Friday 17 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 18-11-2017

tet1 અને tat માટે તમામ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે અહી ક્લિક કરો

અહીંથી તમે તારીખ ૧૭-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. બાળકોને સંસ્કારી બનાવવા BHU પ્રોફેસરે બનાવી 'હર હર મહાદેવ' APP

લખનૌઃ વારાણસીની બનારસ હિન્દૂ યૂનિવર્સિટીના ઇંસ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સે આપત્તિજનક કંટેન્ટને અટકાવવા માટે એક એપ બનાવી છે. અને આ એપનું નામ 'હર હર મહાદેવ' રાખવામાં આવ્યું છે. જે મોબાઇલમાં પોર્ન જોવાના પ્રયાસ દરમિયાન સાઇટને બ્લોક કરતા ફિલ્ટરની જેમ કામ કરશે.

૨. ઉત્તર પ્રદેશમાં નહીં રીલીઝ થાય પદ્માવતી, યોગી સરકારનું ફરમાન

ઉત્તર પ્રદેશમાં પદ્માવીત રીલીઝ નહી થાય તેવો નિર્ણય યોગી સરકારે લીધો છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્ય નાથ યોગી નથી ઇચ્છતા કે પદ્માવતી ફિલ્મ યૂપીમાં રીલીઝ થાય. આ બાબતે યોગી સરકારેસૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવને પત્ર પણ લખ્યો છે. કે યૂપીમાં ફિલ્મની રીલીઝ રોકવામાં આવે,
પત્રમાં યોગી સરકાર તરફથી લખવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે. જેમાં જવાનો ઉતારવામાં આવ્યા છે. પોતાની વાતન રજૂ કરતા યોગીજીએ લખ્યુ હતું કે કોઈ શખ્સ પોતાન બિઝનેસ માટે ઔતિહાસિક વિગતો સાથે છેડછાડ કરે જેના કારણે સમાજમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે.
આવા વ્યક્તિનો સાથે આપવો યોગ્ય નથી. તેનઆથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે ખતરો ઉભો થાય છે.

૩. ગાંધીનગરમાં ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સીરામીક એકસ પો એન્ડ સમીટનો પ્રારંભ

મોરબી સીરામીક એસો. અને ઓક્ટા ગોન કોમ્યુહનિકેશન દ્વારા આજથી ૧૯ નવેમ્બતર સુધી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટી સીરામિક્સ ધ એક્સ પો એન્ડ સમિટ ૨૦૧૭નું ભવ્યઆ આયોજન કરવામાં આવ્યું્‌ છે. જેનું ઉદ્‌્‌ઘાટન ફિલ્મન અભિનેતા જેકી શ્રોફના હસ્તેક કરાયું હતુ.

૪. ડો. હેમંત પટેલ ઇન્ડિયન રેડીઓલોજીકલ એન્ડ ઇમેજિંગ એસો.ના પ્રમુખ તરીકે વિજેતા

વર્ષ ૨૦૧૮ માટે ઇન્ડિયન રેડીઓલોજીકલ એન્ડ ઇમેજિંગ એસોસિએશનની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે અને ડો. હેમંત પટેલ પ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. આ સાથે, આઇઆરઆઇએના ઇતિહાસમાં એક રેકોર્ડ-બ્રેક વિજય પણ છે. આ જીત સાથે, આઇઆરઆઇએને ૨ થી વધુ દાયકાઓ પછી ગુજરાતી પ્રમુખ મળ્યા છે. અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્ય માટે આ ગૌરવની બાબત છે. આનાથી ગુજરાત અને ભારતના ઘણા યુવાન રેડીયોલોજીસ્ટને સમગ્ર વિશ્વમાં નવા સંશોધન, વિદેશી ફેલોશીપ અને વિનિમય કાર્યક્રમો માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

૫. રેશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ તથા જાતિ પ્રમાણપત્રની હોમ ડિલીવરી કરશે કેજરીવાલ સરકાર

નવી દિલ્લી: દિલ્લીની કેજરીવાલ સરકાર આવનાર સમયમાં રેશન કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાયસન્સની ડિલીવરી આપશે. એટલે કે લોકો ઘરે બેઠા બેઠા પ્રમાણપત્ર કે કાર્ડ મેળવી શકશે. માત્ર એક નંબર પર કોલ કરવાથી દિલ્લી સરકારનો મોબાઈલ સેવકતમારા ઘરે આવીને પ્રમાણપત્ર અથવા કાર્ડ બનાવીને આપી જશે. આ યોજનાનું નામ સરકાર આપકે દ્વારઆપ્યું છે.



આંતરરાષ્ટ્રીય:-  

૧. મોદી સરકાર માટે ગુડ ન્યુઝ, Moody's 13 વર્ષ પછી વધાર્યુ ભારતનુ રૈકિંગ

ભારત હવે બીએએ-3 ગ્રુપથી આગળ આવીને બીએએ-2 ગ્રુપમાં આવી ગયુ છે. મુડીઝનું આ રેટીંગમાં સુધારાનું કારણ ભારત દ્વારા કરવામાં આવી રહેલા આર્થિક અને સંસ્થાકીય સુધારાઓ છે. આ રેટીંગ લગભગ 13 વર્ષ બાદ ફેરફાર થયો છે. આ પહેલા 2004માં ભારતનું રેટીંગ બીએએ-૩ હતુ. આ પહેલા 2015માં રેટીંગનું સ્ટેબલથી પોઝીટીવની કેટેગરીમાં રાખવામાં આવ્યુ હતુ.

૨. ઈંડોનેશિયાની સુંદરીએ જીત્યો મિસ ઈંટરનેશનલ 2017નો ખિતાબ

જાપાનના ટોક્યો ડોમ સિટી હૉલમાં મંગળવારે આયોજિત એક સમારોહમાં ઈંડોનેશિયાની કેવિન લિલિયાનાએ મિસ ઈંટરનેશનલ 2017નો ખિતાબ જીત્યો છે.




રમત ગમત:-

૧. ગત ચેમ્પિયન સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં હારતાં ભારતના પડકારનો અંત

સ્ટર શટલર પી. વી. સિંધુનો ચીનની ક્વોલિફાયર ખેલાડી અને વિશ્વમાં 89મી રેન્ક ધરાવતી ફેંઝી ગાઓ પરાજય થતાં ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર બેડમિન્ટનનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. ફેંઝી ગાઓએ મેજર અપસેટ સર્જતાં વિશ્વમાં બીજી રેન્ક ધરાવતી સિંધુને માત્ર 37 મિનિટમાં 21-11, 21-10થી હરાવી બહાર કરી હતી.

૨. 18 વર્ષના પૃથ્વીએ રણજીમાં બનાવ્યો સદીઓનો રેકોર્ડ

મુંબઈ રણજીનો ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી લીધી છે. તેને આંધ્ર પ્રદેશ વિરૂદ્ધ ઓંગોલમાં રમાઈ રહેલ રણજી મેચમાં પહેલા દિવસે શુક્રવારે સદી (114) ફટકારી હતી. તે સાથે જ રણજી ટ્રોફીમાં તેમના નામે અત્યાર સુધીમાં 4 શતક થઈ ગઈ છે.

૩. જાણો….વર્લ્ડ Hockey લીગ માટે ક્યાં ભારતીય ખેલાડીઓને મળી જગ્યા

Hockey ઇન્ડિયા (એચાઈ) એ ભુવનેશ્વરમાં રમાવનાર ઓડિશા હોકી વર્લ્ડ લીગ ફાઈનલ માટે ૧૮ સભ્યોની પુરુષ ટીમની જાહેરાત કરી દીધી છે.
એક ડિસેમ્બરથી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડીયમમાં રમાવનારી આ ટુર્નામેન્ટ માટે ભારતને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને જર્મનીની સાથે પૂલ-બીમાં સામેલ કરવામાં આવ્યા છે.
મનપ્રીત (૨૫) ની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે રમાવનારા પ્રથમ મુકાબલાથી કરશે.
ટીમના મુખ્ય કોચ શુઅર્ડ મરેને જણાવ્યું છે કે, “ટીમમાં રૂપીન્દર પાલ જેવા અનુભવી ખેલાડી હોવા સારી બાબત છે. તેની સાથે જ અમારી પાસે
બીરેન્દ્ર લાકડા પણ છે. બંને ખેલાડી ૧૦૦ ટકા ફીટ છે અને ભારતીય જર્સીને પહેરી મેદાન પર ઉતરાવા માટે આતુર છે.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. બિલ ગેટ્સ અને CM યોગીની મુલાકાત, રોકાણ અંગે થઇ વાત

માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમના પત્ની મિલિંડા ગેટ્સ પણ હાજર હતા. લખનઉમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બિલ ગેટ્સે યોગિ આદિત્યનાથ સાથે ઉત્તર પ્રદેશમાં કાર્યરત મિલિંડા ફાઉન્ડેશન અંગે ચર્ચા કરી હતી અને આ દરમિયાન યોગી સરકારના કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. યોગી આદિત્યનાથ અને બિલ ગેટ્સ વચ્ચે યુપીમાં રોકાણ અંગે પણ ચર્ચા થઇ હતી. મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની શરૂઆત વર્ષ 2000માં બિલ ગેટ્સ અને તેમના પત્નીએ કરી હતી, જેને પછીથી શિક્ષણ ક્ષેત્રે પણ આગળ ધપાવવામાં આવ્યું હતું. આ વિશ્વની કેટલીક સૌથી મોટી પ્રાઇવેટ સંસ્થાઓમાંથી એક છે.
અન્ય.

૧. નવા સુધારા-વધારા સાથેની ઈન્ડિયન સુપર લીગનો આજથી આરંભ

અંધેરીની એક ફાઇવસ્ટાર હોટેલમાં ગઈ કાલે આયોજિત પત્રકાર પરિષદમાં ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) માટેની મુંબઈ સિટી એફસી ટીમના માલિક રણબીર કપૂર સાથે ટીમના કોચ ઍલેક્ઝાન્ડ્રે ગ્વિમારાએસ અને ગોલકીપર અમરિન્દર સિંહે હાજરી આપી હતી. ગયા વર્ષે સેમી ફાઇનલમાં પહોંચેલી આ ટીમ આ વખતે ટાઇટલ જીતવા સંકલ્પિત છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point