અહીંથી તમે તારીખ ૨૬-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. નેપાળ અને ભુતાન જવા માટે આઇડી તરીકે આધાર માન્ય નથી: ગૃહ ખાતું
- પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ આરોગ્ય કાર્ડ અને રાશન કાર્ડ માન્ય
ભારતીય મુસાફરો માટે નેપાળ અને ભુટાન જવા માટે આધાર એ કંઇ અધિકૃત ઓળખપત્ર નથી, એમ કેન્દ્રના ગૃહ મંત્રાલયે આજે કહ્યું હતું. ભારતીયો નેપાળ કે ભુટાન જઇ શકે છે, જો તેમની પાસે ભારત સરકાર દ્વારા જારી કરાયેલ પાસપોર્ટ અને ચૂંટણી પંચનું ઓળખપત્ર હોય તો તેમના માટે વિઝાની જરૃર હોતી નથી.
૨. ISROએ વિકસાવી નવી ટેક્નોલોજીઃ માનવરહિત ફાટક પર લોકોને કરશે એલર્ટ
- ચિપ સિસ્ટમથી રખાશે ખબર અને અપાશે માહિતી
- અકસ્માતના કારણોનું પણ નીકળશે તારણ
૩. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર બનેલી પેનલની અધ્યક્ષતા કરશે કે. કસ્તૂરીરંગન
નવી શિક્ષણ નીતિ પર કામ કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે અવકાશ વૈજ્ઞાનિક કસ્તૂરીરંગનના નેતૃત્વમાં એક નવી સમિતિની રચના કરી છે. આ સમિતિમાં 9 સભ્ય હશે. મંત્રાલયે જુદી જુદી વિશેષતા અને શૈક્ષણિક યોગ્યતા ધરાવતા લોકોને આ સમિતિમાં સામેલ કર્યા છે. આ સમિતિ ભારતની શિક્ષણ નીતિની નવરચના માટે કામ કરશે.
૪. ડોમેસ્ટિક ટુરિસ્ટને આકર્ષવામાં ગુજરાતનો 10મો નંબર
ગુજરાતમાં વિદેશી સહેલાણીઓની સાથે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓમાં વધારો થયો છે. આ મુદ્દે ગુજરાતે ડોમેસ્ટીક પ્રવાસીઓને આકર્ષવામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.ગત એક વર્ષના આંકડા જોતાં રાજ્યમાં સાડા ચાર કરોડથી વધુ લોકોએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. કેન્દ્રીય પ્રવાસ મંત્રાલયના માર્કેટ રિસર્ચ ડિવિઝન દ્વારા 2016માં ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓ આધારિત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે.
૫. રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની કાયાપલટ કરાશે; પ્રવાસીઓને ઓન-બોર્ડ મનોરંજન પ્રાપ્ત થશે
મુંબઈ – આ વર્ષના ઓક્ટોબર મહિનાથી રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં કેટલાક સુધારાવધારા કરવામાં આવનાર છે. જેમ કે, કેટરિંગ માટે ટ્રોલી સર્વિસ, કર્મચારીઓ ગણવેશમાં હશે અને નમ્રતાપૂર્વક વાતચીત કરતા હશે, તેમજ ટ્રેનમાં મનોરંજન મળશે.
૬. ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી બાદ લાયન સફારી પાર્કને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજૂરી
અમેરલી: અમરેલીના ધારી-આંબરડીમાં શરૂ થનારા લાયન સફારી પાર્કના વિવાદ મામલામાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાયન સફારી પાર્કને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપી દીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આ મંજૂરી આપી છે. એક બાજુ જાહેર હિતની અરજીમાં એવો મુદ્દો ઉઠાવાયો છે કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની પૂર્વ મંજૂરી વિના જ સરકારે લાયન સફારી પાર્ક શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. અને આ લાયન સફારી પાર્કથી વન્ય જીવો અને સિંહોને વિપરીત અસર પડશે. હાઇકોર્ટે પણ આ અગાઉ રાજ્ય સરકારને આ બાબતે વેધક સવાલો કર્યા હતા અને જો ઓથોરિટીની મંજૂરી ના હોય તો સરકારે આ રીતે નિર્ણય કેમ લીધો તેનો પણ ખુલાસો માંગ્યો હતો. ત્યારે હવે જે રીતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ પરવાનગી આપી દીધી છે તેના પગલે આ જાહેર હિતની અરજીમાં વિવિધ અન્ય મુદ્દાઓ પણ ઉઠી શકે છે. આ મામલે હાઇકોર્ટમાં 28 જૂનના રોજ સુનાવણી હાથ ધરાશે.
૭. હરિયાણાની માનુષિ ચિલ્લર બની ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017
હરિયાણાની માનુષિ ચિલ્લર એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2017ની વિજેતા બની છે. રવિવારે 25 જૂનના રોજ યશરાજ સ્ટૂડિયોમાં આ ઇવેન્ટ આયોજિત થઇ હતી. માનુષિ ચિલ્લરને વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, પહેલી રનર-અપ હતી જમ્મુ-કાશ્મીરની સના દુઆ અને બીજી રનર-અપ રહી બિહારની પ્રિયંકા કુમારી. ગત વર્ષની વિજેતા પ્રિયદર્શની ચટર્જીએ માનુષિને તાજ પહેરાવ્યો હતો.
૧. UNના TRI કન્વેન્શન સાથે ભારતે કર્યો સહયોગ: ચીનના OBORને ભારત આપશે ટક્કર
૨. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટી યોજવાની ૨૧ વર્ષ જૂની પરંપરા તોડી
- બિલ ક્લિન્ટને ૧૯૯૬માં ઇફ્તાર પાર્ટીની શરૃઆત કરી હતી
- જ્યોર્જ બુશે ૯/૧૧ પછીયે વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
૩. ચીનને પછાડી ભારત દુનિયાનો સૌથી ઊંચો રેલવે ટ્રેક બનાવશે
૪. અમેરિકાના CEO સાથે મોદીની બેઠકઃ ૭,૦૦૦ રિફોર્મ્સ કર્યા
૧. મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલીના એક જ દિવસમાં બે વર્લ્ડ રેકોર્ડ
૨. ભારતે બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 105-રનથી હરાવ્યું; સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી
૩. ભારતે ODIમાં 300 રન ફટકારવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
૪. England એ સાઉથ આફ્રિકાને ત્રીજી ટી-૨૦ મેચમાં હરાવી સીરીઝ જીતી
1. England એ સાઉથ આફ્રિકાને ત્રીજી ટી-૨૦ મેચમાં હરાવી સીરી...
૫. વર્લ્ડ હોકી : કેનાડા સામે India ની ૨-૩ થી ખરાબ હાર
૧. 500 ખાનગી PF ટ્રસ્ટ EPFO હેઠળ આવે તેવી શક્યતા
- રૂા.1 કરોડનું ભંડોળ અથવા 20 કે ઓછા સભ્ય ધરાવતા ખાનગી PF ટ્રસ્ટને લાગુ પડશે
- આ નિર્ણયથી સબસ્ક્રાઇબર્સની સંખ્યા ધરાવતા 1,000 ટ્રસ્ટના મોનિટરિંગમાં સુધારો
૨. ભારત વૈશ્ર્વિકસ્તરે ઇક્વિટી વળતરમાં પ્રથમ અને ભંડોળ એકત્રીકરણમાં બીજા ક્રમે
અત્યારે વિશ્ર્વબજારમાં ક્રૂડની અધોગતિ અને સ્થાનિક સ્તરે જીએસટીના આગમન સહિતના કારણોસર ભારતીય ઇક્વિટી માર્કેટ ડામાડોળ જણાય છે પરંતુ એક વિશ્ર્લેષણ અનુસાર ભારત ઇક્વિટીમાં વળતરની બાબતે જગતમાં નંબર વન છે અને ઇક્વિટી ભંડોળ એકત્ર કરવામાં બીજા ક્રમે છે.
૩. ટાટા ગ્રુપ હવે તમારા ઘરે કરિયાણું પહોંચાડશે
- ગ્રોસરમેક્સને ખરીદી તાતા ગ્રુપ ઝંપલાવશે ઓનલાઈન ગ્રોસરી બિઝનેસમાં
૪. એપ્પલના સીઇઓ કુકએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, સાત લાખ નોકરીઓની સંભાવના
૧. WhatsApp બની ૨૦૧૭ ની સૌથી વધારે ડાઉનલોડ થયેલ Android એપ્સ
૨. FB પર મોદી બાદ સૌથી વધુ ફોલો થનાર કોહલી બીજો ભારતીય, ક્લિક કરી જાણો PM કેટલાં આગળ?
-પ્રશાંત ભટ્ટ
Educational Point