમતા પુરવાર કરતી દ્રષ્ટિગોચર થઇ રહી છે. હાલમાં ગુજરાતના સૂરતની આશના નિખિલ ચેવલીએ સબ જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ મેડલો જીતી ડંકો વગાડ્યો હતો.

૪. ફિફા રેન્કિંગમાં ભારતની લાંબી છલાંગ, 96મા સ્થાને પહોંચ્યું

ફિફા દ્વારા જારી તાજા રેન્કિંગમાં ભારતીય ટીમે લાંબી છલાંગ લગાવી છે. જુલાઇના હાલના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 96માં સ્થાને પહોંચી ગયું છે. આ ફેબ્રુઆરી 1996 બાદ ફિફામાં ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ રેન્ક છે. 1996 ફેબ્રુઆરીમાં ભારત 94મા સ્થાન પર હતું. આ પહેલા ભારતી ટીમે 1993માં ફિફાની રેન્કિંગમાં 99મા સ્થાન પર હતું.

૫. કરિયરમાં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો રહાણેએ

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટસમેન અજિંક્ય રહાણેએ વેસ્ટઇન્ઝિ સામે પાંચ વન ડે મેચની અંતિમ મેચમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ સિરીઝમાં નોંધપાત્ર દેખાવ કરનાર અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર પણ અપાયો હતો.
 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક

૧. એરઇન્ડિયા ની ઓફિસમાંથી કરોડો રૂપિયાની કલાકૃતિની થઈ ચોરી

એર ઇન્ડિયાના મુંબઇ હેડક્વાર્ટરથી કિંમતી કલાકૃતિઓ ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. જેમાં એમએફ હુસૈન અને જતીન દાસ જેવા ફેમસ કલાકારોની પેંશટગ પણ સામેલ છે. ગાયબ થયેલી પેંશટગની કિંમત 750 કરોડથી વધારે માનવામાં આવી રહી છે. જેઆરડી ટાટાના સમયે જ એર ઇન્ડિયા પાસે આ પેટિંગ્સ હતી.

૨. Good News! કેન્દ્રીય કમર્ચારીઓને 7th Pay Commission માં મળશે ઓછામાં ઓછા ૫,૪૦૦ રૂપિયાનું ભથ્થું

કેન્દ્રીય કમર્ચારીઓ માટે એક ખુશખબર છે અને તે છે કે, 7th Pay Commission ની ભલામણોમાં બદલાવ બાદ સરકાર તરફથી ઓછામાં ઓછા ૫,૪૦૦ રૂપિયાનું આવાસ ભથ્થું આપવામાં આવશે. શુક્રવારે નાણાં મંત્રાલય તરફથી ૨૮ જૂને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ સંશોધિત પ્રસ્તાવને પ્રકાશિત કરી દીધો છે. 7th Pay Commission ની ભલામણમાં કરવામાં આવેલ બદલાવને વીતેલા એક જુલાઈથી લાગુ કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કરવામાં આવેલ સંશોધન અનુસાર, કેન્દ્રીય કમર્ચારીઓને આવાસ ભથ્થાનાં રૂપમાં ઓછામાં ઓછા ૫,૪૦૦ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. તેના લાગુ થયા બાદ હવે સરકાર પર કુલ ૩૦,૭૪૮ કરોડ રૂપિયાનો નાણાંકીય બોજ આવશે.

અન્ય:-  

૧. લેખકો પર તવાઇ, રોબોટ્સ લખશે મહિનામાં 30000 સ્ટોરી

ગુગલ એક એવા પ્રોજેક્ટ પર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યુ છે જેના હેઠળ રોબોટ સમાચાર લખશે. એક રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટ હેઠળ કમ્પ્યુટર્સ લોકલ મીડિયા માટે મહિનાના 30 હજાર ન્યૂઝ લખશે.
અમેરિકન ટેક્નૉલૉજી કંપની ગૂગલેએ બ્રિટનના નેશનલ ન્યૂઝ એજન્સી પ્રેસ એસોસિયેશનમાં 1 મિલિયન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યુ છે. આ ઇન્વેસ્ટમેન્ટ રોબોટ્ રિપોર્ટ્સ માટે કરવામાં આવ્યુ છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point