Monday, 3 July 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 04-07-2017

અહીંથી તમે તારીખ ૦૩-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. હુકકાબાર પર પ્રતિબંધ મૂકવાના સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી

રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકી શકાશે: ગુનો કોગ્‍નીઝેબલ ગણાશે

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, રાજ્યના યુવાધનને નશાખોરીની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવા માટે, હુક્કાબારના દૂષણને ડામવા માટે કાયદામાં સુધારો કરીને હુક્કાબાર પર પ્રતિબંધ મુકવા ગુજરાત વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરીને રાજ્યપાલને મોકલવામાં આવ્યુ હતું. રાજ્યપાલ દ્વારા આ સુધારા વિધેયકને રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યું હતું. જેને રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી છે. જેના પરિણામ સ્‍વરૂપે રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકવાનો આ મહત્‍વનો નિર્ણય કરાયો છે. હવેથી આ ગુનો કોગ્‍નીઝેબલ ગુનો ગણાશે અને હુક્કાબાર ચલાવનારાઓ સામે પણ કડક હાથે પગલાં લેવાશે.

Gujarat Election 2017 : અમદાવાદ શહેરની Amraiwadi વિધાનસભા બેઠક પરપટેલ અને દલિત મતદારો પ્રભાવી

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 10 બેઠકો કોંગ્રેસે જીતી, ભાજપને 3 બેઠકો

વિશ્વમાં સુરક્ષા માટે દિલ્હીનું IGI અેરપોર્ટ નંબર વન બન્યું

નવી દિલ્હી: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષાને િવશ્વના અન્ય એરપોર્ટની સરખામણીમાં સૌથી બેસ્ટ માનવામાં અાવી છે. વર્લ્ડ ક્વોલિટી કોંગેસ (ડબ્લ્યુક્યુસી)અે તેને બેસ્ટ એરપોર્ટ સિક્યોરિટીનો દરજ્જો અાપ્યો છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઅાઈએસએફ) દિલ્હીના અેરપોર્ટની સુરક્ષાની જવાબદારી સ્વીકારે છે.

૫. ગુજરાતમાં સૌપ્રથમવાર અમલ, અલ્ટ્રાસોનિક કેમેરા કલાક પહેલાં આપશે પૂર ચેતવણી

વલસાડ :  નદીકિનારાના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાના બનાવને લઇ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેકટર દ્વારા ઔરંગાનદી ઉપર અલ્ટ્રા સોનિક કેમેરા લગાવવામાં આવ્યા છે. જે પૂરની આગાહી તંત્રને એક કલાક પહેલાં જ આપી દેશે.વલસાડ શહેરના છીપવાડ, દાણાબજાર,લીલાપોર, તરીયાવાડ, આંધીયાવાડ, હનુમાન ભાગડા પિચીંગ જેવા વિસ્તારો ઔરંગા નદીમાં પાણીનો વધારો થતાં પાણીમાં ગરકાવ થઇ જતા હોય છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેમાં લોકોને ઘરવખરીના સામાનને નુકસાન પહોંચે છે.

૬. અમદાવાદ ખાતેની પ્રથમ સાઇબર ટોકમાં ૬૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

એસવાયએનજે - ઇન્ટેલ સર્વિસીસ એન્ડ સોલ્સુશન્સ પ્રા.લી. દ્રારા નેશનલ સાઇબર ડીફેન્સ રીસર્ચ સેન્ટર અને કાઉન્સીલ ઓફ ઇન્ફોરમેશન સાથે મળી ને ગુજરાત ની પ્રથમ સાઇબર ટોક સાઇબરટોક વીથ રક્શીત ટંડનઇવેન્ટ નું આયોજન અમદાવાદ ખાતે ના ઠાકોરભાઇ દેશાઇ હોલ ખાતે કરવામા આવ્યું.આ ટોક નો મુખ્ય હેતું જાહેરજનતા અને ઇન્ડસ્ટ્રી ના લોકો ને સાઇબર ક્રાઇમ, સાઇબર અટેક, વુમન સિક્યોરીટી, ચાઇલ્ડ ઓનલાઇન સેફ્ટી, કોર્પોરેટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સાઇબર સિક્યોરીટી, નેશ્નલ સિક્યોરીટી અને ઓનલાઇન ફ્રોડ અને તેનું નિવારણ અને નાણાકીય નુંકશાન વગર કઇ રીતે સુરક્ષીત અને સલામત રહી શકાય તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો.

૭. પ્રણવદા વિશેના પુસ્તકનું વિમોચન

આવતી 25 જુલાઈએ સેવાનિવૃત્ત થનાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વિશે અંગ્રેજીમાં તસવીરો સાથે તૈયાર કરાયેલા પુસ્તક પ્રેસિડન્ટ પ્રણબ મુખરજી અ સ્ટેટ્સમેનનું 2 જુલાઈ, રવિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમોચન કર્યું હતું. એ પ્રસંગે મુખરજી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી તથા અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.








આંતરરાષ્ટ્રીય:-  

.૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે જવા વાળા ભારતના પ્રથમ વડા પ્રધાન

નરેન્દ્ર મોદી મંગળવારે ઇઝરાયેલની મુલાકાતે જનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે. તેઓ મંગળવારે ઇઝરાયેલ પહોચશે. આ ઇઝરાયેલ મુલાકાત સંબંધોને દ્રઢ કરવા અને અબજો ડોલરના સંરક્ષણ સોદા માટે છે.



રમત ગમત:-  

આજથી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપની શરૂઆત

એન્ડી મરે સતત બીજી વખત ટ્રોફી જીતવા તૈયાર
સેરેના રમશે નહીં : ફેડરર, નડાલ, જોકોવિક તેમજ એન્ડ મરે ફાઇનલ પહેલાં આમનેસામને આવે તેવી સંભાવના

વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડેમાં MS Dhoni ના નામે નોધાયો શરમજનક રેકોર્ડ

ભારતને વેસ્ટ ઇન્ડીઝ સામે ચોથી વનડેમાં ૧૧ રનથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની સાથે મહેન્દ્ર સિંહ ધોનીના નામે એક શરમજનક રેકોર્ડ નોધાઇ ગયો છે. મેચની ૪૬ મી ઓવરમાં કેસરિક વિલિયમ્સની પ્રથમ બોલ પર એક રન લઈને ૧૦૮ બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ માત્ર તેમની વનડે કારકિર્દી નહિ પરંતુ છેલ્લા ૧૬ વર્ષમાં કોઈ પણ ભારતીય દ્વ્રારા ફટકારવામાં આવેલી સોથી ધીમી અડધી સદી પણ છે. આ અગાઉ ભૂતપૂર્વ ઓપનર સદગોપન રમેશે ૧૯૯૯ માં કેન્યા સામે સોથી અડધી સદી ફટકારી હતી. આ યાદીમાં ત્રીજા નંબર પર ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી છે, જેમને ૧૦૫ બોલમાં શ્રીલંકા સામે ૨૦૦૫ માં અડધી સદી ફટકારી હતી. 

૩. Women's WC: ભારતે પાક.ને 95 રને પછાડી સર્જી જીતની હેટ્રિક

ડર્બી-ભારતની મહિલા ટીમ પાકિસ્તાનને 95 રને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેને પાકિસ્તાન વિરૂદ્ધ વન ડેમાં ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. હાલમાં મહિલા વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાનની પુરૂષ ટીમે ચેમ્પિટન ટ્રોફીની ફાઇનલમાં ભારતને માત આપી હતઈ.

૪. જર્મનીએ પહેલી વાર કન્ફેડરેશન કપ જીત્યો




 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક

૧. ટ્રંપ-મોદીની મુલાકાત રંગ લાવી, USએ ગાર્જિયન ડ્રોન આપવાનું લાઈસન્સ જાહેર કર્યું

નવી દિલ્લી: અમેરિકાના સરકારી સૂત્રોના મતે વિદેશ વિભાગે ભારતને 22 પ્રીડેટર ગાર્જિયન ડ્રોન ખરીદવા મામલે અનિવાર્ય લાઈસન્સ જાહેર કરી દીધું છે. આ કદમ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી પહેલી દ્ધપક્ષિય મુલાકાતના થોડાક દિવસો પછી જ ઉઠાવવામાં આવ્યું છે.

૨. દેશના સૌ-પ્રથમ મેગા ટેક્સટાઇલ ફેર – 2017નું સમાપન, 62 સમજૂતી કરાર થયા

2500 દેશના ઉદ્યોગકારો – 1000 આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારો અને 25 હજાર જેટલા મુલાકાતીઓએ ટેક્સટાઇલ ફેર નિહાળ્યો.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા સીઆઇઆઇના સહયોગથી ગુજરાતસરકારના યજમાનપદે યોજાયેલાં દેશના સૌ-પ્રથમ મેગા ટેક્સટાઇલ ફેર-2017નું સમાપન થયું છે. ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહનની સાથે ટેક્સટાઇલ ક્ષેત્રે શિક્ષણ, તાલીમ અને સંશોધન અંગે ત્રિદિવસીય માર્ગદર્શક સેમિનારનું આયોજન પણ થયું. તો..ટેક્સટાઇલ ઉદ્યોગને વેગ આપવા વણકર અને હેન્ડીક્રાફ્ટ સહિતના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સંદર્ભે ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન પણ થયું. ટેક્સટાઈલ ક્ષેત્રે મૂડી રોકાણની વિશેષ તક રહેલી છે.



અન્ય:-  

૧. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ: જયપુરનું જંતરમંતર

રાજસ્થાનના જયપુરમાં આવેલું જંતરમંતર ૧૯ ખગોળીય સાધનોનું સંગ્રહસ્થાન છે. આ સાધનો ઈ.સ. ૧૭૩૪માં સવાઇ જયસિંહે બંધાવેલા વિરાટ કદના બાંધકામ છે.
આકાશનું અવલોકન, સમય, ગ્રહોની સ્થિતિ, વિગેરેનો સચોટ અભ્યાસ આ સાધનો દ્વારા થાય છે. તેમાંનું સમ્રાટ યંત્ર એક વિરાટ સૂર્ય ઘડિયાળ છે અને આજે પણ ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે. જંતરમંતરમાં ૧૯ યંત્રો છે.
(૧) ચક્રયંત્ર: વચ્ચે સ્થંભવાળી આ સૂર્ય ઘડિયાળ ગ્રીનીચ ટાઇમ સાથે મેળ કરીને દિવસમાં ચાર વખત ચોક્કસ સમય દર્શાવે છે.
(૨) દક્ષિણ ભીત્તી યંત્ર: ગ્રહો અને અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર અને ઊંચાઇ દર્શાવે છે.
(૩) દિગંશા યંત્ર: બે વર્તુળાકાર દીવાલ વચ્ચે ઊભેલો આ સ્તંભ સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય દર્શાવે છે.
(૪) ધ્રુવદર્શક પટ્ટિકા: અન્ય ગ્રહોની દૃષ્ટિએ ધ્રુવના તારાનું સ્થાન દર્શાવે છે.
(૫) જયપ્રકાશ યંત્ર: બે મોટા બાઉલ આકારના બાંધકામમાં આકાશ મંડળનું પ્રતિબિંબ જોવા મળે છે.
(૬) કપાલી યંત્ર: અવકાશી પદાર્થો અને ગ્રહોની સ્થિતિ દર્શાવે છે.
(૭) ક્રાંતિવૃત્ત ચક્ર: ગ્રહોના અક્ષાંશ અને રેખાંશ માપવા ઉપયોગી છે.
(૮) લઘુ સમ્રાટ અને વિરાટ સમ્રાટ યંત્રો: આ બે સૂર્ય ઘડિયાળો છે. વિરાટ સમ્રાટ યંત્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી પડતા પડછાયાના આધારે ચોકસાઇપૂર્વક સમય દર્શાવે છે.
(૯) આ ઉપરાંત રામયંત્ર, પલ્ભ યંત્ર, મિશ્ર યંત્ર, કાનાલી યંત્ર પણ અવકાશ દર્શન માટે ઉપયોગી થાય તેવા નાના યંત્રો છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point