અહીંથી તમે તારીખ ૩૦-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
૧. ભારત સાથે સી-17 જેટ વિમાનનો સોદો કરશે
અમેરિકા, પરિવહન
ક્ષમતામાં થશે વધારો
વોશિંગ્ટન- પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદ ટ્રમ્પ
પ્રશાસને વધુ એક નિર્ણય ભારતના પક્ષમાં લીધો છે. અમેરિકાએ ભારતને સી-17 માલવાહક જહાજ વેચવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાના રક્ષાવિભાગે જણાવ્યું છે કે, ભારતને આ માલવાહક વિમાન મળ્યા બાદ ભારતની
વર્તમાન અને ભવિષ્યની હવાઈ પરિવહન જરુરિયાતો પુરી કરવા મદદ મળશે અને પરિવહન
ક્ષમતામાં વધારો થશે.
૨. મીરા કુમાર આજે ગાંધી
આશ્રમની મુલાકાતે
યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર
આજે સવારે ગાંધી આશ્રમથી તેમની ઝુંબેશ શરૂ કરશે. તે ગુરુવારે સાંજે અમદાવાદ
પહોંચ્યા હતા. કૉંગ્રેસના નેતાઓ શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી અને અન્યોને આજે મળવાની
અપેક્ષા છે.
૩. સારવાર માટે ભારત
પહોંચ્યા કુવૈતના સુલતાન, આઠ
પત્નીઓ પણ પહોંચી
૪. આજે મધરાતથી દેશભરમાં GST
લાગુ, રોશનિથી ઝગમગી ઉઠશે
સંસદ, અમિતાભ, લતા મંગેશકર સહિતના દિગ્ગજો
રહેશે હાજર
નવી દિલ્હીઃ સંસદનું સેન્ટ્રલ હોલ આજે અડધી
રાતે રોશનીથી ઝગમગી ઉઠશે. જીએસટી લાગુ થવાના અવસર પર મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી
લઈને ઉદ્યોગ જગતની જાણીતી હસ્તીઓ રતન ટાટા અને સ્વર સામાજ્ઞ્રી લતા મંગેશ પણ હાજર
રહેશે. કાર્યક્રમ રાત્રે 11 વાગે શરૂ થઇને આશરે એક કલાક સુધી ચાલશે.
5. પ્રથમવાર સંસદમા રિલીઝ થયુ
દેશભક્તિને ઉજાગર કરતી ફિલ્મ ‘રાગદેશ’નું ટ્રેલર
રાષ્ટ્રિય એવોર્ડ વિજેતા દિગ્દર્શક
તિગ્માંશુ ધુલિયાની અપકમિંગ ફિલ્મ ‘રાગદેશ’નું ટ્રેલર આજે સંસદ ભવનમાં રિલીઝ કરવમાં આવ્યુ છે. આવું પ્રથમ વાર છે
જ્યારે કોઇ ફિલ્મનું ટ્રેલર સંસદમાં રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મના દિગ્દર્શક
ધુલિયાએ જણાવ્યું હતું કે ફિલ્મ ‘રાગદેશ’નું ટ્રેલર સ્વતંત્રતા સંગ્રામના નાયકોનું સન્માન કરવા માટે સંસદ ભવનમાં
લોન્ચ કરવામાં આવ્યુ છે.
6. અમદાવાદઃPM મોદી 30 જૂને ખેલ
મહાકુંભ-ર૦૧૭નો પ્રારંભ અને ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે
ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ૩૦મી જૂન, ૨૦૧૭ના રોજ સાંજે ૫.૩૦ કલાકે અમદાવાદના
ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૭નો ભવ્ય શુભારંભ કરાશે. આ પ્રસંગે
વડાપ્રધાનના હસ્તે પીપીપી મોડલ હેઠળ રૂ.૫૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ટ્રાન્સ
સ્ટેડિયા સ્ટેડિયમનું ઉદઘાટન પણ કરાશે. આ ખેલમહાકુંભ લોન્ચિંગ પ્રસંગે વિવિધ
રમતોના ૯ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલિમ્પિકસ મેડલ વિજેતા ખેલાડીઓ પણ
હાજર રહીને કાર્યક્રમમાં સહભાગી થશે.
7. 22,000
લિટર
એસિડ લીક
વડોદરાઃ નંદેશરીમાં આવેલી જીવન કેમિકલ કંપનીમાં આજે
બપોરે એસિડની ટાંકી ફાટવાની બનેલી ઘટનાએ નંદેશરી ઔદ્યોગિક વસાહતમાં ભારે ચકચાર
મચાવી મૂકી હતી. આ બનાવ બાદ પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું હતું. શહેર નજીક આવેલ
નંદેશરી ઔદ્યોગિક વસાહત સ્થિત જીવન કેમિકલ કંપનીની 22
હજાર લિટર હાઇડ્રોલીક ક્લોરાઇડ એસિડ (એચ.સી.એલ.) ભરેલ ટાંકી
પ્રચંડ ધડાકા સાથે ફાટતા વિસ્તારમાં એસિડની રેલમછેલ થઇ ગઇ હતી. ટાંકી ફાટતાની સાથે
જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ જીવ બચાવીને કંપનીની બહાર દોડી આવ્યા હતા. આ સાથે
નજીકમાં આવેલી અન્ય નાની-મોટી કંપનીઓના કર્મચારીઓ પણ પોતાના કામ પડતા મૂકી કંપનીની
બહાર દોડી આવ્યા હતા.
8. નવા CEC
તરીકે
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ એકે જોતિની નિમણુંક, 6 જુલાઈએ લેશે ચાર્જ
દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે અચલ કુમાર જોતિની નિમણૂક કરવામાં આવી
છે. વર્તમાન CEC
નસીમ જૈદી
પાસેથી તા. 6 જુલાઈનાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર
જોતિ રોજ પોતાનો કાર્યભાર સંભાળશે.
9. ગાંધીનગરમાં દેશના
પ્રથમ મેગા ટેક્સટાઇલ વ્યાપારમેળાનો પ્રારંભ, પીએમ મોદી ઉપસ્થિત
ગાંધીનગર– વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય
ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં આયોજિત ટેક્સટાઇલ વ્યાપારમેળામાં આવી
પહોંચ્યાં હતાં. જ્યાં યોજાયેલા પ્રદર્શનને તેમણે નિહાળ્યું હતું. તેમની સાથે
ગુજરાતના
મુખ્યપ્રધાન
સહિત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ
ઉપસ્થિત રહ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય:-
1 ચીનની શેનઝેન શહેરમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં સુરતના
વિરલાઓએ મેદાન માર્યુ
ચાઇના ખાતે શેનઝેન શહેરમાં ઇન્ટરનેશનલ યોગ
કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કોમ્પિટિશનમાં 15 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની
ટીમે 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ચાઇનામાં ભારતનો ડંકો
વગાડયો હતો,ચાઇનામાં 23 અને 24 જુનનાં રોજ ઇન્ટરનેશનલ યોગા કોમ્પિટિશનનું
આયોજન કરવામાં આવ્યું હતું.
2. 11 વર્ષના અર્ણવનું ભેજુ
ગજબનું નીકળ્યું, IQ ટેસ્ટમાં આઈન્સ્ટાઈનને પણ પછાડી દીધો
બ્રિટનમાં ભારતીય મૂળના 11 વર્ષના બાળકે મેન્સા આઈક્યૂ ટેસ્ટમાં સૌથી વધુ
162
અંક પ્રાપ્ત
કર્યાં છે. ખાસ વાત એ છે કે આ બાળકે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન
હોકિંગ કરતા પણ બે અંક વધુ મેળવ્યા છે. દક્ષિણ ઈંગ્લેન્ડમાં રીડિંગ ટાઉનના અર્ણવ
શર્માએ વગર કોઈ ખાસ તૈયારી વગર તેને આ કારનામુ કરી બતાવ્યું છે. તેણે આ પહેલા
ક્યારેય ટેસ્ટ આપ્યો નથી.
રમત
ગમત:-
૧. અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપઃ ભારતની મેચ દિલ્હીમાં યોજવા
ફિફા તૈયાર
નવી દિલ્હીઃ ફિફા યજમાન ભારત સરકારના અનુરોધના
પગલે ભારતની અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપની મેચો મુંબઈથી હટાવીને રાષ્ટ્રીય રાજધાની નવી
દિલ્હીમાં યોજવા તૈયાર થઈ ગયું છે.
2. ભૂતપૂર્વ બોલર વેંકટેશ પ્રસાદ પણ
કોચ બનવાની રેસમાં
ભારતના ભૂતપૂર્વ
ઝડપી બોલર અને જુનિયર નેશનલ ટીમના વર્તમાન ચીફ સિલેક્ટર વેંકટેશ પ્રસાદ પણ ભારતીય
ટીમના કોચ બનવાની રેસમાં સામેલ થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે અનિલ
કુંબલેના રાજીનામા બાદ ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે હવે ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર
વેંકટેશ પ્રસાદે કોચ પદ માટે અરજી કરી હોવાનુ સામે આવતા નવી અટકળો શરૃ થઈ છે.
3. મહિલા ક્રિકેટ ટીમની 'વિરાટ કોહલી' છે સ્મૃતિ મંધાના..
ભારતની પુરૂષ ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝ
સામે ટેસ્ટ સીરિઝ રમવામાં વ્યસ્ત છે, ત્યાં બીજી બાજુ મહિલા ક્રિકેટ આઇસીસી મહિલા
વિશ્વ કપ 2017
રમવામાં
વ્યસ્ત છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ પોતાના શાંત વલણ અને
રમતને કારણે ચર્ચામાં છે. વળી, મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં દેશની ટીમ દેશનું અને મહિલાનું ગૌરવ વધારતાં અનેક
રેકોર્ડ્સ બનાવી રહી છે. કપ્તાન મિતાલી રાજ બાદ હવે મહિલા ટીમની 'વિરાટ કોહલી' કહેવાતી ખેલાડી સ્મૃતિ મંધાનીનું નામ ચર્ચામાં
આવ્યું છે.
આર્થિક
૧. મુકેશ અંબાણી સતત 9મા વર્ષે પોતાની જૂની
સેલેરીમાં કામ કરશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ
ડિરેક્ટર મુકેશ અંબાણીના પગારમાં નવ વર્ષથી વધારો નથી કરવામાં આવ્યો. વર્ષ ૨૦૦૯થી
એમનો વાર્ષિક પગાર રૃા. ૧૫ કરોડ ફિક્સ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના
કંપનીના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના વાર્ષિક રૃા.
૩૮.૭૫ કરોડના પગારને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેઓ રૃા. ૧૫ કરોડનો ફિક્સ પગાર જ નવ
વર્ષથી લે છે. મુકેશ અંબાણીએ સ્ટોક ઓપ્શન્સ પણ નથી લીધા. જે અન્ય ઉચ્ચ અધિકારીઓને
મળે છે.
2. Reliance Jio એ લોન્ચ કર્યો સૌથી લાંબી સબમરીન કેબલ સિસ્ટમ
Reliance Jio એ એશિયા આફ્રિકા યુરોપ (AAE-1) સબમરીન કેબલ સિસ્ટમ લોન્ચ કરી છે. આ સૌથી
લાંબા 100Gbps
ટેકનીક સબમરીન
કેબલ સિસ્ટમ છે, જે ૨૫,૦૦૦ કિલોમીટરનાં અંતરે ફેલાયેલું છે.
અન્ય:-
૧. બિગ બી, પ્રિયંકા, આમિરને મળ્યુ ઓસ્કરના
મેમ્બર્સ બનવાનું આમંત્રણ
એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ
દ્વારા આ એકેડમીના નવા મેમ્બર્સ બનાવવા માટે સેલિબ્રિટીઝને ઇન્વિટેશન આપવામાં
આવ્યા હતા અને આ લિસ્ટમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન એક્ટર્સ, રાઇટર્સ, ડિરેક્ટર્સ અને અન્ય સેલિબ્રિટીઝનો સમાવેશ થાય
છે.
2. અરવિંદભાઈ
રાણાને આઉટ સ્ટેન્ડીંગ પ્રેસિડન્ટ ઓફ ધી ઈયરનો એવોર્ડ અપાયો
રોટરી ઈન્ટરનેશનલનાં ડિસ્ટ્રીક્ટ ૩૦પ૧ અંતર્ગત ૬૬ ક્લબો ગુજરાત તથા
રાજસ્થાનનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલ છે. આ ક્બલો દ્વારા વર્ષ દરમ્યાન અલગ અલગ
પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point