Monday 20 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 20/21-11-2017

અહીંથી તમે તારીખ ૧૯/૨૦-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. ગુજરાતની ચૂંટણી પહેલા થશે રાહુલ ગાંધીની તાજપોશી, હાઈકમાન્ડે બોલાવી મિટિંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ રાહુલ ગાંધીની તાજપોશી થઈ શકે છે. કોંગ્રેસ વર્કિંગ કમિટિએ સોમવારે મહત્વની મિટીંગ બોલાવી હતી. અત્યારના કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ 10 જનપથમાં સોમવારે સવારે 10.30 કલાકે બોલાવી છે. સૂત્રો પ્રમાણે મિટીંગમાં કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા પર મહોર લાગી શકે છે.
જણાવી દઈએ કે કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેકશન કમિટિએ સોનિયા ગાંધીને ચૂંટણીનો પ્રસ્તાવનું શેડ્યૂલ આપી દીધું હતું. જેના પર તેમણે વિચાર કરી લીધો છે. હવે કોંગ્રેસ વર્કિંગની મિટીંગમાં આના પર મહોર લગાવવામાં આવી શકે છે. આ પછી કાલ સુધીમાં નક્કી થઈ જશે કે રાહુલ ક્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ બનશે.

૨. રાજકોટમાં છે દુનિયાની સૌથી ઉંમરલાયક મતદાતા, ઉંમર જાણીને ચોંકી જશો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ગણતરીના દિવસો બાકી છે અને આ વખતે માત્ર દેશ નહી પરંતુ વિશ્વની સૌથી ઉંમરલાયક મતાદાતા અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયા પણ વોટ આપવા માટે ઉત્સાહિત છે. તેમની ઉંમર 126 વર્ષ છે.
અજીબેન સીદાભાઇ ચંદ્રવાડિયા રાજકોટના ઉપલેટાના રહેવાસી છે. એક જાન્યુઆરી 2007 અનુસાર, એક મતદાર ઓળખ પત્રમાં તેમની ઉંમર 116 વર્ષ હતી, જે અનુસાર તેમની હાલની ઉંમર 126 વર્ષ છે, તેનાથી અજીબેન માત્ર દેશની જ નહી પરંતુ વિશ્વની સૌથી ઉંમરલાયક મતદાતા છે.
126 વર્ષની થયા પછી અજીબેન પોતાના કામ પોતાની જાતે જ કરે છે. તેમના પરિવાર અનુસાર, અત્યાર સુધી તેઓ ક્યારેય હોસ્પિટલમાં ગયા નથી, દિકરા-દિકરીઓ અને પૌત્ર-પૌત્રીઓની વચ્ચે રહેતા અજીબેન ગત વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપવા ગયા હતા અને આ વખતે પણ જવા માટે ઉત્સાહિત છે.
તમને જણાવી દઇએ કે, આ પહેલા ગિનિઝ બુકમાં જાપાનની નબી તાજિમાને સૌથી વધારે ઉંમરલાયક ગણવામાં આવ્યા હતા, તેમની ઉંમર 117 વર્ષની છે. રાજકોટ જિલ્લામાં 372 શતાયુ (100 વર્ષથી વધારે) મતદાતા છે, જેમાં અજીબેન સૌથી મોટી ઉંમરમાં છે.

૩. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને મળશે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને ઇન્દિરા ગાંધી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. 2004થી 2014 માટે નેતૃત્વ કરવા અને વૈશ્વિક સ્તર પર ભારતને આગળ લાવવા માટે આ વર્ષે ઇન્દિરા ગાંધી શાંતિ, નિરસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કાર આપવામાં આવશે.

૪. ફોન/જાહેરસ્થાન પર એસટી/એસટી સામે જાતિસૂચક શબ્દ ગુનો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, જાહેરસ્થાન પર ફોન પર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની શ્રેણી વિરુદ્ધની જાતિસૂચક ટીપ્પણી કરવી ગુનો છે અને તેના માટે મહત્તમ પાંચ વર્ષની જેલની સજા થવાની શક્યતા છે.

૫. નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના પુત્રનું હૃદયરોગના હુમલાથી નિધન

નેપાળના સીપીએન માઓવાદી-સેન્ટરના પ્રમુખ અને નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના એકમાત્ર પુત્ર પ્રકાશ દહલનું હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.



આંતરરાષ્ટ્રીય:-        

૧. આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ: સમાનતા શોધે છે પુરુષ સમાજ?

આજે આંતરાષ્ટ્રીય પુરુષ દિવસ (International Mens Day). સમગ્ર દુનિયામાં 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત કેરિબિયાઈ સાગરમાં આવેલ દ્વીપ દેશ ત્રિનિદાદ અને ટોબાગોમાં વર્ષ 1999માં થઈ હતી.

જે બાદ દુનિયાના 30થી વધારે દેશોના પુરુષોનું સમાજમાં યોગદાન, તેમની સિદ્ધિઓને જણાવવા માટે ઉજવવામાં આવે છે. આ સાથે જ આજના દિવસે લૈંગિક સમાનતા અને પુરુષોના અધિકારોની વાત કરવા માટે પણ ઓળખવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ આજના દિવસને માન્યતા આપી છે. UNOએ આજના દિવસને સેલિબ્રેટ કરવા અને તેની જરૂરિયાતને બળ આપ્યુ છે. આ દિવસને સંપૂર્ણરીતે પ્રશંસા કરવામાં આવે છે.

૨. ગ્લેનમાર્ક ફાર્મા. દ્વારા ક્વિટ્‌ઝ ભારતમાં નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપીની શરૂઆત

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ - સંશોધન ક્ષેત્રે ટોચની વૈશ્વિક ફાર્માસ્યુટીકલ્સ કંપનીએ આજે ક્વિડ્ડિં-તબીબી રીતે મંજૂર નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપીની રજૂઆત કરી છે. આ થેરેપી ધૂમ્રપાનના બંધાણીઓને તબક્કાવાર ધૂમ્રપાન છોડી આરોગ્યપ્રદ અને ધૂમ્રપાનમુક્ત જીવન જીવવામાં મદદ કરે છે. ક્વિ ક્વિડ્ડિં ઝ નિકોટીન ગમ- બે શ્રેણીમાં ઉપલબ્ધ છે. ક્વિટ્‌જિં-બે મિલિગ્રામ એ જે ધૂમ્રપાન કરનારાઓ દિવસની ૨૦ કરતા ઓછી સિગારેટ પીતા હોય તેમની માટે છે અને તે ઓવર ધ કાઉન્ટર ઉપલબ્ધ રહેશે.



રમત ગમત:-

૧. ભુજનો ટેનિસ ખેલાડી ઓપન ગુજરાત અંડર 10 સ્પર્ધામાં ચેમ્પિયન

ભુજ, તા. 18 : તાજેતરમાં અમદાવાદ મધ્યે નિઓન ઓપન ગુજરાત અંડર ટેન ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં 64 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ભુજની સિંચન સ્કૂલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો કબીર જમીરભાઇ?ચોથાણી ગુજરાત ચેમ્પિયન બન્યો હતો. આ અગાઉ તે સ્કૂલ અને જિલ્લાકક્ષાની ટૂર્નામેન્ટમાં તેમજ ખેલ મહાકુંભમાં પણ?વિજેતા બન્યો હતો. આ ઉપરાંત ઓપન ગુજરાત ટેનિસ ટૂર્નામેન્ટમાં પણ?અનેકવાર કવાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ સુધી પહોંચ્યો છે. કબીર જણાવે છે કે, આગળ?જતાં તેને ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાની ઇચ્છા છે. કબીર ચોથાણી ભુજની માસ્ટર ટેનિસ એકેડમીમાં પાંચ વર્ષની નાની ઉંમરથી જ ટેનિસની નિયમિત તાલીમ મેળવે છે એવું એકેડમીના સંચાલક યોગેશભાઇ?જોશીએ જણાવ્યું હતું.' '

૨. એક જ સ્પર્ધામાં નડાલ અને ફેડરરને હરાવનાર બેલ્જિયમનો ગૉફિન વિશ્ર્વનો છઠ્ઠો ખેલાડી

લંડનમાં ચાલી રહેલી એટીપી ફાઇનલ્સ નામની સિઝનની છેલ્લી ટેનિસ ટુર્નામેન્ટમાં બેલ્જિયમના ડેવિડ ગૉફિને (ડાબે) શનિવારે વર્લ્ડ નંબર-ટૂ રોજર ફેડરર (વચ્ચે)ને સેમી ફાઇનલમાં ૨-૬, ૬-૩, ૬-૪થી હરાવી દીધો હતો. ફાઇનલમાં ગૉફિનનો મુકાબલો ગ્રિગૉર દિમિત્રોવ સાથે થશે. ગૉફિને આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ નંબર-વન રાફેલ નડાલ (જમણે)ને હરાવ્યો હતો. ગૉફિન એક જ વર્ષમાં નડાલ અને ફેડરરને હરાવનાર વિશ્ર્વનો છઠ્ઠો અને નોવાક જૉકોવિચની ૨૦૧૫ની સિદ્ધિ પછીનો પ્રથમ પ્લેયર છે. (એએફપી)
        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. વલસાડ કોલેજના વિદ્યાર્થીઓએ કાંસ્ય પદક મેળવ્યું

વલસાડઃ વલસાડની દોલત ઉષા ઇન્સ્ટિટયૂટ ઓફ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કરતા સિદ્ધાર્થ રાજુભાઈ પિલ્લાઈ અને વલસાડની બીકેએમ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અદીતિ.ડી .પટેલે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ ની મિક્ષ ડબલ્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બંને એ ત્રીજો ક્રમ મેળવી કાંસ્ય પદક મેળવ્યો છે. વલસાડની કોલેજના વિદ્યાર્થીઓએ રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવી જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ ગંુજતુ કર્યું છે. તેમની આ સિદ્ધિને નુતન કેળવણી મંડળના પદાધિકારીઓ, બંને કોલેજોના આચાર્યો, કોલેજના પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ બિરદાવ્યા છે.
અન્ય.

૧. 100 Years Of Indira Gandhi : જાણો "પ્રિયદર્શની" વિષે

ભારતીય રાજનૈતિક ફલક પર મહિલા વડાપ્રધાન તરીકે પોતાની એક આગવી આભા જો કોઇ ઊભી કરી હોય તો તે છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. જ્યારે દેશનું નેતૃત્વ સંકટમાં મૂકાયુયં ત્યારે શરૂઆતમાં જેને લોકો ગૂંગી ગૂડિયા કહેતા હતા તે જ ઇન્દિરાએ ચમત્કારિક નેતૃત્વ કરીને દેશનું નેતૃત્વ સાચવ્યું અને ભારતને વિશ્વ મંચ પર એક આગવી ઓળખ આપી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહ જણાવ્યું કે ઇન્દિરા ગાંધી એક અદ્ઘભૂત લીડર હતી. જેમના સક્રિય સહયોગથી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. જેણે દેશના ઇતિહાસ અને વિશ્વના ભૂગોળ બન્નેને બદલ્યું. આઝાદી વખતે ઇન્દિરા ગાંધીએ વાનર સેના બનાવી હતી. પંડિત નેહરુ અને કમલા નેહરુને એક માત્ર પુત્રી તેવી ઇન્દિરા ગાંધીનો 19 નવેમ્બર 1917ના રોજ જન્મ થયો હતો. ફિરોઝ ગાંધી સાથે લગ્ન થયા પછી તેમને ઇન્દિરા ગાંધીનું ઉપનામ મળ્યું હતું. ઇન્દિરાએ પોતાની શિક્ષા શાંતિનિકેતનમાં મેળવી હતી. રવિન્દ્ર નાથ ટાગોરે તેમને પ્રિયદર્શની નામ આપ્યું હતું.
-પ્રશાંત ભટ્ટ
Educational Point