Wednesday 15 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 16-11-2017

અહીંથી તમે તારીખ ૧૫-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આશિયાન દેશોના વડાઓ રહેશે ઉપસ્થિતિ

પીએમ મોદીએ આસિયાન સંમેલનમાં 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહેવા આમંત્રણ આપ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 15મી ભારત-આસિયાન સમિટમાં સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ઇસ્ટ એશિયા પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. ભારતનું ઇન્ડો- પેસિફિક ક્ષેત્રિય સંગઠનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, 69મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.
દેશના 69માં ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આશિયાન દેશોના વડાઓ ઉપસ્થિતિ રહેવાના છે. પીએમ મોદીના આ આમંત્રણને આસિયાનના 10 સભ્ય દેશોને મંજૂર કરી દીધું છે.

૨. બેટી બચાઓ, બેટી પઢાઓનો પ્રચાર કરશે સોનાક્ષી-શત્રુઘ્ન

અભિનેત્રી સોનાક્ષી સિંહા અને તેના પિતા શત્રુઘ્ન સિંહા બેટી બચાઓ, બેટી પઢાઓ ઝુંબેશને એક શોર્ટ ફિલ્મ મારફત પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલ્મ એક મિનિટની હશે, જેનું નામ મૌકે કે પંખ રખાયું છે. આ ફિલ્મ કુશ સિંહાનાં દિગ્દર્શનમાં બની છે. આ ફિલ્મ કેન્દ્ર સરકારની ઝુંબેશ બેટી બચાઓ, બેટી પઢાઓથી પ્રેરિત છે. આ એક મિનિટની ફિલ્મમાં સોનાક્ષી વકીલ, બોક્સર અને અંતરિક્ષપ્રવાસી એમ ત્રણ અવતારમાં જોવા મળી રહી છે. આ શોર્ટ ફિલ્મમાં શત્રુઘ્ન સિંહાનો વોઇસ ઓવર છે. કુશ સિંહાએ જણાવ્યું હતું કે આ શોર્ટ ફિલ્મથી મહિલાઓ પ્રત્યેનું લોકોનું વલણ બદલાશે અને લોકો બાળકીઓને શિક્ષિત કરવા પર વધુ ભાર આપશે.

૩. સ્વચ્છતા એપમાં ગંદકીની ફરિયાદ કરો, ૧૨ કલાકમાં ઉકેલાશે

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે એવી સત્તાવાર જાહેરાત કરી હતી કે રાજકોટના શહેરીજનો તેમના મોબાઈલ ફોનમાં ગુગલ પ્લેસ્ટોરમાં જઈને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી સ્વચ્છતા એપના માધ્યમથી ગંદકી અંગેની ફરિયાદ કરશે તો મહાપાલિકા તત્રં મોડામાં મોડું ૧૨ કલાકમાં તે ફરિયાદ ઉકેલી નાખશે. શહેરીજનો મહાપાલિકાના કોલ સેન્ટરમાં ગંદકીની કે સફાઈને લગતી કોઈ પણ પ્રકારની ફરિયાદ જો સ્વચ્છતા એપના માધ્યમથી કરશે તો તાકિદે ઉકેલવામાં આવશે.

૪. છોટાઉદયપુરના SP પી.સી.બરંડાનું રાજીનામુ

છોટા ઉદયપુરના SP પી.સી.બરંડાએ રાજીનામુ આપી દીધુ છે અને ભીલોડાની બેઠક પર બીજેપીની ટીકિટ પરથી ચૂંટણી લડી શકે છે.

રાજ્યમાં એક તરફ જ્યાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે ત્યાં રાજ્ય સરકારે 2012ની બેંચના IPS અધિકારીનું રાજીનામું સ્વીકારી લેતા અનેક શંકા-કૂશંકા ઉભી થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી મીડિયા વર્તૂળમાં ચર્ચાઇ રહ્યું હતું કે પી.સી.બરંડા ભાજપમાં જોડાઇ શકે છે.

આદિવાસી બહુમતી ધરાવતી ભીલોડા બેઠક પર હાલ કોંગ્રેસનું વર્ચસ્વ છે. ભાજપ આદિવાસી બેઠક પર હાલ બેકફૂટ પર ચાલી રહી છે ત્યાં પી.સી.બરંડા ભાજપમાં જોડાતા પક્ષને ફાયદો પહોંચવાની પુરી શક્યતા છે.

૫. સાતમી ડિસેમ્બરે વિધાન પરિષદની ચૂંટણી

મુંબઈ: સાતમી ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાન પરિષદની માત્ર એક બેઠકની ચૂંટણી છે, પરંતુ આ ચૂંટણી સાથે મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષના સ્થાપક નારાયણ રાણે તેમ જ ભાજપ અને શિવસેના બન્ને પક્ષોના સંબંધોની પણ કસોટી છે અને તેથી આ બેઠકની ચૂંટણી રાજ્યના રાજકારણમાં મહત્ત્વની બની રહેશે. ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયાએ સાતમી ડિસેમ્બરે ચૂંટણી અને તે જ દિવસે પરિણામ આવશે, તેની જાહેરાત કરી છે. આ બેઠક રાણેએ જ પોતાના પદ પરથી રાજીનામું આપતા ખાલી પડી છે. વિધાનસભા ક્વૉટાની આ બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાણે જ હશે તેમ માનવામાં આવે છે. કુલ ૨૮૮ સભ્યમાંથી ૧૨૨ વિધાનસભ્ય ભાજપના છે. સેના પાસે ૬૩, કૉંગ્રેસ પાસે ૪૨ અને એનસીપી પાસે ૪૧ છે. આ ઉપરાંત પીડબલ્યુપી પાસે ત્રણ, બહુજન વિકાસ અઘાડી પાસે ત્રણ, એઆઈએમઆઈએમ પાસે બે, રાષ્ટ્રીય સમાજ પક્ષ, મનસે અને એસપી પાસે એક વિધાનસભ્ય છે, જ્યારે આઠ સ્વતંત્ર સભ્ય છે. જેમાંથી ચાર ભાજપને સમર્થન આપે છે. ભાજપ બાદ સૌથી મોટો પક્ષ ગણાતી સેના રાણેના ભાજપ સાથેના જોડાણ અને તેમને કેબિનેટમાં સ્થાન આપવાની વાતથી નારાજ છે.

૬. કેરળ સરકારના પરિવહન પ્રધાન થોમસ ચાંડીનું રાજીનામું

કેરળ સરકારમાં પરિવહન પ્રધાન થોમસ ચાંડીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમના ઉપર ભ્રષ્ટાચાર અને જમીન તફડાવવાનો આરોપ છે. મંગળવારે કોર્ટે ચાંડી પરના આરોપોની પુષ્ટિ પણ કરી હતી. કેરળના મુખ્યપ્રધાન પી. વિજયન સાથે થોમસ ચાંડીએ મુલાકાત કરી હતી અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

૭. ફેસબુક પર સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા શંકરસિંહ

જનવિકલ્પ પાર્ટીના પ્રણેતા અને રાજપા સરકારના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ નેટવર્િંકગ મિડીયામાં ફેસબુકમાં સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૃપાણી બીજા નંબરે આવ્યા છે. ફેસબુકમાં શંકરસિંહ વાઘેલા ૧૬,૬૭,૩૫૭ લાઈક સાથે મેદાન મારી ગયા છે. ભાજપ જેના નેતૃત્વમાં ચુંટણી લડી રહ્યું છે તે રૃપાણી શંકરસિંહ ની પાછળ છે. રૃપાણીને ૧૫.૯૬ લાખ લાઈક મળી છે જ્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા ને માત્ર ૪.૫૮ લાખ લાઈક મળી છે.

આંતરરાષ્ટ્રીય:-  

૧. આ કંપની માત્ર 3 મિનિટમાં જ 10000 કરોડ રૂપિયાની કમાણી કરીને તોડ્યો પોતાનો જ રેકોર્ડ

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ આ વખતે સિંગલ્સ ડે સેલ પર રેકોર્ડ બ્રેક કરી દીધો છે. સિંગલ્સ ડે સેલના દિવસે કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો. આ ઇવેન્ટમાં તેણે 1.64 લાખ કરોડ રૂપિયા (25.3 અરબ ડૉલર)નું વેચાણ કર્યુ છે. તમને જણાવી દઇએ કે ચીનમાં 11 નવેમ્બરના સિંગલ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, તેનો ટ્રેન્ડ 1990માં શરૂ થયો હતો, જે યુવાનો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે.
માત્ર 3 મિનિટમાં 9.8 હજાર કરોડનું વેચાણ:
કંપની અનુસાર, એક દિવસના ઇવેન્ટમાં અલીબાબાએ માત્ર 1 કલાકમાં 65 હજાર કરોડ રૂપિયા (10 અરબ ડૉલર)નું સેલ થયુ છે. શરૂઆતની 3 મિનિટમાં 1.5 અરબ ડૉલર એટલે કે 9.8 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ગત વર્ષે આ સેલ થવા માટે 6 મિનિટ 3 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો. આ મામલાએ કંપનીએ પોતાનો જ રેકોર્ડ તોડી દીધો.
ચીનની સૌથી મોટી ઇવેન્ટ:
અલીબાબાના કો-ફાઉન્ડર અને વાઇસ ચેરમેન અનુસાર, ચીનની ઇકૉનોમી માટે આ સૌથી મોટી ઇવેન્ટ છે. સિંગલ્સ ડે શોપિંગ એક સ્પોર્ટ અથવા તો એક એન્ટરટેનમેન્ટ છે. ચીનની ડિસ્પોઝેબલ ઇનકમ વધી રહી છે. દેશમાં મિડિલ ક્લાસ કન્ઝ્યૂમરની વસ્તી 30 કરોડથી વધારે છે, જેના કારણથી કંપનની ઑનલાઇન સેલ વધી રહી છે.

૨. હૈદરાબાદમાં GES-2017 સમિટનું આયોજન, ડોનાલ્ડ ટ્રમ્પ થશે સામેલ

હૈદરાબાદમાં ગ્લોબલ એન્ટ્રિયાપેન્યોરશિપ સમિટ-2017નું આયોજન થવાનું છે. બે સપ્તાહ બાદ યોજાનારી જીઈએસ-2017ની સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થવાના છે.
આ સમિટમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદીએ તેમની વોશિંગ્ટન મુલાકાતમાં ઈવાંકાને આમંત્રિત કર્યા હતા. ઈવાંકા ટ્રમ્પે ટ્વિટ કરીને સમિટમાં ભાગ લેવા સંદર્ભે જાણકારી આપી છે.
તેના ટ્વિટના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અમે ઈવાંકા ટ્રમ્પ તમને આવકારવાના અવસરની રાહ જોઈ રહ્યા છીએ. ભારત અને અમેરિકાના ટેલેન્ટેડ અને ઈનોવોવેટિવ એન્ટ્રિપ્રિન્યોર્સને ભારત અને અમેરિકાના ઘનિષ્ઠ આર્થિક સહયોગથી મદદ થશે.



રમત ગમત:-

૧. સાઇના ધમાકેદારે જીત સાથે ચાઇના ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી

ભારતની દિગ્ગજ મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ચાઇના ઓપન બેડમિન્ટન વર્લ્ડ સુપરસિરીઝ પ્રીમિયરનં શાનદાર શરૂઆત કરી છે. વર્લ્ડ નંબર 11 રેંકિંગ ધરાવતી સાઇના નહેવાલે બુધવારે ચાઇના ઓપનની મહિલા સિંગલ્સના પ્રથમ તબક્કામાં અમેરિકાની બીવેન જ્ઞાંગને હરાવી.

૨. ચેન્નાઈમાં ધોની અને અશ્વિનની વાપસી, Suresh Raina બહાર

થોડા દિવસો બાકી છે, જયારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ આઈપીએલ માટે ખેલાડીઓને રિટેન કરવાની પોતાની પોલીસીની જાહેરાત કરશે. ૨૧ નવેમ્બરે સ્પષ્ટ થઈ જાશે ક્યા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દરેક ટીમને ત્રણ ખેલાડીઓને રિટેન કરવાની પરવાનગી મળશે.


        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. 100 કરોડ સસ્તામાં વેચાઇ ગયો દુનિયાનો સૌથી મોટો હીરો !

દુનિયાનો સૌથી મોટા હીરા એક્સપર્ટની આશા પ્રમાણે ના વેચાયો. 163 કેરેટના હીરાની કિંમત જ્યારે 317 કરોડ આંકવામાં આવી હતી. તેની માત્ર 214 કરોડ રૂપિયામાં જ હરાજી થઇ ગઇ. આવો વિસ્તારથી જાણીએ...

૨. બાહુબલીને મળ્યા 13 નંદી એવોર્ડ્સ

બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી જે વર્ષ 2015માં રિલીઝ થઈ હતી તેને અલગ અલગ 13 શ્રેણીઓમાં નંદી એવોર્ડ્સ જીત્યા અને 2014માં આવેલી નંદામુરી બલકૃષ્ણની ફિલ્મ લેજેન્ડે આઠ એવોર્ડ પોતાના નામે કર્યા. બહુબલીએ બેસ્ટ ફિલ્મ, ડાયરેકટર, સપોર્ટિંગ એક્ટ્રેસ, વિલન, સીનેમેટોગ્રાફર, પ્લેયબેક સિંગર (મેલ), મ્યુઝિક, કોરિયોગ્રાફર, ફાઇટ માસ્ટર, દબબિંગ અને સ્પેશિયલ ઇફફેક્ટસ એવોર્ડ્સ.
લેજેન્ડેને બેસ્ટ ફિલ્મ, એકટર, ડિરેકટર, વિલન, ડાયલોગ રાઇટર, એડિટર, ફાઇટ્સ અને સ્પેશિયલ ઇફફેક્ટસમાં એવોર્ડ મળ્યા.

અન્ય.

૨. નવી ઉપાધિ: 140ને બદલે 130ને હાઈબ્લડ પ્રેશર ગણવાનું નક્કી થયું

હાઈ બ્લડ પ્રેશર અંગે અમેરિકામાં સૌપ્રથમ જાહેર કરાયેલી સર્વગ્રાહી માર્ગદર્શિકા મુજબ બ્લડ પ્રેશર 140 નહીં પરંતુ 130 હોય એટલે હાઈ બ્લડ પ્રેશર ગણી લેવાનું. અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશર માટે 140/90એમએમ એચજીનું માપદંડ ગણાતું હતું, પરંતુ હવે તે 130/80એમએમ એચજી (મિલિમીટર મર્ક્યુરી) ગણાશે. અમેરિકન હાર્ટ એસોસિએશન(એએચએ) અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી(એસીસી) આ ગાઈડલાઈન તૈયાર કરે છે, જેના આધારે હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થઈ શકે છે અને તેના આધારે તેને અટકાવવા, તેને કંટ્રોલ કરવા અને તેની સારવારમાં મદદ મળે છે. જૂના માપદંડ મુજબ અમેરિકાના 32 ટકા પુખ્ત વયના લોકોને હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શન હતું, પરંતુ નવા માપદંડ મુજબ આ પ્રમાણ વધીને 46 ટકા થઈ ગયું છે. જોકે એએચએએ કહ્યું છે કે આમ છતાં હાઈબ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે દવા લેતા દર્દીઓની સંખ્યામાં સહેજ જ વધારો થશે.

-પ્રશાંત ભટ્ટ
Educational Point