અહીંથી તમે તારીખ ૦૧-૦૭-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
૧. વડોદરાની
કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ કારણે મચી ગઈ નાસભાગ, ત્રણ ગામોમાં એલર્ટ
વડોદરા નજીક
આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતની જીવન કેમિકલ કંપનીમાં 22 હજાર લિટરની હાઇડ્રોલીક ક્લોરિફાઇડ
એસિડ(એચ.સી.એલ.)ભરેલી ટાંકી પ્રચંડ ધડાકા સાથે ફાટતા વિસ્તારમાં હજ્જારો લિટર
હાઈડ્રોક્લોરિક એસિડ ઢોળાઈ ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસની કંપનીઓ ખાલી કરાવાઈ
હતી. એટલું જ આસપાસના ત્રણ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. એસિડમાંથી વછૂટી
રહેલા ગેસથી આસપાસના ગામોમાં અફરાતફરી મચી ગઇ હતી. ગામલોકોએ આંખોમાં બળતરા, ખાંસી, ઉલટીઓ અને શ્વાસોશ્વાસની ફરિયાદો કરી હતી.
એસિડમાંથી ઉત્પન્ન થઇ રહેલા ગેસને રોકવા માટે ફાયર બ્રિગેડ અને ગુજરાત પોલ્યુશન
કંટ્રોલ બોર્ડ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
૨. ઑસ્કર અવૉર્ડ્સની મેમ્બરશિપ માટે
બૉલીવુડની ૭ હસ્તીઓને આમંત્રણ
ધ ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ
સાયન્સ; જેને ઑસ્કર
અવૉર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે એના મેમ્બર તરીકે ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, સલમાન ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ અને ઇરફાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઑસ્કર અવૉર્ડ્સની
ગવર્નિંગ બૉડીમાં વીસ મેમ્બર્સ છે અને તેમણે ૨૦૧૬માં ૬૮૩ સેલિબ્રિટીઝને આમંત્રણ
આપ્યું હતું, જે ૨૦૧૭ માટે ૭૪૪
સેલિબ્રિટીઝ છે. ૨૦૧૫માં ઑસ્કર અવૉર્ડ્સ પર રંગભેદ વિશે આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેથી આ વર્ષે ઑસ્કર અવૉર્ડ્સની કમિટી દુનિયાભરની તમામ સેલિબ્રિટીઝનો એના મેમ્બર્સ
તરીકે સમાવેશ કરવા માગે છે. આ મેમ્બર્સમાં તમામ રંગ અને તમામ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના
સભ્યોને આમંત્રણ આપ્યું છે, જેમાં ઘણી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ મેમ્બર્સના કારણે આ અવૉર્ડ્સ
શોને એકદમ વિશ્વાસપાત્ર બનાવવામાં આવશે. આ વિશે ઇરફાન કહે છે, ‘ફિલ્મ બિઝનેસમાં ઑસ્કરથી મોટો કોઈ અવૉર્ડ
નથી. તેથી આ અવૉર્ડ્સ દ્વારા આમંત્રણ મેળવવું એ ગર્વની વાત છે. દુનિયાભરના ફિલ્મ
બિઝનેસના શ્રેષ્ઠ ઍક્ટર્સ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ટેક્નિશ્યન્સ સાથે મારું નામ જોઈને મને ખૂબ જ ખુશી થાય
છે. આ તમામ મેમ્બર્સ કઈ ફિલ્મને અવૉર્ડ આપવો એ માટે વોટિંગ કરશે અને આ વોટિંગના
આધારે ઑસ્કરની ગર્વનિંગ કમિટી જે-તે ફિલ્મને અવૉર્ડ આપશે.
૩. અમદાવાદમાં
એક્સલુઝિવ પ્રીથી ગેરંટી શોપનો પ્રારંભ
પ્રોડકટ ઈનેવેશનની દ્રષ્ટીએ કિચન
એપ્લાન્સીસ કેટેગરીમાં પાયોનિયર ગણાય છે તે પ્રીથી કિચન એપ્લાયન્સીસ દ્વારા
સ્ટાર બાઝાર અમદાવાદ ખાતે તેની એક્સલુઝિવ પ્રીથી લાઉન્જનો પ્રારંભ કરવામાં આવ્યો
છે. આ નવું લાઉન્જ એક એક્સલુઝીવ બ્રાન્ડેડ રિટેઈલ સ્ટોર બની રહેશે, જેમાં ગ્રાહકની પસંદગી માટે પ્રીથી ની
સમગ્ર શ્રેણી દર્શાવવામાં આવશે. સમગ્ર રાજ્યમાં માર્કેટ લીડરશીપ હાંસલ કરવાના
ધ્યેય સાથે પ્રીથી દ્વારા તેનો બિઝનેસ તાજેતરમાં ગુજરાતમાં વિસ્તારવામાં આવ્યો છે.
૪. ઈંડિગો અને BSFનું વિમાન સામ સામે
ટકરાતા બચ્યું, કેંદ્રીય
ગૃહ સચિવ રાજી મહર્ષિ વિમાનમાં હતા સવાર
૫. બહાદુર બાળા બદરુનીશા
બદરુનીશા કે
પી મૂળ કેરલની વતની છે. નાનપણથી જ દાદા પાસે બહાદુરીની વાર્તા સાંભળતી બદરુનીશાને
સ્વપ્નેય ખ્યાલ નહોતો કે બારમા ધોરણમાં તેની સાથે એવો બનાવ બનશે કે તેને તેની
બહાદુરી માટે એવોર્ડ આપવામાં આવશે. બન્યંુ એવંુ કે બદરુનીશાની બહેનપણી અને મિત્રની
માતા બંને તળાવના કિનારે ફરવા ગયાં હતાં. રવિવારનો દિવસ હતો રજાનો માહોલ અને મૂડ
બંને હોવાથી તળાવે ફરવાનો પ્લાન બની ગયો. તળાવના કિનારે ગયા બાદ વાતાવરણ વધારે
ખુશનુમા લાગવા માંડયંુ હતંુ. વરસાદી માહોલ હતો, તેથી તળાવનો કિનારો વધારે સુંદર લાગતો હતો.
જોકે સવારે વરસાદ પડી ગયો હોવાથી જગ્યા થોડી લપસણી થઇ ગઇ હતી. બદરુનીશા અને તેની
મિત્રની માતા કિનારે બેસીને નાસ્તો તૈયાર કરવામાં વ્યસ્ત હતાં.
૬. હિંમતનગરમાં એક સાથે ૮૦૦૦થી વધુ
લોકોએ સ્વચ્છતાના શપથ લીધા
૭. GST લાગુ થયા બાદ સૌથી
પહેલું બિલ મુંબઇમાંથી નિકળ્યું
મુંબઇ : દેશભરમાં જીએસટી લાગુ થઇ ચુક્યું છે. સંસદના
સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘંટી
વગાડીને જીએસટી લાગુ કર્યું હતું. જીએસટી લાગુ યા બાદ સૌથી પહેલું બિલ મુંબઇનાં
બિગ બજારમાંથી ઇશ્યું થયું હતું. નોંધનીય છે કે બિગ બજારમાં ચાલી રહેલ ભારે
ડિસ્કાઉન્ટ ઓફરનાં કારણે રાત્રે 12 વાગ્યે પણ ભારે ભીડ લાગી હતી.
૮. 3000 દિવ્યાંગોને ઘરે
પહોંચાડાશે સાધનો
દિવ્યાંગ
સહાયના મોટા સાધનો 40
ટ્રકમાં ભરી
કરાયાં રવાના,નોંધણી પ્રમાણેના સાધનો ચોકસાઈ કરીને અપાતા
વિલંબ થયો હોવાનું જણાવાયું
ગુરુવારે
રાજકોટમાં યોજાઈ ગયેલા વિશ્વના સૌથી મોટા દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં મોટી
ટ્રાયસિકલો તેમજ લારીઓ આપવામાં આવી હતી, તેની ઘરે જઈ ડિલિવરી આપવા માટે 40 ટ્રકનો કાફલો આજે રવાના કરવામાં આવ્યો હતો.
નોંધણીના દસ્તાવેજોની ચકાસણીને કારણે વિલંબ થયો હતો.
આંતરરાષ્ટ્રીય:-
૧. ભારતે યુએન પીસ બિલ્ડિંગ ફંડને 500,000
ડોલરનું
આપ્યું યોગદાન
ભારતે યુએન
પીસ બિલ્ડિંગ ફંડને 500,000
ડોલરનું
યોગદાન આપ્યું છે, આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રો શાંતિ માટે વધુ
ભંડોળ આપશે.
આ યોગદાન
વિશ્વ સંસ્થા દ્વારા શાંતિના પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.
ભારત
ડિસેમ્બર 2005માં આરંભ થયો ત્યારથી પીસબિલ્ડિંગ કમિશનના
સભ્ય તરીકે રહ્યાં છે અને અત્યાર સુધી પીસબિલ્ડિંગ ફંડમાં 5 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.
રમત
ગમત:-
૧. રાહુલ દ્રવિડ 2019 સુધી ભારત-એ અને અંડર-19નો કોચ બની રહેશે
નવી દિલ્હી – રાહુલ દ્રવિડ ભારતના અંડર-19 અને એ ટીમના કોચ તરીકે 2019 સુધી ચાલુ રહેશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ
બોર્ડે શુક્રવારે તેની જાહેરાત કરી હતી.દક્ષિણ આફ્રિકામાં રમાનારી ત્રિકોણીય વન-ડે
ક્રિકેટ સિરીઝ માટે ભારત-એ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.તેનું નેતૃત્વ મનીષ
પાંડે કરશે.જ્યારે પ્રવાસના ચાર દિવસીય મેચમાં ભારત-એ ટીમનું નેતૃત્વ કરુણ નાયર
કરશે.બીજી બાજુ અંડર-19
ટીમ જુલાઈમાં
ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.જ્યારે ભારત-એ ટીમ દક્ષિણ આફ્રિકામાં પોતાની પહેલી મેચ 26 જુલાઈએ રમશે.
૨. સૌથી ઝડપી ૧૫૦ વિકેટ લેનાર બીજા
ભારતીય બોલર બન્યા Ravichandran Ashwin
૩. India
Vs West Indies: વનડે
ક્રિકેટમાં 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા મહેન્દ્ર
સિંહ ધોની
૪. કોન્ફેડરેશન કપ :
મેક્સિકોને ૪-૧થી હરાવી જર્મનીનો ફાઇનલમાં પ્રવેશ
૫. ભારત વેસ્ટઇન્ડિઝને 93 રનથી હરાવી 2-0થી આગળ વધ્યું
આર્થિક
૧. મારુતિ કાર્સની કિમતમાં સત્તાવાર
રીતે મોટા ઘટાડાની જાહેરાત, એક્ટિવા
પણ બનશે સસ્તું
ગઈ કાલે મધરાતથી જીએસટી અમલમાં આવતા
મારુતિએ તેની કારના અમુક મોડલ્સ સસ્તા થયા હોવાની જાહેરાત કરી છે અને આ મતલબની
ટ્વિટ પણ કરીછે. આ સિવાય કેટલાક બાઇકની કિંમત પણ ઓછી થઈ છે. મારુતિની કેટલીક કાર
ત્રણ ટકા સસ્તી થઇ તો સિયાઝ, અર્ટિગા જેવી ડીઝલકારના ભાવમાં એક લાખનો વધારો પણ થઇ ગયો છે. મારુતિએ ત્રણ
ટકા ભાવઘટાડાની સત્તાવાર જાહેરાત આજે સવારે કરી છે. જેનાથી 5 લાખ સુધીની ગાડી 15,000 સસ્તી થઇ છે.
અન્ય:-
૧. વિકરાળ દેખાવનો કાચબો: એલિગેટર સ્નેપિંગ ટર્ટલ
કાચબો એ સૌથી
વધુ આયુષ્ય ભોગવનાર અજાયબ પ્રાણી છે. કાચબા જમીન પર રહેનારા અને પાણીમાં રહેનારા
એમ બે પ્રકારના થાય છે.
પાણીમાં
રહેનારા કાચબાની જાતમાં એલિગેટ સ્નેપિંગ ટર્ટલ સૌથી વજનદાર હોવા ઉપરાંત રાક્ષસી
દેખાવનું પ્રાણી છે.
શક્તિશાળી
જડબાં, સ્પ્રિંગ જેવી સ્થિતિસ્થાપક લાંબી ડોક અને
અત્યંત ખરબચડી સપાટીના કવચથી તે કદરૃપા દેખાય છે.
દક્ષિણ
અમેરિકાના જળાશયો અને દરિયાકિનારે આ કાચબા જોવા મળે છે. દોઢ થી બે ફૂટ લાંબા આ
કાચબા લગભગ ૧૫૦ કિલો વજનના હોય છે.
આ કાચબાના
શરીર ઉપરની ઢાલ જાડી અને વજનદાર હોય છે. આ કાચબા માંસાહારી છે. તે માછલી સહિત નાના
જીવોનો શિકાર કરે છે.
આ કાચબાની
જીભ માછલીઓને આકર્ષે તેવી હોય છે. તે જીભ બહાર કાઢીને માછલીને આકર્ષે છે. આ કાચબા
તેના કદ પ્રમાણે સૌથી શક્તિશાળી જળચર છે. તે નાના કદના મગરનો શિકાર પણ કરી શકે છે.
એલિગેટર
સ્નેપિંગ ટર્ટલ પાણીમાંજ રહે છે. જમીનપર આવતા નથી. તેના વિકરાળ દેખાવથી તેને
કાચબાની દુનિયાના ડાયનોસોર કહે છે.
૨. ગુજરાતમાં એક એવી કંપની જ્યાં
પટાવાળાથી માંડીને અધિકારી છે કરોડપતિ! નામ જાણવા કરો ક્લિક
હકીકતમાં
રવિરાજ ફોઇલ્ડ લિમિટેડ કંપનીએ અમદાવાદમાં ફેક્ટરી સ્થાપવા માટે જમીન સંપાદન કરી
હતી. કંપનીએ નક્કી કરેલા નિયમ પ્રમાણે જે લોકો પાસેથી જમીન લીધી હતી તેમને પોતાની
કંપનીમાં નોકરી આપી છે. જમીન સંપાદનના વળતર તરીકે ગામના લોકોને કરોડો રૂ. મળ્યા છે
અને સાથેસાથે તેમની યોગ્યતા પ્રમાણે ફેક્ટરીમાં સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ, ફોન મેન અને મજૂરી જેવી નોકરીઓ મળી છે. આ
ફેક્ટરીમાં 300
કર્મચારી કામ
કરે છે જેમાંથી 150
કરતા વધારે
કર્મચારીઓના બેંકના ખાતાઓમાં કરોડથી વધારે રૂ. છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point