Wednesday, 28 June 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 29-06-2017

અહીંથી તમે તારીખ ૨૮-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. બીએસએનએલ ગામડામાં 25 હજાર વાઈફાઈ હોટસ્પોટ લગાવશે

ભારત સંચાર નિગમ લિમિટેડ દેશના ગામડાઓમાં ઈન્ટરનેટ સેવાને વધારે મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. બીએસએનલ ફેલાવાના ભાગ રુપે ગ્રામિણ એક્ટેજોમાં ર5 હજારથી વધારે ઈન્ટરનેટ હોટસ્પોટ લગાવશે. ઈન્ટરનેટ સેવા માટે શુક્રવારે બીએસએનએલે યૂએસઓએફ સાથે એક એમઓયુ સાઈન કર્યા છે. બીએસએનએલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આગામી 6 મહિનામાં હોટસ્પોટ લગાવામાં આવશે. જેના માટે યૂએસઓ રોકાણ કરી રહ્યું છે. આ યોજના પાછળ 940 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

૨. બીજા તબક્કામાં 149 પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો આરંભ,

વિદેશ મંત્રાલય અને પોસ્ટ વિભાગે દેશમાં આવેવી મુખ્ય પોસ્ટ ઓફિસ અને કેટલીક પોસ્ટ ઓફિસમાં પણ પાસપોર્ટ સંબંધિત સેવા શરૃ કરવા નક્કી કર્યું છે. વિવિધ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૃ થઈ ચુક્યા છે. પ્રથમ તબક્કામાં દેશમાં ૮૬ જેટલા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ઉભા કરવા ઠરાવવામાં આવ્યું હતું. તે પૈકી ૫૨ કેન્દ્ર શરૃ થઈ ચુક્યા છે. પ્રથમ તબક્કાના બાકીના ૩૪ કેન્દ્રો શરૃ કરવા પણ આયોજન ચાલુ છે.
ગુજરાતની આઠ પોસ્ટ ઓફિસનો સમાવેશ
બીજા તબક્કામાં પાસપોર્ટ કેન્દ્ર શરૃ કરવા માટે નક્કી થયેલી ૧૪૯ પોસ્ટ ઓફિસ પૈકી ગુજરાતની આણંદ, ભરૃચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ ,ખેડા, નવસારી અને વલસાડ એમ આઠ પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી : UPAના ઉમેદવાર મીરાકુમારે નામાંકન દાખલ કર્યું

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 17 વિપક્ષી દળોના સમર્થન સાથે યુપીએના ઉમેદવાર મીરા કુમારે સંસદભવન ખાતે ઉમેદવારી પત્ર દાખલ કર્યું. મીરાકુમાર સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, એનસીપીના અધ્યક્ષ શરદ પવાર, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઇના મહાસચિવ ડી.રાજા, ટીએમસીના પ્રતિનિધિ ડેરેક ઓ બ્રાયન સહિત 17 વિપક્ષી દળોના નેતાઓ હાજર રહ્યા હતા.

લાલ બત્તી પ્રતિબંધનો પ.બંગાળ સરકારે કાઢ્યો ગજબ તોડ

દેશભરમાં જ્યારે લાલ બત્તી પર રોક લાગી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં હવે આ લાલબત્તીના પ્રતિબંધનો પણ તોડ કાઢવામાં આવ્યો છે. અહેવાલ મુજબ બંગાળની મમતા બેનરજી સરકારે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે એક એવી વ્યવસ્થા શરૂ કરી છે કે તેઓ પોતાની ગાડીઓ પર અલગ અલગ પ્રકારના ઝંડાઓ લગાવી શકશે.

ચીનને પછાડી દુનિયાનો સૌથી ઊંચો રેલવે ટ્રેક ભારત અહીં બનાવશે, લોકેશન સર્વે શરૂ

ભારતીય રેલવે આવતા સપ્તાહથી દુનિયાના સૌથી ઊંચા રેલવે ટ્રેક માટે ફાઇનલ લોકેશન સર્વે શરૂ કરશે. હિમાચલ પ્રદેશના બિલાસપુર-મનાલીથી જમ્મુ-કાશ્મીરના લેહને જોડતી આ લાઇનનો રૂટ 498 કિલોમીટર લાંબો હશે. જો આ રેલવે ટ્રેકને તૈયાર કરવાની યોજના પાર પડશે તો આ ચીન કિંઘાઈ-તિબ્બત રેલવેને પછાડી દુનિયાનો સૌથી ઊંચો રેલવે ટ્રેક હશે. આ ટ્રેકની ઊંચાઇ દરિયાઇ સપાટીથી 3300 મીટર ઉપર હશે. રેલવે મંત્રાલયની તરફથી જે ચાર અગત્યના રેલવે નેટવર્ક્સની યોજના બનાવામાં આવી છે તેમાંથી લેહ સુધી બનનાર આ લાઇન પણ હશે.

રાજકોટમાં ૮૦૦૦ વિદ્યાર્થિનીઓની સાઈકલ રેલીની લિમ્કા બુકમાં સ્થાન

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાઓ અને સશક્ત સમાજ બનાવો અભિયાનને બુલંદી સુધી પહોંચાડવાના ભાગરૂપે આજે સવારે રાજકોટમાં રેસકોર્સથી શહેરની તમામ શાળાઓની ૮૦૦૦ જેટલી વિદ્યાર્થિનીની સાઇકલ રેલીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલીબહેન રૂપાણીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અભૂતપૂર્વ રેલીને લિમ્કા બુકમાં સ્થાન મળ્યું છે.

૭. આજે સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં GSTના લૉન્ચિંગનું ભવ્ય રિહર્સલ

આ મહિનાના છેલ્લા દિવસની મધરાતે ઐતિહાસિક GSTના દેશભરમાં અમલના પ્રારંભ પહેલાં આજે સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં એના લૉન્ચિંગના ભવ્ય રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. GSTના વાસ્તવિક લૉન્ચિંગ વખતે કોઈ ગરબડ ન થાય અને બધું સરળતાથી પાર પડે એ સુનિશ્ચિત કરવા માટે આજના રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે.





આંતરરાષ્ટ્રીય:-  

૧. મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે દેશની આ મહાન ગાયિકાનું મીણનું પૂતળું

બોલિવુડનાં સ્વર્ણિમ યુગની ફેમસ ગાયિકા Asha Bhosle (૮૩) નું ભારતના ફર્સ્ટ મેડમ તુસાદ મ્યુઝીયમમાં મીણનું પૂતળું લાગશે. આ પ્રતિમાને એક ઈન્ટ્રેક્ટીવ થીમવાળા વાતાવરણમાં બોલિવુડ સંગીત ક્ષેત્રમાં અગ્રણી ગાયકોની હાજરીમાં લગાવવામાં આવશે. અહીં પ્રશંસકોને તેમના ફેવરેટ કલાકારોનાં ગીત સાંભળવાની તક મળશે. આ વિશે ગયા વર્ષે મુંબઈમાં એક બેઠક માટે મેડમ તુસાદ મ્યુઝીયમનાં નિષ્ણાતોનું સમૂહ ૮૩ વર્ષીય ગાયિકા આશા ભોસલેને મળ્યા હતા. નિષ્ણાતોએ તેમનાં ૧૫૦ વિશિષ્ટ માપ અને ફોટા લીધા હતા.

૨. યુરોપ આખું સાયબર હુમલાની ઝપટમાં : યુક્રેનનું સરકારી તંત્ર હેક

- થોડા સમય પહેલાં ત્રાટકેલા રેન્સમવેર વાઈરસે અપડેટ થઈને ફરીથી પ્રહાર કર્યો

- આખા જગતમાં વાઈરસ ફેલાવાની શક્યતા : ભારતને સૌથી વધુ ખતરો




રમત ગમત:-  

૧. ICC T-20 રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચ્યા ઝડપી બોલર Jasprit Bumrah

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં નો-બોલ ફેકનાર માટે ઘણી ટીકાઓનો ભોગ બનનાર ભારતીય ઝડપી બોલર Jasprit Bumrah ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોશિયેશન (આઈસીસી) ની ટી-૨૦ બોલિંગ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવી લીધું હતું. તેના સિવાય, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ રેન્કિંગમાં ટોપ પર રહેલા છે.

૨. શ્રીકાંત કિદામ્બી પર ઈનામનો વરસાદઃ ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી તરફથી રૂ. 3 લાખનું રોકડ ઈનામ

હૈદરાબાદ  સતત બે અઠવાડિયામાં બે સુપર સિરીઝ બેડમિન્ટન ટાઈટલ જીતવાની વિરલ સિદ્ધિ હાંસલ કરનાર બેડમિન્ટન સ્ટાર શ્રીકાંત કિદામ્બી પર રોકડ ઈનામનો વરસાદ થયો છે.
24 વર્ષીય હૈદરાબાદનિવાસી કિદામ્બીએ ગયા રવિવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝ ટાઈટલ જીત્યું હતું અને એની પહેલાના રવિવારે જાકાર્તામાં ઈન્ડોનેશિયન ઓપન સુપર સિરીઝ સ્પર્ધા જીતી હતી.

  

 



આર્થિક

૧. સાતમુ પગાર પંચ મંજૂર, 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને થશે ફાયદો

કેન્દ્રિય કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. દેશના લગભગ 50 લાખ કેન્દ્રિય કર્મચારીઓને મોદી સરકારે ભેટ આપી છે. કેબિનેટ સાતમા પગાર પંચની એચઆએ અને બીજા ભથ્થામાં બદલાવને મંજૂરી આપી છે.
કેન્દ્રની મોદી સરકારે સાતમા પગાર પંચની ભલામણો હેઠળ કેન્દ્રિય કર્મચારીઓના ભથ્થાઓને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવો પર મહોર લગાવવામાં આવી હતી. કેબિનેટે ડીએ 50 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આનાથી એચઆરએ 30 ટકા, 20 ટકા અને 10 ટકા થઇ જશે. ભથ્થાઓના સંશોધિત દર 1 જુલાઇથી લાભ થશે. પેન્શનર્સને દર મહિને 1000 રૂપિયા મેડીકલ એલાઉન્સ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.


અન્ય:-  

૧. રાજકોટમાં PMની હાજરીમાં બનાવાશે ત્રણ વર્લ્ડ રેકોર્ડઝ, તંત્રની સજ્જડ તૈયારીઓ

રાજકોટઆવતી 29 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાં છે. જેમાં રાજકોટમાં રોડ શૉનું આયોજન પણ છે. રાજકોટમાં પીએમ મોદી ત્રણ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે સુરક્ષા અને વ્યવસ્થા માટે અધિકારીઓમાં દોડધામ મચી છે, રાજકોટ ક્લેક્ટર પાંડેએ આ મોરચો સંભાવ્યો છે.
પીએમનો મુખ્ય કાર્યક્રમ રોડ શૉ સલામત અને સફળતાથી પૂર્ણ કરવા વિવિધસ્તરે રુપરેખા ઘડાઇ છે.રોડ શૉ માટે 50 સર્કલ બનાવાશે જમાં 20 થીમ બેઝ્ડ હશે. આ સર્કલ્સ પર મોદી સરકારની કામગીરીની વિગતો રજૂ થશે.
વરસાદની શક્યતાને જોતાં વરસાદ પડે તો પણ રોડ શૉ બંધ ન થાય તે માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની મદદ લેવાઇ છે. પીએમ મોદી  આજી જેમમાં સૌની યોજનાના નર્મદાનીર વધામણાંનો નાના કાર્યક્રમમાં હાજરી આપી જનતાને સંબોધન કરવાના છે તે માટે ડોમ,મંડપ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ થઇ રહી છે.
દિવ્યાંગોને સાધનસહાય વિતરણના પીએમ મોદીના કાર્યક્રમમાં અત્યાર સુધી 14 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયાં છે અને વધુ સાત હજાર દિવ્યાંગ જોડાવાની સંભાવના છે. આ કાર્યક્રમમાં 21 હજાર દિવ્યાંગોને પીએમ મોદીની હાજરીમાં સાધનસહાય વિતરણ કરાશે. આ કાર્યક્રમ સવારે આઠ વાગ્યાથી શરુ થઇ ગયો હશે પણ રીએમ મોદી સાંજે ચાર વાગ્યા પછી ઉપસ્થિત રહેશે. આમ આખો દિવસ દિવ્યાંગો ત્યાં જ ટ્રાયસાઇકલ પર બેઠાં હોય તેવું આયોજન છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મૂકબધિરો દ્વારા સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગીત રજૂ કરાશે.
રાજકોટમાં આ કાર્યક્રમમાં 21 હજાર દિવ્યાંગને એખસાથે સાધનવિતરણ સહિતના ત્રણ વર્લ્ડ રેકોર્ડઝ નોંધાવાના ભાગરુપે ગીનીઝ બૂક ઓફ વર્લડ રેર્કોર્ડઝમાં અરજી કરી લેવામાં આવી છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point