Saturday 18 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 19-11-2017

દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ખરીદવા માટે અહી ક્લિક કરો

અહીંથી તમે તારીખ ૧૮-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. અમદાવાદમાં પ્રદૂષણને રોકવા ૧૫ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનોનું રજીસ્ટ્રેશન રદ થશે

દેશમાં રાજધાની દિલ્હી બાદ અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણને નાથવા શુક્રવારે રાજયના ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામા મળેલી એક તાકીદની બેઠકમાં અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષથી જુના કોમર્શીયલ વાહનોનુ રજિસ્ટ્રેશન રદ કરવા અંગેની નીતિ બનાવવા નિર્ણય કરવામા આવ્યો છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર શહેરને કેરોસીન મુકત બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે રાજયના ચીફ સેક્રેટરી જે.એન.સીંઘની અધ્યક્ષતામા અમદાવાદ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો,કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે એક તાકિદની બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતુ.આ બેઠક બાદ ચીફ સેક્રેટરીએ કહ્યુ હતુ કે,અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હવાની ગુણવત્તા દિલ્હી અને અન્ય રાજયોની તુલનામા સારી છે.આમ છતાં અગમચેતીના ભાગરૂપે બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામા આવ્યા છે.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં બસોની સંખ્યા વધારવામા આવશે.

૨. ફિલ્મ પદ્માવતીની રિલીઝ અટકી, સેન્સર બોર્ડે ફિલ્મ પરત મોકલી

ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી ની બધી ફિલ્મને વિવાદોનો હંમેશાં સાથ રહ્યો છે. ગોલીયો કી રાસલીલા-રામલીલા અને બાજીરાવ મસ્તાની પછી પદ્માવતી પર કટોકટીના વાદળો ઘેરાયેલા છે.
દેશભર માં પદ્માવતી૧ ડિસેમ્બરે રીલીઝ થવાની હતી. પરંતુ હવે રીલીઝ ન થવાના આસાર દેખાઈ રહ્યા છે. સુત્રોના અનુસાર, સેન્સર બોર્ડ ટેક્નિકલ કારણોસર આ ફિલ્મને ફિલ્મ નિર્માતાને પરત મોકલી હતી. જો સુત્રો અનુસાર માનવામાં આવે તો ફિલ્મ ફરીથી સેન્સર બોર્ડ પાસે આવશે, અને પછી નિયમોના આધારે તેની ફરીથી સમીક્ષા કરવામાં આવશે.

૩. ગાંધીનગરમાં બે જ બાર એસોસીએશન રહેશે

ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં વકીલોમાં ફાંટાનાં કારણે જુદા જુદા બાર એશોસીએશન્સ તથા તેમનાં વચ્ચે વિવાદો સામે આવતા રહેતા હતા. ત્યારે બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ પ્રમાણે એક બાર એક મત લાગુ કરવામાં આવતા બિલાડીનાં ટોપની જેમ રાતો રાત ઉગી નિકળતા એસોસિએશનો અંત આવી જશે. ગાંધીનગરમાં બે એસોસિએશન રહેશે.

૪. વિશ્વના સૌથી ઉંચા (૯ ફૂટ) પંખી શાહમૃગની બે જોડી રાજકોટ ઝૂમાં

નામ છે શાહમૃગ (ઓસ્ટ્રીચ). આ પંખીની બે જોડી આજે રાજકોટ ઝૂ ખાતે લાવવામાં આવી છે. મિક્સ શાકભાજી, દાળ, રજકો જેવો શાકાહારી આહાર લેતા આ પંખી પંખીની દુનિયામાં વિશેષ છે. રાજકોટ પ્રદ્યુમ્નપાર્ક ઝૂ માટે લવાયેલા આ પંખી જે ઈંડા મુકે તે પણ રૃટીન પંખીઓ કરતા મોટા હોય છે, ઈંડા આશરે ૬ ઈંચ પહોળા અને વજન ૧.૪૦ કિલોગ્રામ હોય છે.

૫. ગુજરાતઃ ફાર્માસીસ્ટ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા રીફ્રેશર કોર્ષ ફરજિયાત

ગાંધીનગર- ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશનના નિયમ પ્રમાણે દરેક રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા માટે પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્ષ કરવા ફરજિયાત છે. રજિસ્ટ્રેશન રીન્યુઅલ વખતે રીફ્રેશર કોર્ષના સર્ટીફીકેટની નકલ સામેલ કરવી ફરજિયાત છે.

૬. 17 વર્ષ પછી ભારતની દિકરી માનુષી બની Miss World 2017

17 વર્ષ પછી ભારતની દિકરીને મળ્યો છે વિશ્વ સુંદરીનો તાજ. પ્રિયંકા ચોપડા પછી દિલ્હીમાં રહેતી માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. માનુષી ગ્રાન્ડ ફિનાલેમાં 4 સ્પર્ધકોને હરાવીને આ તાજને જીત્યો છે. નાનપણથી જ મિસ ઇન્ડિયા બનવાની ઇચ્છા માનુષીને હતી. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં 118 સુંદરીઓએ ભાગ લીધો હતો. માનુષી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મોટી ફેન છે. મૂળ હરિયાણાની રહેતી માનુષીએ મેડિકલની વિદ્યાર્થી છે.



આંતરરાષ્ટ્રીય:-        

૧. 2 વર્ષના અફેર બાદ સેરેના વિલિયમ્સે કર્યા લગ્ન, પુત્રી પણ રહી હાજર pics

ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે બોયફ્રેન્ડ એલેક્સિસ ઓહાનિયન સાથે લગ્ન કરી લીધા છે. એલિક્સિસ બિઝનેસમેન છે. તે રેડિટ કંપનીનો કો-ફાઉન્ડર છે. સેરેના અને એલેક્સિસના લગ્નમાં મેહમાન તરીકે અમેરિકન ટીવી રિયાલિટી સ્ટાર કિમ કર્દાશિયન, સિંગર બેયોન્સ, ટેનિસ પ્લેયર કેરોલિના વોઝનિયાકી નજરે આવ્યા હતા. વેડિંગ બ્યૂટી એન્ડ બીસ્ટની થીમ પર થયા હતા. આ ગ્રેન્ડ વેડિંગ ન્યૂ ઓરલિયંસ શહેરમાં થયા, જેમાં અંદાજે 250 ગેસ્ટ સામેલ થયા હતા. સપ્ટેમ્બરમાં જ સેરેનાએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તે પણ આ લગ્નમાં હાજર રહી હતી.

૨. આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ - સ્વાસ્થ્યના મામલે સ્ત્રીઓ કરતા પાછળ છે પુરૂષ

19 નવેમ્બરના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવાય છે.. આશ્ચર્યની વાત એ છે કે આ દિવસ વિશે મોટાભાગના પુરૂષોને જ ખબર નથી. અને દરરોજની જેમ તેમનો પણ આ દિવસ ભાગદોડ સાથે પુરો થઈ જશે.. દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ દુનિયાભરના લગભગ 30 દેશોમાં ઉજવાય છે.. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પુરૂષો અને છોકરાઓના સ્વાસ્થ્ય સાથે જ લૈગિક સમાનતાને વધારવાનો છે..

૩. વેબ આધારિત ઈન્ટેલિજન્ટ ટયુટરિંગ સિસ્ટમ વિકસાવનાર પ્રોફેસરનું અમેરિકામાં સન્માન

ડા. ચેતન ભટ્ટને અમેરિકામાં ઈન્ટરનેશનલ સોસાયટી આફ ઓટોમેશન તરફથી આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી (જીટીયુ) સાથે સંકળાયેલી ગવર્નમેન્ટ એમસીએ કોલેજ, અમદાવાદના પ્રિન્સીપાલ ડા. ચેતન ભટ્ટને અમેરિકામાં ઈન્ટરનેશનલ સોસાયટી આફ ઓટોમેશન તરફથી શિક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડા. ભટ્ટે વેબ આધારિત ઈન્ટેલિજન્ટ ટયુટરિંગ સિસ્ટમ વિકસાવી અને ઓટોમેશન કમ્પિટન્સિ મોડેલ વિકસાવીને યુનિવસટીનો કોર્સ વિકસાવવામાં ભજવેલી મુખ્ય ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ ઓટોમેશન સંસ્થાએ એ બાબતની પણ નોંધ લીધી છે કે ડા. ભટ્ટે ઈન્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરીંગ શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ઓટોમેશનના ક્ષેત્રે અગત્યની કામગીરી કરનાર પ્રોફેસરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ સંસ્થા દુનિયાભરમાં ૩૦ હજારથી વધારે સભ્યો ધરાવે છે.



રમત ગમત:-

૧. સાક્ષી મલિક અને ગીતા ફોગાટે રાષ્ટ્રીય સિનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

ઇન્દોરઃ રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેતા સાક્ષી મલિક અને દંગલ ફિલ્મ ફેમ ગીતા ફોગાટે ગઈ કાલે ઇન્દોરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સિનિયર કુસ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મલિકે પોતાના ૬૨ કિગ્રા વર્ગમાં શાનદાન પ્રદર્શન કરતાં ૪૯ સેકન્ડમાં જ હરિયાણાની પહેલવાન પૂજા તોમરને ૧૦-૦થી પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો.

૨. રાષ્ટ્રીય કુસ્તીમાં ફિક્સિંગનો શકઃ સુશીલ સામે લડ્યા વિના પહેલવાન પાછા ફર્યા

ઇન્દોરઃ આઠ વર્ષ બાદ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વાપસી કરનારા બે વારના ઓલિમ્પિક વિજેતા સુશીલકુમારે ગઈ કાલે ૭૪ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ તો જીતી લીધો, પરંતુ જે રીતે તે વિજેતા બન્યો તેને લીધે જબરદસ્ત વિવાદ સર્જાયો છે ને સુશીલની વાપસી વિવાદના ઘેરામાં આવી ગઈ છે, કારણ કે સુશીલે ક્વાર્ટર ફાઇનલથી લઈને ફાઇનલ સુધીનો એક પણ મુકાબલો રમ્યા વિના ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.

૩. વેસ્ટ ઇન્ડીઝના Kieron Pollard એ ટી-૨૦ માં ફટકારી ૫૦૦ મી સિક્સર

કેરેબિયન બેટ્સમેન Kieron Pollard બોલરો માટે કોઈ પડકારથી ઓછા નથી. ટી-૨૦ માં નિષ્ણાત ક્રીસ ગેલ અને કેરોન પોલાર્ડ એવા બેટ્સમેનોમાં પ્રખ્યાત છે, જે ક્યારેય પણ મેચનું પાસું બદલી શકે છે. શનિવારે કેરોન પોલાર્ડે મીરપુરના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડીયમમાં શાનદાર ઇનિંગ રમી આ સિદ્ધિ મેળવી હતી.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. ભારત-ચીન બોર્ડરની પાસે 6.4 તીવ્રતાનો ભૂકંપ, તિબ્બતમાં હતું કેન્દ્ર

શનિવાર સવારે ભારત-ચીન બોર્ડર પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી છે. ચીનના કબ્જા વાળો તિબ્બતનો એક વિસ્તાર આ ભૂકંપની ચપેટમાં આવી ગયો છે.

માહિતી અનુસાર ભૂકંપ સવારે 4 વાગ્યે આવ્યો હતો અને એના કેન્દ્રથી ભારતનું જે સૌથી નજીક સ્થાન છે એનું અંતર 150 કિલોમીટર છે. હાલમાં આ વાતની કોઇ જાણકારી નથી કે આ ભૂકંપમાં કેટલું નુકસાન થયું છે. ચીનના જે વિસ્તારમાં આ
ભૂકંપનો પ્રભાવ સૌથી વધારે રહ્યો ત્યાં જનસંખ્યા ખૂબ જ ઓછી છે.

ભૂકંપનું કેન્દ્ર અલોંગથી 185 કિલોમીટર, ફાસીઘાટથી 200 કિલોમીટર, તેજૂથી 244 કિલોમીટર અને ઇટાનગરથી 330 કિલોમીટર દૂર હતું. આ દરેક અરુણાચલ પ્રદેશના શહેરોના નામ છે.

અન્ય.

૧. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિશ્વની ૪૧પ ભાષાઓમાં અનુવાદ કરાયો

ધ મેન વિથ મિશનથી જાણીતા બનેલા આધ્યાત્મિક ગુરૃ ફુલચંદ શાસ્ત્રીએ એક નવો રેકોર્ડ સર્જયો છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરૃ શ્રીમદ્ રાજચંદ્રનાં વિચારોને વિશ્વનાં ખૂણે ખૂણે પહોંચાડવા ફુલચંદ શાસ્ત્રીજીએ એક મોટુ કાર્ય હાથ ધર્યુ છે. માત્ર ૩૬ વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રજીના જિનાગમનનાં સાર સમા આત્મસિદ્ધિ શાસ્ત્રનાં પુસ્તકને વિશ્વનાં ૧૪ર દેશોની ૪૧પ ભાષાઓમાં અનુવાદિત કરીને દસ હજાર કેન્દ્રોમાં મૂકવામાં આવ્યું છે. હેતુ એ છે કે વિશ્વમાં કોઈ પણ પ્રકારની આપદા આવે તો કોઈ પણ ભાષામાં કયાંક પણ પડેલા આ શાસ્ત્ર થકી વિચારોને જીવંત રાખી શકાશે. ફુલચંદ શાસ્ત્રીના જન્મસ્થાન ઉમરાળામાં તા. ર થી પ નવેમ્બરે આધ્યાત્મિક શિબિરમાં ૧૪ર દેશોની મિશન યાત્રા અંગે પ્રદર્શન યોજાયું હતુ. ફુલચંદ શાસ્ત્રીનાં ગુરૃ કાનજીસ્વામી છે. શાસ્ત્રીજીનો જન્મ ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં તા.રપ જુલાઈ ૧૯૮૧નાં રોજ થયો હતો. માત્ર ૧૬ વર્ષની વયે જ તેમણે સૌ પહેલા દેવાલાલી નાસિકનાં જૈન મંદિરમાં પ્રવચન આપ્યું હતું. અત્યાર સુધીમાં આધ્યાત્મિક, જૈન ધર્મ અને શાકાહાર ઉપર તેઓ ર૯૦૦૦ કલાકનાં પ્રવચનો આપી ચૂકયા છે. વિશ્વના ૧૪ર દેશોનો તેેમણે પ્રવાસ ખેડયો છે. તેઓ એક સાથે અનેક ભાષાઓમાં પ્રવચન આપી શકે છે. ફિલિપીન્સમાં એક પ્રવચન દરમિયાન શાસ્ત્રીજીએ ૩પ ભાષાઓને વણી લીધી હતી. તેમનામાં એક એવી અદ્ભુત શકિત છે કે તેઓ જે દેશમાં પગ મૂકે તે દેશની ભાષા પર ત્વરીત કાબુ મેળવી શકે છે. વર્ષ ર૦૦૯માં મુંબઈમાં તેમણે ચૈતન્ય ચમત્કાર વિષય પર આસન પરથી ઉઠયા વગર સળંગ ૭૮ કલાક પ્રવચન આપ્યું હતું.

-પ્રશાંત ભટ્ટ
Educational Point