Thursday, 6 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 07-07-2017

અહીંથી તમે તારીખ ૦૬-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. જમ્મુ કાશ્મીરમાં આખરે G.S.T. લાગુ કરવા માટેનો ખરડો પસાર

- કોંગ્રેસ, એન.સી.પી, એન.સી.ના વિરોધ વચ્ચે

- ગૃહ સમક્ષ વિરોધ સૂત્રોચ્ચાર કરી રહેલા અપક્ષ ધારાસભ્ય શેખ અબ્દુલ રશીદની ધરપકડ

૨. ગુજરાત યુનિ.માં 'એક્ચ્યુરિઅલ સાયન્સ' ભણાવાશે

'એક્ચ્યુરિઅલ સાયન્સ' એટલે બોડી ઓફ નોલોજ. જેમાં ગણીત અને સ્ટેટેસ્ટિકના સિધ્ધાંત અને મોડલોનો ઉપયોગ કરીને ફાયનાન્સિઅલ તથા નોન ફાયનાન્સિઅલ રિસ્કનું ગણન કરીને ફાયનાન્સિયલ પોલિસી તરફ નિર્દેશ કરી શકાય'. આ કોર્સની અમેરિકા, યુ.એસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ખુબ માંગ છે. આપણા દેશમાં પણ ઇન્શ્યોરન્સ, હેલ્થકેર જેવા સેક્ટરમાં માંગ છે.

૩. ઇડીઆઇઆઇ અમદાવાદ ખાતે ઇન્ડક્શન વીકનો પ્રારંભ

ઇડીઆઇઆઇ ખાતે ૩ જુલાઇના રોજ ૯૫ સ્ટુડન્ટે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ-બિઝનેસ એન્ટરપ્રિન્યોરશીપ (પીજીડીએમ-બીઇ) અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ-ડેવલપમેન્ટ સ્ટડીઝ(પીજીડીએમ-ડીએસ)માં પ્રવેશ મેળવ્યો છે. ઇન્ડક્શન વીક દરમિયાન પીજીડીએમ-બીઇ પ્રોગ્રામના સ્ટુડન્ટસને કારોબારની મૂળભુત બાબતો અંગે સમજ અપાશે.

૪. વધુ એક વર્લ્ડ રેકોર્ડ માટે રાજકોટ સજ્જ : ૧૦પ૦ આર્ટીસ્ટો દ્વારા ૧૦,૩૦૦ વોલ પેઈન્ટિંગ

રંગીલુ રાજકોટ વધુ એક વિશ્વ રેકોર્ડ નોંધાવવા સજ્જ બન્યું છે. શહેરને ચિત્રનગરી બનાવવાનો એક અનોખો પ્રોજેકટ ચાલી રહ્યો છે જેને જોત જોતામાં ર વર્ષ પૂર્ણ થઈ ચૂકયા છે. જે સાથે શહેરમાં ભીંત ચિત્રોનો (વોલ પેઈન્ટિંગ) નો આંક ૧૦,૩૦૦ને આંબી ગયો છે જે વિશ્વ રેકોર્ડની દાવેદારી માટે પૂરતો છે. આ પ્રોજેકટ હજૂ પણ જારી છે પરંતુ આ માઈલ્ટોનને હવે પ્રમાણભૂત કરાવવા ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.

૫. બોપલ ફલાય ઓવરબ્રિજનું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન

અમદાવાદ: ઔડાના સત્તાવાળાઓ દ્વારા નિર્મિત બોપલ-ઘુમાને સાંકળતા રિંગરોડ પરના બોપલ જંક્શન પર શહેરના સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ઔડા દ્વારા બોપલ ફ્લાય ઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો ઘટાડો થશે. હવે વાહનચાલકો રિંગરોડ પર બ્રિજના શાંતિપુરા છેડેથી વાહન સડસડાટ ચલાવીને છેક શીલજ છેડા પર ઊતરી શકશે.તેમજ આમલી જંક્શન અને બોપલ જંક્શનને વટાવશે.ઉલ્લેખનીય છે કે એકલા બોપલ જંકશન પરથી દરરોજ આશરે ૧પ૦૦૦ વાહનો પસાર થાય છે.

૬. દૂધ વિના બને છે ગોલ્ડન ટેમ્પલમાં ચા, કલાકમાં પીવાય છે 30,000 કપ

સવારે આંખ ખુલતાંની સાથે જ સૌથી પહેલાં ચાનો કપ યાદ આવે છે. ચાની ચુસ્કી લીધા પછી જ દિવસની શરૂઆત દરેક ઘરમાં થતી હોય છે. જો કે ઘરમાં તો માંડ 5થી 6 કપ ચા બનતી હોય છે. જો ક્યારેક મહેમાન આવે અને વધારે ચા બનાવવાની હોય તો મુશ્કેલી થઈ જાય છે. વધારે લોકો માટે બનેલી ચા કેવી બની હશે. બધાને સ્વાદિષ્ટ લાગશે કે કેમ જેવા પ્રશ્નો સતાવા લાગે છે. તેવામાં તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં દર કલાકે હજારો કપ ચા બનાવવામાં આવે છે અને આ ચા લોકો પીવા માટે તલપાપડ પણ હોય છે.

૭. પ્રથમવાર કોઈ ગુજરાતી યુવતીએ ડાઈવિંગમાં મેળવ્યું ગોલ્ડ મેડલ

મહારાષ્ટ્રના પુણેમાં 34મી સબ જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ડાઈવિંગ ઈવેન્ટમાં ગુજરાતને સૌ પ્રથમવાર રિપ્રેઝન્ટ કરતી સુરતની આશનાએ એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ જીતીને દેશભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે આશના આગામી સમયમાં ઈન્ટરનેશનલ લેવલે દેશનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીતવાની તૈયારીઓ કરી રહી છે.

 




આંતરરાષ્ટ્રીય:-  

૧. હાઈફામાં 99 વર્ષ પહેલા શહીદ થયેલા હિંદુસ્તાની સૈનિકોને આજે શ્રદ્ધાંજલિ આપશે પીએમ

ઇઝરાયલ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો  દિવસ છે. અંતિમ દિવસે પીએમ મોદી હૈફામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.



રમત ગમત:-  

૧. ઑસ્ટ્રેલિયન ઓપન ટેબલ ટેનિસમાં મુખરજી-સહસ્ત્રબુદ્ધેની જોડીને કાંસ્ય

નવી દિલ્હી: ભારતના ટેબલ ટેનિસ ખેલાડીઓએ પોતાનો સારો દેખાવ કરવાનો ચાલુ રાખતા સુતિર્થ મુખરજી અને પૂજા સહસ્ત્રબુદ્ધેની જોડીએ ગોલ્ડ કોસ્ટ ખાતેની ઑસ્ટ્રેલિયન ઓપન સ્પર્ધા-૨૦૧૭માં કાંસ્યચંદ્રક જીત્યો હતો.

૨. રૂટના સુકાનમાં આજથી ઈંગ્લેન્ડની ટેસ્ટ-ક્રિકેટમાં નવો યુગ

લંડન: દક્ષિણ આફ્રિકા સામે ગુરુવારથી લોર્ડ્સના મેદાન પર રમાનારી ટેસ્ટ મેચમાં જો રૂટના સુકાન હેઠળ ઈંગ્લેન્ડના ક્રિકેટમાં નવા યુગની શરૂઆત થશે.

રૂટની ગયા ફેબ્રુઆરીમાં એલસ્ટર કૂકે હોદ્દો છોડી દીધા પછી સુકાનીપદે નિમણૂક કરાઈ હતી અને તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડ પહેલી વાર ટેસ્ટ મેચ રમનાર છે.

૩. મહિલા વિશ્વ કપ: ટીમ ઈન્ડિયાની સતત ચોથી શાનદાર જીત, શ્રીલંકાને 16 રને હરાવ્યું

દિપ્તી શર્મા (78) અને કેપ્ટન મિતાલી રાજ (53) વચ્ચે થયેલી શતકીય પાર્ટનરશીપની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે આઈસીસી મહિલા વિશ્વ કપની લીગ મેચમાં શ્રીલંકા સામે 233 રનનું ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં શ્રીલંકા નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 216 રન જ બનાવી શકી હતી. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં 8 વિકેટ ગુમાવીને 232 રન બનાવ્યા હતા.

૪. એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનને હરાવી ભારતે જીત્યો ખિતાબ

પંકજ અડવાણીએ પ્રથમ મુકાબલામાં જ મોહમ્મદ બિલાલ સામે શાનદાર દેખાવ કર્યો હતો. જો કે, પ્રથમ પોઇન્ટ બિલાલે મેળવ્યો હતો. ત્યા બાદ પંકજ અડવાણીએ વાપસી કરતા 82 અંકનો બ્રેક લગાવી બેસ્ટ ઓફ ફાઇવ ફાઇનલની પહેલી બાજી જીતી લીધી હતી. જો કે, પંકજ અડવાણીની સાથે સાથે લક્ષ્‍મણ રાવતે પણ શાનદાર દેખાવ કર્યો હતો. લક્ષ્‍મણે બાબર મસીહને એક પણ અંક બનાવવા દીધો ન હતો અને ખુદે 73 અંકનો બ્રેક લગાવી જીત હાંસલ કરી હતી.
     ૫. અમદાવાદની પ્રતિમાશાળી ટેનિસ સ્ટાર ઝીલ દેસાઇએ હાલ ભારતમાં રેન્કિંગમાં નંબર 1 પર છે
અમદાવાદની પ્રતિમાશાળી ટેનિસ સ્ટાર ઝીલ દેસાઇએ હાલ ભારતમાં રેન્કિંગમાં નંબર 1 પર છે અને ઓવરઓલ વર્લ્ડમાં જૂનિયરમાં 20મા ક્રમાંકે છે ત્યારે ટેનિસ મહારથી ઝીલ દેસાઇએ નાની વયથી આગળ જારી રાખેલો પ્રભાવશાળી પ્રદર્શનનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનાર ઝીલ દેસાઇએ GSTV સાથેની ખાસ મુલાકાતમાં પોતાની સફળતાની રોચક વાતો જણાવી હતી. સાથે સાથે ઝીલ દેસાઇએ ઓસ્ટ્રેલિયા ઓપનમાં પોતાના અનુભવો પણ વાગોળ્યા હતા.

૬. આજથી ભુવનેશ્વરમાં એશિયન એથ્લેટિક્સનો પ્રારંભ

- ૪૫ દેશોના ૬૫૫ ખેલાડીઓ ભાગ લેશે

- ચાર દિવસમાં કુલ ૪૨ સ્પર્ધામાં મેડલ વિજેતા નક્કી થશે

- ભારતે સૌથી વધુ ૯૪ એથ્લીટ્સને સ્પર્ધામાં ઉતાર્યા છે



 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક

૧. UN સર્વે: સાઈબર સિક્યોરિટીમાં સિંગાપુર નંબર-1

યુનાઈટેડ નેશનંસ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યૂનિકેશન યૂનિયને એક સર્વે કર્યો છે. જેમાં ભારતનો નંબર 25મો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, હજું પણ દેશોમાં સાઈબર સિક્યોરિટીની જાગૃત્તા, સમજણ અને જાણકારી અને સચોટ સ્ટ્રેટર્જીની ઉણપ છે.
આ સર્વેમાં નંબર-1 પર સિંગાપુર છે, જ્યારે બીજા નંબર પર અમેરિકા છે. ટોપ-10 દેશોમાં મલેશિયા, ઓમાન, મોરેશિયસ, ઓસ્ટ્રેલિયા, જોર્જિયા, ફાન્સ અને કેનેડા જેવા દેશ સામેલ છે. રૂસ આ બાબતે 11માં નબંર પર છે, જ્યારે જર્મની 12માં સ્થાને છે. ચીન સાઈબર સિક્યોરિટી બાબતે 34માં સ્થાને છે.
અન્ય:-  

૧. કંપની સેક્રેટરીની પરીક્ષામાં રીક્ષાચાલકનો પુત્ર દેશભરમાં પાંચમા ક્રમે ઉતીર્ણ

'પરીશ્રમ એ જ પારસમણી' રાત દિવસ જોયા વિના એકચિતથી મહેનત કરનાર વિદ્યાર્થીને સફળતા હંમેશા મળતી હોય છે જેની પ્રતીતિ કંપની સેક્રેટરીની પરીક્ષામાં દેશમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરનાર જામખંભાળિયાના રીક્ષાચાલકના પુત્રે કરાવી છે. સામાન્ય ગુજરાતી મીડીયમની સ્કુલમાં ભણીને આગળ વધેલા જામખંભાલિયાના વિદ્યાર્થી મહમદ હુસેનખાન પઠાણ ખાને આજે જાહેર થયેલા કંપની સેક્રેટરીની પરીક્ષાના પરીણામમાં ૪૦૦માંથી ૩૫૬ માર્કસ મેળવી કાઠીયાવાડનું ગૌરવ વધાર્યું છે.

૨. અમિતાભ બચ્ચન કરતાં પણ વધુ ઊંચાઈ છે મેરઠના આ 8 વર્ષના બાળકની, ગિનિસ બુકમાં નોંધાયો રેકોર્ડ


મેરઠઃ મેરઠના એક 8 વર્ષના બાળકની ઊંચાઈ 6 ફુટ અને 7 ઈંચ છે જે અમિતાભ બચ્ચનની ઉંચાઈ કરતાં પણ વધારે છે. ખાસ વાત એ છે કે બાળકની માતા સહિત બંનેનાં નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. તેમણે કરણના મામલે દાવો કર્યો છે કે તે દુનિયાનો સૌથી લાંબો છોકરો છે. કરણ જ્યાં પણ જાય ત્યાં તેને જોઈને કોઈપણ વિસ્મયમાં મૂકાઈ જાય છે.