અહીંથી તમે તારીખ ૨૫-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો
રાષ્ટ્રીય:-
૧. અમદાવાદઃ ‘હોમ્સ ફોર ઓલ’ પ્રોપર્ટી શોનો પ્રારંભ સાથે લોન્ચ થયાં
સ્માર્ટ પ્રોજેક્ટ્સ
અમદાવાદ-કેન્દ્રીય શહેરી
વિકાસ, મકાન
અને ગરીબી નાબૂદી તથા માહિતી અને પ્રસારણપ્રધાન શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને
ગાહેડ ક્રેડાઇએ આયોજિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ‘હોમ્સ ફોર ઓલ’ પ્રોપર્ટી
શોમાં હાજર રહ્યાં હતાં.
આ
પ્રોપર્ટી શોમાં 200થી
વધારે પ્રોપર્ટી,
70 ડેવલપર્સે ભાગ લીધો છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
સ્થાપિત હાઉસિંગ એન્ડ સ્માર્ટ સિટી સહિત કુલ 70 સ્ટોલ ઊભા કરવામાં આવ્યાં છે. વૈંકયા નાયડુએ
જણાવ્યું હતું કે,
‘તમામ માટે મકાન’
કાર્યક્રમને સફળતા અને શહેરી ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસ માટે ટીમ ઇન્ડિયા
તરીકે કામ કરવાની અતિ જરૂર છે. મંત્રીએ શહેરી સ્થાનિક સંસ્થાઓને આ અભિયાનનો અમલ
કરવા સહકાર આપવા અપીલ કરી હતી.
આ
પ્રસંગે તેમણે જનમિત્ર કાર્ડ –
‘વન કાર્ડ,
મેની સર્વિસીસ (એક કાર્ડ,
ઘણી સેવાઓ)’,
એએમસી સેવા મોબાઇલ એપ્લિકેશન,
અમદાવાદ એરપોર્ટ શટલ સર્વિસ,
ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (આઇટીએમએસ) વગેરે જેવી કેટલીક
સ્માર્ટ પહેલ લોંચ કરી હતી.
૨. વડોદરાઃખાલી કન્ટેનરમાં શરૃ થઈ અનોખી શાળા
સરકારી
શાળાઓની બદતર હાલત વચ્ચે વડોદરાના છેવાડાના છાણી વિસ્તારમાં પહેલી વખત એક નવતર
પ્રયોગના ભાગરૃપે કન્ટેનરમાં બાળકો માટે સ્કૂલ શરૃ થઈ છે.
ગુજરાત જ નહી કદાચ આખા દેશમાં આ પહેલો પ્રયોગ છે.જેમાં ખાલી કન્ટેનરને અદ્યતન ક્લાસરૃમમાં ફેરવી નાંખવામાં આવ્યા છે.એક કોર્પોરેટ કંપનીએ સીએસઆર એક્ટિવિટિના ભાગરૃપે આ કન્ટેનર સ્કૂલની સુવિધા આપી છે.
ગુજરાત જ નહી કદાચ આખા દેશમાં આ પહેલો પ્રયોગ છે.જેમાં ખાલી કન્ટેનરને અદ્યતન ક્લાસરૃમમાં ફેરવી નાંખવામાં આવ્યા છે.એક કોર્પોરેટ કંપનીએ સીએસઆર એક્ટિવિટિના ભાગરૃપે આ કન્ટેનર સ્કૂલની સુવિધા આપી છે.
૩. કાશ્મીર: ગુલમર્ગમાં રોપ વે નો તાર તુટ્યો
શ્રીનગર: કાશ્મીર
ખીણ વિસ્તારમાં રવિવારે બપોરના સમયે એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં સાત પ્રવાસીઓના
મોત નિપજ્યા છે. આ ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુલમર્ગમાં પ્રવાસીઓને લઇ ગંડોલા રોપ-વે જઇ રહી હતી. આ
દરમિયાન રોપ-વેનો કેબલ ટૂટી ગયો અને તે વૃક્ષ પર પડી ગઇ હતી. જેના કારણે ગંડોલા
દુર્ઘટના સર્જાઇ હતી.
૪. સોમનાથઃ મોબાઈલ ચાર્જિગ કિઓસ્ક
સોમનાથ
ટ્રસ્ટ દ્વારા ડિજિટલ યાત્રી સેવામાં વધુ એક સુવિધાનો ઉમેરો કરાયો છે. દેશમાં
સૌપ્રથમ વખત ડિજિટલ ચાર્જિગ કિઓસ્કનું પૂર્વ મુખ્યપ્રધાન અને ટ્રસ્ટી કેશુભાઈ
પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. યાત્રી સેવા માટે સોમનાથમાં પ્રારંભના
સમયમાં 10 કિઓસ્ક
મુકવામાં આવશે. જેમાં 240
જેટલા ખાનાઓ હશે. આ તમામ કિઓસ્ક માટે ખાસ વાતાનુકુલીન રૂમ પણ તૈયાર કરવામાં
આવ્યો છે. કિઓસ્કની ટચ સ્ક્રીન દ્વારા મશીનનું સંચાલન યાત્રીક પોતે સરળ રીતે કરી
શકશે. જેમાં 10 રૂપિયાની
નોટ દાખલ કરતા યાત્રી પોતાના હસ્તે લોકર સીલેક્ટ કરી શકશે. જેમાં મોબાઈલ ચાર્જિંગ
થઈ શકશે. ત્યાર બાદ બારકોડ રીસીપ્ટ જનરેટ થઈ નીકળશે. જ્યારે યાત્રી મોબાઈલ લેવા
આવે ત્યારે બારકોડવાળી રીસીપ્ટ મશીનની આગળ બતાવવાથી આ મશીન સરળતાથી લોકર ખોલી
આપશે. આ ડિજિટલ ચાર્જિગ કિઓસ્કનું એક ખાનાનું એક કલાકનું ભાડુ રૂપિયા 10 રહેશે.
૫. ભગવાન
જગન્નાથજીની 140મી
રથયાત્રા નગરચર્યા પર નીકળી હતી. જેમાં CM
વિજય રૂપાણીએ પહિંદવિધી કરાવીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
પહિંદવિધી સોનાની સાવરણીથી થાય છે. નાથને જવાનો રસ્તો ખુદ મુખ્યમંત્રી સાફ કરી આપે
છે.
૬. દેશનાં
અનોખા ગામ ટ્રમ્પ વિજેલનું ઔપચારિક નામકરણ કરાયું
મરોરા
: વડાપ્રધાન
મોદીનાં અમેરિકા પ્રવાસ દરમિયાન હરિયાણાનાં મેવાત વિસ્તારનું મરોરા ગામ મીડિયામાં
ચમકી રહ્યું છે. એક એનજીઓ દ્વારા આ ગામને દત્તક લઇને તેને વિશ્વનાં સૌથી શક્તિશાળી
દેશ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનું નામ આપીને ટ્રમ્પ વિલેજ બનાવવામાં
આવ્યું છે. શુક્રવારે આ ગામનું નામ કરણ કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય:-
૧. જાણો… કયો
છે દુનિયાનો પ્રથમ સ્મોકિંગ ફ્રી દેશ?
ધુમ્રપાન
નિષેધ ભારતના ઘણા રાજ્યોમાં પણ લાગુ છે અને તેના માટે કડક કાયદા પણ બનેલા છે પરંતુ
તો પણ તેના પર પ્રતિબંધ લાગી શકતો નથી. બીજી તરફ, તુર્કમેનિસ્તાન એક એવો દેશ
છે, જ્યાં
તમને ધુમ્રપાન કરવું ભારે પડી શકે છે. અહીં તમાકુ સહિત બધા ધુમ્રપાન ઉત્પાદકો પર
કડક પ્રતિબંધ છે. તુર્કમેનિસ્તાન દુનિયાનો એક માત્ર એવો દેશ છે, જ્યાં તમાકુ પર પૂર્ણ
પ્રતિબંધ છે.
૨. ગ્લોબલ CEOs
સાથે મુલાકાત…
અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણનો સ્વીકાર કરીને વોશિંગ્ટનના 3-દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ 25
જૂન, રવિવારે
વોશિંગ્ટન ડીસીમાં હોટેલ વિલાર્ડ ઈન્ટરકોન્ટિનેન્ટલ ખાતે અમેરિકાની ટોચની 21 ગ્લોબલ
મલ્ટીનેશનલ કંપનીઓનાં સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. બેઠક પૂર્વે મોદીએ
ગ્લોબલ બિઝનેસ લીડર્સ સાથે ગ્રુપ તસવીર પડાવી હતી.
રમત
ગમત:-
૧. મહિલા
વર્લ્ડ કપ : India એ
ઇંગ્લેન્ડને ૩૫ રનથી હરાવ્યું
India
એ મહિલા વર્લ્ડ કપ ક્રિકેટની
પ્રારંભિક મેચમાં ટાઈટલની પ્રબલ દાવેદાર ઇંગ્લેન્ડને ૩૨ રનથી હરાવી પોતાના અભિયાનની
શાનદાર શરૂઆત કરી હતી. ભારતે સ્મૃતિ મંઘાના, પુનમ રાઉત અને કેપ્ટન મિતાલી રાજની અડધી સદીની
મદદથી ૩ વિકેટે ૨૮૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ઇનિંગ ૪૭.૩ ઓવરમાં ૨૪૬
રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
૨. કેપ્ટન મિતાલી રાજે બનાવ્યો અર્ધશતકોનો ‘વર્લ્ડ
રેકોર્ડ’
મિતાલીએ
ચારલેટ એડવર્ડ્સને પાછળ છોડીને પોતાની વનડે કરિયરની 47મી અર્ધશતક ફટકારી હતી, જે મહિલા
ક્રિકેટમાં સૌથી વધારે છે. તે પહેલી મહિલા ક્રિકેટર છે,જેમને વનડે ક્રિકેટમાં 47 અર્ધશતક
ફટકારી છે. તે ઉપરાંત જોઈએ તો,
મિતાલી અર્ધશતકની બાબતમાં ભારતીય પુરૂષ ટીમના કેપ્ટન વિરાટ કોહલીથી પણ આગળ
છે.
૩. ઑસ્ટ્રેલિયા ઓપનના વિજેતા
શ્રીકાંતને મળશે રૂ.5 લાખનું ઇનામ
ભારતીય
બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઑસ્ટ્રેલિયા ઓપનમાં જીત હાંસલ કરી ભારતનું
ગૌરવ વધાર્યું છે. રવિવારે રમાયેલ ફાઇનલમાં શ્રીકાંતે ઓલમ્પિક ચેમ્પિયન અને
વિશ્વમાં 6ઠ્ઠા
નંબરના ચીનના ખેલાડી ચેન લાંગને 22-20,
21-16થી માત આપી હતી. ગત અઠવાડિયે પણ શ્રીકાંતે ઇન્ડોનેશિયા ઓપનમાં જીત
મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે 'મન કી બાત' કાર્યક્રમમાં તેમને
અભિનંદન આપ્યા હતા.
૪. સાત દિવસમાં બીજી વખત સુપર સીરીઝના ચેમ્પિયન્સ
બન્યા ભારતના Kidambi Srikanth
પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ ‘મન
કી બાત’ માં
બેડમિન્ટનના આ સ્ટારનું નામ લીધું અને થોડા સમય બાદ સમાચાર આવ્યા કે, તેમને
ઓસ્ટ્રેલીયન ઓપન સુપર સીરીઝ પોતાના નામે કરી લીધી છે. Kidambi Srikanth એ ટાઈટલ મેચમાં
ચીનના ચેન લોંગને ૨૨-૨૦,
૨૧-૧૬ ને સીધા સેટમાં હરાવી દીધા હતા.
૫. લિેએન્ડર પેસએ જીત્યો સત્રનો ત્રીજો ચેલેન્જર
ખિતાબ
ભારતના
અનુભવી ટેનિસ સ્ટાર લિએન્ડર પેસએ કેનેડાના તેના જોડીદાર આદિલ શમ્દીનની સાથે
ઇંગ્લેન્ડના ઇલ્કલેમાં એગોન ચેલેન્જર ટૂર્નામેન્ટમાં યુગલ ખિતાબ જીત્યો છે. આ
ખિતાબ પેસનો આ સત્રનો ત્રીજો ખિતાબ છે.
૬. હોકી વર્લ્ડ લીગમાં ભારતે પાકિસ્તાનને ૬-૧થી
સજ્જડ પરાજય આપ્યો
- ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારતનો સતત બીજો
વિજય
- ભારત તરફથી રમનદીપ અને મનદીપ સિંઘે બે-બે ગોલ
ફટકાર્યા
અન્ય:-
૧. સેન્ડ આર્ટિસ્ટે પૂરીના દરિયા કિનારે
ભગવાન જગન્નાથની સુંદર કલાકૃત્તિ બનાવી
પ્રખ્યાત
સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક અલગ અલગ તહેવારો નિમિત્તે સેન્ડ આર્ટ દ્રારા લોકોને
શુભકામનાઓ પાઠવતા હોય છે. આજે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે તેમણે પુરીના
દરિયાકિનારે સેન્ડ આર્ટ તૈયાર કર્યું છે.
૨. જગન્નાથ મંદિરની રહસ્યમય વાતો, વિજ્ઞાન
પાસે પણ તેનો જવાબ નથી
ઓરીસ્સાના
શહેર પુરીમાં શ્રી જગન્નાથ મંદિર આવેલું છે, આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ)ને સમર્પિત
છે. જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી. તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે. આ મંદિર
હિન્દુઓના ચાર ધામો પૈકી એક છે. જગન્નાથ મંદિરની વાર્ષિક રથયાત્રા તો આખા વિશ્વમાં
પ્રખ્યાત છે જેમાં મંદિરના ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને
બહેન સુભદ્રા ત્રણેય અલગ-અલગ ભવ્ય રથોમાં વિરાજીત થઈ પોતાની માસીને ત્યાં જાય છે.
ત્યાં
ભગવાન 8 દિવસ
રોકાય છે. આજે અમે તમને આ મંદિરથી જોડાયેલી કેટલીક રસપ્રદ અને રહસ્યમય વાતો જણાવી
રહ્યા છીએ જેના પાછળનું કારણ વિજ્ઞાની પણ શોધી શક્યા નથી. આ મંદિર એ વાતનું પ્રમાણ
છે કે આપણા પૂર્વજો કેટલા મોટા ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં. સામાન્ય રીતે
દરિયા કિનારે દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા
તરફ જતો હોય છે, પણ
પુરીમાં તેનાથી વિપરિત થાય છે,
અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.
સામાન્ય
રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ
પક્ષી ઉડતું નથી, મંદિરની
ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં.રોજ 500
રસોઈયા 300
સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ 8-10 હજાર લોકો
માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ એટલી કોન્ટીટીમાં બનેલ પ્રસાદથી લાખો લોકો પેટ
ભરીને જમી શકે છે.
અહીં
આશરે 20 લાખ
શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ
બનાવવા માટે 7 વાસણો
એક ઉપર એક મૂકવામાં આવે છે,
પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના
વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી ક્રમશઃ નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે
છે. અહીં દર 12 વર્ષે
નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે,
આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે. કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા
કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.
કહેવાય
છે કે દરિયાએ 3 વાર
જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી,
ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત
કર્યા હતાં. હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા
રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો. આ કારણથી ભગવાન
જગન્નાથે, હનુમાનજીને
અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી
હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા
આવે છે. મહારાજા રણજિત સિંહએ આ મંદિરને ઘણું બધું સોનું દાન કર્યુ હતું, તેમણે અમૃતસરના
સુવર્ણ મંદિરમાં આપેલા સોનાથી આ માત્રા ઘણી વધુ હતી.(હિ.સ.)
૩. કોણ જીત્યું ‘નચ બલિયે 8’ની ટ્રોફી
ટેલિવિઝનના
સ્ટાર કપલ અને યે હૈં મોહબ્બતેની સ્ટારજોડી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાને
નચ બલિયેની આઠમી સિઝનના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ જોડીએ ટ્રોફી સિવાય 35 લાખ રૂ.ની કેશ
પ્રાઇઝ, હીરો
માસ્ટ્રો અને ઓરા જ્વેલરી ઇનામમાં જીતી છે. આ શોમાં ફર્સ્ટ રનરઅપ તરીકે એબિગેલ
પાંડે અને સનમને તેમજ સેકન્ડ રનરઅપ તરીકે સનાયા ઇરાની અને મોહિતને જાહેર કરવામાં
આવ્યા છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point