Thursday, 29 June 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 30-06-2017

અહીંથી તમે તારીખ ૨૯-૦૬-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. રાજકોટમાં બન્યો સાઇન લૅન્ગ્વેજમાં રાષ્ટ્રગાનનો વર્લ્ડ રેકૉર્ડ

બોલી કે સાંભળી ન શકતા દિવ્યાંગો દ્વારા ગઈ કાલે ભારતના રાષ્ટ્રગાનનું પઠન કરવામાં આવ્યું હતું, જેને વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. કુલ ૧૫૦૦ દિવ્યાંગો દ્વારા કરવામાં આવેલા આ સમૂહ રાષ્ટ્રગાને ચીનનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. આ અગાઉ ચીનમાં કુલ ૯૩૭ દિવ્યાંગો દ્વારા ચીનના રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીના આગમન સમયે બનાવવામાં આવેલા આ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ ઑલરેડી તૈયાર હતું અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના આયોજકો એ સર્ટિફિકેટ આપવા તૈયાર હતા, પણ દિવ્યાંગો દ્વારા આ સર્ટિફિકેટ નરેન્દ્ર મોદી પાસેથી સ્વીકારવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવતાં હવે આજે નરેન્દ્ર મોદી દ્વારા તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ અગાઉ એવું નક્કી થયું હતું કે રાષ્ટ્રગાનનું પઠન વડા પ્રધાનની હાજરીમાં થાય, પણ એકદમ ટાઇટ શેડ્યુલ હોવાથી આ કાર્યક્રમને એક દિવસ આગળ લેવામાં આવ્યો.

૨. GSAT-17 લોન્ચ, ભ્રમણકક્ષામાં ભારતનું 18 મું અધ્યયન કોમ્યુનિકેશન સેટેલાઇટ રવાના

ભારતે ગુરુવારની વેહલી સવારે 17 કોમ્યુનિકેશન ઉપગ્રહોના હાલના કાફલામાં જીએસએટી -17 ઉમેર્યું હતું અને હવે 18 મું અધ્યયન કોમ્યુનિકેશન સેટેલાઇટ અંતરીક્ષમાં.
ફ્રાન્સના ગુઆનાથી ફ્રાન્સના રોકેટ એરિયાન -5 દ્વારા 3,477 કિલોની સાથે આ કોમ્યુનિકેશન સેટેલાઇટ ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું.
સેટેલાઇટને ઇન્ડિયન નેશનલ સેટેલાઈટ (INSAT) / જીએસએટી સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે સામાન્ય સી, વિસ્તૃત સી અને એસ બેન્ડ્સમાં પેલોડ્સ વહન કરે છે, જે વિવિધ સંચાર સેવાઓ પૂરી પડશે.
જીએસએટી -16 માં હવામાનની માહિતી અને ઉપગ્રહ-આધારિત શોધ અને રેસ્ક્યૂ સેવાઓ માટે અગાઉનાં INSAT ઉપગ્રહો દ્વારા સાધનો પૂરા પાડવા માટે સજ્જ છે.
"ઉપગ્રહ સી, વિસ્તૃત સી, અને એસ બેન્ડ્સમાં ઓપરેશનલ ઉપગ્રહોની સેવાઓની સાતત્ય પૂરી પાડવા માટે રચાયેલ છે, અને તેને એક જિઓસિંક્રોનસ ટ્રાંસ્ફર ઓર્બિટ (જીટીઓ) માં રજૂ કરવામાં આવશે," એમ ઇસરોએ જણાવ્યું હતું.
1981 થી આજ સુધીમાં એરિઅન્સપેસને 21મી વાર સેટેલાઈટ ઇસરો માટે લોન્ચ કર્યાં છે.

૩. પીએમ મોદીએ ગાંધીઆશ્રમમાં શ્રીમદ રાજચંદ્ર સિક્કો અને ટપાલટિકીટ લોકાર્પિત કર્યાં

પીએમે ગાંધીઆશ્રમમાં મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતિ વર્ષના અવસરે પોસ્ટલ સ્ટેમ્પ અને તેમની છબી ધરાવતો રુપિયા 150નો સિક્કો લોકાર્પિત કર્યો છે.

૪. સ્નાઈડર ઈલેક્ટ્રીક અમદાવાદમાં સ્વિચ ઓન ઈન્ડિયાઅભિયાન શરૂ

એનર્જી મેનેજમેન્ટ અને ઓટોમેશનમાં વૈશ્વિક સ્તરે સ્પેશ્યાલીસ્ટ સ્નાઈડર ઈલેક્ટ્રીક સમગ્ર ગુજરાતમાં એમસીબી, આરસીસીબી, ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ, સ્વિચ એન્ડ સોકેટ જેવા લો વોલ્ટેજ ઈલેક્ટ્રીકલ ઉત્પાદનોમાં મોટો બજાર હિસ્સો હસ્તગત કરશે. આજે કંપનીએ અમદાવાદમાં વાન કેમ્પેઈન સ્વિચ ઓન ઈન્ડિયાશરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ સ્નાઈડર અમદાવાદમાં તેની ગ્રીન લો-વોલ્ટેજ ઈલેક્ટ્રીકલ ઉત્પાદનોની રેન્જ પ્રદર્શિત કરશે તથા સલામતી અને કાર્યદક્ષતા અંગે જાગૃતિ લાવવા સ્થાનિક ઈલેક્ટ્રિશિયન્સ અને રિટલર્સ સાથે જોડાણ કરશે.

૫. દેશમાં ઉપરાષ્ટ્રપતિનું ચૂંટણી માટે તારીખનું એલાન, ૫ ઓગસ્ટે થશે મતદાન

દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સરગર્મી વચ્ચે આજે ચૂંટણી પંચે  ઉપરાષ્ટ્રપતિનું ચૂંટણી પણ એલાન કરી દીધું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, દેશમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ૭ ઓગસ્ટે મતદાન કરવામાં આવશે. નસીમ જૈદીએ કહ્યું કે, આ સબંધમાં 4 જુલાઈએ અધિસુચના જારી કરવામાં આવશે. પાંચ ઓગસ્ટે ચૂંટણી થશે અને તે જ દિવસે વોટની ગણતરી પણ થશે. જો કે, વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે. તે છેલ્લી બે વારથી આ પદ પર છે.
૬. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડના પ્રવાસે હતા. એક દિવસની વિઝીટમાં ડચ વડાપ્રધાન માર્ક રુટે નરેન્દ્ર મોદીને સાઈકલ ગિફ્ટ કરી છે.




આંતરરાષ્ટ્રીય:-  

૧. ચીને બનાવ્યું 10 હજાર ટન વજનનું આધુનિક હથિયારોથી સજ્જ સ્વદેશી યુદ્ધ જહાજ

બિજીંગ- વિશ્વની પ્રથમ નંબરની નૌસેના બનવાની દિશામાં ચીને વધુ એક સફળતા મેળવી છે. ચીને નવી પેઢીનું આધુનિક અને 10 હજાર ટન વજન ધરાવતું, આધુનિક હથિયારોથી સજ્જ યુદ્ધ જહાજ દરિયામાં ઉતાર્યું છે. મહત્વની વાત એ છે કે, આ જહાજની ડિઝાઈન અને નિર્માણ સ્વદેશી પદ્ધતિથી કરવામાં આવ્યા છે.  જહાજને શાંઘાઈ શિપ યાર્ડમાંથી સમુદ્રમાં ઉતારવામાં આવ્યું હતું.

૨. ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં સામેલ કરાયા ભારતના બે રસપ્રદ શબ્દો

ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્ષનરીમાં સામેલ કરાયેલા કેટલાક નવા શબ્દોને સાર્વજનિક કરવામાં આવ્યા છે. આ નવા શબ્દોમાં રોજિંદા જીવનમાં ભારતીય ભોજનમાં સામેલ ચણા અને ચણા દાળને સામેલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર ત્રણ મહિનામાં ડિક્ષનરીમાં લાઈફસ્ટાઈલ અને સમસામયિક વિષયોને લઈને શિક્ષા જગત સુધીના નવા નવા શબ્દોને સામેલ કરવામાં આવે છે. આ વખતે ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં નવા ઉમેરાયેલા 600 શબ્દોમાં ચણા અને ચણા દાળનો ઉમેરો થયો છે.

ટેનિસ સાથે જોડાયેલ શબ્દ પણ સામેલ
આ ઉપરાંત ડિક્ષનરીમાં ટેનિસ સાથે સંબંધિત કેટલાક શબ્દોને પણ સામેલ કરાયા છે. તેમાં ફોસ્ર્ડ એરર (forced error) અને બેગેલ (bagel) છે. ટેનિસમાં બેગેલનો મતલબ એટલે છ ગેમ્સના મુકાબલે શૂન્ય. જોકે, શૂન્ય અને બેગેલની શેપ ગોળ ગોળ હોય છે. તેથી તેની સ્થિતિ જોઈને તેને આ નામ આપવામાં આવ્યું છે.

ચર્ચિત શબ્દ વોક અને પોસ્ટ ટ્રુથ પણ સામેલ
આ ઉપરાંત વોક (woke) અને પોસ્ટ ટ્રુથ (post-truth) શબ્દને પણ ડિક્ષનરીમાં સામેલ કરવામાં આવ્યો છે. 2016 ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં પોસ્ટ ટ્રુથને વર્ડ ઓફ ધ ઈયર જાહેર કરવામાં આવ્યો હતો. તેના બાદ સામાજિક સંવાદમાં તેનો ઉપયોગ વધ્યો હતો.

૩. ચીને 400 કિલોમીટરની સ્પીડે દોડતી બૂલેટ ટ્રેનને પાટા પર ઉતારી

ભારતવાસીઓ હજુ બૂલેટ ટ્રેનના સપના જૂએ છે. ત્યારે ચીને પોતાના સૌથી વ્યસ્ત રૂટ પર 400 કિલોમીટરની સ્પીડે દોડતી બૂલેટ ટ્રેનને પાટા પર ઉતારી દીધી છે.

૪. USમાં 12 વર્ષની અનન્યા બની નેશનલ સ્પેલિંગ બી વિનર, 26 લાખનું રોકડ ઈનામ

અમેરિકાઃ12 વર્ષની ભારતીય મૂળની અનન્યા વિનયે એ સમયે લોકોને ઈમ્પ્રેશ કરી દીધા, જ્યારે તેણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2017 સ્પર્ધામાં તમામ શબ્દોના સ્પેલિંગ ડર્યા વગર જણાવ્યા અને તેણે બધા જ શબ્દોના સ્પેલિંગ કહી સ્પર્ધા જીતી લીધી. અનન્યાને આ માટે 40 હજાર ડોલર(અંદાજે 26 લાખ રૂપિયા) રોકડ ઈનામ મળ્યું છે. કોન્સોનૈંટ્સ(વ્યંજન) અને વોવેલ્સ(સ્વર) પર આધારિત આ સ્પર્ધાને અનન્યાએ 12 કલાક બાદ એક રિસ્કી લાઈફલાઈન લઈને જીત મેળવી.

રમત ગમત:-  

૧. સાઇના નેહવાલ બાદ પી.ગોપીચંદ પર બનશે બાયોપિક

બોલિવુડના ફિલ્મમેકર્સની વચ્ચે હાલમાં બાયોપિક બનાવવાની હોડ ચાલી રહી છે. થોડા સમય પહેલા સાઇના નેહવાલની બાયોપિક એનાઉન્સ થઇ હતી, જેમાં શ્રદ્ઘા કપૂર સાઇનાનું કેરેક્ટર પ્લે કરતી જોવા મળશે અને હવે સમાચાર આવી રહ્યા છે કે સાઇનાના કોચ અને ભારતના જાણીતા બેડમિન્ટન પ્લેયર પી.ગોપીચંદ પર એક બાયોપિક બનવા જઇ રહી છે.

૨. શ્રીલંકાના ફાસ્ટ બોલર Lasith Malinga પર મુકાયો છ મહિનાનો પ્રતિબંધ

Lasith Malinga પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડની વિશેષ તપાસ પેનલે કરાર ઉલ્લંઘનની કરવાની બાબતમાં છ મહિનાનો પ્રતિબંધ અને આગામી વનડે મેચની ફીનો ૫૦ ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

૩. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ છે ગુજરાતી

આઇસીસી મહિલા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતના મહિલા ટીમના નવા કોચ વડોદરાના તુષાર અરોઠે છે. તુષાર અરોઠે 116 રણજી મેચ રમી ચૂક્યા છે. 2008થી 2012 સુધી અરોઠે ઇન્ડિયન વિમેન્સ ટીમના ફિલ્ડિંગ કોચ અને હેડ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ડર 15, 17 અને 19ની ટીમ પણ તેમના માર્ગદર્શન હેઠળ રમી હતી.




આર્થિક

૧. 200 રૂપિયાની નોટ માટે તૈયાર રહેજો, RBIએ છપાઇ શરૂ કરી છે

નરેન્દ્ર મોદીની સરકાર નવેમ્બર 2016માં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરીને 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરી હતી. 2000 રૂપિયાની નવી નોટો જાહેર કર્યા પછી ભારતીય રિર્ઝવ બેંક જલ્દી જ 200 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની છે.

૨. Salman Khan એ લોન્ચ કરી બીઈંગ હ્યુમન ઈ-સાઈકલ

વિશ્વ પર્યાવરણ દિવસ પર એક્ટર Salman Khan એ તેમની બીઈંગ હ્યુમન બ્રાંડ હેઠળ ઇલેક્ટ્રિક સાઈકલ લોન્ચ કરી છે. બીઈંગ હ્યુમન ઈ-સાઈકલનાં બે વેરિયન્ટસ BH27 અને BH12 ચાર રંગો- સફેદ, પીળો, લાલ અને કાળા રંગમાં ઉપલબ્ધ છે. સાઈકલનાં બીજા વેરિયન્ટસ વેચાણ માટે થોડા મહિનામાં ઉપલબ્ધ થશે. Salman Khan એ ટ્વીટ કરી સાઈકલનો વિડીયો શેર કર્યો છે.

૩. આમિરની 'દંગલ' બની વર્લ્ડવાઇડ સૌથી વધુ બિઝનેસ કરનારી ભારતીય ફિલ્મ

આમિર ખાનની ફિલ્મ 'દંગલે' 2000 કરોડની કમાણી કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ફિલ્મે પોતાની કમાણી અને લોકપ્રિયતાનાં મામલામાં એસએસ રાજામૌલીની હાલિયા રિલીઝ ફિલ્મ 'બાહુબલી-2'ને પાછળ ધકેલી દીધી છે. 'દંગલ' કમાણીનાં મામલામાં ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મે સોમવારનાં રોજ ચીની માર્કેટમાં 2.5 કરોડની કમાણી કરીને બધા જ જૂના રેકોર્ડ્સને માત આપી દીધી છે.
અન્ય:-  

૧. World Biggest Quran - ક્રિકેટર પઠાણબંધુઓના કાકા 75 ઇંચ લાંબા અને 41 ઇંચ પહોળા કુર્આનની સાચવણી કરે છે

ગુજરાતમાં અવનવી વાતો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટું કુર્આન હોવાની બાબત પણ હવે પ્રકાશમાં આવી છે. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં 250 વર્ષ કરતાં પણ જુના કુર્આન એ શરીફને સાચવી રાખવામાં આવ્યું છે. ઈરાકથી આવેલા મોહંમદ ગોસ નામના જાણીતા સંતે વડોદરા આવ્યા બાદ 17 વર્ષની ઊંમરે કુર્આન-એ-શરીફ લખવાની શરૂઆત કરી હતી અને હિજરી 1206માં 80 વર્ષની ઊંમરે લખવાનું પૂરું કર્યું હતું.
-પ્રશાંત ભટ્ટ
Educational Point