Thursday 23 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 24-11-2017

અહીંથી તમે તારીખ ૨૩-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાત માટે BJPનો મેગા પ્લાન... 50 હજાર બૂથ પર "મન કી બાત.. ચાય કે સાથ"

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપી છઠ્ઠીવાર રાજનીતિક જંગને ફતેહ કરવા બૂથ સ્તર સુધી મજબૂત પકડ બનાવવાની રણનીતિ અપનાવતી દેખાય રહી છે. બીજેપી ગુજરાતના 50 હજાર બૂથો પર મન કી બાત, ચાય કે સાથ કાર્યક્રમ કરશે.. તેના દ્વારા બીજેપી કાર્યકર્તા રાજ્યના બૂથો પર જશે અને બીજેપીની નીતિયો પર ચર્ચા કરશે.

૨. શુભાંગી સ્વરૂપ બન્યા ઈન્ડિયન નેવીના પ્રથમ મહિલા પાયલટ

પુરુષોના વર્ચસ્વ ધરાવતી ઈન્ડિયન નેવીમાં પ્રથમવાર કોઈ મહિલા પાયલટનો સમાવેશ કરાયો છે. ઈન્ડિયન નેવીના ઈતિહાસમાં આવુ પહેલી વાર બન્યુ છે. જ્યારે કોઈ મહિલા પાયલટને રિક્રૂટ કરવામાં આવી હોય.

બે વર્ષ અગાઉ 2015માં મહિલાઓને નેવીમાં પાયલટ તરીકે સામેલ કરવા લીલી ઝંડી મળી ગઈ હતી. નેવીમાં પાયલટ બનનાર બરેલીની રહેવાસી શુભાંગીને સ્ટેન્ડિંગ કમિશનના માધ્યમથી રાખવામાં આવ્યા છે. જોકે નેવીમાં અત્યારસુધી યુદ્ધની ભૂમિકામાં સમાવેશ કરવા પરવાનગી મળી નથી. શુભાંગી સ્વરૂપ નૌસેનાની સમુદ્રી ટોહી ટીમમાં પાયલટ હશે.

શુભાંગી સ્વરૂપ મૂળ યુપીના બરેલીના રહેવાસી છે. શુભાંગી સ્વરૂપે પાયલોટ તરીકે પોતાની નવી ભૂમિકાને ઘણી રોમાંચક અને ભરપૂર જવાબદારીથી ભરેલી જણાવી છે. હૈદરાબાદમાં આવેલ દુંડીગાલ એર ફોર્સ એકેડેમીમાં શિક્ષણ લીધા બાદ તેમને અત્યાધુનિક ટોહી વિમાન પી-8આઈ ઉડાડવાની તક મળશે.

શુભાંગી કેરળમાં આવેલ ઈન્ડિયન નેવલ એકેડેમીની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લેશે. ભારતના ફોક્સમાં અત્યારે હિંદ મહાસાગર છે. હિંદ મહાસાગરમાં ચીનની પ્રવૃતિઓ પર નજર રાખવા માટે નેવી મહિલા પાયલટનો ઉપયોગ કરી શકાય તેમ છે.

૩. PM મોદીએ લોંચ કરી ઉમંગ એપ, હવે ઘરે બેઠા થશે પાસપોર્ટ, પાન અને આધાર કાર્ડની અરજી

નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે સાઈબર ક્રાઈમ સુરક્ષાને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરતા ગોપનીયતા અને પારદર્શિતા વચ્ચે સંતુલનને જરૂરી ગણાવ્યું. મોદીએ સાઈબર સુરક્ષા પર આયોજીત પાંચમાં વૈશ્વિવિક સંમ્મેલનના ઉદ્ધાટન પ્રસંગે કહ્યું, સાઈબર હુમલાઓ પ્રજાતાંત્રિક દુનિયા માટે આજે મોટો ખતરો છે. તેમણે કહ્યું સાઈબર સુરક્ષા આપણી જીવન શૈલીનો ભાગ હોવો જોઈએ. આપણે ગોપનીયતા અને પારદર્શિતા તથા ડિજીટલ અને સુરક્ષા વચ્ચે સંતુલન સ્થાપિત કરી શકીએ છીએ.

૪. બેટી પઢાઓ, બેટી બચાઓયોજના દેશભરમાં લાગુ થશે

દેશની કુલ વસતીમાં અડધોઅડધ વસતી ધરાવતાં મહિલાઓ અને ક્ધયાઓ માટે અને તેમના સશક્તિકરણ અને સુરક્ષા માટે સરકારે મોટું પગલું લીધું છે. હવે બેટી પઢાઓ, બેટી બચાઓ યોજના દેશભરમાં લાગુ થશે. અત્યાર સુધી તે માત્ર 161 જિલ્લાઓમાં ચાલી રહી હતી પરંતુ હવે તે દેશના દરેક જિલ્લામાં લાગુ પડશે.
મહિલાઓના સશક્તિકરણને લઈને સરકારે આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોની જેમ દેશના 115 જેટલા પછાત જિલ્લાઓમાં વડાપ્રધાન મહિલા શક્તિ કેન્દ્રો ખોલવાની મંજૂરી આપી છે. આ કેન્દ્રોના માધ્યમથી મહિલાઓને કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ બેટી પઢાઓ, બેટી બચાવો યોજના દેશભરમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન મહિલા શક્તિ કેન્દ્રના નામથી સ્કીમ શ કરવામાં આવી છે અને તેનાથી મહિલાઓને ઘણો ફાયદો થશે.
શઆતમાં આ કેન્દ્રો દેશના 115 જેટલા અતિ પછાત જિલ્લાઓમાં ખુલશે. જિલ્લા સ્તરથી લઈને તાલુકા સ્તર સુધી કેન્દ્રો ખોલવામાં આવશે અને તેના થકી બેટી પઢાઓ, બેટી બચાઓ યોજનાને પણ ઉત્તેજન મળવાનું છે.

૫. સાયબર સ્પેસ ગ્લોબલ કોન્ફરન્સમાં PM

નવી દિલ્હીઃ સાયબર સ્પેસની 5મી ગ્લોબલ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. અહીં વડાપ્રધાન મોદીએ સાયબર સ્પેસ હેકાથોનમાં વિજેતા બનેલા લોકોને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ડેમોક્રેટિક સોસિયાલિસ્ટના વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

૬. ગુજરાતની પ્રતિષ્ઠિત આઇસ્ક્રિમ કંપની હેવમોર વહેંચાઇ ગઇ

ગુજરાતની પ્રતિષ્ઠિત આઇસ્ક્રિમ કંપની હેવમોરને કોરિયાની એક કંપનીએ ખરીદી લીધી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સર્વાધિક લોકપ્રિય બ્રાંડ હેવમોરને કોરિયાની કંપનીએ 1020 કરોડમાં ખરીદી લીધી છે. આ સોદો થઇ ગયા બાદ હવે હેવમોર કંપની બે વેન્ચરમાં વહેંચાઇ જશે. આઇસ્ક્રીમ યુનિટ કોરિયાની કંપની પાસે જ્યારે રેસ્ટોરેન્ટ(ફૂડ) બિઝનેસ મૂળ માલિક પાસે રહેશે.

હેવમોર કંપનીનો ઇતિહાસ
હેવમોર કંપનીની શરૂઆત વર્ષ 1944માં અખંડ ભારતના કરાંચીમાં થઇ હતી. આઈસ્ક્રીમની દુનિયામાં આજે હેવમોર અને પ્રદિપ ચૌના એક વિશેષ ઊંચાઇ હાંસલ કરી ચૂક્યા છે પરંતુ ભારત-પાક ભાગલા વખતે પ્રદિપભાઇ પરિવાર સાથે અમદાવાદ આવ્યા ત્યારે તેમનું સર્વસ્વ લાહોરમાં જ છૂટી ગયુ હતું. તેમના પિતા પાસે ફક્ત આઈસ્ક્રીમ બનાવવાની કળા હતી. તેઓ કાલુપુર રેલ્વે સ્ટેશન નજીક સ્લમ વિસ્તારમાં રહેતા અને રેંકડી પર આઈસ્ક્રીમ વેચતા.




આંતરરાષ્ટ્રીય:-  

૧. બ્રિટનમાં 1 ડિસેમ્બરે 'પદ્માવતી' પ્રદર્શિત થશે

નિર્દેશક સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને જ્યાં સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે અને સેન્સર બોર્ડે આને પાસ કરવાની મનાઈ ફરમાવી છે. ત્યાંજ બ્રિટિશ સેન્સર બોર્ડે આ ફિલ્મ પાસ કરી છે.

ભારતમાં આ ફિલ્મ ભલે રિલીઝ ના થાય અને પદ્માવતી જોવા માટે દર્શકોને રાહ જોવી પડશે. પરંતુ બ્રિટનમાં આ ફિલ્મ 1 ડિસેમ્બરે જ રિલીઝ થશે. બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશને પદ્માવતીની રિલીઝને લીલી ઝંડી આપી છે.

પદ્માવતીને બીબીએફસીએ કોઈ પણ કટિંગ કર્યા વિના પાસ કરી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ સમગ્ર દુનિયા માટે 1 ડિસેમ્બરે જ્યારે ગલ્ફ દેશો માટે 30 નવેમ્બર રાખવામાં આવી હતી. પરંતુ ભારતમાં ચાલી રહેલા વિરોધમાં આ ફિલ્મની રિલીઝ ડેટને મેકર્સે ટાળી દીધી છે અને આની નવી ડેટ પણ અત્યાર સુધી જાહેર કરાઈ નથી.



રમત ગમત:-

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. બેન્કરપ્ટ કાયદાને કડક કરવાના બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બેન્કરપ્સી કાયદાને કડક કરવા માટે બિલને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની આ મંજૂરી કેબિનેટની મંજૂરીના એક દિવસ બાદ આવી છે. આ બિલ અંતર્ગત દેવાળિયા કંપનીઓના પ્રમોટરોની મુશ્કેલી વધશે.

બેન્કરપ્ટ થયેલી કંપનીના પ્રમોટર પર કંપનીની સંપત્તિઓને ખરીદવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. જેના કારણે વિલફુલ ડિફોલ્ટર જેવી સ્થિતિમાં પ્રમોટર ફાયદો ઉઠાવી શકશે નહીં. કેબિનેટે આ માટે પોતાની મંજૂરી આપતા કહ્યું કે આ બંને બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે.

કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતા નાણાં મંત્રી અરૂણ જેટલી અને કાયદા મંત્રી રવિ શંકરે કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 15 ડિસેમ્બરથી શરૂ થશે. જેટલીએ કહ્યું કે ગુજરાત ચૂંટણી બાદ જ સંસદનું સત્ર થાય જેથી આ તારીખને પસંદ કરવામાં આવી છે.

૨. Airtelના ચેરમેન સુનીલ મિત્તલ કરોડો રૂપિયાનું દાન કરશે

એરટેલ કંપનીના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે આજે સમાજસેવી કામો માટે ભારતીય ફાઉન્ડેશનની સંપત્તિના 10 ટકા એટલે કે લગભગ 7,000 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તેમજ મિત્તલ એરટેલમાં 3 ટકાનો હિસ્સો પણ દાનમાં આપશે. ભારતીય ફાઉન્ડેશન શિક્ષા ક્ષેત્રમાં પણ યોગદાન આપશે. શિક્ષા ક્ષેત્રમાં પોતાના વર્તમાન કાર્યક્ર્મોને પૂરા કરવા માટે સત્ય ભારતી વિશ્વવિદ્યાલય ( વિજ્ઞાન અને ટેકનોલોજી)ની સ્થાપનાની જાહેરાત કરી.

અન્ય.

૧. રાહુલ ગાંધી 24-25 નવેમ્બરે ગુજરાતમાં, માછીમારોને મળશે

રાહુલ ગાંધી 24 નવેમ્બર અને 25 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતને ઘમરોળશે. આ દરમિયાન પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ બાહર પડે તેવી શકયતા છે. ચૂંટણી નજીક આવાત જ ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની ફોજ કોંગ્રેસે ઉતરી છે. તેમાં રાહુલ ગાંધી પોરબંદરથી પોતાની યાત્રાનો પ્રારંભ કરશે. આ યાત્રામાં તે પોરબંદરના માછીમાર સમાજને પણ મળશે. સાથે ડોક્ટર્સ, દલિત સમાજ એમ તમામ નાના મોટા વર્ગના લોકો સાથે ચર્ચા કરશે. અને તેમને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરશે. વધુમાં રાહુલ ગાંધીની આ મુલાકાત પોરબંદર, અમદાવાદ, વડોદરો જેવા શહેરોમાં ફરશે અને જનસંપર્ક વધારશે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આ બે દિવસના કાર્યક્રમ પર વિગતવાર જાણાકારી મેળવો અહીં...



-પ્રશાંત ભટ્ટ
Educational Point