Wednesday, 5 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 06-07-2017

અહીંથી તમે તારીખ ૦૫-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. રાજ્યમાં 7 નવી આયુર્વેદ કોલેજ ખૂલશે, વધુ 400 સીટ મંજૂર થશે

અમદાવાદ: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પ્રવેશના નિયમોની જાહેરાત કરી દીધી છે, જ્યારે આગામી દિવસોમાં મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ સહિતની પેરા મેડિકલ શાખાની બેઠકો પરના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. તેવામાં રાજ્યના છ શહેરોમાં સાત નવી આયુર્વેદ કોલેજોમાં વધુ 400 બેઠકોની મંજૂરી મળે તેવી સંભાવના છે. એકથી દોઢ મહિનામાં નવી કોલેજો અને બેઠકોને મંજૂરીની જાહેરાત થઈ શકે છે.

૨. લોઢા સમિતિની ભલામણો લાગુ કરવા મુદ્દે ૮મીએ બેઠક યોજાશે

લોઢા સમિતિની ભલામણો લાગુ કરવા માટે આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની બેઠક આઠ જુલાઇના રોજ મુંબઇમાં યોજાશે. બીસીસીઆઇ મુખ્યત્વે એક વોટ એક રાજ્ય, ત્રણ સભ્યોની પસંદગી સમિતિ અને ત્રણ વર્ષના કૂલિંગ ઓફ પિરિયડનો લઇને અસમંજસમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગત અઠવાડીયામાં આ સમિતિની રચના કરી હતી. એક રિપોર્ટ અનુસાર આ સમિતિ આઠ જુલાઇના રોજ પોતાની બેઠક યોજશે. સમિતિ બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાને આઠ જુલાઇના રોજ પોતાનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ તેઓ એસજીએમ બોલાવવાનો નિર્ણય કરશે.

૩. મોદી ફરીવાર ગુજરાતમાં પધારશે, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે

નર્મદા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાતમાં પઘારીને નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. કેવડિયા ખાતે મોદીની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ શો યોજાશે. ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશભરના સાધુ સંતોની હાજરીમાં મોદી નર્મદા મૈયાની આરતી ઉતારશે. આ પહેલા સમગ્ર રાજ્યમાં મા નર્મદા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે અને 10 હજારથી વધુ ગામોમાં નર્મદા રથ ફરશે. જેનું સમાપન કેવડિયા ખાતે થશે જ્યાં નરેન્દ્ર મોદીની હાજરીમાં સમારોહ યોજાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા આ આયોજન અંગે પીએમઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના સમયની અનુકૂળતા મુજબ કાર્યક્રમની તારીખ નક્કી થશે.

૪. Lieutenant Governor કિરણ બેદી ઉપસ્થિતીમાં ૬ જુલાઇએ રક્ષાશકિત યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ

મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૬ જુલાઇને આવતી કાલે સાંજે ગાંધીનગર સ્થિત રક્ષાશકિત યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં પદવી ધારકોને પદવી પ્રમાણપત્રો એનાયત કરશે. રક્ષાશકિત યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં પોંડીચેરીના Lieutenant Governor ડૉ. કિરણ બેદી વિશેષ ઉપસ્થિત રહેવાના છે.

૫. એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનું નામ બદલાયું, હવેથી બોલાશે આવું

વેસ્ટર્ન રેલવેએ આ સંદર્ભમાં ગઈ કાલે નામાંતરની સત્તાવાર જાહેરાત કરી હતી. આ જાહેરાત પ્રમાણે ૨૩ જૂનથી આ સ્ટેશન પ્રભાદેવી તરીકે ઓળખાશે અને એનો સ્ટેશનનો કોડ PBHD રહેશે. આ કોડ રેલ-ટિકિટ પર પ્રિન્ટ થશે. જલદી જ એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશનનાં બોર્ડ પણ બદલવામાં આવશે. ગયા અઠવાડિયે જ સેન્ટ્રલ રેલવેના છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરવામાં આવ્યું હતું. આમ એક અઠવાડિયામાં બે સ્ટેશનોનાં નામ બદલવામાં આવ્યાં છે.

૬. જામનગરમાં રાજ્યકક્ષાનું સરપંચોનું યોજાયું મહાસંમેલન

જામનગર:અખિલ ભારતીય પંચાયત પરિષદનાં નેજા હેઠળ જામનગરમાં પંચાયત મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો તેમજ જામનગર જીલ્લાના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં સરપંચો અને તાલુકા, જીલ્લા પંંચાયતના સદસ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૭. એન.આઇ.ડી ખાતે યોજાયું ચિઆપાસ એક્ઝિબિશન

મેક્સીકો ખાતે અનોખો કલ્ચરલ વારસો ધરાવતું સ્ટેટ એટલે ચિઆપાસ. ત્યાંના લોકો પાસે આજે પણ મેક્સિકોની પરંપરાગત આર્ટ જીવંત છે. નેશનલ ઇનસ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ખાતે 'ટેક્સટાઇલ ઓફ ચિઆપાસ' એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિઆપાસ સ્ટેટની વિવિધ ૧૨ કમ્યુનિટીના ડિઝાઇન અને પહેરવેશને ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. જો ભારત સાથે તેની સામ્યતા કરવામાં આવે તો ત્યાંના લોકોનો પહેરવેર ભારતના નોર્થ ઇસ્ટમાં રહેતા લોકોના પહેરવેશ સાથે મેચ થાય છે. કારણ કે જે રીતે મહિલાઓ કમર પર પટ્ટો બાંધે છે અથવા ટોપ પહેરે છે તે પ્રકારના કોસ્ચ્યુમ અહીં એક્ઝિબિશનમાં પણ જોવા મળી રહ્યાં છે.

૮. દિલ્હી એરપોર્ટ પર બેસ્ટ સુરક્ષા વ્યવસ્થા કરવા બદલ CISF એજન્સીએ જીત્યો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

નવી દિલ્હી  સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યૂરિટી ફોર્સ (CISF) દ્વારા દિલ્હી એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી સુરક્ષા વ્યવસ્થા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે અને એને બેસ્ટ એરપોર્ટ સિક્યૂરિટી તરીકે વર્લ્ડ ક્વૉલિટી કોંગ્રેસ દ્વારા ઘોષિત કરવામાં આવી છે.





આંતરરાષ્ટ્રીય:-  

૧. 26/11ના હુમલામાં બચી ગયેલા બેબી મોશેને આજે મળશે મોદી

ઈઝરાયેલની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે-બુધવારે 10 વર્ષના બેબી મોશે હોલ્ત્જબર્ગને મળનાર છે. મુંબઈમાં 26/11ના હુમલામાં બેબી મોશેના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા. આ હુમલામાં બેબી મોશેના માતાપિતા સહિત 173 લોકોના મોત થયા હતાં. મોશે તેના માતા-પિતા સાથે મુંબઈના નરીમાન હાઉસમાં રહેતો હતો. નરીમાન હાઉસ પર આતંકી હુમલો થયો ત્યારે તેના માતા રિક્કા અને પિતા ગેવરુલ હોલ્ત્ઝબર્ગ બંને મૃત્યુ પામ્યા હતાં અને બેબી મોશે તેમના મૃતદેહ સામે બેસી રડતો હતો. આયાએ મોશેના રડવાનો અવાજ સાંભળતાં જ તેને ત્યાંથી લઈ ગઈ હતી. 2008માં થયેલા હુમલામાં મોશેના માતાપિતા સહિત ઈઝરાયેલના છ નાગરિકોના મોત થયા હતાં. મોદી સાથેની મુલાકાત અંગે બેબી મોશે, તેના દાદા-દાદી અને આયા સેન્ડ્રા સેમ્યુઅલમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.


રમત ગમત:-  

૧. પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા Sarfraz Ahmed

ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭ માં પાકિસ્તાન ટીમને વિજેતા બનાવનાર કેપ્ટન Sarfraz Ahmed ને મોટું ઇનામ મળ્યું છે. સરફરાઝ અહેમદને હવે પાકિસ્તાન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોપવામાં આવી ગઈ છે. આવી રીતે તે હવે ત્રણે ફોર્મેટ, ટેસ્ટ, વનડે અને ટી-૨૦ માં પાકિસ્તાન ટીમના કેપ્ટન હશે.

૨. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા ધર્મેન્દ્રએ દેશને મેડલ અપાવ્યો

લખનઉઃ બેડમિન્ટન ખેલાડી ધર્મેન્દ્ર સોતી એક સમયે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો, આમ છતાં તેણે હાર માની નહીં. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને હવે તે દેશ માટે મેડલ જીતી રહ્યો છે. ધર્મેન્દ્રએ તાજેતરમાં જ મલગા (સ્પેન)માં ૨૧મી વર્લ્ડ ટ્રાન્સપ્લાન્ટ ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધાના સિંગલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ધર્મેન્દ્ર સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડના શિમ એન્ડરસન સામે હારી ગયો, ત્યાર બાદ તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાના જોહન્સને ખિતાબ પર કબજો જમાવ્યો હતો. ધર્મેન્દ્રને પહેલા રાઉન્ડ બાયમળી હતી, બીજા રાઉન્ડમાં તેણે ફ્રાંસના ખેલાડીને પરાજય આપ્યો હતો.


 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક

૧. GST સમીક્ષા માટે 15 સભ્યોની કમિટી બનાવાઇ, 6 જુલાઇથી GST ની પાઠશાળા શરૂ કરાશે

1 જુલાઇ 2017થી દેશભરમાં લાગૂ GST પર સરકારની સતત નજર છે ત્યારે કેન્દ્રિય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આજે કહ્યું છે કે, GST સમીક્ષા માટે એક 15 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દર સપ્તાહના મંગળવારે GST ની સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરને છોડીને સમગ્ર રાજ્ય GST ને નોટિફાઇ કરી ચૂક્યા છે.

૨. ચીનની અગ્રગણ્ય પેસેન્જર કાર ઉત્પાદન કંપની SAIC હાલોલમાં રૂ. ર૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરશે

અમદાવાદ: ગુજરાતના હાલોલમાં ચીનની પેસેન્જર કાર કોમર્શીયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (SAIC) રૂ. ર૦૦૦ કરોડથી વધુનું મૂડીરોકાણ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના MoU (સમજૂતિ કરાર) SAIC મોટર્સ ઇન્ડીયાના ડાયરેકટર તથા ઊદ્યોગ અગ્રસચિવ એમ. કે. દાસ દ્વારા કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના પ્રગતિશીલ નેતૃત્વમાં ગુજરાતે વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ઔદ્યોગિક મૂડીરોકાણો-ઉત્પાદન એકમો શરૂ કરવામાં જે આગેકૂચ કરી છે તેને આ MoU થી નવું બળ મળશે.

અન્ય:-  

૧. શાહરુખ ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે

આ વર્ષના એપ્રિલમાં એણે વાનકુવરમાં ટીઇડી સમક્ષ પણ પ્રવચન આપ્યું હતું. એ એક સારો વક્તા હોવાની એને સાંભળનારા સૌની છાપ છે. જે વિષય પર બોલવાનું હોય એનો પૂરો અભ્યાસ કરને ત્યારબાદ એ પાક્કું હોમવર્ક કરે છે. એટલે જ એનું લેક્ચર સાંભળનારને મુગ્ધ કરે છે એવું એને નિકટથી ઓળખનારા માને છે. જો કે શાહરુખની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે શાહરુખે એાક્સફર્ડનું આમંત્રણ સ્વીકારી લીધું છે પરંતુ હાલ એ પોતાની તારીખો એડજસ્ટ કરી રહ્યો છે. તારીખો એડજસ્ટ થઇ ગયા બાદ એ ઓક્સફર્ડને જણાવશે. અત્યારે માત્ર એટલો જવાબ આપ્યો છે કે આમંત્રણ બદલ આભાર. હું ટૂંક સમયમાં આપને મારી અનુકૂળ તારીખ અને સમય જણાવીશ.ઓક્સફર્ડના પ્રિન્સિપાલે છેક ગયા વર્ષના નવેંબરમાં શાહરુખને પત્ર મોકલ્યો હતો.

૨. લગ્નના 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવું થશે ફરજીયાત, નહીં તો દરરોજ ચૂકવવો પડશે આટલો દંડ

લગ્નનું રજીસ્ટ્રેશન કરાવું ટૂંક સમયમાં જ ફરજીયાત થઇ શકે છે. લૉ કમિશને કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે તમામ ધર્મોના લોકો માટે લગ્નના 30 દિવસની અંદર મેરેજ રજીસ્ટ્રેશન કરાવું ફરજીયતા થવું જોઇએ. લૉ કમિશનની તરફથી કમ્પલસરી રજીસ્ટ્રેશન ઑફ મેરેજટાઇટલ નામથી પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. રિપોર્ટમાં રજીસ્ટ્રેશન ન કરાવા પર દંડની જોગવાઇની પણ વાત કરી છે. રિપોર્ટમાં કોઇપણ વ્યાજબી કારણ વગર રજીસ્ટ્રેશનમાં મોડું થવા પર રોજના 5 રૂપિયાના હિસાબથી દંડ વસૂલવાની ભલામણ કરાઇ છે.

૩. PM મોદીની ઇઝરાયેલ યાત્રાના બીજા દિવસે બંને દેશો વચ્ચે 7 મહત્વના કરાર થયા

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને PM મોદીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનો ફરી એક વખત ઉલ્લેખ કર્યો. PM મોદીએ પોતાના સંબોધનમાં નેતાન્યાહૂ અને તેમના પરિવારને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું જેને ઇઝરાયેલી વડાપ્રધાને તુરંત સ્વીકારી લીધું. બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધો ઉપરાંત વૈશ્વિક સમસ્યાઓ ઉપર પણ સાથે મળીને કામ કરવાની વાત થઇ.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે 7 સમજૂતિઓ થઇઃ
1. 40 મિલિયન ડોલરના ભારત-ઇઝરાયેલ ઇન્ડસ્ટ્રીયલ R&D એન્ડ ટેક્નોલોજિકલ ઇન્વેન્શન ફંડ માટે MOU

2. ભારતમાં જળસંરક્ષણ માટે MOU

3. ભારતના રાજ્યોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે MOU

4. ભારત-ઇઝરાયેલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- કૃષિ માટે 3 વર્ષીય કાર્યક્રમની જાહેરાત

5. ઇસરો અને ઇઝરાયેલ વચ્ચે એટમિક ક્લોક માટે સહયોગની યોજના

6. GEO-LEO ઓપ્ટિકલ લિન્ક માટે MOU

7. નાના સેટેલાઇટ્સની વીજળી માટે MOU

-પ્રશાંત ભટ્ટ
Educational Point