Sunday 26 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 27-11-2017

અહીંથી તમે તારીખ ૨૬-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

1 ભાવનગર રેલવેનો રાષ્ટ્રીય કક્ષાની લોકનૃત્ય સ્પર્ધામાં ડંકો

રાયબરેલીના લાલગંજમાં આયોજિત ઈન્ટર રેલવે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય રેલવેના દરેક ઝોનલ રેલવે અને પ્રોડક્શન યુનિટની ટીમએ ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લીધો હતો. જેમા ભાવનગર રેલવે ડિવિઝનની ટીમએ રાષ્ટ્રીય કક્ષાની લોકનૃત્યની સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાસંલ કરીને ડંકો વગાડયો હતો. ભાવનગર રેલવેના ઈતિહાસમાં ભાવનગર રેલવે ડિવિઝનની ટીમએ પ્રથમવખત નેત્રદિપક કામિયાબી હાસંલ કરી હતી. લોક નૃત્યની ફાઈનલ સ્પર્ધા નિહાળવા માટે આવેલા દર્શકોએ ભાવનગરના કલાકાર દ્વારા પ્રસ્તૃત કરાયેલા મિશ્ર રાસની તારીફ કરી હતી.

૨. દેશમાં 2019થી ડેંગ્યુની રસી મળશે

ડેુગ્યુએ દેશમાં અનેક લોકોનો ભોગ લઈ લીધો છે અને મહાનુભાવોથી માંડીને આમ જનતા તેની લપેટમાં આવી ગયા છે ત્યારે આ ખતરનાક રોગ સામે લડવાની દેશને તાકાત મળવાની છે.
2019નાં અંત સુધીમાં દેશમાં આ મહારોગની વેકસીન ઉપલબ્ધ થશે તેવી જાહેરાત દવા નિમર્તિા કંપ્ની અને શિયા બાયોટેક દ્વારા કરવામાં આવી છે.

આ વેકસીનની ટ્રાયલ ભારતમાં કરવા માટેની પરવાનગી પણ આ કંપ્નીને મળી ગઈ છે. 2018માં દર્દીઓ પર ટ્રાયલ શ કરવામાં આવશે.
મચ્છરના ડંખથી જ આ મહારોગ થાય છે અને તે ખતરનાક ગણવામાંઆવે છે. અત્યાર સુધીમાં દેશમાં 216 લોકોનો તેણે ભોગ લઈ લીધો છે.

૩. દેશના પંદરમાં નાણાપંચના અધ્યક્ષ બની શકે છે એન. કે.સિંઘ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પંદરમાં નાણાપંચના ગઠનને મંજૂરી આપવામાં આવી હતી સાથે જ 15મા નણાપંચના અધ્યક્ષસ્થાને NK સિંઘની નિમણૂક લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છએ .
સરકારે કેબિનેટ પાસે આ મંજૂરી મેળવ્યા બાદ કમિશનની રચના કરવા માટે કવાયત હાથ ધરી છે. એક અગ્રણી ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ નવા નાણાપંચના ચેરમેનનો પદભાર એન કે સિંઘને સોંપવા માટે સરકારે અંતિમ ચર્ચા કરી લીધી છે. આ કમિટીમાં પૂર્વ મહેસૂલ સચિવ શશિકાંતા દાસ, અનૂમ સિંઘને પણ સભ્યપદ આપવામાં આવશે. ઉપરોકત ત્રણ નામ સિવાય અશોક લહિરી, રમેશ ચંદનો પણ સમાવેશ કરવામાં આવશે.આ નાણાપંચ દ્વારા સૂચવાયેલા સુધારા-વધારા અને તેમના રેકમેન્ડેશન 1લી એપ્રિલ,2020થી લાગુ કરવામાં આવશે.

૪. સોમનાથ મહાદેવનું વિશ્વ પ્રસિધ્ધ મંદિર દેશનું આઈકોન મંદિર બન્યું

ભારતના બાર જયોર્તિર્લિંગમાના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવનું ભવ્ય-ભવ્ય શિવાલયને દેશની ડ્રિંન્કીંગ વોટર અને સેનેટરી મિનિસ્ય્રી દિલ્હી દ્વારા સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારને ભારતના આઈકોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
જેના પ્રથમ ચરણપ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં 24 બાય 7 રાઉન્ડ ધ કલોક સફાઈ અને અદ્યતન ઉપકરણોથી સેનિટેશન વ્યવસ્થા કાર્યરત પ્રાથમિક ધોરણે અમલી બની ચુકી છે અને આ પ્રોજેકટ હેઠળ આસપાસના વિસ્તારોમાં ડસ્ટ ફ્રી અને પ્લાસ્ટીક બાન અમલીકરણ માટે નગરપાલિકા, જિલ્લા વહિવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં કાર્યવાહી કરવાનું નક્કી કરાયેલ છે.

૫. સૌરાષ્ટ્રના દરિયાને વધુ સુરક્ષિત બનાવવા ઈસરોની મદદ લેવાશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) હવે સેટેલાઈટથી તસવીરો મોકલીને દરિયાકાંઠા અને સમુદ્રી સુરક્ષામાં જોડાયેલી એજન્સીઓને શંકાસ્પદ જહાજો અને બોટને પકડવામાં મદદ કરશે. આ નવી પહેલ હેઠળ ઈસરો બોટની સેટેલાઈટથી નજર રાખવા માટે આગલા વર્ષે માર્ચ મહિના સુધી 1000 ટ્રાન્સપોડર સપ્લાય કરશે. આનો હેતુ સમુદ્રના રસ્તે ભારતમાં એ પ્રકારની ઘૂસણખોરી રોકવાનો છે જેવો નવેમ્બર-2008માં મુંબઈ પર હમલા માટે કરવામાં આવી હતી. આ ઘટનામાં સૌરાષ્ટ્રના દરિયાનો ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી ઈસરોની આ યોજના સૌરાષ્ટ્રના દરિયાને વધુ સલામત બનાવશે.

૬. Indo-Japan સમિટ દરમિયાન અમદાવાદમાં લાઈટ ડેકોરેશનનું બિલ ૪.૨૧ કરોડ

અમદાવાદ: અમદાવાદમાં Indo-Japan સમિટ દરમિયાન જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ લાઈટ ડેકોરેશનની પાછળ રૂ. ૪.૨૧ કરોડથી વધુનો ખર્ચ થયો હોવાનું આરટીઆઈ દ્વારા માંગવામાં અરજીના પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું છે.
કચ્છ લડાયક મંચના પ્રમુખ અને મુંબઈ ખાતે રહેતા રમેશભાઈ જોશીએ માહિતી અધિકારઅધિનિયમ-૨૦૦૫ હેઠળ અરજી કરીને એક માહિતી માંગી હતી.
આ અરજીમાં એવી માહિતી માંગવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭-૦૯-૨૦૧૭ના રોજ Indo-Japan સમિટ સંદર્ભે અમદાવાદ આવ્યા હતા.
આ દરમિયાન અમદાવાદમાં જે લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ લાઈટ ડેકોરેશન પાછળ થયેલા ખર્ચની માહિતી માંગવામાં આવી હતી.
આ અરજીના પ્રત્યુત્તરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટલાઈટ-પ્રોજેક્ટના એડીશનલ ચીફ એન્જિનિયર દ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી છે.

૭. ૨૮ નવેમ્બરના આંબેડકર મેમોરિયલ માટે સ્મૃતિ માર્ચ

મુંબઇ: દલિત નેતા બી. આર. આંબેડકરના પ્રસ્તાવિત સ્મારકનું બાંધકામ ઝડપથી થાય એ માટે શહેરની સંસ્થા ૨૮મી નવેમ્બરના રોજ દાદરની ચૈતન્યભૂમિ ખાતે સ્મૃતિ માર્ચયોજશે.

સામાજિક સમતા મંચના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે દાદરની હાલમાં બંધ પડેલી ઇન્દુ મિલની જગ્યામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આંબેડકરના સ્મારક બાંધવામાં કરાઇ રહેલા વિલંબને લોકો સમક્ષ લાવવા આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

મધ્ય રેલવેના દાદર નજીક આવેલી ચૈતન્યભૂમિમાં દેશના બંધારણના ઘડવૈયાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

૮. લખનઊને ૧૦૦ વર્ષમાં સૌપ્રથમ મહિલા મૅયર મળશે

લખનઊ: ઉત્તર પ્રદેશના પાટનગર લખનઊમાં નગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાવાની છે અને આ વખતે શહેરના મૅયરનું પદ મહિલા માટે અનામત રખાયું હોવાથી તેને (ઉત્તર પ્રદેશ નગરપાલિકા ધારો અમલમાં આવ્યો તેના) ૧૦૦ વર્ષમાં સૌપ્રથમ મહિલા મૅયર મળશે.

સમાજવાદી પક્ષ (સપ)એ શિક્ષણ ક્ષેત્રના અગ્રણી આચાર્ય નરેન્દ્ર દેવનાં સગાં મીરાં વર્ધનને મૅયરના હોદ્દા માટે ઊભા રાખ્યા છે. કૉંગ્રેસે પોતાનો પક્ષ જો નગરપાલિકામાં સત્તા પર આવે તો પોતાના પક્ષના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુરેન્દ્ર નાથના પત્ની પ્રેમા અવસ્થીને મૅયર બનાવવાનો નિર્ણય લીધો છે.

સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુ દેશનાં સૌપ્રથમ મહિલા રાજ્યપાલ અને સુચેતા કૃપલાની દેશનાં સૌપ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા.

સરોજિની નાયડુ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્ય તરીકે ઓળખાતા યુનાઇટૅડ પ્રૉવિન્સિસનાં રાજ્યપાલ તરીકે ૧૯૪૭થી ૧૯૪૯ સુધી હતા. સરોજિની નાયડુનો જન્મ હૈદરાબાદમાં ૧૮૭૯ની ૧૩મી ફેબ્રુઆરીએ બંગાળી પરિવારમાં થયો હતો. તેઓ ચેન્નઇ, લંડન અને કેમ્બ્રિજમાં ભણ્યા હતા. સરોજિની નાયડુ મહાત્મા ગાંધીનાં અનુયાયી હતા અને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય:-  

1 ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોં 2018માં ભારતની લેશે મુલાકાત

ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોં 2018ની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ફ્રાંસના રાજદૂત એલેક્ઝેન્ડ્ર જિયેંગલરે આના સંદર્ભે જાણકારી આપી છે.
ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોં આગામી વર્ષે માર્ચ માસમાં ભારત આવે તેવી સંભાવના છે. તેમના દ્વારા ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સંમેલનમાં ભાગ લેવાનો કાર્યક્રમ આમ તો પૂર્વનિર્ધારીત છે.


રમત ગમત:-

૧. અંડર-19 વનડેમાં અનોખો રેકોર્ડ, માત્ર 2 રનમાં આખી ટીમ ઓલઆઉટ!

બે રન પર કોઈ ટીમનું ઓલઆઉટ થવું ક્રિકેટપ્રેમીઓ માટે ચોંકાવનારી ઘટના છે. પરંતુ આ સાચું છે, કેરળ ખાતેના ગુંટૂરના જેકેસી કોલેજ મેદાન પર રમાયેલી અંડર-19 વનડે મેચમાં નાગાલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ માત્ર બે રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કેરળની મહિલા ક્રિકેટ ટીમના બોલરોએ આ કારનામો કરી દેખાડયો છે. નાગાલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે 17 ઓવર બેટિંગ કર્યું અને તેમા માત્ર બે રન જ બનાવ્યા હતા. જેમાં બેટથી તો માત્ર એક રન જ બન્યો અને એક રન એકસ્ટ્રા હતો. આખા દાંવમાં મહિલા ક્રિકેટ ટીમના નવ ખેલાડીઓ બેટિંગ કરતી વખતે શૂન્ય રને પેવેલિયનમાં પાછા ફર્યા હતા.
જ્યારે કેરળની મહિલા ક્રિકેટ ટીમે પોતાની બેટિંગ શરૂ થતાં જ પહેલી ઓવરના પહેલા બોલે ચોક્કો મારીને મેચ જીતી લીધી હતી. તેનો અર્થ છે કે ચેજ કરતી વખતે સૌથી ઓછા બોલમાં જીત પ્રાપ્ત કરવાનો રેકોર્ડ કેરળની મહિલા ક્રિકેટ ટીમે પોતાના નામે કર્યો છે.

૨. INDvsSL બીજી ટેસ્ટ: ભારતને 107 રનની મજબૂત લીડ, વિજય-પૂજારાની સદી

ઓપનર મુરલી વિજય અને ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી ભારતે બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકા સામે 107 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ મેળવી મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવી 312 રન બનાવી લીધા છે. શ્રીલંકન ટીમ પ્રથમ દાવમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસની રમતના અંતે ચેતેશ્વર પૂજારા 121 રને અને વિરાટ કોહલી 54 રને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી બીજા દિવસે એક માત્ર હેરાથને સફળતા મળી હતી. તેણે મુરલી વિજયને અંગત 128 રનના સ્કોરે આઉટ કર્યો હતો.

૩. સિંધુ ફાઇનલમાં પહોંચી

કૉવલૂન: ઑલિમ્પિક્સની સિલ્વર-મેડલિસ્ટ પી. વી. સિંધુએ ગઈ કાલે અહીં કુલ ૪,૦૦,૦૦૦ ડૉલરની હૉન્ગ કૉન્ગ સુપર સિરીઝ બૅડ્મિન્ટન સ્પર્ધાની સેમી ફાઇનલમાં કટ્ટર હરીફ, ૨૦૧૩ની વર્લ્ડ ચૅમ્પિયન અને થાઇલૅન્ડની ટોચની ખેલાડી રૅચનૉક ઇન્ટેનૉનને આસાનીથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જો સિંધુ ફાઇનલ જીતશે તો હૉન્ગ કૉન્ગની આ સૌથી મોટી સ્પર્ધા જીતનારી તે પ્રકાશ પદુકોણ તથા સાઇના નેહવાલ પછીની ત્રીજી ભારતીય ખેલાડી બનશે. ફાઇનલમાં સિંધુનો મુકાબલો તાઇવાનની વર્લ્ડ નંબર વન તાઇ ત્ઝુ યિન્ગ સાથે થશે. પદુકોણે ૧૯૮૨માં, સાઇનાએ ૨૦૧૦માં આ સ્પર્ધા જીતી લીધી હતી.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. SBIApp લોન્ચ કરી, 4 CLICKમાં ફન્ડ કરી શકાશે ટ્રાન્સફર, જાણો - અન્ય ખાસિયત

સ્ટેટ બેન્ક ઓઇ ઈન્ડિયા દ્વારા (યુનો - યુ ઓન્લિ નીડ વન) YONO-YOU ONLY NEED ONE એપ્લીકેશન લોન્ચ કરવામાં આવ્યું હતુ. જે ભારતનું પ્રથમ લાઈફ સ્ટાઈલ અને બેંકિંગ ડિજિટલ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા દિલ્લી ખાતે લોન્ચ કરવામાં આવી હતી.

આ એપ્લિકશન ગ્રાહકોની નાણાકીય. સેવાઓ અને જીવનશૈલી સાથે સંબંધિત જીરૂરિયાતો માટેનુ સંપૂર્ણ પ્લેટફોર્મ તરીકે જોવામાં આવે છે. આ એપ્લિકેશન 60થી વધારે મર્ચન્ટ કસ્ટમાઈઝ અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. એટલું જ નહી આ એપ્લિકેશન 14થી વધારે કેટેગરીઓમાં જીવનશૈલી સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરે છે. આ એપ્લિકેશનના લોન્ચિંગ કાર્યક્રમ અમદાવાદના હૈયાત હોટલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેનું સમગ્રે દેશમાં પ્રસારણ કરવામાં આવ્યું છે.
અન્ય.

૧. ઠંડીનો કહેર: લેહમાં -13.3 ડિગ્રી: શ્રીનગરમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટયો

દેશના પહાડી રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીથી લોકો થરથર ધ્રુજી રહ્યા છે. ઠંડીના રેકોર્ડ ઉપર રેકોર્ડ તૂટી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં તાપમાન માઈનસ 7.5 ડિગ્રી નોંધાયું તો શ્રીનગરમાં ઠંડીનો દસ વર્ષનો રેકોર્ડ તૂટી જવા પામ્યો હતો. લેહમાં ન્યુનત્તમ તાપમાન માઈનસ 13.3 ડિગ્રી, ગુલમર્ગમાં માઈનસ 6 ડિગ્રી નોંધાયું હતું. પહેલગામમાં લઘુતમ તાપમાન માઈન 5.3 ડિગ્રી નોંધાયું હતું.
ગઈકાલે હિમાચલ પ્રદેશનું લઘુત્તમ તાપમાન અંદાજે આઠ ડિગ્રી સેલ્સીયસન નીચે સરકી જતાં ઠંડીએ બોકાસો બોલાવી દીધો હતો. હિમાચલ ગઈકાલે જમ્મુ-કાશ્મીર કરતાં પણ ઠંડુ રહ્યું હતું. હિમાચલની રાજધાની શિમલાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સીયસ અને કેલંગમાં લઘુતમ તાપમાન માઈનસ 7.5 ડિગ્રી નોંધાયું હતું.

 -પ્રશાંત ભટ્ટ
Educational Point