Thursday 30 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 01-12-2017

અહીંથી તમે તારીખ ૩૦-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. મુંબઈ ઍરપોર્ટે બનાવ્યો એક નવો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈ: અહીંના ઍરપોર્ટ દ્વારા તાજેતરમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. મુંબઇ ઍરપોટ દ્વારા એક રનવે પર ૨૪ કલાકની અંદર ૯૬૯ વિમાનોનું સફળ ટેક ઑફ અને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુંબઇ આંરરાષ્ટ્રીય ઍરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ)ના પ્રવકતાના જણાવ્યા અનુસાર મુંબઇ ઍરપોર્ટ દ્વારા જ બનાવવામાં આવેલા જૂના ૯૩૫ના રેકોર્ડને તોડીને જ આ નવો વિક્રમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. મોટા શહેરો જેમ કે ન્યૂયોર્ક, લંડન, દુબઇ અને દિલ્હીમાં બેથી વધુ રનવે છે, જે એક સાથે કામ કરે છે. જોકે મુંબઇમાં પણ બે રનવે છે, પરંતુ બંને એકબીજાને ક્રોસ કરતા હોવાથી એક સમયે માત્ર એક જ રનવે ઉપયોગમાં લઇ શકાય છે, તેથી તકનિકી રીતે જોઈએ તો દુનિયાના વ્યસ્ત માત્ર એક રનવેમાં ગણતરી થાય છે. ઍરપોર્ટ દરરોજ અંદાજે ૯૦૦થી વધુ વિમાનોનું સંચાલન કરે છે. એમઆઇએએલના અધિકારીએ જણાવ્યું હતું કે અમને આશા છે કે અમે જલ્દીથી ૧૦૦૦નો આંકડો પણ પાર કરીશું. વૈશ્ર્વિક વિમાન ક્ધસલ્ટન્સી સંસ્થા (સેન્ટર ફોર એશિયા પેસિફિક)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર ગૈટવિક દુનિયાનું એકમાત્ર રનવે છે જે નિયમિતરૂપથી એક કલાકમાં ૫૦થી વધુ વિમાનોનું ટેક ઓફ કરાવે છે, જયારે મુંબઇ બીજા નંબર પર છે જેણે પચાસનો આકડો પાર કર્યો છે.

૨. ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અંજુમ ચોપડાનું અનોખું સન્માન

થોડા દિવસ પહેલાં દિલ્હી ક્રિકેટ અસોસિએશન દ્વારા ફિરોજશા કોટલા સેટડિયમના ગેટ-નંબર બેને ભૂતપૂર્વ ઓપનર બૅટ્સમૅન વીરેન્દર સેહવાગનું નામ આપ્યા બાદ ગઈ કાલે ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અંજુમ ચોપડાનું ગેટ-નંબર ૩ અને ૪ને નામ આપીને તેનું બહુમાન કરવામાં આવ્યું હતું. અંજુમ છ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી રમી છે અને ભારતીય મહિલા ટીમ વતી ૧૦૦ વન-ડે મૅચ રમનાર પ્રથમ ખેલાડી છે.

૩. વડા પ્રધાન ફિલ્મમાં કંઠ આપશે

હોલિવૂડની ફિલ્મોના હિન્દી વર્ઝનમાં ટોચના કલાકારો પોતાનો કંઠ ઊછીનો આપે એ વાતની હવે નવાઇ રહી નથી. પરંતુ લેટેસ્ટ સમાચાર મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કંઠ તમને કોઇ ડોક્યુમેન્ટરીમાં સાંભળવા મળે તો નવાઇ નહીં પામતા.
આ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ દસ્તાવેજી ફિલ્મો બનાવનારા ફિલ્મ સર્જક રામકુમાર શેડગેની કંપની વડા પ્રધાનના બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર અંગે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છે. એ માટે તેમણે વડા પ્રધાનના કાર્યાલયનો સંપર્ક સાધીને વડા પ્રધાનના કંઠની માગણી કરી હતી. આમ તો વડા પ્રધાનનું શિડયુલ ખૂબ ટાઇટ હોય છે એટલે પીએમઓએ તરત જવાબ આપ્યો નહોતુ પરંતુ આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ વડા પ્રધાનના અત્યાર સુધીના મન કી બાત પ્રવચનોમાંથી કેટલોક હિસ્સો શેડગેની ફિલ્મમાં વાપરવાની પરવાનગી પીએમઓએ આપી હતી.

૪. બ્રિટીશ શાસન કાળથી શરૂ થયેલી 1 રૂપિયાની નોટ 100 વર્ષની થઇ

ભારતમાં સૌપ્રથમવાર બ્રિટીશ શાસનકાળ દરમિયાન એક રૃપિયાની નોટ તા.30મી નવેમ્બર 1917માં ચલણમાં મુકાઈ હતી. જેને આવતીકાલે 100 વર્ષ પુર્ણ થશે. એક્સો વર્ષની મજલ કાપનાર એક રૃપિયાની નોટનો ઇતિહાસ પણ રસપ્રદ છે.

દેશી-વિદેશ ચલણી નોટ, જુના સિક્કાનું કલેકશન કરતા સુરતના હિતેશ તહેલરામાણી પાસે એક રૃપિયાની નોટોના ખજાના સાથે તેનો ઇતિહાસ પણ છે. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુધ્ધ બાદ ચાંદીના સિક્કા સ્વરૃપે સામાન્ય ચલણનો વપરાશ ઘટાડવાના હેતુથી એક રૃપિયાની નોટ ચલણમાં મુકવાના નિર્ણય બાદ બ્રિટીશરોએ ભારતમાં તા.૩૦ નવેમ્બર, ૧૯૧૭માં સૌપ્રથમવાર એક રૃપિયાની નોટ ચલણમાં મુકી હતી.

જેમાં ચાંદીના સિક્કાની છબી સાથે આગળના ભાગે જ્યોર્જ પાંચમાની છબી તથા પાછળના ભાગે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા ૧૯૧૭ દર્શાવાયું હતું. નોટની પાછળના ભાગે દેશની આઠ ભાષામાં મૂલ્ય લખાયું હતુ. પરંતુ એક રૃપિયો શબ્દમાં 'એક રૃપયો' એમ ખોટી રીતે લખાયું હતુ. જે બે વર્ષ બાદ સુધારીને 'એક રૃપિયો' કરાયું હતું.

આજની ચેકબુકની જેમ ૨૫ પાનાની બુકલેટના સ્વરૃપે આ નોટ બહાર પડતી. અલબત્ત ૧૯૨૬માં આ નોટ છાપવાનું બંધ થયું હતુ. પણ તા.૨૪ જુલાઇ, ૧૯૪૦ના બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ચાંદી એક રૃપિયાના સિક્કાની ખેંચ ઉભી થતા જુની તારીખવાળી એક રૃપિયાની નોટ ફરી ચલણમાં મુકાઇ.
ત્યારબાદ ત્રીજી વખત ૧૯૪૪માં ચલણમાં મુકાઇ હતી. તમામ નોટ પર ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના ફાયનાન્સ સેક્રેટરી તરીકે સી.ઈ.જોન્સની સહી હતી. જે સમયાંતરે કાળા લીલા તથા લાલ રંગના સીરીયલ નંબરમાં હતી.

સ્વતંત્ર ભારતના ૧૦ વર્ષ બાદ ૨૭ ઓક્ટોબર, ૧૯૫૭માં આ એક રૃપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચાઇ હતી. જેનો ઉપયોગ બર્મા તથા ભારતથી વિભાજિત પાકિસ્તાનમાં પણ ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના મથાળા યથાવત રહયા હતા. માત્ર હકુમતે પાકિસ્તાન તથા બર્મા કરન્સી બોર્ડ લીગલ ટેન્ડર ઈન બર્મા ઓન્લીનું સ્ટેમ્પીંગ અલગથી કરાયું હતું.

ચાંદીના સિક્કાનો વપરાશ ઘટાડવા સૌપ્રથમવાર વાર ૩૦ નવેમ્બર, ૧૯૧૭માં બ્રિટીશરોએ ભારતમાં ૧ રૃપિયાની નોટ ચલણમાં મુકી હતી.

૫. ગુજરાતના પ્રથમ મહિલા ઈનચાર્જ DGP ગીતા જોહરી આજે રિટાયર થશે

ગુજરાતના સર્વપ્રથમ મહિલા પોલીસ અધિક્ષક ગીતા જોહરી આજે રિટાયર થશે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા હાઈકોર્ટ સમક્ષ રાજ્યમાં કાયમી DGPની નિમણૂક કરવા માટે વધુ સમય આપવાની માંગણી કરાઈ હતી. 1982ના બેચના IPS અધિકારી ગીથા જોહરીને એપ્રિલ માસમાં પૂર્વ ઈનચાર્જ DGP પી પી પાંડેના રાજીનામા બાદ રાજ્યના ઈનચાર્જ DGP તરીકે નિમણૂક આપી હતી. ગીથા જોહરી બહાદુરીથી અબ્દુલ લતીફની ગેંગ સામે પડ્યા હતા જે કારણે તેઓ એક નિર્ભય પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.



આંતરરાષ્ટ્રીય:-  

૧. ઈવાન્કા ટ્રમ્પની મુલાકાતઃ હૈદરાબાદમાં 10 હજાર પોલીસોનો ચોકીપહેરો

હૈદરાબાદ  આવતા મંગળવારથી અહીં શરૂ થનાર ગ્લોબલ ઓન્ટ્રપ્યૂનરશિપ સમિટ (GES શિખર સંમેલન)માં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાનાં છે. એ માટે સમગ્ર શહેરમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. 10 હજારથી પણ વધુ પોલીસ જવાનોને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવનાર છે.

૨. GES 2017 : હૈદરાબાદ પહોંચી ઇન્વાકા ટ્રંપ, મોદી સાથે કરશે ડિનર

ગ્લોબલ ઇટરપ્રેન્યોરશિપ સમિટ 2017 એટલે કે જીઇએસમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇન્વાકા ટ્રંપ મંગળવારે સવારે હૈદરાબાદ પહોંચી. આજથી ત્રણ દિવસના પ્રવાસ પર છે ઇન્વાકા ટ્રંપ. ઇન્વાકા હૈદરાબાદમાં જીઇએસ કાર્યક્રમને હોસ્ટ કરતી નજરે પડશે. ઇન્વાકા ટ્રંપના ભારત પહોંચવા પહેલા જ સુરક્ષાનો કડક બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ઇન્વાકા સવારના 3 વાગે હૈદરાબાદના શમશાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી. હૈદરાબાદમાં ઇન્વાકા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભોજન કરશે. ઇન્વાકા ભારત પહોંચતા જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે ખાસ અતિથિનું સ્વાગત છે.



રમત ગમત:-

૧. ડબલ સેન્ચુરિયન કોહલીએ એક જ દિવસમાં વર્લ્ડ અને નેશનલ રેકૉર્ડ તોડ્યો

નાગપુર: ભારતનો સુકાની વિરાટ કોહલી રવિવારે અહીં વિક્રમો ખડકી દેવાના મૂડમાં હતો. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે તે ૧૯મી ટેસ્ટ-સદી સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તેમ જ ત્યાર પછી તેણે અનેક અનોખા રેકૉર્ડો નોંધાવ્યા હતા.

સૌથી નેાંધનીય વિક્રમ એ છે કે તેણે કૅપ્ટન તરીકે એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ૧૦ ટેસ્ટ-સેન્ચુરીની સિદ્ધિ નોંધાવી છે. ૨૦૧૭ના વર્ષમાં તેણે ૬ સદી વન-ડેમાં અને ૪ ટેસ્ટમાં ફટકારી છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે બે વખત (૨૦૦૫માં અને ૨૦૦૬માં) ૯-૯ ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારી હતી. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ સુકાની ગ્રેમ સ્મિથે પણ એક વખત કૅલેન્ડર યરમાં ૯ સદી નોંધાવી હતી. જોકે, કોહલીએ ૧૦મી આંતરરાષ્ટ્રીય સદી સાથે બન્ને ઓળંગી લીધા છે.

૨. અબુધાબી ગ્રાં. પ્રિ.માં વાલ્ટેરી બોટાસ ચેમ્પિયન

અબુધાબી : અબુધાબીના યાસ મરિના રેસિંગ ટ્રેક ખાતે યોજાયેલી આ સિઝનની અંતિમ રેસમાં લુઇસ હેમિલ્ટન અને સેબાસ્ટિયન વેટ્ટલને પાછળ રાખી ફિનલેન્ડ અને મર્સિડીઝના ડ્રાઇવર વાલ્ટેરી બોટ્ટાસ ચેમ્પિયન બન્યો છે. વાલ્ટેરી બોટ્ટાસે આ રેસ એક કલાક, ૩૪ મિનિટ અને ૧૪.૦૬૨ સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે આ સિઝનના ચેમ્પિયન અને બોટ્ટાસના સાથી ડ્રાઇવર લુઇસ હેમિલ્ટને એક કલાક, ૩૪ મિનિટ અને ૧૭.૯૬૧ સેકન્ડમાં તથા જર્મની અને ફેરારીના સેબાસ્ટિયન વેટ્ટલે એક કલાક, ૩૪ મિનિટ અને ૩૩.૩૯૨ સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. વેટ્ટલના સાથી ડ્રાઇવર કિમિ રાઇકોનેન એક કલાક, ૩૪ મિનિટ અને ૫૯.૪૪૮ સેકન્ડ સાથે ચોથા તથા નેધરલેન્ડના યુવા ડ્રાઇવર અને આ સિઝનમાં બે રેસ જીતી ચૂકેલા મેક્સ વેર્સ્ટાપેને એક કલાક, ૩૫ મિનિટ અને ૦૦.૩૩૧ સેકન્ડમાં રેસ પૂરી કરી પાંચમું સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે વાલ્ટેરી બોટ્ટાસે સિઝનની ત્રીજી રેસ પોતાના નામે કરી હતી.

૩. હોંગકોંગ ઓપનમાં સિંધુને ફરી નિરાશા, તાઇ ઝુ યિંગ ચેમ્પિયન

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને હોંગકોંગ ઓપન સુપર સિરીઝની મહિલા સિંગલ્સની ફાઇનલમાં ફરી એક વખત હાર મળતાં રનર અપથી સંતોષ માનવો પડયો છે. ૪૫ મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં વિશ્વની નંબર વન ખેલાડી ચાઇનીઝ તાઇપેઈની તાઇ ઝુ યિંગે ૨૧-૧૮, ૨૧-૧૮થી પરાજય આપી સતત બીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. ગત વર્ષે પણ હોંગકોંગ ઓપનની ફાઇનલમાં તાઇ ઝુ યિંગે સિંધુને પરાજય આપ્યો હતો.

૪. પીવી સિંધુ અને કિદાંબી શ્રીકાંત બન્યા વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી

ભારતની સ્ટાર મહિલા શટલર પીવી સિંધુ અને મેન્સમાં કિદાંબી શ્રીકાંતને વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકેના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રીલંકા સામે બીજી ટેસ્ટમાં સૌથી ઝડપી ૩૦૦ વિકેટ પૂરી કરનારા સ્ટાર સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને પણ શ્રેષ્ઠ ખેલાડીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

૫. કરાટે ચેમ્પિયનમાં કેન-ઝેન-રિયુને ગોલ્ડ

વડોદરા : ગોધરા ખાતે યોજાયેલ રાજય ખેલ મહાકુંભની કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાની કેન-જેન- રીયુ કરાટે ટીમના તન્મય મકવાણા ગોલ્ડ મેડલ, નંદિતા બિશ્વાસ ગોલ્ડ મેડલ, સિધ્ધાર્થ ભાલેધરે સિલ્વર મેડલ, કેતન પરમાર, બોન્ઝ મેડલ, હર્ષ દવે, બ્રોન્ઝ મેડલ અને સ્વરાજી જોશીરાવે બ્રાોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેઓ કોચ જેસલ પટેલ અને મહેન્દ્ર મકવાણા પાસે તાલીમ લઇ રહ્યા છે.

૬. ગોપી એશિયન મેરેથોનમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય

ડોન્ગુઆન (ચીન): ગોપી થોનાકલ એશિયન મેરેથોન ચૅમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો અને તેને આ સિદ્ધિ આ સ્પર્ધાના ૧૬મા વર્ષમાં અહીં હાંસલ કરી હતી. ગોપીએ બે કલાક, ૧૫ મિનિટ અને ૪૮ સેકંડના સમયમાં વિજયી બની ગોલ્ડ મૅડલ પ્રાપ્ત કર્યો હતો. ઉઝબેકિસ્તાનના એન્ડ્રે પેટ્રોવે ૨:૧૫:૫૧ના સમય સાથે રજત, મોંગોલિયાના બ્યામબેલેવ સેવીનરેવડેને ૨:૧૬:૧૪ના સમય સાથે કાંસ્ય જીત્યો હતો.

૭. ભારતની મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીતીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારતની મીરાબાઈ ચાનૂએ વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરતા 194 કિલોગ્રામ (85 કિલોગ્રામ સ્નૈચ અને ક્લીન એન્ડ જર્કમાં 109 કિલોગ્રામ) વજન ઉંચકીને ગોલ્ડ મેડલ પણ જીત્યું છે. આ ઉપલબ્ધિ મેળવનાર બીજી ભારતીય મહિલા વેટલિફ્ટર છે. ચાનૂથી પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 22 વર્ષ પહેલા વર્લ્ડ વેટલિફટીંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.







        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. દીપિકાને ઇન્સ્ટાગ્રામે આપ્યો સૌથી વધારે ફૉલોઅર્સનો અવૉર્ડ

દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર ૨૦.૫ મિલ્યન એટલે કે ૨.૦૫ કરોડ ફૉલોઅર્સ થયા છે. ઇન્ડિયન સેલિબ્રિટીઝમાં દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ હોવાથી તેને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. અવૉર્ડ સાથેનો ફોટો શૅર કરતાં દીપિકાએ લખ્યું હતું કે આ અવૉર્ડ સ્વીકારીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ ફૉલોઅર્સ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ રહેશે. ઇન્સ્ટાગ્રામનો આભાર.
અન્ય.

૧. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગરના પ્રવાસે

ભાવનગર સહિત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો પ્રચારનો ધમધમાટ અને ચૂંટણીની તૈયારીઓમાં રાજકીય પક્ષો લાગી ગયા છે. રાજકીય પક્ષના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ભાવનગર જિલ્લામાં આવી રહ્યા છે. આજે બુધવારે ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી હતી જ્યારે આવતી કાલે તા.૩૦ને ગુરૂવારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઢડાના ઉમેદવાર પ્રવિણ મારૂના સમર્થનમાં આ મત વિસ્તારની મુલાકાત લેશે. રાહુલ ગાંધી સવારે ૧૧ વાગે ઢસા ખાતે આવી પહોંચશે જ્યાં કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન સાથે રોડ શો કરશે જ્યારે બપોરે ૧ર કલાકે ગઢડામાં સામા કાંઠે કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત સન્માન બાદ રાહુલ ગાંધી ૧રઃ૩૦ કલાકે ગોપીનાથ સ્વામીનારાયણ મંદિર દર્શન કરશે ત્યારબાદ બપોરે ૧ વાગે ગઢડામાં સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર કરી બોટાદ તરફ પ્રસ્થાન કરશે. બોટાદમાં સ્વાગત સન્માન અને સભા બાદ બરવાળાથી બપોરે ૩ કલાકે વલ્લભીપુર આવી પહોંચશે જ્યાં સ્વાગત સન્માન તેમજ બપોરે ૩ઃ૩૦ કલાકે ચોગઠના ઢાળ પાસે ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમ ગોઠવાયો છે. જ્યારે બપોરે ૩થી ૪ના સમય દરમ્યાન ભાવનગર શહેરના નારી ચોકડી પાસે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે જેમાં ભાવનગરના પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવાર દિલીપસિંહ ગોહિલ અને ભાવનગર પૂર્વના ઉમેદવાર નીતાબેન રાઠોડ માટે ચૂંટણી પ્રચાર કરશે. ત્યારબાદ ભાવનગર એરપોર્ટથી ચૂંટણી પ્રચાર અર્થે રવાના થશે.


 -પ્રશાંત ભટ્ટ
Educational Point