Thursday 16 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 17-11-2017

TET 1 પરીક્ષા માટેની બધા જ મુદ્દાઓને આવરી લેતી ગુજરાતની પ્રથમ અને એક માત્ર વન લાઈનર બુક ખરીદો હવે ઘેર બેઠા*
*પેજ - ૩૦૮*
*ફ્રી હોમ ડીલીવરી*
*પ્રકાશક - શિક્ષણ જગત*

https://goo.gl/9QrqVr

અહીંથી તમે તારીખ ૧૬-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-
પહેલીવાર સુખોઈ ફાઈટર પ્લેનમાંથી થશે બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ

દુશ્મનની સીમામાં ઘૂસીને લક્ષ્યાંક હાંસલ કરવા માટે સીમ બ્રહ્મોસ મિસાઈળનું પરિક્ષણ હવે સુખોઈ ફાઈટર જેટથી કરવામાં આવશે. આ સપ્તાહે પહેલી વખત સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટથી પરિક્ષણ થશે. ફાઈટર જેટથી માર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઈલના આ પરિક્ષણને ડેડલી કોમ્બિનેશનકહેવામાં આવી રહ્યું છે. આકાશ પરથી જમીન પર હમલો કરનારી બ્રહ્મોસ મિસાઈલ દુશ્મન દેશની સીમામાં ધમધમી રહેલા આતંકી ઠેકાણાઓ પર હમલો કરવા માટે પણ ઉપયોગી બની શકે છે.

૨. કિર્તી સ્તંભની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ: આજે સંજાણ-ડે ઉજવાશે

ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે પારસીઓના જાજરમાન ઈતિહાસની ધરોહર સમા કિર્તી સ્તંભની સૃથાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે સુવર્ણ જયંતિ નિમિત્તે સંજાણ-ડેની ઉજવણી કરવામાં આવશે.

1300 વર્ષ અગાઉ ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે પારસી સમાજના લોકો ઉતર્યા હતા. તે સમયના રાજા જાદીરાણાએ પારસીઓને આશરો આપ્યા બાદ સમાજના લોકો દૂધમાં સાકર ભળે તે રીતે લોકો સાથે ભળી ગયા હતા.


પારસી સમાજના આગેવાનોએ સમાજના જાજરમાન ઈતિહાસની ધરોહરને જીવંત રાખવા સંજાણ ખાતે 1917માં કિર્તી સ્તંભની સ્થાપના કરી હતી. સન 1920માં કિર્તી સ્તંભને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમાજની ધરોહર સમા કિર્તી સ્તંભની સ્થાપનાના આવતીકાલે 100 વર્ષ પૂર્ણ થશે.

આવતીકાલે પારસી સમાજ દ્વારા સંજાણ-ડેની ઉજવણી કરવામાં આવશે. પૂજા-અર્ચના અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના પારસીઓ ઉમટી પડશે.

૩. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું પોપ્યુલારિઝમ જાળવ્યું, ફરી રાજનીતિક હસ્તીમાં નંબર 1 : સર્વે

હાલમાં વડાપ્રધાન મોદીની સામે નોટબંધી અને જીએસટી વિશે આંગળીઓ ચીંધાઇ રહી છે, બીજા પક્ષના લોકો આ વાત પાર ખેંચતાણ કરી રહ્યાં છે ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી માટે એક સારા સમાચાર છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે હજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોપ્યુલારિઝમ યથાવત છે.
વડાપ્રધાન મોદીએ પોતાનો જાદુ કાયમ રાખ્યો છે અને સૌથી પ્રથમ રાજનીતિક હસ્તી તરીકે હજી પણ કાયમ છે. અમેરિકી થિંક ટૈક પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય રાજનીતિમાં હવે સૌથી લોકપ્રિય હસ્તી છે.
અમેરિકી થિંક ટૈક પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેમાં અંદાજે 2464 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે 21 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી કરવામાં આવેલ આ સર્વે અનુસાર, 88 ટકા લોકોએ મોદીને સૌથી લોકપ્રિય હસ્તી માનવામાં આવે છે. આ લિસ્ટમાં જોકે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ 58 ટકાની સાથે બીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે.

૪. આધાર બાદ સરકારે સરનામા ડિઝિટલ બનાવવા કમર કસી

હવે ટૂંક સમયમાં લોકોનું રહેણાક અને નોકરીનું સરનામું ડિઝિટલ બની જશે. સરકાર આધારની જેમ જ લોકોનું સરનામું પણ ડિઝિટલ બનાવવા માગે છે. સંચાર મંત્રાલય અંતર્ગત આવતાં પોસ્ટ વિભાગે આ પાયલોટ પ્રોજેક્ટ માટે આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ પીનકોડ લોકેશનવાળી મિલકત માટે 6 અક્ષરોવાળું ડિઝિટલ સરનામું આપવામાં આવશે.

૫. વાઇબ્રન્ટ સીરામિક એક્સપો ગાંધીનગરથી મોરબી વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ

વાઇબ્રન્ટ સીરામિક એક્સપોના પ્રારંભના શુભ દિવસથી મોરબી-ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં મોરબીથી ગાંધીનગર જવા અને આવવા માટે કુલ 30 હજારનું ભાડુ રખાયુ છે.
ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલા વાઈબ્રન્ટ સીરામીક સમિટ માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર રૂપિયા ૧૫૦૦૦માં મોરબીથી ગાંધીનગર પહોંચીને વાઇબ્રન્ટ સિરામીક એકસ્પોના સ્થળે પહોંચી શકાશે.

૬. 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આશિયાન દેશોના વડાઓ રહેશે ઉપસ્થિતિ

પીએમ મોદીએ આસિયાન સંમેલનમાં 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહેવા આમંત્રણ આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 15મી ભારત-આસિયાન સમિટમાં સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ઇસ્ટ એશિયા પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. ભારતનું ઇન્ડો- પેસિફિક ક્ષેત્રિય સંગઠનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, 69મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
દેશના 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આશિયાન દેશોના વડાઓ ઉપસ્થિતિ રહેવાના છે. પીએમ મોદીના આ આમંત્રણને આસિયાનના 10 સભ્ય દેશોને મંજૂર કરી દીધું છે.

૭. બેટી બચાઓ, બેટી પઢાઓનો પ્રચાર કરશે સોનાક્ષી-શત્રુઘ્ન

અભિનેત્રી સોનાક્ષી સિંહા અને તેના પિતા શત્રુઘ્ન સિંહા બેટી બચાઓ, બેટી પઢાઓ ઝુંબેશને એક શોર્ટ ફિલ્મ મારફત પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલ્મ એક મિનિટની હશે, જેનું નામ મૌકે કે પંખ રખાયું છે. આ ફિલ્મ કુશ સિંહાનાં દિગ્દર્શનમાં બની છે. આ ફિલ્મ કેન્દ્ર સરકારની ઝુંબેશ બેટી બચાઓ, બેટી પઢાઓથી પ્રેરિત છે. આ એક મિનિટની ફિલ્મમાં સોનાક્ષી વકીલ, બોક્સર અને અંતરિક્ષપ્રવાસી એમ ત્રણ અવતારમાં જોવા મળી રહી છે. આ શોર્ટ ફિલ્મમાં શત્રુઘ્ન સિંહાનો વોઇસ ઓવર છે. કુશ સિંહાએ જણાવ્યું હતું કે આ શોર્ટ ફિલ્મથી મહિલાઓ પ્રત્યેનું લોકોનું વલણ બદલાશે અને લોકો બાળકીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર આપશે.

૮. સ્વચ્છતા એપમાં ગંદકીની ફરિયાદ કરો, ૧૨ કલાકમાં ઉકેલાશે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે એવી સત્તાવાર જાહેરાત કરી હતી કે રાજકોટના શહેરીજનો તેમના મોબાઈલ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાં જઈને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી સ્વચ્છતા એપના માધ્યમથી ગંદકી અંગેની ફરિયાદ કરશે તો મહાપાલિકા તત્રં મોડામાં મોડું ૧૨ કલાકમાં તે ફરિયાદ ઉકેલી નાખશે. શહેરીજનો મહાપાલિકાના કોલ સેન્ટરમાં ગંદકીની કે સફાઈને લગતી કોઈ પણ પ્રકારની ફરિયાદ જો સ્વચ્છતા એપના માધ્યમથી કરશે તો તાકિદે ઉકેલવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. આ કંપની માત્ર 3 મિનિટમાં જ 10000 કરોડ રૂપિયાની કમાણી કરીને તોડ્યો પોતાનો જ રેકોર્ડ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ આ વખતે સિંગલ્સ ડે સેલ પર રેકોર્ડ બ્રેક કરી દીધો છે. સિંગલ્સ ડે સેલના દિવસે કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો. આ ઇવેન્ટમાં તેણે 1.64 લાખ કરોડ રૂપિયા (25.3 અરબ ડૉલર)નું વેચાણ કર્યુ છે. તમને જણાવી દઇએ કે ચીનમાં 11 નવેમ્બરના સિંગલ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, તેનો ટ્રેન્ડ 1990માં શરૂ થયો હતો, જે યુવાનો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે.
માત્ર 3 મિનિટમાં 9.8 હજાર કરોડનું વેચાણ:
કંપની અનુસાર, એક દિવસના ઇવેન્ટમાં અલીબાબાએ માત્ર 1 કલાકમાં 65 હજાર કરોડ રૂપિયા (10 અરબ ડૉલર)નું સેલ થયુ છે. શરૂઆતની 3 મિનિટમાં 1.5 અરબ ડૉલર એટલે કે 9.8 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ગત વર્ષે આ સેલ થવા માટે 6 મિનિટ 3 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો. આ મામલાએ કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો.
ચીનની સૌથી મોટી ઇવેન્ટ:
અલીબાબાના કો-ફાઉન્ડર અને વાઇસ ચેરમેન અનુસાર, ચીનની ઇકૉનોમી માટે આ સૌથી મોટી ઇવેન્ટ છે. સિંગલ્સ ડે શોપિંગ એક સ્પોર્ટ અથવા તો એક એન્ટરટેનમેન્ટ છે. ચીનની ડિસ્પોઝેબલ ઇનકમ વધી રહી છે. દેશમાં મિડિલ ક્લાસ કન્ઝ્યૂમરની વસ્તી 30 કરોડથી વધારે છે, જેના કારણથી કંપનની ઑનલાઇન સેલ વધી રહી છે.

૨. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિને સેનાએ બનાવ્યા બંધક

ઝિમ્બાબ્વેમાં વધુ એક વખત સત્તા પલટાના ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. રાજધાની હરારેના રસ્તાઓ પર સેના ટેંકો સાથે નજરે પડી હતી. દેશમાં રાજકીય અસ્થિરથા વચ્ચે સેના પ્રમુખ જનરલ કોન્સ્ટેનીયો ચિવાંગે સત્તારુઢ પાર્ટીના સભ્યોને સીધી ચેતવણી આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ સેનાએ સ્થાનિક સરકારી ચેનલ ઝેડબીસી પર કબજો કરી લીધો છે. તેમજ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગામ્બેનો સેના દ્વારા બંધક બનાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

દરમિયાન અમેરિકા અને બ્રિટેને એડવાઈઝરી જાહેર કરીને પોતાના નાગરીકોને ઝિમ્બાબ્વે છોડી દેવા અપીલ કરી છે. ૧૯૮૦માં બ્રિટનથી આઝાદ થયા બાદ ઝિમ્બાબ્વેમાં સત્તાપર આરુઢ રાષ્ટ્રપ્રમુખ રોબર્ટ મુગાબેના શાસન પર નિયંત્રણને લઈને ઊભા થયેલા સવાલો વચ્ચે આજે દેશની રાજધાની હરારેની નજીક લશ્કરના સશસ્ત્ર અને બખ્તરબંધ વાહનો જોવા મળ્યાં હતાં અને હરારેમાં ત્રણ વિસ્ફોટ બાદ લશ્કરે સરકારી ટીવી બ્રોડકાસ્ટરને જપ્ત કરી લીધું છે.સશસ્ત્ર જવાનોને પાટનગર હરારેમાં રાહદારીઓને મારતા અને લશ્કરના ત્રણ વાહનોમાં વિસ્ફોટકો અને દારૃગોળો ભરતા જોવા મળ્યા છે. આમ રોબર્ટ મુગાબે સામે એક અસાધારણ પડકાર સ્વરૃપે ઝિબ્માબ્વેમાં લશ્કરે બળવો કરીને સત્તા પલટો કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમ રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ઝિમ્બાબ્વેમાં પ્રમુખ રોબર્ટ મુગાબેના શાસન પર અશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે અને સત્તા પલટાની આશંકા સેવવામાં આવી રહી છે.

રમત ગમત:-

૧. સાઇના ધમાકેદારે જીત સાથે ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ચાઇના ઓપન બેડમિન્ટન વર્લ્ડ સુપરસિરીઝ પ્રીમિયરનં શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 11 રેંકિંગ ધરાવતી સાઇના નહેવાલે બુધવારે ચાઇના ઓપનની મહિલા સિંગલ્સના પ્રથમ તબક્કામાં અમેરિકાની બીવેન જ્ઞાંગને હરાવી.

૨. પાકિસ્તાની સ્પીનર મોહમ્મદ હાફિઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ આજે આપેલા ચુકાદામાં પાકિસ્તાની બોલર મોહમ્મદ હાફિઝને સસ્પેન્ડ કર્યો છે. આ પહેલાં હાફિઝની બોલિંગ એક્શનને લઇને શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે મોહમ્મદ હાફિઝ એક ટેસ્ટમાંથી પસાર થયો હતો. આ ટેસ્ટનું પરિણામ આજે આવ્યું હતું.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. મુકેશ અંબાણીની ફેમિલી એશિયામાં સૌથી ધનિક, 2.91 લાખ કરોડની સંપત્તિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું ફેમિલી એશિયાનું સૌથી ધનિક ફેમિલી બની ગયું છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, અંબાણી ફેમિલી પાસે 2.91 લાખ કરોડ રૂપિયાનું સંપત્તિ છે. ગત વર્ષની સરખામણીમાં તેમાં 74% એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ફોર્બ્સ બુધવારે એશિયામાં 50 સૌથી ધનિક ફેમિલીની લિસ્ટ જાહેર કરી છે. તેમની કુલ સંપત્તિ 45.43 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. એક વર્ષ પહેલાની તુલનામાં તે 35% વધી છે.
એક વર્ષમાં અંબાણીની સંપત્તિ 1.23 લાખ કરોડ વધી:
અંબાણી ફેમિલીની સંપત્તિમાં 74%નો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ઑઇલ રિફાઇનિંગ માર્જિન વધવાને કારણે અને જિયોને કારણે કંપનીના શૅરની કિંમત એક વર્ષમાં 78% વધી છે.
બીજા સ્થાન પર સાઉથ કોરિયાની લી ફેમિલી:
સાઉથ કોરિયની લી ફેમિલી 2.65 લાખ કરોડની સંપત્તિની સાથે બીજા નંબર પર છે. લી ફેમિલી કોરિયાની સૌથી મોટી કંપની સેમસંગની પ્રમોટર છે.
સેમસંગના શેર્સની પ્રાઇઝ એક વર્ષમાં 75% વધી છે. પરિવારની નેટવર્થમાં 72,800 કરોડ એટલે કે 28%નો વધારો થયો છે. ગત વર્ષે 1.92 લાખ કરોડ રૂપિયાની નેટવર્થની સાથે લી ફેમિલીએ એશિયાના સૌથી વધારે ધનિક ફેમિલીમાં સ્થાન મેળવ્યું.
૨. 100 કરોડ સસ્તામાં વેચાઇ ગયો દુનિયાનો સૌથી મોટો હીરો !
દુનિયાનો સૌથી મોટા હીરા એક્સપર્ટની આશા પ્રમાણે ના વેચાયો. 163 કેરેટના હીરાની કિંમત જ્યારે 317 કરોડ આંકવામાં આવી હતી. તેની માત્ર 214 કરોડ રૂપિયામાં જ હરાજી થઇ ગઇ. આવો વિસ્તારથી જાણીએ...

અન્ય.

૧. National Press Day: PMએ મીડિયાને પાઠવી શુભેચ્છા, ફ્રી પ્રેસ અંગે કરી વાત

ભારતમાં 16 નવેમ્બરનો દિવસ નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ મીડિયાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ મીડિયાને અભિનંદન પાઠવતાં ટ્વીટર પર લખ્યું કે, મીડિયાનું કામ મૂંગાને અવાજ આપવાનું છે. રાષ્ટ્રીય પત્રકારિતા દિવસ પર મીડિયાના મારા તમામ મિત્રોને શુભેચ્છા. મીડિયામાં દરેક જણ દિવસ-રાત મહેનત કરી દુનિયાના ખૂણે-ખૂણેથી ખબરો લાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં મીડિયાએ સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો છે અને આ સંદેશને આગળ વધારવામાં મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, પીએમ હાલમાં જ આસિયાન શિખર સંમેલનમાંથી પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, એક સ્વતંત્ર પ્રેસ એક જીવંત લોકતંત્રની આધારશિલા છે. આપણા તમામ પ્રકારોમાં પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. 125 કરોડ ભારતીયોનું કૌશલ્ય, તાકાત અને રચનાત્મકતા બતાવવા માટે આપણા મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય એમ છે.
-પ્રશાંત ભટ્ટ
Educational Point