Tuesday, 4 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 05-07-2017

અહીંથી તમે તારીખ ૦૪-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. PM મોદીની અનોખી પહેલ, દેશના યુવાવર્ગ માટે લખશે પુસ્તક

આ પ્રકારનો પહેલો પ્રયાસ કરનાર વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના યુવા વર્ગને માટે એક પુસ્તક લખશે. આ પુસ્તકમાં PM મોદી એક્ઝામ સ્ટ્રેસ, એક્ઝામ પછી શું કરવાનું? જેવા મુદ્દાઓ પર પોતાની વાત કહેશે. પેન્ગિવન રેન્ડમ પબ્લિકેશ હાઉસે જણાવ્યુ કે, આ પુસ્તકને કેટલીય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે અને સાથે જ આ પુસ્તક માર્કેટમાં 2019 સુધી આવશે તેવી શક્યતાઓ બતાવી છે.

૨. McDonald'sને બટાકા વેંચી આ ગુજ્જુ ખેડૂત કરે છે કરોડોની કમાણી

આવો જ એક ખેડૂત ગુજરાતમાં છે. જે મેકડોનાલ્ડ્સ કંપનીને બટાકા આપી કરે છે કરોડોની કમાણી. ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ અમીરગઢ તાલુકાના રામપુર વડલા ગામમાં રહેતા ઈસ્માઈલબાઈ રહીમભાઈએ બીકોમ સુધી અભ્યાસ કરેલો છે. તેમના માતા-પિતાની ઈચ્ચા હતી કે તે કોઈ નોકરી કરે, પરંતુ તેમનું મન હંમેશા ખેતીને પોતાનો વ્યવસાય બનાવવા માંગતા હતા. તેમણે પરંપરાગત ખેતી શરૂ કરી, આજથી લગભગ 15 વર્ષ પહેલા તેઓ મેક ડોનાલ્ડ્સ અને પછી મેક કેન જેવી સાથે સંપર્કમાં આવ્યા. આ કંપનીઓ સાથે તેમણે કોન્ટ્રાક્ટ કરી ઉત્તમ ક્વોલીટીના ફ્રેચ ફ્રાઈઝ અને આલૂ ટ્ક્કી માટે બટાકા વાવવાનું શરૂ કર્યું. આવકની ગેરન્ટીના કારણે તેઓએ નવી પદ્ધતી અપનાવી નવા નવા પ્રયોગો કરી સફળ ખેતી કરી. એક રિપોર્ટ અનુસાર હાલમાં શેરૂભાઈ પાસે લગભગ 400 એકર ખેતી લાયક જમીન છે. જેમાં કેતી કરી હાલ તેઓ વર્ષે કરોડોની કમાણી કરે છે.

૩. મોદી-ટ્રમ્પની દોસ્તી રંગ લાવી : અમેરિકાના 53 ઍરપોર્ટ પર ભારતીયોનું ચૅકિંગ નહીં થાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યાં તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત લીધી હતી. બંને નેતાઓ એકબીજાને ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ગાઢ બને તેવી પ્રોમિસ આપી હતી. તેની અસર હવે દેખાવાની શરૂ થઇ ગઇ છે, અમેરિકામાં ભારતીય નાગરિકોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગામમાં જગ્યા આપવામાં આવી છે, હવે ભારતીયો પણ અમેરિકામાં પ્રી-અપ્રૂવલ, લો-રિસ્ક યાત્રીઓનું દરજ્જો મળશે.

૪. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી: NDAના ઉમેદવારની યાદીમાં આનંદીબહેન પટેલ રેસમાં સૌથી આગળ

નવી દિલ્હી- દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે નોટિફિકેશન રજૂ કરવામાં આવશે. તેની સાથે જ ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ જશે. સાથે આ પદના ઉમેદવારોને લઈને પણ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. મળતી માહિતી મુજબ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ NDA તરફથી કેટલાંક નામ અંગે ચર્ચા  કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ અને મણિપુરના ગવર્નર તેમ જ લઘુમતી બાબતોના ભૂતપૂર્વ પ્રધાન નજમા હેપતુલ્લાનું નામ ચર્ચામાં સૌથી આગળ છે.
આનંદીબહેન પટેલ
ગુજરાતના તત્કાલીન સીએમ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં કાર્યભાર સંભાળ્યા બાદ આનંદીબહેન પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતાં. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનવાનું પણ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આનંદીબહેને લગભગ બે વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.
નજમા હેપતુલ્લા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે રહ્યાં છે. વર્ષ 1986થી 2012 દરમિયાન તેઓ પાંચ વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. ઉપરાંત 16 વર્ષ સુધી સતત તેઓ રાજ્યસભાના વાઈસ પ્રેસિડેન્ટ પણ રહ્યાં છે. ઓગસ્ટ 2007માં 13માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ હામીદ અંસારી સામે લડ્યાં હતાં. જોકે 233 મતોથી તેમનો પરાજય થયો હતો. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી સતત બે ટર્મથી આ પદ પર છે. આગામી 10 ઓગસ્ટના રોજ તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.
કોણ કરી શકે મતદાન?
રાજ્યસભામાં 233 ચૂંટાયેલા સભ્યો છે અને 12 નોમિનેટેડ સભ્યો છે જ્યારે લોકસભામાં 543 ચૂંટાયેલા અને 2 નોમિનેટેડ સભ્યો છે. આમ રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા તેમજ નોમિનેટેડ 790 સાંસદો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 5 ઓગસ્ટે 790 સાંસદો દ્વારા દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે. 10 ઓગસ્ટે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીનો કાર્યકાળ પૂરો થાય છે તે પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જણાવ્યું છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 790 માંથી 393 મતની જરુર હોય છે. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના ચેરમેન તરીકે પણ ફરજ બજાવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ જણાવ્યું છે કે, કોઈપણ રાજકીય પક્ષ તેમના સાંસદોને કોઈ નિશ્ચિત ઉમેદવારને મત આપવા માટે વ્હીપ જારી કરી શકશે નહીં.

૫. મોદીએ વડનગરમાં જ્યાં ચા વેચી હતી તે ટી સ્ટોલ હવે ટૂરિસ્ટ સ્પોટ બનશે

નવીદિલ્હી/અમદાવાદ: ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર જે ચાની દુકાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નાનપણમાં ચા વેચતા હતા એ દુકાનને હવે કેન્દ્ર સરકાર પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે. સંસ્કૃતિ અને પ્રવાસન પ્રધાન મહેશ શર્માએ જણાવ્યું હતું કે વડનગર રેલવે સ્ટેશનની અંદર એક નાનકડી ચાની દુકાન છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત આ ચાની દુકાનથી કરી હતી.
અમે એવું ઈચ્છીએ છીએ કે આ ચાની દુકાનને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરને દુનિયાના નકશા પર લાવવાની એક વ્યાપક યોજના હેઠળ ચાની આ દુકાનને પ્રવાસન સ્થળમાં તબદિલ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય:-  

૧. ન્યુ યોર્ક: ટીવી એશિયાના એચ.આર. શાહના પદ્મશ્રીસમ્માન પછીનો ઉત્સવ

ન્યુ યોર્કઃ રવિવાર, 2 જુલાઈની સમી સાંજે ન્યૂ યૉર્કના વૈષ્ણવ ટેમ્પલમાં પૂજ્ય મોરારિ બાપુએ ટીવી એશિયાના એચ.આર. શાહનું સમ્માન કર્યું હતું.
હસમુખ (એચ.આર.) શાહને પદ્મશ્રીખિતાબ મળ્યો એનો ઉત્સવ ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નૉર્થ અમેરિકા તથા વૈષ્ણવ ટેમ્પલ ઑફ ન્યુ યોર્ક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઊજવવામાં આવ્યો હતો.
આ અવસરે સુગમ સંગીત બેલડી ઉદય મઝુમદાર-રેખા ત્રિવેદી તથા ફાલુ શાહે સુંદર ભક્તિ પદ રજૂ કર્યાં હતા. જ્યારે ડેનવરમાં રામકથાની પૂર્ણાહુતિ બાદ ન્યુ યોર્ક ખાસ આ કાર્યક્રમ માટે પધારેલા પૂજ્ય બાપુએ આશીર્વચન આપ્યાં હતા.

૨. ઈઝરાયેલની સીમાએ સૈનિકો નહીં પણ મશીનો કરે છે પેટ્રોલીંગ

૩. PM મોદીને ઈઝરાયલમાં મળશે US પ્રેસિડેન્ટ-પોપ જેવું સન્માન, હિન્દી ગીતો ગુંજશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઈઝરાયલ પ્રવાસે જવા રવાના થઈ રહ્યા છે. 70 વર્ષમાં ઈઝરાયલ જનારા પ્રથમ પીએમ છે. 4થી 6 જુલાઈ દરમિયાનની આ મુલાકાતમાં ઇઝરાયલના પીએમ નેતાન્યાહુ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવા હાજર રહેશે. નેતાન્યાહુ મોદી સાથે દરેક કાર્યક્રમમાં હાજરી આપશે.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મોદી વચ્ચે ડિફેન્સ, સાઈબર સિક્યુરીટ સહિત અનેક મહત્વના કરાર થઈ શકે છે. ઇઝરાયલમાં તેમને યુએસ પ્રેસિડેન્ટ અને પોપ જેવું સન્માન આપવામાં આવશે. મોદી સાથે નેતન્યાહૂ ઘણાખરા કાર્યક્રમમાં સાથે હશે તેવું પ્રથમ વખત બનશે.

૪. દ્વારકાનાં મીઠાપુરની યુવતી USની એરલાઈન્સની વાઈસ પ્રેસિડન્ટ

દ્વારકાના મીઠાપુરમાં ભણેલી મહિલા અમેરિકન એરલાઈન્સની વાઈસ પ્રેસિડન્ટ બની ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મીઠાપુરની પૂર્વ વિધાર્થિની પૂનમ મોહનની ઈન્ફો ટેક અમેરિકન એરલાઈન્સના વાઈસ પ્રેસિડન્ટપદે વરણી કરવામાં આવી છે. પૂનમ મોહન પહેલા એર ઈન્ડિયામાં કામ કરતાં હતાં. તેઓ અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. પૂનમે અમેરિકામાં ડંકો વગાડતાં મીઠાપુરના ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો વધતો જાય છે તે ગૌરવની બાબત છે.

રમત ગમત:-  
૧. ટેબલ ટેનિસમાં સુરતની ફિલઝાહને બેવડી સફળતા
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ આયોજિત સેકન્ડ સ્ટેટ રેન્કિંગમાં સુરતની ફિલઝાહ ફાતેમા સૈયદે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સુરતનું નામ રોશન કર્યું છે. અન્ડર ૧૮ તેમજ અન્ડર ર૧ યુથ ગર્લ્સમાં ફિલઝાહે નજીકના હરીફોને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને પોતાના કાર્યકાળનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં સુરતની જ સંસ્કૃતિએ બીજુ સ્થાન પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું હતું. ફિલઝાહની બેવડી સિદ્ધિથી મુસ્લિમ સમુદાય પણ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે.
 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક

૧. GST લાગુ થયા બાદ તામિલનાડુનાં 1000 થિયેટર્સ બંધ, કમલ હાસને આપ્યુ સમર્થન

તામિલનાડુમાં જીએસટી સિવાય 30 ટકા વધુ સ્થાનિક ટેક્સ લગાવવાનાં વિરોધમાં સોમવારનાં રોજ લગભગ 1000 થિયેટર્સ બંધ રહ્યાં. આ વધારાનાં કરનાં કારણે તામિલનાડુનાં થિયેટર માલિકો ખુબ વિરોધ કરી રહ્યા છે. આ સાથે જ નિર્દેશક-એક્ટર કમલ હાસન પણ આ વિરોધમાં જોડાઇ ગયા છે.

૨. મહાત્મા ગાંધીજીના અલભ્ય પોટ્રેટ-પત્રોનું બ્રિટનમાં લિલામ

લંડન : મહાત્મા ગાંધીજીના જીવનકાળ દરમિયાન ૧૯૩૧માં પૅન્સિલથી એક પોટ્રોટ દોરવામાં આવ્યું હતું. જેની અત્યાર સુધી કોઈને માહિતી ન હતી. હવે સૉથબી દ્વારા આવતા અઠવાડિયે તેનું લિલામ કરવામાં આવશે. આ અલભ્ય પોટ્રેટના ૮,૦૦૦ અને ૧૨,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ ઉપજશે. સૉબી દ્વારા ૧૧ જુલાઈએ આયોજિત કરવામાં આવેલા લિલામમાં સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝના મોટા ભાઈ શરત ચંદ્ર બોઝને ગાંધીજીએ સ્વહસ્તે લખેલા પત્રોનો સમાવેશ કરવામાં આવશે.

૩. ઈઝરાયેલ પ્રવાસે જનારા મોદી પ્રથમ ભારતીય પીએમ, ડિફેન્સક્ષેત્રે થશે મહત્વના કરાર

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ઈઝરાયેલ પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. કારણ કે પીએમ નરેન્દ્ર મોદી ઈઝરાયેલ પ્રવાસે જનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમના આ પ્રવાસથી ભારતની ડિફેન્સ નીતિમાં નવો અધ્યાય જોડાશે તેમ માનવામાં આવી રહ્યું છે. તો રાજકીય રીતે પણ પીએમ મોદીનો ઈઝરાયેલ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
અન્ય:-  

૧. વિશ્વનું સત્તરમું સૌથી મોટું રણ : થાર

ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે ઓળખાતું થારનું રણ દુનિયાભરનંુ સત્તરમંુ સૌથી મોટંુ રણ છે. અલબત્ત ભારતનું સૌથી મોટંુ રણ હોવાના કારણે તેને ભારતભરમાં ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઉપખંડના ઉત્તર-પિૃમ ભાગમાં આવેલું આ રણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કુદરતી સરહદ બનાવે છે. આ રણનો ૮૫ ટકા ભાગ ભારતમાં આવે છે, જ્યારે ૧૫ ટકા ભાગ પાકિસ્તાનમાં આવે છે. ભારતમાં, તે આશરે ૩૨૦,૦૦૦ કિ.મી. ૨ (૧૨૦,૦૦૦ ચો માઈલ) આવરી લે છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ ૧૦% હિસ્સો ધરાવે છે. થારનું રણ વિશ્વનુ ૧૭મા ક્રમાંકનું સૌથી મોટું રણ હોવાની સાથે સાથે તે વિશ્વનું ૯મા ક્રમાંકનું સૌથી મોટું ઉષ્ણકટિબંધીય રણ છે.

૨. યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની આજે ૧૧૫ મી પુણ્યતિથિ

સ્વામી વિવેકાનંદની આજે પુણ્યતિથી છે. સ્વામી વિવેકાનંદે ધર્મ અને વિજ્ઞાનનાં સમન્વયના દર્શનના માધ્યમથી ભારતીય ધર્મને વિશ્વ પટલ પર નવી ઓળખ અપાવી છે. તેમણે અંધવિશ્વાસ અને નાત-જાતનો વિરોધ કરીને એક સદી પહેલાં જ પ્રગતિશીલ ભારતનો પાયો નાંખ્યો હતો.
-પ્રશાંત ભટ્ટ
Educational Point