અહીંથી તમે તારીખ ૦૨-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
1 ગુજરાતમાં 5 અને 12 જૂલાઈના રોજ નહી મળે
પેટ્રોલ-ડીઝલ, જાણો
કેમ
નવી દિલ્લી: દરરોજ બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં
ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન 5 જૂલાઈના રોજ પેટ્રોલની ખરીદી નહી કરે. આ
નિર્ણય ભારત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. 5 જૂલાઈના રોજ સમગ્ર ભારતમાં ખરીદ વેચાણ પર રોક
લગાવવામાં આવી છે.
તે સિવાય 12 જૂલાઈના રોજ ખરીદ વેચાણ બંધ કરવાની જાહેરાત
કરવામાં આવી છે. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે નિયમિતતા લાવવાની માંગ 16 જૂનથી 1 જુલાઈ સુધી પેટ્રોલ ડિલર્સ એસોસિએશનને 2000 કરોડનું નુકસાન થયો હોવાનો અંદાજ છે.
2 કેન્દ્રીયમંત્રીનો આરોપ- કોહલી
અને યુવરાજે ફિક્સ કરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આઈસીસી
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ફિક્સ કર્યાનો આરોપ લગાવ્યો છે. તેમને શનિવારે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર યુવરાજસિંહ ઉપરાંત ટીમના બાકી ખેલાડીઓ પર પાકિસ્તાન વિરૂદ્ધ ફાઈનલ
મેચને ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમને આ બાબતે તપાસની માંગ કરી છે.
3 ભારતનો કપાસ વિશ્વમાં
સર્વ શ્રેષ્ઠ છે : ભારત કપાસ ઉત્પાદનમાંKING OF COTTON હતો, છે અને રહેશે
ટેક્ષટાઇલ્સ ઇન્ડિયા-૨૦૧૭ના ઉપલક્ષ્યમાં
કોટન વિષયક યોજાયેલા સેમિનારમાં દેશ વિદેશના સંશોધકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગકારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
4 સુરતની મહિલાઓ હવે
ચલાવશે રિક્ષા , જાણો
આખી વાત
સુરત શહેરમાં મહિલાઓને સુરક્ષિત મુસાફરી અર્થે
મહિલાઓ દ્વારા સંચાલિત પિંક ઓટો રીક્ષા યોજનાનો શુભારંભ ગુજરાત રાજ્યના મુખ્ય
મંત્રી વિજય ભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. સુરત મહાનગર પાલિકાએ શરુ કરેલો પિંક
ઓટોરીક્ષા પ્રોજેક્ટ આજથી સુરતમાં શાનથી દોડશે સુરક્ષા,રોજગાર અને સ્વાભીમાનનો ત્રીચક્રીય રથ. રીક્ષા
ચલાવવા માટે મનપા દ્વારા ૭૦ મહીલાને ટ્રેનિંગ આપાઈ રહી હતી. તેમને તાલીમ લાઈસન્સ
અને રીક્ષાની લોન મેળવવામાં પણ મનપા મુખ્ય ભૂમિકા ભજવી રહી..
5 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
૬૫ ઉમેદવાર, ખેડૂતથી
લઈને ચા વેચનારાનો સમાવેશ
નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (Presidential Election)ની ચર્ચા આજકાલ જોરશોરથી ચાલી રહી છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામની વાત આવે તો આપણા મનમાં એનડીએના રામનાથ કોવિંદ
અને વિપક્ષ યુપીએની તરફથી મીરાં કુમારના નામ જ સામે આવશે. પરંતુ આ રાષ્ટ્રપતિની
ચૂંટણીમાં ઉપરોક્ત બે મુખ્ય ઉમેદવારો ઉપરાંત કલાર્કથી લઈને ખેડૂત અને ચા વેચનારા
જેવા ૬૫ લોકોએ રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી નોધાવી છે.
6 11 જુલાઈએ પ્રથમ બજેટ રજુ
કરશે Yogi સરકાર, નવી યોજનાઓની કરશે
જાહેરાત
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત
હાંસલ કર્યા બાદ મુખ્યમંત્રી Yogi આદિત્યનાથની આગેવાનીમાં બનેલ ભાજપ સરકાર ૧૧ જુલાઈએ પોતાનું પ્રથમ બજેટ
વિધાનસભામાં રજુ કરશે. વિધાનસભાનું બજેટ સત્ર ૧૧ જુલાઈથી ૨૮ જુલાઈ સુધી ચાલશે અને
સત્રના પહેલા જ દિવસે બજેટ રજુ કરવામાં આવશે.
7. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
પર બનેલી પેનલની અધ્યક્ષતા કરશે કે. કસ્તૂરીરંગન
નવી શિક્ષણ નીતિ પર કામ કરવા માટે માનવ સંસાધન
વિકાસ મંત્રાલયે અવકાશ વૈજ્ઞાનિક કસ્તૂરીરંગનના નેતૃત્વમાં એક નવી સમિતિની રચના
કરી છે. આ સમિતિમાં 9 સભ્ય હશે. મંત્રાલયે જુદી જુદી વિશેષતા અને
શૈક્ષણિક યોગ્યતા ધરાવતા લોકોને આ સમિતિમાં સામેલ કર્યા છે. આ સમિતિ ભારતની શિક્ષણ
નીતિની નવરચના માટે કામ કરશે.
આંતરરાષ્ટ્રીય:-
૧ ગૂગલ લોન્ચ કરશે ટૂંક સમયમાં ડેટા સેવિંગ એપ ‘ટ્રાઇએન્ગલ’
મોબાઇલ ડેટા યૂઝ કરનારા લોકો માટે સૌથી મોટું
ટેન્શન એ જ હોય છે કે કઇ રીતે ડેટાને મેનેજ કરે? મોટેભાગે આખો દિવસ નેટ ઑન રહેવાને કારણે ડેટા
ક્યારે ખત્મ થઇ જાય છે, તે ખબર જ નથી પડતી. પ્લે સ્ટોરમાં એવી કેટલીય
એપ્સ છે જે ડેટાને મેનેજ કરવામાં મદદ કરી શકે છે.હવે ગૂગલ પણ ડેટા સેવિંગ એપ લાવશે
,જે તમને મોબાઇલ ડેટા બચાવવા માટેનું કમ્પલીટ
સોલ્યુલશન આપશે.
2 ચીનમાં ટૂથપિક ક્રોસબો રમકડાં પર પ્રતિબંધ
ચીનમાં ભયજનક રમકડાં ટૂથપિક ક્રોસબો (ધનિષ
બાણ) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધનો કડક અમલ કરતા સમગ્ર દેશની
રમકડાંની દુકાનોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધનુષ આકારના આ રમકડાથી બાળકો
ખીલી અથવા કોઈ પણ અણીદાર વસ્તુ છોડી શકે છે. વર્તમાન અઠવાડિયામાં જ ચીનમાં બાળકો
પાસે આ રમકડા ફરજિયાત બનાવવામાં આવ્યા હતાં.
રમત
ગમત:-
1. નાઇક્રેકની રેકોર્ડ
બોલિંગ સામે વિન્ડિઝ હાર્યું, દક્ષિણ આફ્રિકાનો 10 વિકેટથી વિજય
મહિલા વિશ્વ કપ ક્રિકેટ 2017ની 12મી મેચમાં નાઇક્રેકની રેકોર્ડ બોલિંગની મદદથી
દક્ષિણ આફ્રિકાએ વેસ્ટઇન્ડિઝને 10 વિકેટથી હાર આપી હતી.
અન્ય:-
1 પહેલી જુલાઈથી અમલી બની ગયા રેલવેના આ 10 નિયમ, જાણો છો તમે?
પહેલી જુલાઇથી દેશભરમાં જીએસટી અમલી બન્યા
સાથે રેલવેના ૧૦ નિયમો પણ અમલી બન્યા છે. તેમાં પેપરલેસ ટિકિટિંગ અને કન્ફર્મ
ટિકિટ આપવાનો પણ સમાવેશ થાય છે. નવા નિયમ મુજબ ચાલતી ટ્રેનમાં આરએસી ટિકિટ પણ
કન્ફર્મ માનવામાં આવશે. તે ઉપરાંત વેઇટિંગ લિસ્ટની ઉપાધિનો જ અંત આવ્યો છે. જે દશ
નવા નિયમ અમલી બન્યા છે તેની વિગત નીચે મુજબ છે.
(૧) પહેલી જુલાઇથી તત્કાલ ટિકિટ રદ કરાવતાં ૫૦
ટકા રકમ પરત આપવામાં આવશે.
(૨) ૧લી
જુલાઇથી તત્કાલ ટિકિટના નિયમોમાં પરિવર્તન આવ્યું છે. સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી
એસી કોચ માટે બુકિંગ થશે જ્યારે ૧૧થી ૧૨ વાગ્યા વચ્ચે સ્લીપર કોચ માટે બુકિંગ થશે.
(૩) પહેલી
જુલાઇથી રાજધાની અને શતાબ્દિ ટ્રેન માટે પેપરલેસ ટિકિટિંગ સુવિધા શરૃ થઈ. બંને
ટ્રેન માટે હવે ટિકિટ મોબાઈલ પર મોકલવામાં આવશે.
(૪) ટૂંક
સમયમાં રેલવે વિવિધ ભાષાઓમાં ટિકિટ ઇશ્યૂ કરશે. અત્યારસુધી રેલવે હિન્દી અને
અંગ્રેજી ભાષામાં જ ટિકિટ આપતી હતી.
(૫) ટિકિટની
અછત રહેતી હોવાથી પહેલી જુલાઇથી શતાબ્દિ અને રાજધાનીમાં કોચ સંખ્યા વધારવામાં આવી
છે.
(૬) જે
દિવસોમાં પ્રવાસીઓનો વધુ ધસારો રહેતો હોય તેવા દિવસોમાં વૈકલ્પિક રેલવે સમાયોજના
પ્રણાલી, સુવિધા ટ્રેન શરૃ કરવાની પણ યોજના છે.
(૭) રેલવે
મંત્રાલયે ૧લી જુલાઇથી રાજધાની, શતાબ્દિ, દૂરન્તો અને મેલ-એક્સ્પ્રેસ ટ્રેનના ધોરણે
સુવિધા ટ્રેન ચલાવવા નિર્ણય લીધો છે.
(૮) ૧લી
જુલાઇથી રેલવે પ્રીમિયમ ટ્રેન્સ બંધ કરવા જઈ રહી છે.
(૯) સુવિધા
ટ્રેનમાં ટિકિટ પરત કરતાં ૫૦ ટકા ભાડું પરત મળશે. તે ઉપરાંત એસી-૨ ટિકિટ પરત
કરાતાં ૧૦૦ રૃપિયા, એસી-૩ ઉપર ૯૦ રૃપિયા અને સ્લીપર ટિકિટ પર
પ્રતિ પ્રવાસી રૃપિયા ૬૦ કપાશે.
(૧૦) રેલવે
તરફથી દોડનારી સુવિધા ટ્રેનમાં પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટની સુવિધા અપાશે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point