Tuesday 14 November 2017

ગુજરાતી કરંટ અફેર્સ તારીખ 15-11-2017

*TET 1 પરીક્ષા માટેની બધા જ મુદ્દાઓને આવરી લેતી ગુજરાતની પ્રથમ અને એક માત્ર વન લાઈનર બુક ખરીદો હવે ઘેર બેઠા*
*પેજ - ૩૦૮*
*ફ્રી હોમ ડીલીવરી*
*પ્રકાશક - શિક્ષણ જગત*
https://goo.gl/9QrqVr

અહીંથી તમે તારીખ ૧૪-૧૧-૨૦૧૭ ના કરંટ અફેર્સ વાચી શકો છો

રાષ્ટ્રીય:-

૧. સોલાર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર, અરવલ્લી જીલ્લામાં શરૂ કરાઈ પ્રથમ લેબ

સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા બનાવવા માટે અભિયાનો કરવામાં આવે છે પરંતુ દેશમાં કોઈ ન કોઈ સમસ્યાને કારણે સરકારની આ સુવિધાનો લોકોને લાભ મળી શકતુ નથી. ત્યારે હવે સોલર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા. જો આ કોમ્પ્યુટર કેવી રીતે બનાવવામાં આવ્યા અને ક્યા બનાવવામાં આવ્યા. તે જાણવા માટે જુઓ અમારો આ અહેવાલ.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયાના અભિયાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે ત્યારે હવે સરકારનુ આ સ્વપ્ન પુર્ણ થઈ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. કેન્દ્ર સરકારના મેક ઈન્ડિયાના અભિયાન હેઠળ અમદાવાદના 5 યુવાનો દ્વારા મળીને ક્રેઅર કંપની શરૂ કરવામાં આવી અને હવે આ કંપની દ્વારા સોલર સિસ્ટમથી ચાલતા કોમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યા. સોલર સિસ્ટમથી ચાલતા આ કોમ્પ્યુટર બનાવ્યા બાદ આ યુવાનો દ્વારા અરવલ્લીના ગાબટ ખાતે આવેલ સુરજબા હાઈસ્કુલ ખાતે ભારતની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી.

૨. મુંબઈના ચેસ-સિતારા જૈસલ શાહને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત અવૉર્ડ એનાયત

નવી દિલ્હી: ગઈ કાલે સવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શુભહસ્તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર સ્વીકાર્યા પછી તેમની સાથે ફોટો પડાવવાનું ગૌરવ મેળવી રહેલો મુંબઈનો ચેસ-સ્ટાર જૈસલ શાહ. તેને ચેસમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ બદલ વર્ષ ૨૦૧૭નો આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જૈસલને રજતપદક આપવામાં આવ્યો હતો. તેને મેડલની સાથે ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ, ૩૦૦૦ રૂપિયાના બુક-વાઉચર્સ, સર્ટિફિકેટ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. બાળ દિન નિમિત્તે આયોજિત આ વિશેષ સમારોહમાં દેશભરના કુલ ૧૫ કરતાં પણ વધુ બાળકોને પુરસ્કારો અપાયા હતા જેમાં ૭ વર્ષીય જૈસલ શાહ સૌથી યુવાન વયનો હતો. તે ચેસમાં અત્યાર સુધીમાં કુલ ૬૧ ટ્રોફી જીત્યો છે. ઉ

૩. ભાજપ પ્રમુખ અમિત શાહ બનશે AGENDA GUJARATનાં મુખ્ય અતિથિ

ગુજરાતી મીડિયાનાં ઇતિહાસમાં પહેલી વખત એક મંચ પર ભાજ પ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જોવા મળશે. તેઓ તેમની વ્યુહ રચના વિશે કરશે ચર્ચા.
ભાજપ પ્રમુખ અમિત શાહ પણ Network18નાં આ ખાસ આયોજનનાં મહેમાન બનશે. તેઓ અહીં ભાજપનાં ગઢ ગણાતા ગુજરાતમાં 2017ની ચૂંટણીમાં શું છે ખાસ અને કઇ વ્યુહ રચના સાથે તેઓ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે કરશે વાત.

૪. ૨૨ વર્ષે બની દેશની પહેલી મહિલા સરપંચ

છોકરીઓના સ્વપ્નની વાત આવે ત્યારે દરેક છોકરી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક વગેરે બનવાના સ્વપ્ન જોતી હોય છે. આ સાથે છોકરીઓને કહેવામાં આવે છે કે સ્વપ્ન હંમેશાં તેવા જ જોવા જોઇએ જે તે પૂર્ણ કરી શકે, પરંતુ અત્યારે દરેક છોકરી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે તે સંઘર્ષ કરવા પણ તૈયાર હોય છે. પોતાના સ્વપ્ન માટે દરેક સંઘર્ષ કરવા તૈયાર હોય છે, પરંતુ બીજા માટે સ્વપ્ન જોઇ અને બીજાને સુખ આપવાનું સ્વપ્ન જોનારી મહિલા છે ભારત દેશના હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ.

આંતરરાષ્ટ્રીય:-  

૧. ભારતની મોટી સિદ્ધિ, સાઉદી સરકારે Yoga ને આપી મંજૂરી

રિયાદ: દુનિયાભરમાં ભારતીય ‘Yoga’ નો ડંકો વાગી રહ્યો છે. ૨૧ જૂનને સમગ્ર દુનિયામાં યોગ દિવસતરીકે ઉજવવામાં આવે છે અને હવે આ Yoga ને લઈને એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. હકિકતમાં સાઉદી અરબની સરકારે Yoga (યોગ) શિક્ષણને પરવાનગી આપી દીધી છે.
માહિતી મુજબ સાઉદી અરબ સરકારના મંત્રાલયે યોગને રમત-ગમતની પ્રવૃત્તિઓમાં સમાવેશ કરીને તેના શિક્ષણને અનુમતિ આપી છે. આ પછી જો દેશમાં કોઈ યોગનો પ્રચાર અથવા તેનું શિક્ષણ આપવા ઇચ્છતું હોય તો તે લાયસન્સ લઈને આવું કરી શકશે.
એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ આ બહુ મોટી ઉપલબ્ધિ માટે સાઉદી અરબની જ એક મહિલા નાઉફ મારવાઈને શ્રેય આપવામાં આવી રહ્યો છે. નાઉફ મારવાઈ સાઉદી અરબની પહેલી સર્ટિફાઈડ મહિલા યોગ શિક્ષક બનશે.

૨. ASIAN સમિટ: વડાપ્રધાન મોદીએ ટર્નબુલ અને આબે સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલિપિન્સ મુલાકાતનો ત્રીજો દિવસ અને આસિયાન સંમલેનનો બીજો દિવસ છે ત્યારે આજે પીએમ મોદીએ વિશ્વના ત્રણ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી.
નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી. આ સિવાય તેમણે વિયતનામના વડાપ્રધાન ગુયેન જુઆન સાથે મુલાકાત કરી. આ ઉપરાંત પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલ વચ્ચે ઉષ્માપૂર્ણ મુલાકાત થઈ.

૩. પાકિસ્તાન સ્પિનર સઈદ અજમલે ક્રિકેટને કહ્યું અલવિદા

કરાચીઃ પાકિસ્તાની સ્પિનર સઈદ અજમલે બોલિંગ એક્શનમાં ફેરફાર કર્યા બાદના વર્ષ પછી ક્રિકેટનાં બધાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પોતાની સફળ, પરંતુ વિવાદાસ્પદ કરિયર દરમિયાન અજમલ એક સમયે વન ડે અને ટી-૨૦ ક્રિકેટમાં દુનિયાનો નંબર વન બોલર હતો અને ટેસ્ટ ફોર્મેટમાં પણ તે ઘણો સફળ રહ્યો હતો.




રમત ગમત:-

૧. ચાઇના ઓપન : મિક્સ ડબલ્સમાં અશ્વિની-સાત્વિકસાઇરાજની જોડી દેખાડશે પોતાનો દમ

ભારતીય બેડમિન્ટન ખેલાડી તૈયાર છે ચીનમાં દુનિયાને પોતાની તાકાતનો અહેસાસ કરાવવા માટે. ભારતની અશ્વિની પોનપ્પા અને સાત્વિકસાઇરાજની મિક્સ્ડ ડબલ્સ જોડીએ ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમીયર બેડમિન્ટન ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

૨. ઇટલીના ફૂટબૉલપ્રેમીઓમાં માતમ: ૬૦ વર્ષમાં પહેલી વાર તેમનો દેશ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય ન થઈ શક્યો

મિલાન: ઇટલી ૧૯૫૮ની સાલ પછી પહેલી વાર ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નથી થઈ શક્યું જેને પગલે સમગ્ર ઇટલીમાં ફૂટબૉલરસિકો શોકમગ્ન થઈ ગયા છે. એટલું જ નહીં, ઇટલી સિવાયના દેશોમાં ઇટલીની તરફેણવાળા કરોડો સૉકરપ્રેમીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ફૂટબૉલનો આગામી વર્લ્ડ કપ રશિયામાં ૨૦૧૮માં ૧૪ જૂન-૧૫ જુલાઈ સુધી રમાશે અને સૉકરની એ સૌથી મોટી સ્પર્ધા ઇટલી વિનાની નીરસ અને નિસ્તેજ બની રહેશે.

૩. પંકજ અડવાણીએ 17મું વલ્ડૅ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીત્યુ

ભારતનાસ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ પોતાના પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડના માઇક રસેલને હરાવીને અહીં રમાયેલી આઇબીએસએફ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતી લીધું હતું. અડવાણીએ રસેલને 6-2 (0-155, 150-128, 91-151, 151-0, 151-6, 151-0, 150-38, 150-21)ના સ્કોરથી પરાજય આપ્યો હતો. બેસ્ટ ઓફ 11ની ફાઇનલમાં અડવાણીની શરૂઆત સારી રહી નહોતી અને રસેલે 155ના બ્રેક સાથે પ્રથમ ગેમ જીતી લીધી હતી. ચોથી ફ્રેમમાં અડવાણીએ ફાઇનલનું પાસું બદલી નાખ્યું હતું. તેનું કારકિર્દીનું 17મું ટાઇટલ છે. તેણે સેમિફાઇનલમાં રુપેશ સાહને 5-2થી તથા રસેલે સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને 5-1થી પરાજય આપ્યો હતો.

        Please click here                   Please click here          Please Add our mo.no.   
     Daily Current Affairs             Daily Current Affairs          +91 9426114128 In
     Android   Application             Gujarati and hindi          your whatsapp group


આર્થિક:-    

૧. રિયલ મેડ્રિડ સાથે જોડાયા બાદ બેલ 24 વખત ઇજાગ્રસ્ત, 79મી મેચ ગુમાવશે

મેડ્રિડઃ સપ્ટેમ્બરથી મેચ નહીં રમી શકનાર સ્ટાર ફૂટબોલર ગેરેથ બેલ ફરીથી ઇજાગ્રસ્ત થયો છે. હવે તે ક્રિસમસ પહેલાં ફિટ થાય તેવી સંભાવના નથી. તેની ઇજા રિયલ મેડ્રિડ માટે ચિંતાનો વિષય બની રહી છે. સ્પેનિશ ક્લબે બેલ સાથે જૂન 2013માં કરાર કર્યો હતો. તે ક્લબ સાથે જોડાયા બાદ 24 વખત ઇજાગ્રસ્ત બની ચૂક્યો છે. કારણથી તે રિયલ માટે 79મી મેચ રમી શકે તેમ નથી. લા લીગામાં ત્રીજા ક્રમે રહેલી રિયલને આશા છે કે બેલના ફિટ થવાથી તેમનું આક્રમણ વધારે મજબૂત બની શકે છે. રિયલ મેડ્રિડના અધિકારીએ જણાવ્યું હતું કે બેલને ગુરુવારે પ્રેક્ટિસ દરમિયાન ફરીથી ઇજા થઇ હતી. બેલ ઇજાના કારણે વેલ્સનો વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મુકાબલો રમી શક્યો નહોતો.



અન્ય.

૧. World Diabetes Day- ડાયબિટીજના દર્દીઓ માટે ફાયદાકારી છે આ આસન

World Diabetes Day
ડાઈબિટીજના સમયે શરીરમાં ગ્લૂકોજ અને ઈંસ્યુલિનના સંતુલન જાણવી રાખવા મોટી ચુનૌતી છે. એવામાં પેક્રિયાજનો ફિટ રહના ડાયબિટીક લોકો માટે જરૂરી છે.
ગોમુખ આસનના નિયમિત અભ્યાસથી પેક્રિયાજ યોગ્ય રીતે કામ કરે છે જેત હી ડાયબિટીજ પર નિયંત્રણ કરવામાં મદદ મળે છે.
આ સિવાય આ આસનથી કમર ,ખભા ,ગરદન અને કરોડરજ્જુની હાડકાની જકડનને ખત્મ કરે છે અને માંસપેશિયોને મજબૂત બનાવે છે . અ જ્વાઈંટસના વચ્ચે રજ્ત સંચાર વધારે છે જેથી સાંધામાં થતી પરેશાનિયોમાં આરામ મળે છે.


-પ્રશાંત ભટ્ટ
Educational Point