Tuesday 21 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 22-11-2017

TAT EXAM PART 2 MATE NA PUSTAKO AHI KHARIDO

અહીંથી તમે તારીખ ૨૧-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું નિધન, પીએમ મોદી ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

પૂર્વ કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસમુન્શીનું 72 વર્ષની વયે ગઈકાલે દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું. આ દુઃખદ સમાચાર સાંભળ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ કેન્દ્રીય પ્રધાનોએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

૨. ભારતનો વાગ્યો દુનિયામાં ડંકો, 70 વર્ષમાં પહેલી વખત ICJમાંથી બ્રિટન બહાર

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની રચના 1946મા થઇ હતી. આ દોરમાં બ્રિટન દુનિયાની સૌથી મોટી તાકત હતું અને ત્યારથી આજ સુધી આઇસીજે માં તેનો કોઇને કોઇ જજ ચોક્કસ રહેતો હતો. પરંતુ 1946 બાદ એવું પહેલી વખત થયું છે, જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બ્રિટનની સીટ હશે નહીં. જ્યારે ભારતના દલવીર ભંડારી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના જજ તરીકે ફરીથી પસંદ કરાયા છે.

૩. CRPF આતંકીઓને કરાવશે ઘરવાપસી, 'મદદગાર' હેલ્પલાઈન જાહેર

જમ્મુ-કાશ્મીરમાં આતંકનો રસ્તો છોડીને ઘર વાપસી કરવાની ઈચ્છા રાખનાર યુવાનો માટે પહેલી વખત હેલ્પલાઈન નંબર લોન્ચ કરવામાં આવ્યો છે. સીઆરપીએફ તરફથી રજૂ કરવામાં આવેલ ટ્રોલ ફ્રિ નંબર 14411 24X7 એટલે કે, 24 કલાક અને સપ્તાહના સાતે દિવસે કામ કરશે.
આ હેલ્પલાઈનનું નામ 'મદદગાર' રાખવામાં આવ્યું છે. કોઈપણ એવો યુવા, જે કોઈ અગમ્ય કારણોસર આતંકની દુનિયામાં જતો રહ્યો છે. જો તે આતંકનો રસ્તો છોડીને ઘર પાછો ફરવા માંગે છે, તો આ નંબર ફોન કરી શકે છે. ત્યાર બાદ સીઆરપીએફ તેની મદદ કરશે.
સીઆરપીએફના આઈજી ઝૂલ્ફિકાર હસને કહ્યું, 'મારૂ માનવું છે કે, ઘણા બધા યુવાનો આતંકનો રસ્તો છોડવા માંગે છે. તેથી અમે તેમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે, કોઈપણ સરળતાથી પાછો ફરીને એક આઝાદ જીવન જીવી શકે છે. ફોન કરીને પાછા ફરનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહી.'
જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વેદ્યે સ્થાનિક આતંકવાદીઓને આતંકનો રસ્તો છોડવાની અપિલ કરી છે. તેમનું કહેવું છે કે, ઓછામાં ઓછા 60 આતંકી એવા છે, જેમની ઘર વાપસી કરવાની ઈચ્છા છે.

૪. દબાણ હટાવવા માટે દિલ્લીની ઓળખ સમા 108 ફૂટના હનુમાનજી થશે એર લિફ્ટ?

હાલમાં દિલ્લીવાસીઓમાં પ્રદૂષણની સમસ્યા બાદ એક અગત્યનો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે દિલ્લીન કરોલ બાગ અને ઝંડેવાલાન વચ્ચે આવેલી હનુમાનજીની વિશાળ પ્રતિમાનું એરલિફ્ટ થઈ શકે છે. દિલ્લી હાઇકોર્ટે સોમવારે એનસીડી અને સિવિક એજન્સીઓએ આ પ્રકારની શક્યતાઓ શોધવાના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે કરોલ બાગના રસ્તા પર સતત વધી રહેલા દબાણને દૂર કરવા માટે કોર્ટ એક પબ્લિક પીટીશન પર સુનાવણી કરી રહી છે.

૫. અમિત શાહ તામિલ, બંગાળી અને કલાસીકલ મ્યુઝીક શીખી રહ્યાં છે

આખા દેશમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળી રહ્યો છે, એક પછી એક રાજ્યોમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ચૂંટણી સ્ટ્રેટજીની વાત કરીએ તો, ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમિત શાહ અજીબ તૈયારી કરી રહ્યાં છએ. જી હાં અમિત શાહ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તામિલ, બંગાળી અને ક્લાસીકલ મ્યુઝીક શીખી રહ્યાં છે. એક અંગ્રેજી અખબારમાં આવેલ અહેવાલ પ્રમાણે અમિત શાહે પ્રોફેશનલ ટીચર રાખ્યાં છે, જે તેમને તામિલ, બંગાળી જેવી ભાષાઓ શીખવાડે છે.


આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારતની મોટી જીતઃ ICJમાં બીજી વખત ચૂંટાયા દલવીર ભંડારી

નવી દિલ્હીઃ ભારતીય મૂળના દલવીર ભંડારી નેધરલેન્ડની હેગમાં આવેલી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના જજ તરીકે બીજી વખત ચૂંટાયા છે. જજની છેલ્લી સીટ માટે ભંડારી અને બ્રિટનના દાવેદારની વચ્ચે મુકાબલો હતો પરંતુ અંતિમ ક્ષણોમાં બ્રિટને પોતાના ઉમેદવારને ચૂંટણીમાંથી હટાવી લીધા.

એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટામાં વર્ષ ૧૯૯૬માં યોજાયેલા ઓલિમ્પિક રમતોત્સવનું યજમાન રહેલા ડોમ સ્ટેડિયમને ગઈ કાલે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું. આ દુનિયાનું સૌથી મોટું ડોમ સ્ટેડિયમ હતું. સાથે જ તેની છત દુનિયાના સૌથી મોટા કેબલ પર ટકેલી હતી. બે સુપર બોલ અને અનેક ઘરેલુ રમત સ્પર્ધાઓનું સાક્ષી રહેલા અઢી દાયકા જૂના આ જ્યોર્જિયા ડોમ સ્ટેડિયમના સ્થાને હવે હોટેલ, પાર્કિંગ અને ગ્રીન સ્પેસ બનાવાશે.


                       




રમત ગમત:-

૧. વિદેશની ધરતી પર ખંભાતી ક્રિકેટરનો શ્રેષ્ઠ પ્રદર્શન: 'મેંન ઓફ ધી મેચ' એવોર્ડથી સન્માન

ખંભાત, આણંદ: ખંભાતમાં ખાતે શિક્ષણ મેળવી વધુ અભ્યાસ અર્થે કેનેડા ખાતે ગયેલ ખંભાતનો યુવા ક્રિકેટર ખંભાત શહેરના કાબ્રાના મહોલ્લાનો રહેવાસી મો.ફેસલ મો.ઇરસાદ શેખે કેનેડા જેવી વિદેશની ધરતી પર યોજાયેલી કેનેડાના હેમિલ્ટન જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિસ્ટન પ્રીમિયર ટીમ તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમને વિજેતા બનાવી હતી. જેના પરિણામે મેંન ઓફ ધ મેચ તરીકે પસંદગી બનતા કેનેડા ક્રિકેટ બોર્ડના પ્રમુખ રંજીત સોનીના વરદહસ્તે મો.ફેસલને મેન ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

૨. ગુવાહાટીમાં મહિલાઓની વર્લ્ડ યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ

AIBA યોજિત યૂવા મહિલાઓની બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ હાલ ગુવાહાટી શહેરના નબીનચંદ્ર બોરડોલોઈ ઈન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ૨૦ નવેમ્બર, સોમવારે ૬૯ કિ.ગ્રા. વજન વર્ગમાં ભારતની આસ્થા પાહવા (લાલ ડ્રેસમાં)એ બલ્ગેરિયાની મેલીસ નેઝદેતોવાને પરાજય આપ્યો હતો અને ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. એક અન્ય મેચમાં શશી ચોપરાએ ૫૭ કિ.ગ્રા. વર્ગમાં ઉઝબેકિસ્તાનની હરીફને પરાજય આપીને પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

૩. ટેસ્ટ રેંકિંગમાં સ્ટાર વિરાટ કોહલી પાંચ સ્થાને પહોચ્યો

ટેસ્ટ રેિંન્કગમાં ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી પાંચમા સ્થાને પહાેંચી ગયો છે. વિરાટે વિરાટ સિદ્ધી હાંસલ કરવાનાે સિલસિલો જારી રાખ્યો છે. આઇસીસી દ્વારા જારી કરવામાં આવેલી રેિંન્કગમાં ભારતીય ખેલાડીઆે શાનદાર દેખાવ સાથે આગળ વધી રહ્યાા છે. જો કે સ્પીનર રવિન્દ્ર જાડેજા બાેલરોની યાદીમાં એક સ્થાન નીચે ગબડીને ત્રીજા સ્થાને પહાેંચી ગયો છે. કોહલીએ હાલમાં શ્રીલંકા સામે કોલકત્તા ટેસ્ટ મેચમાં ભારતની બીજી ઇનિગ્સમાં સદી ફટકારી હતી. 
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. શિયાળુ સત્ર ડિસેમ્બરમાં બાેલાવાશે : અનંતકુમાર

સંસદીય બાબતાેના પ્રધાન અનંતકુમારે આજે કાેંગ્રેસના એવા આક્ષેપાેને ફગાવી દીધા હતા કે, શિયાળુ સત્ર બાેલાવવાને લઇને બિનજરૂરી વિલંબ કરવામાં આવી રહ્યાાે છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ડિસેમ્બર મહિનામાં સંસદનું શિયાળુ સત્ર બાેલાવશે અને આની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે. અનંતકુમારે કહ્યું હતું કે, વિરોધ પક્ષો îેષભાવથી પીડિત છે. કાેંગ્રેસના નેતૃત્વમાં અગાઉના શાસનકાળ દરમિયાન આ પ્રકારની સ્થિતિ હતી. ડિસેમ્બર 2008 અને 2013 દરમિયાન શિયાળુ સત્ર યોજવામાં આવ્યું હતું. સામાન્યરીતે વિધાનસભાની ચૂંટણીની સાથે શિયાળુ સત્રને લઇને ધ્યાન રાખવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ બાબત જોવા મળી ચુકી છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કાેંગ્રેસ દ્વારા હતાશાના કારણે આ પ્રકારના આક્ષેપાે કરવામાં આવી રહ્યાા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કાેંગ્રેસની હાર નિશ્ચિત બની ચુકી છે. ગઇકાલે જ કાેંગ્રેસ પ્રમુખ સાેનિયા ગાંધીએ કહ્યું હતું કે, સરકાર સંસદના શિયાળુ સત્રને ખોરવી નાંખવા માટેના પ્રયાસ કરી રહી છે. સાેનિયા ગાંધીએ કાેંગ્રેસ કારોબારી સમિતિને સંબાેધન કરતા કહ્યું હતું કે, મોદી સરકારના અહંકારના કારણે સંસદીય લોકશાહી વ્યવસ્થાને માઠી અસર થઇ છે. ભાજપ પર સંસદનાે સામનાે કરવાની હિંમત નથી તેવો આક્ષેપ કરતા સાેનિયા ગાંધીએ કહ્યાુું હતું કે, વડાપ્રધાન મોદીએ આùર્યજનક કારણો આપીને સંસદમાં શિયાળુ સત્રને ટાળી દેવાની વાત કરી છે. સાેનિયા ગાંધીએ કહ્યું હતું કે, જો કોઇ લોકશાહીના મંદિર ઉપર તાળા લગાવી દેવાનું કામ કરે છે તાે આ ખોટી બાબત છે. ચૂંટણી પહેલા આ બંધારણીય જવાબદારીથી ભાગવા જેવું કામ છે. ચૂંટણી પહેલા તમામ તૈયારીઆે કરવામાં આવી રહી છે. નાેટબંધીને લઇને સરકાર પર પ્રહાર કરતા સાેનિયા ગાંધીએ કહ્યું હતુ ંકે, એક વર્ષનાે ગાળો થઇ ગયો હોવા છતાં તેની અસર હજુ ખતમ થઇ નથી.

અન્ય.

૧. એચપી ઘ્વારા નવી OMEN ગેમિંગ નોટબુક્સ લોંચ કરવામાં આવી

કંપનીએ બે નવા મૉડેલ એટલે કે ઓમેન 15 અને ઓમેન 17 મોડલ્સ લોન્ચ કર્યા છે અને નવીનતમ હાઇ-પર્ફોર્મન્સ 10 સિરીઝ જીટીએક્સ ગ્રાફિક્સ સાથે NVIDIA, ઝડપી રીફ્રેશ દર અને સિંગલ એક્સેસ સર્વિસ પેનલ માટે વૈકલ્પિક જી-સિંક ટેક્નોલોજી સાથે હાઇ-રીઝોલ્યુશન ડિસ્પ્લે છે. RAM અને સ્ટોરેજ માં પણ વધારો કરવામાં આવ્યો છે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point