Sunday, 25 June 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ ૨૫-૦૬-૨૦૧૭

અહીંથી તમે તારીખ ૨૪-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈને ૫૭મો ક્રમ

- ગત વર્ષની સરખામણીમાં મોંઘવારી વધી

- નોટબંધી પછી રહેઠાણના ભાડામાં વધારો

૨. પ્રધાનમંત્રી મુદ્રલોન યોજના

લોકોનાં સર્વાગી વિકાસ માટે સરકારે વિવિધ ક્ષેત્રોમા અનેકવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવાની સાથે તેનો લાભ પણ છેવાડાનાં માનવી સુધી આપવામાં આવેલ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મુદ્રાલોન યોજના અનેક લાભાર્થીઓ માટે સમૃધ્ધિનું માધ્યમ બની છે. કોઇપણ નાનામાં નાનો વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતો હોય તો તેને મુદ્રાલોન યોજનાં અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાં અંતર્ગત સહાય આપવાથી ચોક્કસપણે લાભાર્થી અને તેમના કુટુંબનો આર્થિક વિકાસ થાય છે.

૩. ભાવનગરને નવા પીકનીક પોઈન્ટ તરીકે મળશે રવેચી કમળ લેઈક

ભાવેણાવાસીઓને નવા પકીનીક પોઈન્ટ બનાવવા રૂવા ખાતે આવેલ તળાવ રવેચી કમળ લેઈકવિકસાવાશે. રૂવા ખાતેનું આ તળાવમાં કુદરતી રીતે જ કમળ ખુબ મોટી સંખ્યામાં  ઉગે છે. આ તળાવને વિકસાવવા વિભાવરીબેન દવે દ્વારા ખુબ જ પ્રયત્નો કરાયા.

૪. રેલવે હવે પ્રવાસીઓને આપે છે ઉધારીમાં ટિકિટ!

IRCTC રેલવેયાત્રીઓને ક્રેડિટ પર ટિકિટ બુકિંગની સુવિધા પુરી પાડી રહી છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટ્રાવેલ કોર્પોરેશને આ સર્વિસ શરૂ કરી છે. આ સુવિધા બુક નાઓ પે લેટરયોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. આ નવી સ્કિમ અનુસાર ઓનલાઇન ટિકિટ બુક કરાવનાર મુસાફર મુસાફરીનાં 5 દિવસ પહેલાં, ટિકિટ બુક કર્યાનાં 14 દિવસ પછી પેમેન્ટ કરી શકશે. આ સુવિધા મેળવવાં માટે 3.5 ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ વ્યવસ્થા હેઠળ આઇઆરસીટીસીએ મુંબઈની એક કંપની ઇમ્પેલેટર સાથે કરાર કર્યા છે. કંપની આ સર્વિસને 15 દિવસ પહેલા જ શરૂ કરી છે. અને અત્યાર સુધી 50 ટકા લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે.

૫. મહારાષ્ટ્રે ખેડૂતોનું 34,000 કરોડનું દેવું કર્યુ માફ, 89 લાખ ખેડૂતોને ફાયદો

મુંબઈઃખેડૂતોના દેવા માફીનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો હોય તેમ હવે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રે પણ આવી જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ખેડૂતોને મોટી રાહત આપતી જાહેરાત કરતાં જણાવ્યું કે, ‘સરકારે 34 હજાર કરોડની ઋણ માફી કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોનું દોઢ લાખ રૂપિયા સુધીનું ઋણ માફ થશે. જે ખેડૂતોએ તેમની લોન નિયમિત ચૂકવી હશે તેમને 25 ટકા લોન વળતર આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 89 લાખ ખેડૂતોને ફાયદો થશે.

૬. PM મોદી પોર્ટુગલના પ્રવાસે, 25 જૂને વોશિંગ્ટન પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અમેરિકા સહિત ત્રણ દેશોના પ્રવાસે રવાના થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પોર્ટુગલના લિસ્બન શહેર પહોંચશે. ત્યારે બાદ પીએમ મોદી 25 જૂનના રોજ અમેરિકાના વોશિંગ્ટનની મુલાકાતે પહોંચશે. પીએમ મોદીપોર્ટુગલના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. બંને દેશોનાં સંબંધોને લઇને પીએમ મોદી ચર્ચા કરશે. પીએમ મોદી અને પોર્ટુગલના પીએમ સાથે લંચ લેશે.

૭. ચૂંટણી ખર્ચની ખોટી માહિતી આપવા બદલ MPના મંત્રી પર 3 વર્ષનો પ્રતિબંધ

ગ્વાલિયરઃચૂંટણી પંચે મધ્યપ્રદેશના મંત્રી અને દતિયાના ધારાસભ્ય નરોત્તમ મિશ્રાને ચૂંટણી ખર્ચ ખોટા રજૂ કરવા અંગે દોષિત જાહેર કર્યા છે અને 3 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દિધો છે. આ નિર્ણય 2008ની ચૂંટણીના સંદર્ભે આપવામાં આવ્યો છે. જો, કે આ બાદ 2013માં મિશ્રા ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યાં છે.
આંતરરાષ્ટ્રીય:-

૧. સઉદી અરબમાં જબરદસ્તી ગુલામ બનાવવામાં આવી ભારતીય નર્સ, સુષમા એકશનમાં

આ નર્સનું નામ જસિંથા મેંડોન્કા છે, જેમને ખાડી દેશોમાં કથિત રીતે ગુલામીમાં ધકેલી લીધા છે. સુષમા સ્વરાજે ટ્વીટ કરી સઉદી અરબમાં નિયુક્ત ભારતના હાઈકમિશ્નર અહમજ જાવેદને આ ભારતીય મહિલાની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમને ટ્વીટમાં લખ્યું- જાવેદ: કૃપા કરી આ મહિલાને છૂડાવવામાં મદદ કરો. અહેવાલોના મતે, સઉદી અરબમાં તેને છૂટકારો મેળવવા માટે 24,000 સઉદી રિયાલની માંગણી કરવામાં આવી છે.

૨. ટ્રંપ સાથે વ્હાઇટ હાઉસમાં ડિનર કરનારા પહેલા નેતા બનશે મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના ત્રણ દિવસોની યાત્રા માટે રવાના થયા છે. મોદી અમેરિકા, પોર્ટુગલ અને અંતમાં નેધરલેન્ડની મુલાકાત લેશે. અમેરિકાના પ્રવાસ દરમિયાન તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મળશે ત્યાં જ 17 વર્ષ પછી કોઇ ભારતીય વડાપ્રધાન પોર્ટુગલની મુલાકાત કરશે. ત્યારે પીએમ મોદીની આ મુલાકાત પહેલા અમેરિકાએ પાકિસ્તાન સખત શબ્દોમાં શું કહ્યું અને મોદીની આ મુલાકાતથી ભારતની વિદેશનીતિ અને ભારતને શું લાભ મળશે તે અંગે વિગતવાર જાણો અહીં...

૩. મોસ્કોમાં પહેલીવાર ભારતીય ફિલ્મો રજૂ થશે

-૭૦ વર્ષની દોસ્તીને બિરદાવવા ખાસ સેક્શન

-૩૯મો મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ ૨૨મીથી શરૃ થશે

આ સેક્શનને રાજકારણ સાથે કશી લેવાદેવા નથી એમ આયોજકોએ કહ્યું હતું. આ સેક્શનમાં ખાસ પસંદગીની ચીલો ચાતરનારી ભારતીય ફિલ્મો રજૂ થશે જેમાં બાહુબલિ અને બાહુબલિ ટુ ઉપરાંત બદનામ, અ ડેથ ઇન ધ ગૂંજ, બેયાર, યુ ટર્ન અને કોઠાનોડીનો સમાવેશ થાય છે.

રમત ગમત:-

૧. રોમાંચક મેચમાં South Africa એ ઇંગ્લેન્ડને ત્રણ રનથી હરાવ્યું


આર્થિક:-

૧. નવી કંપનીઓ માટે GST રજીસ્ટ્રેશન ૨૫ જૂનથી શરૂ

ઈ-કોમર્સ કંપનીઓ અને ટીડીએસ (ટેક્સ ડીડક્ટડ ઓન સોર્સ) કાપનાર ૨૫ જૂનથી ખુદ GST નેટવર્ક પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તે દિવસે પોર્ટલ નવા રજીસ્ટ્રેશન માટે ફરી ખુલશે. તે સિવાય હાલમાં એક્સાઈઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેલ્યૂ ટેક્સ (વેટ) આપનારને જીએસટીએન પોર્ટલ પર ટ્રાન્સફર માટે એક વધુ મોકો મળશે. કારણ કે, તેમના માટે પણ રજીસ્ટ્રેશન રવિવારે ખુલશે. જે ત્રણ મહિના સુધી જારી રહેશે. જીએસટીએન પોર્ટલ ૨૫ જૂનથી રજીસ્ટ્રેશનનાં નવા આવેદન સ્વીકારશે. GST સિસ્ટમમાં કારોબાર કરવા માટે જીએસટીએન પર રજીસ્ટ્રેશન જરૂરી છે. કારોબારીઓને આ પોર્ટલ પર મહિનાની સંપૂર્ણ સપ્લાઈનાં આંકડા નાખવા પડશે અને રિટર્ન ફોર્મ જમા કરાવવાનું રહેશે.

અન્ય:-

૧. જૈકી ચેનને પછાડી સલમાને શાંઘાઇમાંં મેળવ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ

શાંઘાઇમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટવલ દરમિયાન યશરાજ ફિલ્મસની મેગા બ્લોક બસ્ટર ફિલ્મ સુલ્તાનને બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તમને જણાવી દઇએ કે, આ કેટેગરીમાં જૈકી ચેનની એક્શન મુવી સાથે દુનીયાભરની બધી જ એક્શન ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી હતી. પરંતુ ઓડિયન્સનાં વોટ અને જજીસ દ્વારા આપવામા આવેલા નંબરનાં આધારે સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ સુલ્તાનને એક્શન ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. યશરાજ ફિલ્મસનાં સ્થાને પ્રકાશ ગુપ્તા (શાંઘાઇ માં ભારત કાઉન્સીલર જનરલ) એ આ એવોર્ડ લીધો હતો.

૨. ટોઇલેટ : એક પ્રેમકથા ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર

અભિનેતા અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ટોઇલેટ : એક પ્રેમકથા ભાજપા શાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે ફિલ્મ ટોઇલેટ એક પ્રેમકથાને ભાજપ શાસિત રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. ટોઇલેટ : એક પ્રેમકથા માત્ર ફિલ્મ નથી, પરંતુ લોકોને શૌચાલય વિશે જાગ્રત કરવાનું એક માધ્યમ અને સંદેશ પણ છે. ફિલ્મને પ્રત્યેક દેશવાસીએ જોવી જોઇએ. ફિલ્મના ટ્રેલરને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોએ જોયું હતું. આ ટ્રેલરનો પ્રભાવ એટલો બધો હતો કે એક વ્યક્તિએ પોતાના મિત્રને ટોઇલેટ બનાવવામાં સહાય કરી હતી. કોલ્હાપુરની એક વ્યક્તિએ આ બાબતનો વિડિયો શેર કરી વહેલી તકે ઘરમાં શૌચાલય બનાવવાની અપીલ કરી હતી.
-પ્રશાંત ભટ્ટ
Educational Point