અહીંથી તમે તારીખ ૨૭-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો
છો
રાષ્ટ્રીય:-
૧. ભારતીય
સેના થઈ વધુ મજબૂત: દુશ્મન પર નજર રાખશે ISROના સેટેલાઈટ
નવી દિલ્હી- ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા કાર્ટોસેટ-2ના ‘આઈ ઈન ધ સ્કાય’ સેટેલાઈટના સફળતાપૂર્વક લોન્ચથી ભારતીય સેનાની
તાકાતમાં મોટો વધારો થયો છે. આ સાથે જ સૈન્ય ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લેવાતા ભારતના
સેટેલાઈટની સંખ્યા 13
થઈ ગઈ છે.
દુશ્મન પર નજર રાખવી અને બોર્ડર વિસ્તારમાં મેપિંગ માટે ઉપયોગમાં લેવાનારા આ
સેટેલાઈટનો મુખ્ય ઉપયોગ દુશ્મનની હિલચાલ પર નજર રાખવા માટે કરવામાં આવશે. પછી તે
જમીન હોય કે સમુદ્ર બંને જગ્યાઓ પર આ સેટેલાઈટ એક સરખું કારગર નીવડશે.
૨. વર્ષ
2018થી નાણાંકીય વર્ષમાં થઈ શકે છે ફેરફાર, નવેમ્બરમાં રજૂ થઈ શકે
છે સામાન્ય બજેટ
નવી દિલ્હીઃ વર્ષ 2018થી દેશમાં નાણાંકીય વર્ષની શરૂઆત એપ્રિલની
જગ્યાએ જાન્યુઆરીમાં થઈ શકે છે. સરકાર તેની તૈયારીમાં લાગી ગઈ છે. તેની સાથે જ
દેશમાં 150 વર્ષથી ચાલી આવતી એપ્રિલ-માર્ચ નાણાંકીય વર્ષની પરંપરામાં ફેરફાર થઈ શકે
છે. જો આમ થાય તો કેન્દ્રનું આગામી બજેટ ચાલુ વર્ષના નવેમ્બરમાં રજૂ થઈ શકે છે.
૩. વિપક્ષના
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર સાબરમતી આશ્રમથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર
વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર મીરા કુમારે આજે
પત્રકારોને સંબોધ્યાં. મીરા કુમારે જણાવ્યું કે વિપક્ષની પાર્ટીઓએ સર્વસહમતિથી
તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યાં. વિપક્ષી દળોની એક્તા સમાન
વિચારધારા પર આધારિત છે. મીરા કુમારે જણાવ્યું કે લોકતાંત્રિક મુલ્યો, પારદર્શિતા , પ્રેસની આઝાદી અને ગરીબોનું કલ્યાણ અમારી
વિચારધારાના અંગ છે, તેમાં મારી ઊંડી આસ્થા છે. અને તે વિચારધારા
ઉપર જ રાષ્ટ્રપતિની ચૂંટણી લડીશ. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચારની શરૂઆત
અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી કરશે.
૪. એટીએમનો
આજે જન્મદિવસ છે; દુનિયાનું
પહેલું મશીન 50 વર્ષ પહેલાં લંડનમાં મૂકવામાં આવ્યું હતું
મુંબઈ – બેન્કો દ્વારા શરૂ કરવામાં આવેલા એટીએમ અથવા
ઓટોમેટેડ ટેલર મશીન આજે ભારતભરમાં દિવસ-રાત ઉપયોગી ઉપરાંત જરૂરિયાત બની ગયા છે.
શહેરી વિસ્તારોમાં તો લોકો મોડી રાત સુધી આ સેવાનો લાભ લેતા હોય છે. આ એટીએમ
વ્યવસ્થાનો આજે જન્મદિવસ છે. દુનિયાનું પહેલું એટીએમ મશીન બરાબર 50 વર્ષ પહેલાં આજની તારીખે લંડનમાં મૂકવામાં
આવ્યું હતું.
૫. Gujarat માં શાળા સલામતી
સપ્તાહનો પ્રારંભ ૧ જુલાઈ સુધી ઉજવાશે
Gujarat ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં
કુદરતી આપદા-આપત્તિના પડકારને અવસરમાં પલ્ટાવવા સજ્જ ભાવિ પેઢી તૈયાર કરવાની
પ્રતિબધ્ધતા દર્શાવી છે. ગાંધીનગરમાં શાળા સલામતી સપ્તાહ તા. ર૭ જૂનથી ૧
જુલાઇ-ર૦૧૭ની ઉજવણીનો રાજ્ય પ્રારંભ કરાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લા કલેકટરો, શાળાઓના શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓને બાયસેગ સેટેલાઇટના માધ્યમથી
માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત આપત્તિને આશીર્વાદમાં પલ્ટાવવાની તથા
વ્યથા નહિં વ્યવસ્થાની આગવી ખૂમારી ધરાવતું રાજ્ય છે.
૬. અમદાવાદ-દુનિયાની ઐતિહાસિક સંસ્કૃતિના વસ્ત્ર પરિધાનનો
ફેશન શો યોજાયો..
અમદાવાદઃ દરેક દેશ, રાજ્ય, પ્રાંત અને ચોક્કસ પ્રકારની પ્રજા પોતાના
પહેરવેશ, વેશભૂષાથી તરત જ ઓળખાઇ જાય છે. કેટલીકવાર
વસ્ત્રો-પહેરવેશ અને જીવનશૈલીથી માણસના પ્રાંત-જાતિની ઓળખ છતી થઇ જાય છે. સમયાંતરે
દેશદુનિયામાં વસ્ત્રોના પહેરવેશમાં કેટલાક ફેરફાર થતાં રહે છે અને રંગ, ડિઝાઇનમાં નવી શૈલીનો ઉમેરો થતો રહે છે.
૭. ઉત્તર પ્રદેશના સીએમ Yogi
Adityanath એ
રજુ કર્યું ૧૦૦ દિવસનું રીપોર્ટ કાર્ડ
લખનૌ : ઉત્તર પ્રદેશ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ
થવા પર મુખ્યમંત્રી Yogi
Adityanath એ મીડિયા
સામે મંગળવારે રીપોર્ટ કાર્ડ રજુ કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રદેશ સરકાર્રે નાના કાર્યાલયમાં ઘણું કામ
કર્યું છે. ૧૯ માર્ચ ૨૦૧૭ એ સરકારે પોતાનું કામકાજ સંભાળ્યું હતું. કોઈના માટે પણ
૧૦૦ દિવસનો સમય ઘણો ઓછો છે પરંતુ અમે આ પડકારનો સ્વીકાર કર્યો છે.
૮. અમદાવાદમાં શ્રમિકોને મળશે હવે 10 રૂ.માં ભરપેટ ભોજન
રાજ્યના દરેક શ્રમિકને અન્ન મળી રહે તે હેતુથી
રૂપાણી સરકારે રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાને લીલી ઝંડી આપી હતી. જેની અમદાવાદમાં
શરૂઆત આજથી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને 10 રૂપિયામાં આખી થાળી આપવામાં આવી રહી છે.
૯. હવે રડવા માટે નહીં શોધવું પડે
એકાંત, સુરતમાં
બની ક્રાઇંગ ક્લબ, જાહેરમાં
રડી લોકો હળવા થયા
નવી દિલ્લી: આજકાલ દેશ દુનિયામાં અનેક એવા કાર્યક્રમોનું આયોજન થાય છે જેને
કદાચ આપણે પહેલી વખત સાંભળીએ છીએ. અને સાંભળ્યા પછી આપણને નવાઈ લાગે છે. આવો જ એક
કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો.
૧૦. 50 વર્ષ બાદ ગુજરાતી શબ્દકોષમાં ઉમેરાયા 10 હજારથી વધુ શબ્દો
સૌપ્રથમવાર ગુજરાતી ભાષામાં છૂટથી વપરાતા અંગ્રેજી શબ્દોનો સમાવેશ કરવામાં
આવ્યો, ‘સાર્થ ગુજરાતી શબ્દકોશ’ સૌપ્રથમ ગાંધીજી દ્વારા ઇ.સ.
1929માં બનાવવામાં આવ્યો હતો
આંતરરાષ્ટ્રીય:-
૧. મોદીએ મેલેનિયા
ટ્રમ્પને ગિફ્ટ કરી શૉલ, મધ
અને બ્રેસલેટ
વોશિંગ્ટનઃનરેન્દ્ર મોદીભારતીય
સમયાનુસાર સોમવારે મોડી રાત્રે 1.10 કલાકે વ્હાઇટ હાઉસ પહોંચ્યા. અહીં
ટ્રમ્પે હાથ મિલાવીને મોદીનું સ્વાગત કર્યું, આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી
મેલેનિયા ટ્રમ્પ પણ હાજર હતી. મુલાકાત પછી મોદીએ કહ્યું કે,
'જેવી
રીતે પ્રેસિડન્ટ અને ફર્સ્ટ લેડીએ મારું સ્વાગત કર્યું,
હું
તેમનો આભારી છું. આ દેશના સવા સો કરોડ ભારતીયોનું સમ્માન છે.'
આ
પ્રસંગે મોદીએ ફર્સ્ટ લેડીને અમુક વસ્તુઓની ભેંટ આપી હતી.
૨. વર્લ્ડ હેરિટેજ ગણાતો
હેન્ડર્સન ટાપુ દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત
- આ દ્વીપના તટ પર ૩.૭૭ કરોડ થી પણ વધુ પ્લાસ્ટિકના ટુકડા
વેરાયેલા છે
રમત
ગમત:-
૧. રહાણેની સદીથી ભારતનો સૌથી વધુ ૯૬ વખત ૩૦૦-પ્લસ સ્કોરનો
વિક્રમ
પોર્ટ ઑફ સ્પેન:
અજિંક્ય રહાણેએ ફટકારેલી ભવ્ય સદી પછી બૉલરોની સારી કામગીરીથી ભારતે અહીં ક્વીન્સ
પાર્ક ઓવલ ખાતે રવિવારે રમાયેલ બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને
૧૦૫ રનથી પરાજય આપ્યો હતો.
૨. મહિલા
વર્લ્ડ કપ : Australia એ વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવ્યું
Australia એ વેસ્ટ ઇન્ડીઝને આઠ વિકેટથી હરાવ્યુ
૩. લોઢા સમિતિની
બીસીસીઆઇની 7 સભ્યોની
સમિતિમાં ગાંગુલી સામેલ
લોઢા સમિતની ભલામણો લાગૂ કરવાની દિશામાં
મહત્વના પાસાઓને ચિહ્નિત કરવાના આશયથી બીસીસીઆઇએ સાત સભ્યોની વિશેષ
સમિતિની રચના કરી છે, જેમાં ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને પણ સામેલ કરવામાં આવ્યો છે. બોર્ડની મળેલી સામાન્ય બેઠકમાં આ સમિતિની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સમિતિની રચના કરી છે, જેમાં ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને પણ સામેલ કરવામાં આવ્યો છે. બોર્ડની મળેલી સામાન્ય બેઠકમાં આ સમિતિની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આર્થિક
૧. નાના ઈ-કોમર્સ બિઝનેસને GST રજિસ્ટ્રેશનમાંથી હાલ
મુક્તિ
નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થવાને આડે હવે
માત્ર ત્રણ દિવસ જ બાકી છે, પરંતુ વિવિધ સેક્ટર જીએસટીની એક અથવા બીજી
જોગવાઇ સામે વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ વચ્ચે નાના ઇ-કોમર્સ બિઝનેસને હાલ
રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલું જ નહીં સરકારે ટીડીએસ અને ટીસીએસ
જોગવાઇઓનો અમલ પણ હાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
૨. ૨૦૨૨ સુધી ‘Vivo’
હશે
આઈપીએલના ટાઈટલ સ્પોન્સર
મોબાઈલ નિર્માતા કંપની Vivo એ ૨૧૯૯ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી આજે
પાંચ વર્ષ માટે ફરીથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ટાઈટલ સ્પોન્સરશિપની મેળવી લીધી છે.
આ રકમ છેલ્લા કરારથી ૫૦૦ ટકા વધુ છે.
અન્ય:-
૧. વિશ્વનું સૌથી ઝેરી વૃક્ષ ભારતના દક્ષિણકાંઠા વિસ્તારમાં
થાય છે
- સેરબેરા ઓડોલમ તરીકે ઓળખાતા વૃક્ષને સુસાઇડ ટ્રીનું ઉપનામ
૨. ગૂગલને ફટકારાયો 2.42
અબજ
યુરોનો દંડ
યુરોપિયન સંઘના એન્ટી ટ્રસ્ટ રેગ્યુલેટરે સર્ચ
એન્જિન ગૂગલને 2.42
અબજ યુરોનો
દંડ ફટકાર્યો છે. ગૂગલ પર બજાર ઉપર પોતાના પ્રભાવનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ
લગાવાયો હતો. યૂરોપિયન પ્રતિસ્પર્ધા કમીશનના પ્રમુખ માર્ગરેથ વેસ્ટગેરે કહ્યું
હતું કે ગૂગલે દુનિયાના સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન હોવાને નાતે પોતાના બજાર પરના
વર્ચસ્વનો ખોટો ઉપયોગ કર્યો અને પોતાની જ શોપિંગ સર્વિસને ગેરકાયદે લાભ અપાવ્યો
હતો. યુરોપિયન યુનિયનના મતે ગૂગલે જે કર્યું એ યુરોપિયન સંઘના એન્ટી ટ્રસ્ટ નિયમો
હેઠળ ગેરકાયદે છે. આ કામથી અન્ય કંપનીઓને મેરિટ તથા ઇન્નોવેશનના આધારે
પ્રતિસ્પર્ધા કરવાનો અવસર આપવાનો ઇન્કાર કર્યો કહેવાય.
-પ્રશાંત ભટ્ટ
Educational Point